SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પબદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણુ વ ૨૨: અંક ૬ મુંબઇ, જુલાઇ ૬૬. ૧૯૬૪, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા આશિક કા જનાજા : પ્રેમીની અંતિમ યાત્રા અવસાન વિષે દિલનું સંવેદન આજે પણ જાણે કે અને તેમની ગુણગાથા ગાયા કરવાનું મન થયા કરે વામને વચ્ચે વિરાટ પુરુષ જેવી તેમની ભવ્યતા ભાસે [પંડિત જવાહરલાલના સ્વર્ગવાસને આજે દોઢ માસ થયા, એમ છતાં તેમના એટલું જ તીવ્ર હોય એમ લાગ્યા કરે છે અને તેમનું નામસ્મરણ કરયા કરવાનું છે. તેઓ જીવિત હતા તે કરતાં આજે તેઓ નથી ત્યારે તે વધારે મહાન લાગે છે, છે, આપણી વચ્ચેથી કેવી લોકોત્તર માનવવિભૂતિ કાળાકાશમાં વિલીન થઈ ગઈ તેની કલ્પના હૃદયને ગદિત કરે છે, આંખોને અણુભીની બનાવે છે. કોઈ એક વ્યકિતવિશેષનું અવસાન થાય તો પત્રના તંત્રી તે અંગે અવસાનનોંધ લખે, વધારે મહત્ત્વ ધરાવતી વ્યકિત હોય તે તેની જીવન-કારકિર્દીના નાના મોટો પરિચય આપે અને પેાતાનું કાર્ય પુરું થયું એમ સમજીને બીજા વિષયોની ચર્ચા-વિચારણા તરફ પોતાની નજર દોડાવે. જવાહરલાલની બાબતમાં આમ બની જ શકતું નથી. તેમને લગતું જે કાંઈ વિશિષ્ટ સત્ત્વવાળુ ચિન્તન, મનન, અવલાકન જોવામાં આવે તે પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ રજૂ કરવું અને જવાહરલાલના સ્મરણને એક યા બીજા આકારે વાચકોના ચિત્ત ઉપર અંકિત કર્યા કરવું. આવી કોઈ વૃત્તિ ચિત્ત ઉપર અસવાર થઈને બેઠી છે. આખરે આ વૃત્તિ ઉપર અંકુશ મૂકયે જ છૂટકો છે, એમ છતાં પણ, આ અંકમાં જવાહરલાલ સંબંધે જે જે કાંઈ આપવામાં આવ્યું છે તે આ વૃત્તિના બળવાન આવેગનું જ પરિણામ છે. નીચે જે છે તે અલ્લાહબાદના ત્રિવેણી સંગમમાં કરવામાં આવેલ જવાહરલાલના અસ્થિવિસર્જન બાદ તે જ શહેરમાં તા. ૮-૬-૧૯૬૪ના રોજ મળેલી વિરાટ જાહેર સભા સમક્ષ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી ઝાકીર હુસેને કરેલા હ્રદયદ્રાવક પ્રવચનના ગુજરાતી અનુવાદ છે. પરમાનંદ ] “ આશિક કા જનાજા ખડી શાન સે નિકલા !” દુખાર્તા ભાઈઓ અને બહેનો, : આ તેર દિવસે આપણા સૌનાં કેવા વીત્યા એ તે! મારા જેટલું જ તમે પણ જાણા છે. જેણે પંડિતજીની સ્મશાનયાત્રા વખતની દિલ્હીની ભીડ જોઈ છે, જેણે કાલે જ્યારે એમનાં ફ્ લ આવ્યાં ત્યારે રેલમાર્ગો ઉપર માનવમહેરામણાને-જમના અને ગંગાઓને – ઉમટતી જોઈ છે, કલાકો સુધી જેણે બુઠ્ઠાઓની દાઢીએને અશ્રુભીની થયેલી જોઈ છે, નાનાં બાળકોને જેણે રડતાં અને કકળતાં જોયાં છે, જેણે ચોતરફ સ્ત્રીઓને કલ્પાંત કરતી જોઈ છે તે સૌ કોઈ એ જાણે છે કે આ દેશ ઉપર શું વીત્યું છે. કોઈકે સાચું કહ્યું છે કે ‘આશિક કા જનાજા થા, બડી શાન સે નિકલા' (આશિક - પ્રેમી – ની અંતિમયાત્રા હતી; ખૂબ શાનદાર ગૌરવમય રીતે નીકળી). એટલા માટે કે કદાચ થોડાક જ લોકો આ દેશ પર, દેશના ગરીબો પર, દેશની વિપદાઓ પર, આ દેશની ભલી ભલી બાબતો ઉપર એવા આશિક હશે કે જેવા અમારા સદ્ગત સરદાર હતા. આ પ્રેમીએ પચાસ પચાસ વર્ષ સુધી સતત કામ કર્યું. એ પ્રેમી ફકત આંસુ સારવાવાળા પ્રેમી નહોતા, એ પ્રેમી ફકત મીઠા બોલ બાલવાવાળા પ્રેમી નહોતો, એ સતત કામ કરવાવાળા પ્રેમી હતો, એ સળગતો રહ્યો, કકળતો રહ્યો, પોતાની જાતને ઝીંકતા રહ્યો, એણે પચાસ પચાસ વર્ષ સુધી જીવનની પ્રત્યેક ક્ષણ આપણી સેવા કાજે અીં. અને જીવનની આખરી ઘડી સુધી એ દેશસેવામાં નિમગ્ન રહ્યો. શ્રી મુબઇ જૈન યુવક સૌંઘનુ પાક્ષિક · મુખપત્ર છૂટક નક્લ ૨૦ નયા પૈસા આ બધાં વર્ષો એણે પ્રેમધેલા થઈ વીતાવ્યાં. એણે આપણને નવી નવી વસ્તુઓ આપી, નવાં નવાં સૂઝાવ આપ્યા અને એ ઉપર અમલ પણ કરી બતાવ્યો. એ આપણી ભૂલાપર રડયા, આપણાં સત્કાર્યો પર ખુશ થયા, પણ સતત પોતાના કામમાં નિમગ્ન રહ્યા. એમના ચારિત્ર્યમાં અને જે રીતે એમણે પેાતાનું જીવન વીતાવ્યું એમાં પ્રેમની એવી ગૌરવગરિમા હતી, પ્રેમ જગાવવાવાળી એવી જયોત હતી. કે જેમાં મનુષ્યોના દિલને જીતવાની તાકાત હતી, જેથી મનુષ્યોના દિલોને ગરમી મળતી હતી, જે પર મનુષ્યો ફીદા થતા હતા. એની દરેક વાતમાં માહિની હતી. દરેક પ્રવૃત્તિમાં ઔદાર્ય · હતું. આમ એ આપણા પ્યારા હતો. આપણા એ લાડકવાયાને આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. એ એવા પ્રેમી હતા કે જે આપણી ઉપર ગુસ્સા પણ કરતો. એના ગુસ્સામાં પણ એ મઝા આવતી કે જે એક પ્રેમીના ગુસ્સામાં આવે છે; કારણ કે એ આપણી સાથે પ્યાર કરતા હતા. કંઈ કેટલાંઓ ઉપર અને કંઈ કંઈ રીતે એણે ગુસ્સા કર્યો હશે, પણ ગુસ્સા કર્યા પછી એ આપણી સાથે પાછે પ્યાર પણ કરતા. એટલા માટે એના ગુસ્સા પણ આપણને ગમતો હતો. એ આપણને પ્રેમ કરવાવાળા અને આપણા પ્રેમ ઝીલવાવાળા પ્રેમી ગયો. પણ સાચું તો એ છે કે એ એનો હક્ક દા કરી ગયા. એ કંઈ રીસાઈને નથી ગયા. થાકી ગયા હતા એટલે આરામ કરવા માટે ચાલી નીકળ્યો છે. આપણે સમજવું જોઈએ કે એ થાકેલા નેતાનું કામ આપણે આગળ વધારવાનું છે. એ જો આપણે પ્રેમી હતો, તો એના કામને આપણે આગળ વધારવું જ રહ્યું. જે જે રસ્તાઓ પર થઈને એમનું શબ ગયું, ત્યાં ‘જવાહરલાલ નહેરુ ઝીંદાબાદ’ ‘જવાહરલાલ નહેરુ જીવતા રહે’ ‘જવાહરલાલ નહેરુ અમર રહે ’ ના પોકારા સાંભળીને મારું દિલ હચમચી ગયું છે. જવાહરલાલને જીવતા કેમ રાખી શકાય ? શરીરિક સ્વરૂપે હવે જવાહરલાલ નહિ આવે, પણ એક અર્થમાં એ જીવતા રહી શકે છે અને એ ફરજ આપણી છે. જવાહરલાલ અનેક કારખાનાઓમાં અને બંધામાં જીવંત રહી શકે છે. આપણા રાષ્ટ્રજીવનમાં એમની વાત નિહાળી શકાય તેમ છે. પણ જો જવાહરલાલને કોઈ આજે એમ પૂછી શકે કે તમે ભાખરા - નાંગલ અથવા કોઈ પોલાદના કારખાનામાં જીવંત રહેવા ઈચ્છે છે ? તે એ જવાબ આપશે કે હું મારા દેશબાંધવા અને વ્હેનાના દિલમાં, એમના વિચારોમાં જીવતા રહેવા ઈચ્છું છું. જ્યારે જ્યારે બાળકો ‘ચાચા નહેરુ ઝીંદાબાદ'નું સૂત્ર પોકારે છે, ત્યારે મારૂ મન કહે છે કે એમની એ ઈચ્છા પૂરી થાય ... એટલા માટે
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy