________________
* પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૯૪
;
કે છે. ખાતે સ્થાપના કરી હતી. આ સંસાયટીના પહેલા પ્રમુખ હતા ' , ' જસ્ટીસ હરસિદ્ધભાઈ દીવેટિયા અને તેના જનરલ સેક્રેટરી હતા
પ્રા ફેસર સી. એન. વકીલ. શ્રી પી. જી. શાહ તેના પ્રથમ કોષાધ્યા હતા. સાધારણ રીતે સંશોધન પ્રવૃત્તિ વિશે એ વખતના લોકમાનસમાં ઉદાસીનતા ભરેલી હતી અને સંશોધનપ્રવૃત્તિનું કોઈ વિશિષ્ટ મૂલ્ય તેમના દિલમાં વસ્યું નહોતું. આવા પ્રતિકુળ વાતાવરણમાં આ સંસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. એમ છતાં શ્રી પી. જી. શાહની રીસર્ચ સંસાયટીના કાર્યો વિષેની અડગ નિષ્ઠા અને પ્રબળ પુરુષાર્થને લીધે સોસાયટીનું કામ વિકસતું ગયું અને એક પછી એક નવી નવી પ્રવૃત્તિઓ પાંગરતી ગઈ. આ સાસાયટી તરફથી એક સૈમાસિક આજથી ૨૬ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું ‘હતું, જે આજ સુધી એક સરખું ચાલે છે અને જેમાં આજ સુધીમાં મૌલિક અને પ્રમાણભૂત લેખાય એવું પુષ્કળ સંશાધન • સાહિત્ય પ્રગટ થયું છે. આ સોસાયટીના ઉપક્રમે અને તેની છત્રછાયા નીચે
શીલજી, એન્થ્રોપોલોજી, સાઈકોલોજી, (સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, માનસશાસ્ત્ર) ના સંશોધનને લગતાં ઈન્સ્ટીટયુટ, ચાઈલ્ડગાઈડન્સ કલીનીક, ઈન્સ્ટીટયુટ ઑફ સોશિયલ મેડિસીન એન્ડ હે૯થ, અને સેશિયલ સાયન્સ રીસર્ચ ઈન્સ્ટીટયુટ–આ પ્રકારની ' અનેક પેટા સંરથા નિર્માણ કરવામાં આવી છે, અને ખૂબ ઉપયોગી કાર્ય કરી રહી છે.
" આ સંસાયટીનું કાર્યાલય વર્ષો સુધી મુંબઈમાં કાળા ઘોડા પાસે આવેલ મહેન્દ્ર મેન્શનમાં ભાડાના મકાનમાં હતું. આજે સંસ્થાની બધી પ્રવૃત્તિઓને આવરી લેતું એવું સંસ્થાનું પોતાનું એક આલીશાન મકાન મુંબઈના ઉપનગર “ખાર'માં ૧૯૬૧ની સાલમાં નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંસ્થાની એક શાખા ૧૯૬૨ની સાલમાં અમદાવાદ ખાતે ઊભી કરવામાં આવી છે.
"શ્રી પી. જી. શાહે ગુજરાતી ભાષાના ક્ષેત્રમાં વિજ્ઞાનને લગતા ' ' સાહિત્યની સારા પ્રમાણમાં પુરવણી કરી છે. ‘વિજ્ઞાન વિનોદ’
નામનું તેમનું પુસ્તક ૧૯૨૬ માં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ કરવામાં આવ્યું હતું અને વિજ્ઞાન વિચાર’ નામનું તેમનું એક બીજું પુસ્તક ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી ૧૯૩૦ ની સાલમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાના વિજ્ઞાન-- વિષયક સાહિત્યમાં આ બે પુસ્તક પાયારૂપ ગણાયા છે. તેમના
આ તેમ જ અન્ય લખાણાના કારણે તથા તેમના તરફથી તૈયાર 'કરવામાં આવેલ ગુજરાતી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ, જે દેવનાગરી લિપિમાં છપાયેલ છે અને જેની બે આવૃત્તિ આજ સુધીમાં પ્રગટ થઈ ચૂકી છે તેના કારણે ૧૯૩૬ની સાલમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના વિજ્ઞાનવિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આજ સુધીમાં સંશોધનનના ક્ષેત્રમાં કાર્ય કરતા કાર્યકરોની ચાર પરિષદનું તેમણે સફળ સંચાલન કર્યું
છે. ગુર્જરાત રીસર્ચ સેસાયટીના પણ શરૂઆતમાં કોષાધ્યક્ષ, ત્યાર ' બાદ ઉપ પ્રમુખ અને કેટલાંક વર્ષોથી પ્રમુખપદ તે શાભાવી રહ્યા છે. આમ જોસાયટીમાં તેમનું અધિકારસ્થાન ગમે તે હોય, પણ તેઓ પ્રારંભથી તે આજ સુધીના સંસાયટીના આત્મારૂપ રહ્યા
છે અને મુંબઈ ગુજરાતની આ એક પ્રમુખ સંસ્થાના સમગ્ર કાર્ય– વિસ્તારને અને તેના સૈમાસિક જર્નલ ઓફ ગુજરાત રીસર્ચ સેસાયટીના સફળ સંપાદનને યશ મેટા ભાગે તેમના સતત પુરુષાર્થ, પરિશ્રમ અને સંશોધન-નિષ્ઠાને ફાળે જાય છે.
માનવીની શારીરિક, માનસિક, બૌદ્ધિક, તેમ જ આધ્યાત્મિક • તાકાત તથા યોગ્યતાનું અનુમાપન કરવાને લગતી એક યોજના તેમણે ૧૯૪૭ ની સાલમાં જાહેર જનતા સમક્ષ રજૂ કરી છે. આ જનાને National Biometric Plan તરીકે ઓળખવામાં આવે છે. આને લગતા વિજ્ઞાનને માનવમાપન વિદ્યા તરીકે વર્ણવી શકાય. નૃવંશવિદ્યાને લગતા સંશોધનના ક્ષેત્રમાં આ યોજના તેમને એક અતિ મહત્ત્વનો ફાળો છે. આ યોજના અનુસાર અનેક જાતિનાં તેમ જ ચેક્સ વર્ગોનાં અમુક પદ્ધતિ અનુસાર અનુમાપન કરવામાં આવે છે અને તેમાંથી માર્ગદર્શક એવા અનેક નિર્ણય તારવવામાં આવે છે. આ વિદ્યાનું ક્ષેત્ર હજુ ખેડાતું જાય છે અને તેમાંથી બહુ મહત્ત્વનાં પરિણામની આશા રાખવામાં આવે છે.
- શ્રી પી. જી. શાહના જીવનની આ મુખ્ય મુખ્ય વિગત છે. એ વિગત પાછળ એક વિશિષ્ઠ કોટિનું વ્યકિતત્વ રહેલું છે. તેમની સાથે મારે પરિચય બહુ જુનો છે, આજથી લગભગ ૪૦ વર્ષ પહેલાં તેઓ મદ્રાસમાં હતા તે દરમિયાન મારા સ્વર્ગસ્થ મિત્ર શ્રી ગોવિંદલાલ પુરુષોત્તમદાસ ઝવેરી તેમની પાસે મને લઈ ગયેલા, અને મારી ઓળખાણ કરાવેલી ત્યારે એક સ્વજન માફક તેમણે મને
તે વખતે આવકાર આપેલો અને થોડી વારમાં અમારી વચ્ચેનું અજાણ્યાપણું ઓસરી ' ગયેલું. ત્યાર પછી તે તેઓ મુંબઈ આવ્યા અને ખારમાં આવેની વસ્યા. પછી તો એક યા બીજા નિમિત્તે તેમને અવારનવાર મળવાનું બનતું જ રહ્યાં છે. અમારા મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રગટ થતાં પ્રબુદ્ધ જીવન’ વિષે તેઓ હંમેશા સદ્ભાવ દાખવતા રહ્યા છે. જે ગુણાના તાણાવાણાથી તેમનું વ્યકિતત્વ નિર્માણ થયું છે તેમાં મુખ્ય ગુણ છે તેમની કાર્યનિષ્ઠા, મૂક સેવાભાવ, વિનમ્ર પ્રકૃતિ, અને નર્મળ જીવનદષ્ટિ , તેઓ આજીવન એક વિદ્યાર્થી રહ્યા છે. રાજ્યસરકારના મોટા મોટા અધકા ભેગવ્યા છતાં તેમની વાણી યા વર્તનમાં કદી પણ કોઈ રૂવાબ જોવામાં આવ્યા નથી. પ્રમાણમાં તેઓ બહુ ઓછું બોલે ભાગ્યે જ વિવાદમાં ઉતરે. તેમની મુદ્રામાં શાંતિ અને સ્વસ્થતા પ્રતિબિંબિત થતી દેખાય છે. તેમની વાણીમાં પ્રસન્નતા અને સૌજન્યને અનુભવ થાય છે. તેમની જીવનભરની અભ્યાસનિષ્ઠાસંશોધન નિષ્ઠા-નું ગુજરાતની ભાગ્યે જ અન્ય કોઈ વ્યકિતમાં દર્શન થવા સંભવે છે. ૭૦ વર્ષની ઉમ્મરે તેમણે પ્રેર્ ટ - ગ્લેન્ડનું ઓપરેશન કરાવેલું. તેમાંથી સારા તો થયા, પણ શરીરને આવો ઓપરેશનથી આ ઉમ્મરે જે ધક્કો લાગે છે તેનું પરિણામ સાધારણ રીતે શારીરિક ક્ષમતા ઘટાડવામાં આવે છે. આ પરિણામથી, શ્રી પી. જી. શાહ અથવા તે નિકટવર્તી મિત્રો તેમને સંબોધે છે એ મુજબ પોપટભાઈ મુકત રહ્યા નથી. આને લીધે બહારની પ્રવૃત્તિઓ તેમને ઘટાડવી પડી છે, પણ ગુજરાતી રીસર્ચ સોસાયટી તેમના પ્રાણ રાાથે વળગેલી છે. તેના ગોમની ચિતાથી તેઓ કદિ પણ મુકત થઈ શકે તેમ નથી. - તેઓ વર્ષોથી મુંબઈમાં રહે છે. ભારતનાં અનેક ક્ષેત્રમાં તેમ જ સમગ્ર ભારતને સ્પર્શતા અનેક વિષયો અંગે તેમણે ખૂબ કામ કર્યું છે. એમ છતાં પણ ગુજરાત વિષે–ગુજરાતી પ્રજા વિષેતેમનાં દિલમાં ઊંડી ભકિત અને આદર છે અને ગુજરાત રીસર્ચ
સાયટી પ્રત્યેના તેમના આટલા બધા સમર્પણ પાછળ રહેલું પ્રેરક બળ તેમની ગુજરાત પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને તેના ઉત્કર્ષ અંગેની તેમની ઊંડી તમન્ના છે. ગુજરાતના ગૌરવને તેઓ પોતાનું ગૌરવ માને છે. તેવી જ રીતે તેમના અભિજાત વ્યકિતત્વમાં ગુજરાતના ગીરવનું સુમધુર પ્રતિબિંબ આપણને જોવા મળે છે.
તેમની ગુજરાત રીસર્ચ સેસાયટી આસપાસ અનેક વિશેષ વ્યકિતઓનું વર્તુળ નિર્માણ થયું છે, જેમાં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયા, સર મણિલાલ બાલાભાઈ નાણાવટી, ડૅ. જીવરાજ મહેતા, પ્રે. સી. એન. વકીલ, ડે. ધનસુખલાલ, લાકડાવાળા, ડૅ. કાંતિલાલ છગનલાલ પંડયા, શ્રી એન. સી. મહેતા ' શ્રી વૈકુંઠલાલ લલુભાઈ મહેતા, શ્રી ગગનવિહારી મહેતા, શ્રી જે. જે. અંજારિયા વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ-કોઈ વિદેહ થયા છે અને જેઓ હયાત છે તેઓ જીવન વિસર્જનની સમીપમાં ઊભા છે. આ પરિસ્થિતિમાં, ગુજરાત રીસર્ચ સેસાયટીના ભારે જવાબદારીભર્યા કાર્યવિસ્તારને વિચાર કરતાં શ્રી પી. જી. શાહ પછી કોણ એ પ્રશ્ન મન ઉપર આવે છે. એકના અભાવે બીજી કોઈ સંસ્થાને ભાર ઉપાડનાર એગ્ય વ્યકિત મેટા ભાગે નીકળી આવે છે. આમ છતાં આજે એવી કોઈ સમર્થ અને સન્નિષ્ઠા
વ્યકિત ક્ષિતિજ ઉપર નજરે પડતી નથી એમ ચિતા સાથે કહેવું પડે છે. * જાણે કે નિશ્ચિત માર્ગ ઉપર ગતિમાન રહી હોય એવી તેમની નિષ્કલંક જીવનયાત્રામાં કોઈ મોટા આરોહ અવરોધ પેદા થયા નથી. આત્મઉત્કર્ષ સાધતો એ તેમને ચિરન્તન જીવનપ્રવાસ અનેકને માર્ગદર્શક બન્યો છે, તેમાંથી અનેકને અવલંબન મળ્યું છે અને તે દ્વારા વિજ્ઞાન, સંશોધન અને સાહિત્યના ક્ષેત્રે અનેક સેવાઓ નોંધાયેલી છે. હજુ પણ તેમની કાર્યક્ષમતા સારા પ્રમાણમાં ટકી રહી ' છે અને તેમનાં સ્વીકૃત ક્ષેત્રમાં તેઓ હજુ પણ ઘણી સેવાઓ આપી શકશે એવી આશા રહે છે. તેમનું આરોગ્ય સુરક્ષિત રહે અને તેમનું અવશિષ્ટ જીવનકાર્ય સભર બની રહે એવી આપણી' તેમના વિષે અંતરની શુભેચ્છા અને પ્રાર્થના હે!
છે. '
પરમાનંદ