________________
તા.૧-૩-૨૪
પ્રભુ જીવન
*
“આપણી આ સુન્દર દુનિયા !” ભારતનાં બાળકાને ઉદ્દેશીને નહેરુના એક પત્ર
(દિલ્હી ખાતે પ્રગટ થતાં ‘શંકર્સ વીકલી’ના બાળકો માટેના ખાસ અંક માટે તા. ૩જી ડીસેમ્બર ૧૯૪૯ના રોજ ભારતના મહીઅમાત્ય નહેરુએ લખેલા અંગ્રેજી પત્રનો અનુવાદ).
વ્હાલાં બાળકો,
શંકરે મને પેાતાના અઠવાડિક પત્રમાં બાળકોના વિભાગ માટે કાંઈક લખવા કહ્યું. એક નબળી ઘડીએ, તેના અઠવાડિક કરતાં વધુ તો બાળકોના વિચાર કરીને, મેં લખવાનું વચન આપ્યું. પણ તરત જ મને ખ્યાલ આવ્યો કે મે એ વચન ઉતાવળમાં આપી દીધું હતું. હું શું લખું ? કઈ બાબત વિષે લખું તેની મેં ખૂબ મૂંઝવણ અનુભવી. મને બાળકો સાથે રહેવું અને તેમની સાથે વાત કરવી ગમે છે, અને વધુ તો તેમની સાથે રમવું ગમે છે. એમ કરતાં ઘડી માટે હું ભૂલી જાઉં છું કે હું પોતે તો એક મોટો વૃદ્ધ આદમી છું, અને એ પણ હું ભૂલી જાઉં છું કે મારા બાળપણનાં વર્ષો વીતી ગયાં છે, પણ જ્યારે હું તમારા માટે લખવા બેસું છું ત્યારે હું મારી ઉંમર તથા આપણા બે વચ્ચેનું અંતર ભૂલી ન જે શકું. વૃદ્ધ લોકોને નાનાંઓને ઉપદેશ અને સારી સલાહ આપવાની ટેવ હોય છે. ઘણા ઘણા વખત પહેલાં, જ્યારે હું એક નાના કુમાર હતા, ત્યારે મને આ જરાય ગમતું નહોતું, તે મને યાદ છે. એટલે હું. ધારું છું કે, તમને પણ સલાહ અને ઉપદેશ આપે એ ગમતું નહિ હોય.
મોટી ઉંમરના લોકોને પોતે વધારે ડાહ્યા છે એવા દેખાવ કરવાની ટેવ હોય છે, જો કે આમાંથી બહુ થોડાએ તેવું ડહાપણ ખરેખર ધરાવતા હોય છે. હજી, હું પોતે ડાહ્યો છું કે નહિ તે મેં નક્કી નથી કર્યું. કોઈક વખત, બીજાઓને સાંભળીને મને એમ થાય છે કે હું પોતે ખૂબ ડાહ્યો, હોંશિયાર અને અગત્યના માણસ હોઈશ. પછી, પેાતાની જાત તરફ જોતાં, મને એમાં શંકા આવે છે. અને એમ છતાં પણ જે લોકો ડાહ્યા હોય છે તેઓ પોતાના ડહાપણની વાત કરતાં નથી અને પોતે બીજાથી જાણે કે ચડિયાતા હોય તેમ વર્તતા નથી.
પુષ્પા
તેથી, તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિષે તમારી સામે સલાહની લાંબી હારમાળા ધરવાની મારી ઈચ્છા છે જ નહિ, તમારા શિક્ષકો અને બીજા પાસેથી આ તે! તમને પૂરતા પ્રમાણમાં મળ્યા જ કરતું હશે એમ હું ધારું છું, અને વળી હું પોતે ચડિયાતો માણસ છું એમ પણ મારે ધારી ન લેવું જોઈએ.
તે પછી મારે શેના વિષે લખવું? તમે જો મારી સાથે હોત તો આ આપણી સુંદર દુનિયા વિષે પુષ્પા, વૃક્ષ, પક્ષી, પ્રાણી અને તારાઓ અને પર્વતા, અને હિમપર્વતો અને દુનિયામાં આપણી આજુબાજુની બીજી અદ્ભુત ચીજો વિષે-વાત કરવાનું મને ગમત. આપણી ચોતરફ આ સૌદર્ય ભર્યું પડયું છે, અને એમ છતાં, જેઓ તમારાથી ઘણા મોટા છે એવા અમે ઘણી વાર એને ભૂલી જઈએ છીએ અને અમારા કામકાજમાં ડૂબી જઈએ છીએ અને માનીએ છીએ કે, અમે ખૂબ અગત્યનું કામ કરી રહ્યા છીએ.
હું આશા રાખું છું કે, તમે વધુ સમજણ દાખવશેા અને જે સૌંદર્ય અને જીવન આપણને વીંટળાઈને રહ્યું છે તે તરફ તમારી આંખ તથા કાન ખુલ્લાં રાખશે. તમે કુલને તેમના નામથી અને પક્ષીને તેમના ગાનથી ઓળખી શકો છે? જો તમે વ્હાલથી અને દોસ્તીના ભાવથી તેમના પ્રત્યે જોતા થશે તો તેમની સાથે અને કુદરતમાંની દરેક ચીજ સાથે મિત્રતા બાંધવી કેટલી સહેલી છે તે તમને માલુમ પડશે. ઘણા વખત પહેલાં તમે પરીઓની વાત અને બીજી પણ ઘણી વાર્તાઓ વાંચી હશે! પણ દુનિયા પોતે જ બધી લખાયેલી પરીકથાઓ અને સાહસકથાઓમાં સૌથી શ્રેષ્ઠ કથા છે. ફકત, આપણી પાસે જોવાને દ્રષ્ટિ, સાંભળવાને કાન અને દુનિયાનું જીવન તથા સૌંદર્યને સમજે અને ગ્રહણ કરે એવું માનસ જોઈએ.
19
પુખ્ત ઉંમરના લોકોને પોતાની જાતને વાડામાં અને વર્ગોમાં વિભાજિત કરવાની વિચિત્ર ટેવ હોય છે. તેઓ પોતે વાડા ઊભા કરે છે અને પછી એમ માને છે કે જે લોકો આ અમુક વાડાની બહાર છે તે પારકા છે, અજાણ્યા છે અને તેમના પ્રત્યે પાતે અણગમા દાખવવા જ જોઈએ. ધર્મના વાડા છે તેમ જ નાતના, વર્ણના,
૪૯
રાજકીય પક્ષના, દેશના, પ્રાંતના, ભાષાના, રીતરિવાજોના અને શ્રીમંતાઈ અને ગરીબાઈના વાડાઓ–આમ અનેક પ્રકારના વાડાઓ અને વર્ગો ઊભા કરવામાં આવેલા હોય છે. આમ એ લોકો પોતે જ રચેલાં એ વર્તુલમાં જેલમાં—પુરાઈને રહે છે. સારા નશીબે બાળકોને, માણસ જાતને એકમેકથી અલગ કરે એવા આ વાડાઓની બહુ
ખબર હોતી નથી. એ લોકો એકબીજા સાથે રમે છે અને કામ કરે છે અને પાતે જ્યારે મોટા થાય છે ત્યારે જ પોતાના વડીલા પાસેથી આ વાડાઓનું જ્ઞાન તેઓ મેળવે છે. તમે મેાટા થતાં ખૂબ વખત લેશેા—જલદી માટા નહિ થઈ જાઓ! એવી હું આશા રાખું છું. હું હમણાં જ અમેરિકા, કેનેડા અને ઈંગ્લાંડ જઈ આવ્યો. દુનિયાની સાવ બીજી બાજુ તરફની આ લાંબી મુસાફરી હતી. ત્યાં પણ અહીંના જેવાં જ બાળકો મેં જોયાં અને તેથી સહેલાઈથી મેં તેમની સાથે મિત્રતા બાંધી અને જ્યારે પણ તક મળી ત્યારે તેમની સાથે હું થોડુંક રમ્યો. મેટા લોકોની સાથેની મારી વાત કરતાં તે વાતો ઘણી વધારે રસપ્રદ હતી, કેમ કે, બાળકો બધે જ સરખાં હોય છે. વડીલા જ આ બાળકો એકમેકથી બહુ જુદા છેએમ માને છે અને જાણી કરીને તેમને એવા બનાવે છે.
થોડા મહિના પહેલાં જાપાનના બાળકોએ મને એક . હાથી મેકલવા લખેલું. હિંદુસ્તાનના બાળકો વતી મે તેમને એક સુંદર હાથી મોકલેલા. આ હાથી માઈસારના હતા અને દરિયા માર્ગે તેને જાપાન લઈ જવામાં આવ્યો હતો. જ્યારે તે ટોકિયા પહોંચ્યા ત્યારે હજારોની સંખ્યામાં બાળકો તેને જોવા આવ્યાં. એમાંનાં ઘણાં યે, હાથી કદી જોયા નહોતા. તેથી આ ઉમદા પ્રાણી તેમને મન ભારતનું એક પ્રતીક થઈ ગયું અને તેમની અને ભારતનાં બાળકો વચ્ચે તે હાથી એક કડી જેવા બની ગયો.
મિત્રતા
જાપાનનાં બધાં બાળકોને આપણી આ ભેટ એટલા આનંદ આપ્યો અને તેમને આપણા દેશ વિષે વિચાર આવ્યો તે જાણી હું ખુબ ખુશ થયો. તેથી, આપણે તેમના દેશ વિષે અને દુનિયાના બીજા ઘણા દેશા વિષે વિચાર કરવા જોઈએ અને યાદ રાખવું જોઈએ કે બધે જ તમારી જેવાં બાળકો—નિશાળે જતાં, રમતાં, કોઈક વખત ઝઘડતા, પણ હમેશ પાછી દોસ્તી કરતા—એક સરખાં જ બાળકો છે. તમારી ચાપડીએમાં તમે તે દેશે વિષે વાંચી શકો છે. અને તમે જ્યારે મોટા થશે ત્યારે તમારામાંથી ઘણા ત્યાં જશે. ત્યાં તમે મિત્ર તરીકે જશે તો ત્યાં તમને પણ મિત્રા—અભિવાદન કરતા મિત્રા—મૂળશે.
તમને ખબર હશે કે આપણી વચ્ચે એક ખૂબ મહાન માનવી હતા. તે ‘મહાત્મા ગાંધી'ના નામે ઓળખાતા. પણ આપણે તેમને પ્યારથી ‘બાપુજી’ કહેતા હતા. તે ઘણા જ શાણા હતા, પણ તેઓ પેાતાના ડહાપણનો દિ દેખાવ નહોતા કરતા. તેઓ ઘણી બાબતમાં સાવ સાદા અને બાળક જેવા હતા અને બાળકોને તેઓ ખૂબ પ્યાર કરતા હતા. તે બધાના મિત્ર હતા અને દરેક જણ, કિસાન કે કારીગર, ગરીબ કે તવંગર, તેમની પાસે આવતા અને હંમેશાં મૈત્રીભર્યો આવકાર આપતા. ફકત ભારતના બધા લોકોના જ તેઓ મિત્ર હતા, તેટલું જ નહિ પણ, દુનિયાના બીજા ભાગના લોકોના પણ તેઓ મિત્રસમાન હતા. કોઈને તિરસ્કાર ન કરવા, કોઈની સાથે ઝઘડવું નહિ, પણ એકબીજા સાથે રમવું અને આપણા દેશની સેવામાં સહકાર આપવા એવું તેમણે શીખવ્યું હતું. તેમણે