SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ અન્ય પદાર્થને કેટલાક વેજીટેરિયના નિષિદ્ધ અભક્ષ્ય-લેખે છે જ્યારે કેટલાક વેજીટેરિયના અનિષિદ્ધ-ભક્ષ્ય ગણે છે. વેજીટેરિયનામાં આવા મતભેદ પ્રવતે છે તે ધ્યાનમાં લઈને આ પદાર્થોમાંથી શું લેવું અને શું ન લેવું એ અંગેનો નિર્ણય કરવાનું દરેક વ્યકિતના પોતાના અભિપ્રાય અને વિવેક ઉપર છેડવામાં આવેલ છે. “ભૂતકાળને વર્તમાન સાથે સમન્વિત કરો!” ૨૦૦ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અદ્ભૂત સધા ઓરિયેન્ટલ્સની ૨૬ મી ઈન્ટરનેશનલ કોંગ્રેસનું તા. ૪-૧-૬૪ ના રોજ ન્યુ દિલ્હી ખાતે વિજ્ઞાનભુવનમાં એક અતિ ભવ્ય અધિવેશન ભરાયું હતું જેના પ્રમુખસ્થાને પ્રા. હુમાયુન કબીર બીરાજ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને સંદેશા માલ્યા હતા કે, “આપણે એ મહામિલન પ્રતિ ગતિમાન થઈએ કે જયારે આપણે દરેક માનવીનું, દરેક જાતિનું, દરેક સંસ્કૃતિ અને દરેક માન્યતાનું આદરમાન કરતા હોઈશું. દુનિયા આજે વિશ્વમૈત્રીને ઝંખી રહેલ છે.” આ અધિવેશનમાં ૧૨૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધા હતા, જેમાં અરધી સંખ્યા ભારત બહારના પ્રતિનિધિઓની હતી. " આ કૉંગ્રેસના પ્રારંભમાં ઉપસ્થિત થયેલ મહા અમાત્ય નહેરૂએ કોંગ્રેસના પ્રતિનિધિઓને ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સમન્વય સાધવા માટે આવ્લાન કર્યું હતું. તેમણે મંગળ પ્રવચન કરતાં જણાવ્યું કે “ઓરિયેન્ટલ સ્ટડીઝના (પૌર્વાત્ય વિષયોના અભ્યાસાના) હેતુ માત્ર આપણા બૌદ્ધિક કુતુહલને તૃપ્ત કરવાના નહિ, પણ ભૂતકાળથી વર્તમાન કેટલા પ્રમાણમાં પ્રભાવિત બન્યું છે, ભૂતકાળની વર્તમાન ઉપર શી શી અસરો પડી છે તેનું ખરૂ માપ કાઢવાના હોવા જોઈએ. કોઈ પણ દેશ પોતાના ભૂતકાળ છેડી શકે તેમ નથી અને ભારત તે કદિ પણ નહિ. જો ભારતમાં ભૂતકાળને ભૂંસી નાખવાના પ્રયત્ન કરવામાં આવે તો ભારત મૂળવિહાણ બની જાય. એ સાથે એ પણ સ્પષ્ટ છે કે લોકો હંમેશાને માટે ભૂતકાળ ઉપર જીવી ન જ શકે. તેમણે સમય સાથે આગળ વધવાનું છે. આથી, કાળના એ બે તત્ત્વ વચ્ચે સમન્વય કેમ ઉભા કરવા એ સમસ્યા ઉભી થાય છે. આ સમન્વય અભ્યાસ અને સંશોધનના વિષય છે. “પ્રાચીન સભ્યતાઓમાં એક પ્રકારનું ઊંડાણ હતું, એમાં કાંઈક એવું હતું જેને આજે પણ અર્થ છે. પ્રાચીન વિચારપદ્ધતિ પેાતાની જાતને જાણવા ઉપર-અન્તરાત્માના સાક્ષાત્કાર ઉપર–કેન્દ્રિત હતી. બહારની દુનિયા વિષે કાંઈક જાણવું એ ઉપરાંત આપણી જાત વિષે જાણવું આપણી જાતને યથાસ્વરૂપે ઓળખવી—એ પણ એટલું જ ઈચ્છવાયોગ્ય છે, કારણ કે એમ કરવાથી આધુનિક જગતમાં થઈ રહેલાં ટેકનોલોજીલ ફેરફારો વચ્ચે આપણે સમધારણ પ્રાપ્ત કરી શકીએ છીએ. “ભૂતકાળનું આ ઊંડાણ અને આજની દુનિયાનું છીછરાપણું - આ બે વચ્ચે કેમ મેળ મેળવવા તેની મને સુઝ પડતી નથી. આધુનિક જગતમાં નવાં મૂલ્યોને ધણું મહત્ત્વ આપવામાં આવે છે, પણ મને તે મૂલ્યોમાં ચોક્કસ પ્રકારનું છીછરાપણું દેખાય છે.” આ કોંગ્રેસના પ્રમુખ પ્રા. હુમાયુન કબીરે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે “એ સમય હવે આવી પહોંચ્યા છે કે જયારે ઓરિપેન્ટાલાજી પૌર્વાત્ય વિદ્યા—અમુક થોડી ઉચ્ચકક્ષાની લેખાતી વિદ્રાન વ્યકિતઓની અલગ માલિકીનો વિષય રહેવા ન જોઈએ. જેમ વિજ્ઞાનના ક્ષેત્રમાં બન્યું છે તે મુજબ, પૂર્વ અને પશ્ચિમની દુનિયાએ તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ભાષા અને ઈતિહાસના ક્ષેત્રમાં જે ફાળા આપ્યો છે તે બધાંનું સુભગ સંમીશ્રણ થવું જોઈએ અને તેમાંથી માનવીના શિક્ષણ અને જ્ઞાનના વિપુલ ભંડાર નિર્માણ થવા જોઈએ, “ ભારતીય તત્ત્વજ્ઞાન દુનિયાના તત્ત્વજ્ઞાનનું અવિભાજય અંગ છે એ રીતે તેના વિચાર કરવા જોઈએ અને જે કોઈ તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી હોવાના દાવા કરતા હોય. તેવી દરેક વ્યકિતએ– અને નહિ કે માત્ર ઈન્ડોલેાજીના ગણ્યાગાંઠયા પંડિતાએ—એ દ્રષ્ટિથી તેના અભ્યાસ કરવા જોઈએ. “એ પ્રમાણે ભારતના ઈતિહાસ પણ માનવીના ઈતિહાસનું એક મહત્ત્વનું પ્રકરણ છે એ રીતે ભારતના ઈતિહાસના વિચાર થવા જોઈએ અને દુનિયાના કોઈ પણ ભાગના કોઈ પણ વિદ્વાનના ઈતિહાસ એક નિષ્ણાત તરીકે સ્વીકાર થવા ન જોઈએ, જો તે વિદ્રાન દુનિયાના આ ભાગમાં બનેલી મહત્ત્વની ઘટનાઓ વિષે તદ્દન અજ્ઞાત હાય. વખ તા. ૧૨-૧-૬૪ “એવી જ રીતે, ભારતના તેમ જ એશિયાના અને આફ્રિકાના અન્ય દેશના વિઘોપાસકોએ, યુરોપ અને અમેરિકાના દષ્ટાઓએ અને સંશોધકોએ જ્ઞાન, વિજ્ઞાન, અને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જે ફાળા આ પહેલાં આપ્યો છે તેને માનવજાતના વારસાના એક વિભાગ તરીકે સ્વીકારવા ઘટે છે.” અંતમાં પ્રસર કબીરે એવી આશા વ્યકત કરી હતી કે, “આ કોંગ્રેસ દુનિયાના વિદ્રાનોમાં ઊંડી સહાનુભૂતિ અને સમજુતિની ભાવનાનું સિંચન કરશે અને એવા એક જીવનદર્શન તરફ માનવજાતને દોરી જશે કે જેમાં એકત્ર બનેલી દુનિયાની ભૂમિકા ઉપર વૈવિધ્યના સ્વીકાર એ જ સમસ્ત માનવજાતના વિચાર અને આચારનું નિર્માણ કરનારો સિદ્ધાંત બની જશે.” ' આ કોંગ્રેસના નિવૃત્ત થતા પ્રમુખ સોવિયેટ યુનિયનના ગુકુરાવે જણાવ્યું કે “આ કોંગ્રેસનું સવિશેષ મહત્ત્વ એટલા માટે છે કે એ કાંગ્રેસ એવી ઘડીએ મળે છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપેલી તંગદિલી હળવી બની રહી છે, જ્યારે દુનિયાભરના લોકો આજે પ્રવર્તતા શીત યુદ્ધને નાબૂદ કરવા અને સ્થાયી શાંતિની સ્થાપના કરવા વધારે તીવ્રપણે ઈચ્છી રહ્યા છે. આ પૌર્વાત્ય વિષયોનું અનુશીલન માનવતાના ખ્યાલાથી પ્રેરાવું જોઈએ. તે દ્વારા પ્રગતિ અને સુલેહશાંતિના ધર્મકાર્યને અનુમોદન અને સમર્થન મળવું જોઈએ. આપણા કાર્યમાં, કેટલાક ક્ષેત્રમાં જે પ્રકારના સં રાષ્ટ્રવાદ અને ઝીણું કાંતવાની વૃત્તિ નજરે પડે છે—આવી સંકીર્ણતાની લાગણીઓને આપણે બીલકુલ વશ થવું ન ઘટે. પૂર્વના લોકોના ઈતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવામાં લાકો એકમેકથી જુદા પડે તે રીતે નહિ, પણ એકમેકની કેમ વધારે નજીક આવે એ રીતના આપણા સતત પ્રયત્ન હોવા જોઈએ.” આ જ મુદ્દા ઉપર કાંઈક બીજી રીતે ભાર મૂકતાં ડૉ. રાધાકૃષ્ણને કોંગ્રેસ ઉપર મોકલી આપેલા પોતાના પ્રવચનમાં, અત્યંત પુરાણા કાળથી દુનિયાભરના વિદ્રાનો અને પંડિતો દુનિયાના એક ભાગમાંથી અન્ય ભાગમાં વિચારોના પ્રવાહોને વહેતા કરવા માટે પરસ્પર એકમેકના કેવી રીતે સંપર્ક સાધતા રહ્યા છે તેનો ખ્યાલ આપ્યા હતા. આગળ વધતાં તેમણે જણાવ્યું કે, “આજે દુનિયાના બધા લોકો નિકટવર્તી પડોશીઓ બની ગયા છે. આજના સંદર્ભમાં સૌ કોઈએ માત્ર એક જ પ્રકારનું વલણ અખત્યાર કરવું ઘટે છે અને તે વલણ એકમેકથી અલગ બનવાનું નહિ પણ એકમેકને ઓળખતા થવાનું, અસહિષ્ણુતાનું નહિ પણ પરસ્પર સમજુતિનું, તિરસ્કાર અને ધર્મઝનૂનનું નહિ પણ જે કાંઈ મૂલ્યવાન હોય તેની કદર કરવાનું અને તેને પચાવી લેવાનું. “માંણસજાતના વિસ્તાર એક મૂળમાંથી થયો છે, જો કે તે ભિન્ન ભિન્તે જાતિઓ અને જ્ઞાતિઓમાં વહે ચાઈ ગયેલ છે. આજના ધર્મ આ પાયાની એકતાની પુન: પ્રાપ્તિનો અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે એકવાકયતા ઊભી કરવાના છે. આ કોંગ્રેસ, 'A New world rich in range and majestic in scope' વૈવિધ્ય દ્રષ્ટિએ સમૃદ્ધ અને કાર્ય પ્રદેશની દ્રષ્ટિએ ભવ્ય એવી નવી દુનિયા—નિર્માણ કરવી—આવું જે માનવજાતનું ધ્યેય છે તેની પ્રાપ્તિની દિશામાં ઘણા મહત્ત્વનો ફાળો આપી શકે તેમ છે.” એક સગીર છેકરાંને અપાઈ રહેલી દિક્ષા અટકા! 4 એક ધર્માનુરાગી મિત્ર તરફ્થી નીચે મુજબના પત્ર મળ્યો છે, “આથી જણાવવાનું કે ચાલુ જાન્યુઆરી માસની ૨૫મી તારીખે બારીવલી ખાતે બિરાજતા જૈન આચાર્ય અમૃતસૂરિજીના શિષ્ય મુનિશ્રી ધુરંધરવિજયજીના હાથે જેણે માત્ર આઠ ધારણ સુધી અભ્યાસ કર્યો છે એવા એક આશરે પંદરેક વર્ષની ઉંમરના ઉપેન્દ્રને દીક્ષા આપવાનું નક્કી થયું છે. ઉપર જણાવેલ મુનિશ્રી સાથેના છેલ્લા ચાર પાંચ માસના સહવાસથી આ ઉપેન્દ્રમાં દીક્ષા લેવાની ભાવના જાગી છે. તેના માબાપને બીજાં છ સાત સંતાનો છે. માબાપ સિવાય આ છેાંકરાના અન્ય વડિલા તથા સાંસ્વજનને આવી કાચી ઉંમરના લગભગ અશિક્ષિત એવા છેકરાને કશી પણ પૂર્વ તૈયારી કે ધાર્મિક તાલીમ સિવાય અપાતી દીક્ષાથી વિરૂદ્ધ છે. તેઓ મુનિશ્રીને આજીજીપૂર્વક આગ્રહ કરી રહ્યા છે કે આ છાકરાને આવી અપરિપકવ દશામાં દીક્ષા આપવાને બદલે તેને ત્રણ ચાર વર્ષ સંસારમાં રહેવા દઈને ભણવા ઘો અને જરૂરી
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy