SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૬૪, પ્રબુદ્ધ જીવન ગુજરાતની ગૌરવમતિ શ્રી પી. જી. શાહ - ૧ ગુજરાત રીસર્ચ સેસાયટીના પ્રમુખ શ્રી પોપટલાલ ગોવિંદલાલ શાહે ૧૯૬૩ ના ડિસેમ્બર માસની નવમી તારીખે ૭૫ વર્ષ પૂરાં કરીને ૭૬ મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ પ્રસંગને ઊજવવા માટે અને ગુજરાતની એક વિશિષ્ટ માનવવિભૂતિ પ્રત્યે પિતાને આદર દાખવવા માટે ૧૪ મી માર્ચના રોજ ગુજરાત રીસર્ચ સોસાયટી, એન્થોલોજીકલ સોસાયટી, ભારતીય વિદ્યાભવનની મંગાલાલ ગોએન્કા સંશોધન મંદિર, ફૉર્બસ ગુજરાતી સભા, જ્ઞાનપ્રસારક મંડળ, ખાર નાગરિક સેવા સમાજ, લક્ષમી કો- ઓપરેટીવ હાઉ- સીંગ સોસાયટી, ખાર રેસીડેન્ટ્સ એસેસીએશન તથા હેલ્થ પ્રમશન સેસાયટી તરફથી ભારતીય વિદ્યાભવનના ગીતા મંદિરમાં આરોગ્યમંત્રી શ્રી શાંતિલાલ હ. શાહના પ્રમુખપણા નીચે એક ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો અને તેમની આજ સુધીની ઉજજવળ જીવનકારકિર્દીના ભિન્નભિન્ન પાસાઓને રજુ કરવું માનપત્ર તેમને અર્પણ કરવામાં આવ્યું હતું. આવી એક વિશિષ્ટ વ્યકિતના પ્રબુદ્ધ જીવનના વાચકોને પરિચય આપવો એ આ લેખને હેતુ છે. • શ્રી પોપટલાલ ગોવિંદલાલ શાહ અથવા તો તેમને જે ટૂંકા નામથી ઓળખવામાં આવે છે તે મુજબ શ્રી પી. જી. શાહને જન્મ ઈ. સ. ૧૮૮૮ ના ડિસેમ્બર માસની નવમી તારીખે થયો હતે. ૧૮ વર્ષની ઉમ્મરે તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયા અને ફિઝીકસ અને કેમિસ્ટ્રીના વિષયોને લગતી નારાયણ વાસુદેવ શિષ્યવૃત્તિ મેળવી તેમ જ હીસ્ટરી તથા ઈકોનોમિકસને લગતું જેઈમ્સ ટેઈલર પ્રાઈઝ તેમણે પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ મુંબઈની વિલ્સન કૅલેજમાં કેમિસ્ટ્રીના લેકચરર તરીકે તેમણે ત્રણ વર્ષ કામ કર્યું અને એ દરમ્યાન તેમણે એમ. એ. અને બી. એસ. સી. ની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યાર બાદ લાહોરની ફોરમન કીશ્ચિયન કૈલેજમાં ચાર વર્ષ સુધી કેમેસ્ટ્રીના અધ્યાપક તરીકે તેમણે કામ કર્યું. આ દરમિયાન તેમણે ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા આપવા માટે વિલાયત જવાની પૂરી તૈયારી કરેલી, પણ કૌટુંબિક પ્રતિકૂળતા તેમના આ મરથને મૂર્ત રૂપ આપવામાં આડે આવી અને તેઓ વિલાયત જઈ ન શકયા. એટલે પછી એ વખતે ખૂબ કડક ગણાતી એવી ઈન્ડિયન ફિલેન્સ સર્વિસ પરીક્ષામાં તેઓ બેઠા અને તેમાં બહુ ઊંચા નંબરે પસાર થતાં તેમની મુંબઈમાં એસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલની જગ્યા ઉપર નિમણુંક થઈ અને ૨૫ વર્ષની ઉમ્મરે તેઓ આ હોદ્દા ઉપર વ્યા. આટલી નાની ઉમ્મરે આવા મોટા અધિકાર પર આવનાર કદાચ તેઓ સૌથી પહેલા ગુજરાતી હોય. તેમણે આ સરકારી હિસાબી ખાતામાં એકસરખી ૩૦ વર્ષ કરી. કરી, ભારતના જુદા જુદા પ્રાન્તમાં તેમ જ સરકારના જુદા, જુદા ખાતાઓમાં તેમણે કામ કર્યું અને છેવટે મુંબઈ ખાતે એકાઉન્ટન્ટ જનરલ તરીકે કેટલાક સમય કામ કર્યા બાદ ૧૯૪૩ ની સાલમાં પર વર્ષ પૂરાં થતાં સરકારી હિસાબી ખાતાની નોકરીથી નિવૃત્ત થયા. ત્યાર બાદ ૧૯૪૭માં તેઓ મુંબઈ સરકારના સિવિલ સપ્લાઈઝ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમાયા અને આગળ જતાં મુંબઈ અને સૌરાષ્ટ્રના પબ્લિક કમિશનના સભ્ય તરીકે નિમાયલા, જ્યાં તેમણે ૧૯૫ર સુધી કામ કર્યું. ' એ જ સાલના પશ્ચાઅર્ધ દરમિયાન તેઓ યુરોપ અમેરિકાના છ મહિના પ્રવાસે જઈ આવ્યા, અને તેમના રસના વિષયો સાથે સંબંધ ધરાવતી યુરોપ અમેરિકાની અનેક સંસ્થાઓ સાથે સીધો સંપર્ક સાધી આવ્યા. ત્યાર બાદ ૧૯૫૩ ની સાલમાં તેઓ, કાકાસાહેબ કાલેલકર જેના ચેરમેન હતા તે બેકવર્ડ કલાસીઝ કમિશનના સભ્ય તરીકે, કાકાસાહેબના ખાસ આગ્રહથી જોડાયા હતા અને તેમાં ૧૯૫૬ સુધી કામ કર્યું હતું અને તે કમીશનના રીપોર્ટથી જાદી પડતી અને પછાત વર્ગોની વધારે જદિથી પ્રગતિ થાય એવાં કેટલાંક પગલાંઓની ખાસ ભલામણ કરતી તેમણે એક અલગ નોંધ રજૂ કરી હતી. આ રીતે તેમણે સરકારના હિસાબી ખાતામાં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કર્યું અને પછી પણ એક યા બીજા અધિકાર ઉપર રહીને અનેકવિધ સેવાઓ આપી, પણ આ સરકારી કાર્યવાહી દરમિયાન, વૈજ્ઞાનિક સંશોધનમાં જીવનના પ્રારંભથી તેમને જે ઊંડો રસ હતો તે રસ તેમની પોતાના ખાતાની બહારની અનેક પ્રવૃત્તિઓમાં વ્યકત થતો રહ્યો હતે. ૧૯૧૪ની સાલમાં લંડનની કેમિકલ સાયટીનામાસિકમાં તેમને સૌથી પહેલો સંશોધન લેખ પ્રગટ થયા હતા અને ત્યાર બાદ આજ સુધીમાં એન્થ્રોપોલેજી; સોશિયોલોજી, સાઈકોલોજી, ઇતિહાસ, સાહિત્યિક વિવેચન અને ફીઝીકલ સાયન્સીઝના ક્ષેત્રમાં તેમણે પુષ્કળ સંશોધન કાર્ય કર્યું છે અને તેમના વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ અને ગુજરાતની આદિવાસી જાતિઓને લગતાં તેમનાં સંશોધનકાર્ય તેમને ચિરકાલીન ખ્યાતિ અર્પણ કરી છે. * આ તેમને સંશોધનકાર્યને લગતે શોખ માત્ર અંગત સંશોધન પ્રવૃત્તિ પૂરતો સીમિત રહ્યો નહોતો. ૧૯૩૬ની સાલમાં તેમણે કેટલાક મિત્રોનો સહકાર સાધીને “ગુજરાત રીસર્ચ " સોસાયટી' ની મુંબઈ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy