SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રબુદ્ધ જીવન નિમાયલા પ્રધાનમંડળને Centrist--મધ્યમ માર્ગો—તરીકે ઓળખાવી શકાય અને એમ છતાં એનો ઝોક મુદુમાર્ગ તરફ નહિ પણ ઉગ્ર માર્ગ તરફ રહેવાના એમ આપણે કહી શકીએ, જો મોરારજીભાઇને પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા હોત તો તેના ક મૃદુમાર્ગ તરફ Right of the Centre કદાચ રહેત. ઈન્દિરા ગાંધી અને સંજીવ રેડ્ડીને સ્થાન મળતાં પ્રધાનમંડળના ઝાક ઉલટી દિશા તરફ ઢળવાની સંભાવના ઊભી થાય છે. શ્રી એસ. કે. પાટીલનું વજન જમણી બાજુ પડે ખરૂં, પણ તેમને જે રેલવેનું ખાતું સોંપવામાં આવ્યું છે તેથી પ્રધાનમંડળની નીતિ ઘડવામાં તેમના કોઈ અસરકારક અવાજ નહિ હોય એમ લાગે છે. વળી શ્રી અશોક મહેતાને અનુસરતા કેટલાક પ્રજાસમાજવાદીઓ તાજે તરમાં કોંગ્રેસમાં જોડાયા છે તેમના પ્રભાવ પણ જમણેરી પાંખનાં બળાને ઊંચે આવવા નહિ દે અને પરિણામે કેંગ્રેસનું વલણ સમાજવાદને અમલી બનાવવા માટે વધારે ને વધારે ત્વરાપૂર્વકનાં પગલાં ભરવા તરફ જ ગતિમાન થશે એવું અનુમાન કરી શકાય. આજની પરિસ્થિતિ અંગે બીજી એક મહત્ત્વની બીના એ છે કે નહેરુએ આપણને જે વારસાઓ આપ્યા છે તેમાં સૌથી મોટો વારસે લાકશાહીને છે. તેમણે આપણને લોકશાહી તંત્ર આપ્યું. ટકાવ્યું, સફળ બનાવવા એમણે બધા પ્રયત્ન કર્યો. આપણા માટે એ વારસાને વધારે સફળ બનાવવાનો વખત હવે આવ્યો છે. સાથે સાથે એનાં કેટલાંક ભયસ્થાનો પણ છે એ પણ આપણા ધ્યાન બહાર જવું ન જોઈએ, કારણ કે જયારે દરેક વ્યકિત એકબીજાને સમાન ગણે છે ત્યારે અંદર અંદરની એકરાગતા જાળવવી બહુ મુશ્કેલ પડે છે, શિસ્તને સંભાળવા ઘણી વાર કઠણ થઈ પડે છે. નહેરુ હતા ત્યાં સુધી જુદી પરિસ્થિતિ હતી. He was the only leader← તેઓ એક અને અનન્ય એવા નેતા હતા. તેની સામે કોઈ માથું ઊંચકી શકતું નહિ. જ્યાં સુધી ભારતના ક્ષિતિજ ઉપર એવા કોઇ અન્ય નેતાને ઉદય ન થાય ત્યાં સુધી દેશને Collective Leadership—સામૂહિક જવાબદારીથી કામ કરતી નેતાગીરી મળશે, અને નવા પ્રધાન મંડળની કાર્યપદ્ધતિ અંગે આ પ્રકારની નીતિની કોંગ્રેસ પ્રમુખ જાહેરાત પણ કરી ચૂકયા છે. વળી નહેરુ જેવી અસાધારણ પ્રતિભાશાળી વ્યકિતના અભાવમાં લોકશાહીની સુપ્રતિષ્ઠા ખાતર આપણા દેશમાં આ સામૂહિક નેતાગીરીની પરંપરા ઊભી થવાની ખાસ જરૂર છે. નહેરુના બીજો વારસાSecularismના - બીનસાંપ્રદાયિકતાના—છે. જેના લોહીના અણુ એ અણુમાં બીનસાંપ્રદાયિકતા વ્યાપેલી હોય એવી બહુ થોડી વ્યકિતઓમાંના નહેરું એક હતા. : આ તત્ત્વ તેમને ગાંધીજીમાંથી પ્રાપ્ત થયું છે અથવા તે ગાંધીજીનું આ તત્ત્વ તેમનામાં વધારે નકકર રૂપે પ્રતિબિંબિત થયું છે. બીજાઓ બીનસાંપ્રદાયિકતાની વાતો કરે છે, પણ તેમની ચામડીની નીચેના સ્તરમાં સાંપ્રદાયિકતા જ ડોકિયૂં કરતી હોય છે. કમનસીબે નહેરુની હયાતીના છેલ્લા તબકકા દરમિયાન કોમી બળા જોર કરી હતા અને તેમના અભાવમાં આ કોમી બળાને કાબુમાં રાખવાનું કામ ઘણું વધારે વિકટ બન્યું છે. નહેરુના વ્યકિતત્વ અંગેની એક બીજી બાબત આન્તરરાષ્ટ્રીય બાબતો અંગેની તેમની—કેટલાકના મત મુજબ વધારે પડતી—દિલચસ્પી હતી, અને આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે સુલેહશાન્તિ જાળવવામાં આ કારણે તેમના ફાળા પણ ઘણા મોટો હતા. લાલાબહાદુર શાસ્ત્રી `આતરરાષ્ટ્રીય રાજકારણ ઉપર કેટલા પ્રભાવ પાડી શકશે તે એક સવાલ છે. નહેરુનું સ્થાન તો કોઈ લઇ શકે તેમ છે જ નહિ. લાલાબહાદુર શાસ્ત્રી હજુ સુધી પરદેશ પણ ગયા નથી. આન્તરરાષ્ટ્રીય રાજકારણ અંગે તેમને કોઈ સ્પષ્ટ કે મકકમ દર્શન નથી. આનું પરિણામ એ આવે કે એશિયા અને આફ્રિકાના દેશ ઉપર જયારે ચીનનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યારે તેની સામે કોઇ પણ દેશ અસર નિપજાવી શકે તેમ હોય તે તે ભારત હતા, પણ નહેરુના જતાં આવા પ્રભાવ પાડવાનું ભારત માટે ઓછું તા. ૧૭-૬૪. શકય બન્યું છે અને આ નવી પરિસ્થિતિએ પશ્ચિમના દેશોને એશિયાઆફ્રિકા અંગે વધારે સચિન્ત બનાવ્યા છે. નહેરુએ ભૂલા કરી નથી. એમ નથી, પણ તેઓ જીવતા હતા ત્યાં સુધી તે ભૂલા આપણે જોઇ નથી અથવા તો તેમણે આપણને જોવા દીધી નથી, આવી તેમની આભા હતી. કૉંગ્રેસ પ્રમુખ કામરાજે બરોબર કહ્યું છે કે, નહેરુનું વ્યકિતત્ત્વ એટલું બધું અપ્રતિમ પ્રતિભાવાળું હતું કે તેમની હજારો ભૂલાને પણ લોકો માફ કરતા; પણ આપણી એક પણ ભૂલ લોકો માફ નહિ કરે. આમ સમજીને આપણે પૂરેપૂરી તકેદારીથી કામ કરવાનું રહેશે. આપણી સામે કાશ્મીરના પ્રશ્ન એવી ને એવી અણઉકેલ પરિસ્થિતિમાં ઊભા છે. આપણને ઘણી આશા હતી કે નહેરુની હયાતીમાં. આ પ્રશ્નનો કાંઈક ઉકેલ આવશે. અને તેમની હયાતીના છેવટના બે ત્રણ મહિના દરમિયાન આ દિશાનાં ચક્રો પણ ગતિમાન થયાં હતાં. શેખ અબ્દુલ્લા દ્વારા ચાલેલી બન્ને બાજુની વાટાઘાટો આવી કાંઈક આશા ઉત્પન્ન કરતી હતી. વળી નહેરુમાં પોતાની જવાબદારી ઉપર એક યા બીજી રીતે થોડું નમતું મૂકીને પણ સમાધાન કરવાની તાકાત હતી. લાલબહાદુર શાસ્ત્રી કે તેમના નવા પ્રધાનમંડળમાં કેટલી શકિત છે એ તો હવે જોવાનું રહે છે. અયુબખાનનું તાજેતરમાં દેખાતું અનુકૂળ વલણ, શાસ્ત્રીજીનું એમની સાથે લંડનમાં થનારૂ પ્રથમ મિલન - આકાંઈક શુભ ચિહ્ન ના છે. આમ છતાં હજુ મને એના કોઈ વ્યવહારુ ઉકેલની ભૂમિકા દેખાતી નથી અને એવા કોઇ ઉકેલ ન જડે તો તેના પ્રત્યાઘાત ભારત તેમ જ પાકીસ્તાન ઉપર કેવા પડે, અને દેશમાં વધતી જતી કોમી તંગદિલી કેવું સ્વરૂપ ધારણ કરે એ ચિન્તાજનક પ્રશ્ન છે. કાશ્મીરના પ્રશ્ન દેશના ભાગલા પડવાથી ઊભા થયા છે. આવા ભાગલા કરવાથી કોમી પ્રશ્નનું નિરાકરણ થશે એવી આશા ખોટી પડી છે. આવા જ બીજો સવાલ ભાષાવાર કરવામાં આવેલી પ્રાન્તરચનાને લગતો છે, જેનાં માઠાં પરિણામો આપણે જોઇ રહ્યા છીએ. કોમવાદની પેઠે ભાષાવાદ ભયજનક સપાટીએ જઈ ચડે છે. આજની આર્થિક પરિસ્થિતિ ભારે ચિન્તાજનક લાગે છે. અનહદ મોંઘવારી મારફત વ્યકત થતાં પ્રતિકૂળ આર્થિક બળોને પહેોંચી વળવા માટે શાસ્ત્રીજીનું પ્રધાનમંડળ કંટ્રાલ વગેરે જે પગલાં લેશે તે કામયાબ નિવડશે કે કેમ તે એક સવાલ છે. છેલ્લા બજેટે દેશના શ્રીમંતાને ભારે ભયમાં મૂકી દીધા છે. એક બાજુએ દેશને સમાજવાદ તરફ ઝડપથી આગળ લઈ જવા; બીજી બાજુએ પ્રતિકૂળ બળાને કાબુમાં રાખવા - આ અતિ વિકટ સમસ્યા છે. લાલબહાદુર શાસ્ત્રીએ પોતાના અત્યન્ત જટિલ જવાબદારીભર્યા કાર્યની દેશવિદેશના લોકોની અનેક શુભેચ્છાઓપૂર્વક શરૂઆત કરી છે. તેમને કોઇ નબળા કહે છે, કોઇ સબળા કહે છે. તેમને કડક ભાષા આવડતી નથી. આને જો નબળાઈ કહા તે તેઓ નબળા છે. ઓછામાં ઓછા સંઘર્ષપૂર્વક અને વધારેમાં વધારે સાથ મેળવીને કામ કરવાની તાકાતને સબળાઈ કહા તો તેઓ સબળ છે. આજને તબકકે આથી વધારે યોગ્ય વ્યકિત આપણને મળવી મુશ્કેલ હતું એવા મારો અભિપ્રાય છે. મને લાગે છે કે, છ બાર મહિના સુધી આ નવા પ્રધાનમંડળને કામ કરવાની પ્રજા પૂરી તક આપશે, પૂરો સહકાર આપશે પણ બાર મહિનામાં તંત્રને સુધારીને નવું પ્રધાનમંડળ પૂરી કાર્યક્ષમતા નહિ દાખવે અને આર્થિક બળાને કાબુમાં નહિ લાવે તે પ્રજાની ધીરજ ક્યાં સુધી રહેશે તે એક સવાલ છે. આખરે ભાવના ક્યાં સુધી ટકી શકવાની છે? માણસને જીવનની નકકર વાસ્તવિકતા મુંઝવી રહી છે. આપણે આશા રાખીએ કે નવું પ્રધાનમંડળ પૂરી કુશળતાપૂર્વકની નવી કાર્યવાહી દ્વારા પ્રજાની આ મુંઝવણ દૂર નહિ ત હળવી કરશે અને એ રીતે આપણા દેશમાં સ્થપાયલી અને એમ છતાં ચૈતરફથી અવારનવાર આંચકાઓ અનુભવતી લાકશાહીને સુસ્થિર કરશે અને આબાદીના માર્ગે સુનિશ્ચિત પ્રયાણ કરતા થશે. ચીમનલાલ ચકુભાઈ- શાહ O
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy