SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તો, ૧ ૭૬૪ કે સૌથી વધુ એ બાળકોના દિલમાં જવાહરલાલ જીવંત રહે એ જરૂરી છે. અમે તે હવે થોડા દિવસના મહેમાન છીએ. પછી, હાલી નીકળીશું. ચાલી જઈશું. પણ બાળકોના દિલમાં એ વાત જડ પકડે કે જવાહરલાલને જીવતા રાખવા છે, તો આપણે એમને જીવતા રાખી શકીએ છીએ. અને એ આપણા દિલમાં જીવંત રહી શકે, આપણા કામમાં જીવંત રહી શકે, આપણા વિચારમાં જીવંત રહી શકે તે જ ' જવાહરલાલ અમર થઈ શકે છે અને આ રીતે આપણે જવાહહરલાલને અમર બનાવવા જોઈએ. પણ એમને અમર બનાવવા માટે આપણે આપણામાં જવાહરલાલના જેવી થોડી બાબતે જન્માવવી જોઈશે. ફકત જવાહરલાલના કાર્યક્રમનો પ્રચાર કરવા માત્રથી જવાહરલાલ જીવતા નહિ રહે. જવાહરલાલ જેવા બનવાથી જવાહરલાલ જીવંત રહેશે. આપણા દિલમાં હીંમત નહિ હોય તો આપણે જવાહરલાલને જીવતા નહિ રાખી શકીએ. આપણા દિલમાં રવાદારી–શુભ ભાવનાનહિ હોય તો આપણે જવાહરલાલને જીવતા નહિ રાખી શકીએ. જે આપણા દિલમાં પ્રેમ નહિ હોય તો આપણે જવાહરલાલને જીવતા નહિ રાખી શકીએ. જો આપણા દિલમાં આપણા ગરીબ ભાઈઓ પ્રત્યે, એમની મુસીબતે પ્રત્યે દયાભાવ નહિ હોય, પછાત સાથે પુરી આત્મીયતા નહિ હોય, આપણે નવા પ્રોગે નહિ સમજીએ, વિજ્ઞાનથી દૂર ભાગીશું, વિચાર કરવાથી ડરીશું, તે પછી | આપણે જવાહરલાલને જીવતા નહિ રાખી શકીએ. ‘જવાહરલાલ અમર છે' એમ જે તમે કહો છો એ વાત જો સાચી હોય તો આપણે સૌએ પિતાનામાં અનેક તત્ત્વો પેદા કરવા જ પડશે, હીંમત પણ કેળવવી પડશે, ગરીબો સાથે સંબંધ પણ વધારવો પડશે, સેવા માટે એવી લગની કેળવવી પડશે કે જેની જ્યોત હંમેશા પ્રજજવલિત રહે. અને પછી તો એક જ્યોતમાંથી બીજી જોત અને તેમાંથી ત્રીજી જ્યોત પ્રગટતી રહેશે. જેના દિલમાં સાંકડાપણું છે, હીણાપણું છે, જેની દષ્ટિ સંકુચિત છે એ જવાહરલાલને જીવંત રાખી નહિ શકે. જવાહરલાલે કદિ કોઈ, નબળાઈને પાણી A નથી, કોઈ હીણું કામ ક્યું નથી, કદિ કોઈ નબળી ચીજને પંપાળી નથી, કદિ કોઈ અણઘટતી વાત ઉચ્ચારી નથી. આપણે અણઘટતી વાતો ' કરીએ છીએ, આપણાં દિલો કમજોર છે, આપણા દિલમાં મેલ છે, - આપણે ધિક્કારવૃત્તિને પિષીએ છીએ, એકબીજાની બદબઈ કરીએ છીએ. એકસરખું લડીએ છીએ, સત્તા પાછળ, ભૂખ્યાં ગીધ . જેમ મુડદા પર પડે છે. એમ, આપણે પડીએ છીએ અને અધો: - ગતિને માર્ગે જઈએ છીએ. આપણે આ બાબતો દિલમાંથી કાઢવી પડશે, જે જવાહરલાલને જીવતા રાખવા હોય તે. આમ કરશું તો " આપણો દેશ સારા માણસોનો, સાચાં માણસને, પ્રમાણિક માણસને દેશ બની રહેશે અને એ જ જવાહરલાલને અમર કરશે. અનુવાદક: શ્રી ઉષાબહેન મહેતા. મૂળ ઉદ્ : શ્રી ઝાકીર હુસેન 1 અવસાને અને આભાર '' '' શ્રી નહેરુનું અવસાન એક યુગનું અવસાન. એ યુગ કે જે દરમિયાન આપણોમાંના કેઈ કોઈ ફાંસીએ ચડયા, જેને આપણે આપણા ખૂનથી સીંચન કર્યું અને જે દરમિયાન આપણે અનેક આંધીઓમાંથી પસાર થયા. પૂરા ઈતિહાસ-સાગરનું મંથન થયું, કેટલી ગર્જના અને તર્જના થઈ અને એ મંથનમાંથી નીકળેલા વિષને પી જનારે પોતાના યુગનું નિર્માણ કરીને ચાલી ગયે. માનવવેદનાના કેટલાય વિષાર ડંખ એણે પોતાના જીવનકાશમાં સમાવી દીધા! વેદનામાંથી પણ જીવનાનુભૂતિનું દર્શન કરનાર અને કરાવનાર નહેરુ ચાલી ગયા! કેવળ ભારતના નહિ પણ માનવતાના ઈતિહાસ ઉપર એક પડદો પડી ગયો! - પણ અવસાન એ જ આરંભ છે, જેમ વિનાશમાંથી સર્જન '' છે. ઈતિહાસ ક્યારેય પણ કયાં રોકાય છે કે આજે પણ રેકાય? જીવન કયારે સાવ સ્થિર થઈ ગયું છે કે આજે થાય? આ જ ઈતિહાસને અમર પાઠ છે, નહેરુનો ચિરસંદેશ છે. અસ્ત થતા સૂર્યની લાલીમા ફરીથી ઉદય થતાં સૂર્યનાં લાલ કિરણોમાં ૨ ટી નીકળે છે. સૂર્યાસ્ત ખિન્નતા કે નિરાશામાં વિરમી જ નથી, કેમ કે ઉષાનાં કિરણો થોડીવારમાં પ્રગટ થતાં નજરે પડે છે. નહેરૂ-વ્યકિત મૃત્યુ પામી, નહેરુ–ઈતિહાસ રહી ગયો. એ અર્થમાં તેઓ અમર થઈ ગયા. આ મહાન યાત્રાનું એક પ્રસ્થાન પૂરું થયું. બીજા પ્રસ્થાનનું મુહૂર્ત છે. જે યાત્રા પૂરી થઈ તેની હવે શી વાત! આપણે તો આગળ વધવું છે, પાછળ હઠવું નથી. એટલે પાછલી યાત્રાની વાત પાછળ રહી ગઈ. આપણે તે ભાવિ માટે મહાનતાનો આરંભ કરવો છે. આગળ, આગળ, આગળ. કયાંયે અંત ન દેખાય તેટલે આગળ. Rવ વતિ. ગાંધીએ એક યુગ નિર્માણ કર્યો અને જનતાને એક નહેરુ આપ્યા. નહેરુએ એક યુગ નિર્માણ કર્યો અને જનતાને આત્મભાન કરાવ્યું, આપણને આપણાપણું આપ્યું, જીવનને બળ આપ્યું અને ઈતિહાસને સંવેદના આપી. એ સંવેદનનો ઈતિહાસ આજે સ્પંદન કરી રહ્યો છે--નહેરુ, નહેરુ, નહેરુ. અમર ઈતિહાસની આંખે દ્વારા જાણે કે નહેરુ કહી રહ્યા છે: “આગળ જુઓ, આગળ વધે, આંધીઓ સામે ઝુઝ, આગ સામે ખેલ, અને આરંભનાં નવદ્વાર ખેલ. આંસુઓથી ભીના અવસાનને ઢાંકી દો. નવમ્પંદિત આરંભનું અનાવરણ કરો.” તે, વ્યકિતનું અવસાન એ દેશના અવસાનમાં ન પરિણમે, નામનું અવસાન કામનું અવસાન ન બને, વિલાપનો પ્રવાહ વિરામને પૂજાપ્રસ્તર ન બની જાય-એ માટે આપણે અવસાનની ‘ઈતિશ્રી તરફથી આરંભના ‘અથ’ પ્રતિ ડગ ભરીએ. આરંભની વેદનાને નવાગંતુક અર્થની આકાંક્ષા, અપેક્ષા, અને આશામાં સહી લઈએ અને નવો ઈતિહાસ રચવા માટેનાં દ્વાર ખોલીએ. નિ:સંશય એક મહાનના અવસાનના સંદર્ભમાં આપણે બહુ નાના ગણાઈએ, પણ એ જ મહાન પથ આપણને નાનામાંથી મોટા બનાવશે. બિંદુમાં સાગર સમાય છે. લધુતાના ગર્ભમાં મહાનતા છુપાઈ છે. આરંભની લધુતા અંતમાં મહાન બની જાય, જો માનવીય પવિત્રતાને તેને સ્પર્શ થઈ જાય. નહેરુ ચિત્રાવલીમાં હું બાળ નહેરુનું નાનું ચિત્ર જોઉં છું અને વિશ્વનેતા નહેરનું પૂરા કદનું ચિત્ર પણ જોઉં છું. બન્ને વચ્ચે વર્ષોનું અંતર છે. માનવ નહેરુનો આરંભ અને અવસાન બંને એક જ સાધના અને સંકલ્પના તારતમ્યથી જોડાયેલાં છે. તે, આપણે અવસાનના ઈતિહાસ સાથે જોડાયેલા આરંભનો પાયો નાખીએ. આપણા હાથ કેટલા પવિત્ર છે, આપણે સંકલ્પ કેટલે સ્વાર્થરહિત છે, આપણા સંઘર્ષો કેટલા સ્વાર્થસહિત છે–તેના ઉપર આપણા નવનિર્માણ અને ભાવિને આધાર છે. અવસાનને આપણે આકાશમાં વિસ્તારીએ અને તેની લાલીમામાંથી આરંભનું તિલક કરીએ. આપણે સંકલ્પ છે કે આપણે આરંભ મહાન થાય, આપણે , સંકીર્ણ કે સ્વાર્થી ન બનીએ, આપણે એવું કંઈ ન કરીએ કે જેથી એમનું પવિત્ર અવસાન લંજિજત થાય. પવિત્ર કર્તવ્ય અને પવિત્ર ઉત્તરદાયિત્વના મજબૂત પાયા ઉપર આપણો આરંભ થાય—આપણી જયયાત્રા આગળ પ્રયાણ કરે. એમાં જ આજની ક્ષણનું અવસાન તેમ જ આરંભ–બંનેની સૌંદર્યાન્વિતિ છે. ' અનુવાદક: * મૂળ હિંદી: શ્રી મેનાબહેન નરોત્તમદાસ - શ્રી ભવરમલ સિંધી વિષયસૂચિ આશિક કા જનાજા: પ્રેમીની ઝાકીર હુસેન ૧ અંતિમ યાત્રા : વિશ્વાસ અને વિવેકના સંગમરૂપ નહેરૂ અશોક મહેતા પંડિતજી ગયા, હવે આપણે કેમ કે જયપ્રકાશ નારાયણ ૫ આગળ વધીશું? : પ્રકીર્ણ નોંધ: યુનાઈટેડ સ્ટેટસના પરમાનંદ ૬ હબસીઓને સમાન નાગરિક દરજજો આપવા માટે પ્રેસિડેન્ટ જોન્સનને અભિનંદન, આ તે આપણી કેવી ગતાનુગતિકતા!, નહેરૂ સ્મારકનિધિમાં એક લાખનું દાન, ભાવનગરમાં સ્થપા- : , નાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક લાખનું દાન, શ્રી. પાર્શ્વનાથ ઉમેદ ડીગ્રી કોલેજ, ફાલનાના લાભાથે એકઠું થયેલું સવા ચાર લાખનું ભંડોળ, દેવદ્રવ્યને સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવાને અનુરોધ. બાલદીક્ષા બંધ રહી: કોર્ટને અપાયેલી.. બાંયધરી.. સાભાર સ્વીકાર ' ' અંગ્રેજીને પ્રશ્ન. , ઝીણાભાઈ ર. દેસાઈ ૧૧
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy