SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુપ્ત જીવન ૪૪ જૈન સાધુ–સાધ્વીઓને તે પથદર્શક બની શકશે અને તેમના સાથ પ્રાપ્ત કરી શકશે. વિશાળ જૈન સમાજને પણ અનુરોધ છે કે આચાર્ય તુલસી કોઈ એક સંપ્રદાયના આચાર્ય છે એમ સમજીને તેમની કે તેમની કલ્યાણકારી પ્રવૃત્તિની ઉપેક્ષા ન કરે, પણ જૈન વિચારસરણીના તેઓ એક પ્રભાવશાળી પુરસ્કર્તા છે અને ભારતના નૈતિક પુનરુથ્થાનના ભગીરથ કાર્યમાં તેઓ અગ્રેસર બન્યા છે એમ સમજીને તેમના કાર્ય પ્રત્યે અભિમુખ બને, તેને આવકારે, અપનાવે અને સર્વ જનહિતના કલ્યાણકાર્યમાં પોતાથી બનતા ફાળા આપે. નહેરુને ધાર્મિક કહેવાય કે ? જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં કોઈ વિશેષ વ્યકિત વિદેહ થતાં તેના આત્માની શાંતિ અર્થે તેમ જ તેવી એક અસાધારણ દુર્ધટનાના કારણે ક્ષુબ્ધ બનેલા સમાજ, રાષ્ટ્ર અથવા તો જગતમાં શાંતિ સ્થપાય એ હેતુથી અઠ્ઠાઈ મહાત્સવ કે શાંતિ સ્નાત્રનું આયોજન કરવાની પ્રથા પ્રવર્તમાન છે. આ પરંપરાને અનુલક્ષીને નહેરુના અવસાનના અનુસંધાનમાં આવું કાંઈક ધાર્મિક આયોજન કરવું યોગ્ય છે કે નહિ એ બાબતની મુંબઈમાં વસતા જૈન શ્વે. મૂ. સંપ્રદાયના અમુક આચાર્યોમાં અંદર અંદર ચર્ચા-વિચારણા ચાલી, પણ એ ચર્ચાવિચારણાને અંતે એવા નિર્ણય લેવામાં આવ્યા કે, નહેરુ ગમે તેટલી મોટી વ્યકિત હાય, પણ તેને ધાર્મિક વ્યકિત કહી ન જ શકાય, કારણ કે હું કોઈ ધર્મમાં માનતા નથી, મને કોઈ ધર્મ યા સાંપ્રદાય સાથે સંબંધ નથી એમ તેઓ અનેકવાર જાહેરમાં જણાવતા રહ્યા છે અને આવા નિર્ણયના પરિણામે તેમના અંગે કોઈ ધાર્મિક અનુષ્ઠાન યોજવાના વિચાર પડતો મુકાયા. આજ વિષયના અનુસંધાનમાં દિલ્હીમાં હાલ નિવાસ કરતા આચાર્ય શ્રી તુલસીએ નહેરૂને જે અંજલિ આપી છે અને તેમના સંબંધમાં જે ઉદ્ ગારો કાઢયા છે તે સવિશેષ ધ્યાન ખેંચે તેવા છે. તેમણે જણાવ્યું છે કે, “વિશ્વના મહાન શાન્તિદૂત અકસ્માત આ નમ્બર સંસારને છેડીને ચાલી ગયો છે. સંસારમાં એવી વ્યકિતઓ બહુ વિરલ પેદા થાય છેકે, જેમનામાં એક સાથે આટલી બધી વિશેષતાઓ એકત્ર થયેલી આપણને જોવા મળે. પંડિત નહેરુ માત્ર ભારતવર્ષ માટે નહિ, પણ સમસ્ત વિશ્વ માટે એક દિશાસૂચક યંત્ર હતા, જેઓ વિશ્વને યથાસમય યથેોચિત દિશાનું નિર્દેશન કરતા હતા. વિશ્વની એવી કોઈ મોટી સમસ્યા નહિ હોય કે જેના સમાધાન માટે તેમણે પોતાનો હાથ લંબાવ્યો ન હોય. તેમની મોટી વિશેષતા તો એ હતી કે કોઈ પણ સંકટના સમયમાં તેઓ પોતાનું સંતુલન કદિ ગુમાવતા નહાતા. “સ્વતંત્રતા - સંગ્રામથી માંડીને આજ સુધી તેમણે રાષ્ટ્રહિતને પેાતાનું હિત માન્યું હતું. બહુ લોકોની એવી ધારણા છે કે, પંડિત નહેરુ ધાર્મિક વ્યકિત નહોતા, પણ હું મારા પોતાના વ્યકિતગત નિકટ સંપર્કના આધાર ઉપર દઢતાપૂર્વક કહી શકું છું કે એ ધારણા બરોબર નથી. ભલે તેઓ રૂઢિગત ધર્મના પોષક ન બન્યા હોય, પણ તેમના જીવન - વ્યવહારમાં ધર્મ પ્રતિબિંબિત થતો હતો. ભારતવર્ષ માટે તે પંડિત નહેરુ પ્રાણવાહક આધાર હતા. તેમનું એકાએક ચાલી જવું તે ભારતવાસીઓ માટે એક મહાન દુર્ઘટના સમાન છે. તેમના ચાલી જવાથી દેશની જનતા તથા જનનેતાઓ ઉપર એક ગુરુતર ઉત્તરદાયિત્વ આવ્યું છે. જનતાનું કર્તવ્ય છે કે દેશની આ ગંભીર સ્થિતિમાં પારસ્પરિક પ્રેમ તેમ જ સૌહાર્દ ટકાવી રાખે તથા ભાવાત્મક એકતાના અખંડ પરિચય આપતી રહે. જનનેતાઓવિશેષત: સત્તારૂઢ લાકોનું - કર્તવ્ય છે કે તેઓ એકતા તથા ઉદારતાન પરિચય આપીને દેશની નૌકાને મધ્યદરિયામાં ઘસડાઇ જતી અટકાવે.” તા. ૨૮મી મેના રોજ આચાર્ય તુલસીના સાન્નિધ્યમાં તેમના નિવાસસ્થાન ઉપર એક સ્મૃતિસભા યોજવામાં આવી હતી. તે સભામાં પંડિત નહેરુને અંજલિ આપતાં આચાર્ય તુલસીએ જણાવ્યું હતું કે તા. ૧-૭-૯૪ “ખંડિત નહેરુ અનેક વિશેષતાઓના સંગમ હતા. તેમને એક જ ક્ષણમાં પૂર્ણરૂપે ઓળખવાનું શકય જ નથી. એ જ કારણ છે કે જેને લીધે અનેક સારી સારી વ્યકિતઓ તેમને ધર્મવિરોધી માનતા હતા. પણ તેમના વિષે એમ વિચારવું ન્યાયસંગત નથી. મે તેમને ઘણી નિકટતાથી જોયા છે અને ત્યાર પછી જ હું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે અધ્યાત્મ પ્રતિ તેમના દિલમાં ઊંડું આકર્ષણ હતું. અણુવ્રત આન્દોલન પ્રત્યે પણ તેમનામાં ઘેરી દિલચસ્પી હતી. તેઓ આ આન્દોલનમાં અવારનવાર ભાગ લેતા હતા. તેમના નૈતિક, આધ્યાત્મિક તેમ જ સમન્વયાત્મક શાન્તિપ્રિય વિચાર પ્રત્યેકના માટે અનુસરણીય છે. તેઓ સહિષ્ણુ તેમ જ કોમળ હતા. ઈતિહાસમાં એવાં વિરલ ઉદાહરણ મળશે કે જેના મરણના સમાચાર સાંભળીને આઘાતવશ બનવાના પરિણામ દશેક વ્યકિતઓએ એકાએક પ્રાણત્યાગ કર્યો હોય.” અંધત્વના અવરોધ વટાવીને બી. એ. થનાર જયોતિબહેનને અભિનંદન નવ વર્ષની ઉમ્મરે અંધત્વને પ્રાપ્ત થયેલાં કુમારી જ્યોતિબહેન મેાહનલાલ પરીખે આ વર્ષે એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષા પસાર કરી છે તે માટે તેમને સવિશેષ અભિનન્દન ઘટે છે. ઉપર જણાવ્યા મુજબ, ઘરમાં ફરતાં હરતાં પડી જવાના કારણે જયોતિબહેને નવ વર્ષની ઉમ્મરે એક આંખ ગુમાવી અને ત્યાર પછી થોડા સમયમાં બીજી આંખમાં દર્દ પેદા થયું અને તે આંખ પણ તેણે ગુમાવી. આ ઉપાધિમાં તેનાં બે ત્રણ વર્ષ અભ્યાસની દષ્ટિએ લગભગ નિષ્ક્રિયતામાં ગયાં. અભ્યાસ કરવાની ખૂબ જ ઇન્તેજારી, પણ કોઈ માર્ગ સૂઝે નહિ, તે બહેન પાતાનાં માતાપિતા સાથે સીકકાનગરમાં રહેતી હતી. એકદા બાજુએ આવેલ મોડર્ન સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી રમણ વકીલનું આ બાળા તરફ ધ્યાન ખે ચાયું અને પેાતાની નિશાળમાં તેને તેમણે ભણવાની સગવડ કરી આપી, અને નવમા ધારણમાં દાખલ કરી. ઘરમાં તેનાં માતાપિતાએ પણ પોતાની પુત્રીને પૂરો સાથ આપ્યો. તેઓ રાત્રીના તથા સવારના ભાગમાં કલાકના કલાક તેની સાથે બેસીને તેનાં પાઠયપુસ્તકો વાંચી સંભળાવતાં અને લેસન તૈયાર કરવામાં ખૂબ મદદ કરતાં. સમય જતાં તેણે એસ. એસ. સી. ની પરીક્ષા પહેલી વારના પ્રયત્નથી જ પસાર કરી, અને આ વર્ષ” અંગ્રેજી અને સંગીતના વિષયો લઈને તે બી. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ. આજે તેની ૨૪ વર્ષની ઉમ્મર છે. તે બહેન હજુ આગળ અભ્યાસ કરવાની, એમ. એ. તથા ડી. ટી. ની ઉપાધિઓ મેળવવાની ઉમેદા રાખે છે અને એ રીતે પુરા સ્વાશ્રયી બનવાની આશા સેવે છે. જયોતિબહેનને તેમના આવા પુરુષા માટે અને તેનાં માતાપિતાને તેને આટલા બધા સક્રિય સાથ આપવા માટે ધન્યવાદ ઘટે છે. શ્રી ચીમનલાલ જેચંદ શાહનું દુ:ખદ અવસાન શ્રી ચીમનલાલ જેચંદ શાહનું તા. ૧૨-૬-૬૪ના રોજ ઘેાડા થોડા દિવસની માંદગીમાં અવસાન થતાં આપણા સમાજને એક વિદ્યાસંપન્ન વ્યાપારીની ખોટ પડી છે. તેઓ મૂળ પાટણના વતની હતા, પણ ઉંચ્ચ અભ્યાસ તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કાલેજમાં કર્યા હતા તથા એમ. એ. ની ડીગ્રી પ્રથમ વર્ગ સાથે પ્રાપ્ત કરી. હતી. ત્યાર Jainisam in Northern India ‘ઉત્તર ભારતમાં જૈન ધર્મ' એ વિષય ઉપર મહા નિબંધ - થીસીસલખીને પી. એચ. ડી. ની ડીગ્રી તેમણે પ્રાપ્ત કરી હતી. અભ્યાસ પૂરો થવા સાથે તેમણે વ્યાપારમાં પ્રવેશ કર્યા હતા અને રૂના વ્યાપારથી શરૂઆત કરી હતી અને પછી તો વ્યાપારનાં અનેક ક્ષેત્રે તેમણે સર કર્યાં હતાં. સાથે સાથે વાંચન લેખનની પ્રવૃત્તિમાં પેાતાના રસ તેમણે એકસરખા ટકાવી રાખ્યા હતા અને જાહેર જીવનનાં અનેક ક્ષેત્ર સાથે તેમણે સંબંધ કેળવ્યા હતા. તેઓ મુંબઈની એશિયાટીક સેાસાયટીના જૉઈન્ટ ફીનેન્સીયલ સેક્રેટરી હતા, બામ્બે વિજીલન્સ એસેાસીએશનના ઉપ- પ્રમુખ હતા અને નોર્થ ગુજરાત એજ્યુકેશન સેાસાયટીના જનરલ સેક્રેટરી હતા અને એ અધિકાર મારફત પોતાના વતન પાટણમાં આર્ટસ તથા સાયન્સની કાલેજ અને પોલીટેકનીક સ્કૂલ ઊભી કરવામાં તેમણે બહુ મહત્વના ભાગ ભજવ્યો હતા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમણે અનેક સંપર્કો સાધ્યા હતા. તેમની સંસ્કારીતા અને વિદ્યાવ્યાસંગના પરિણામે પેાતાની પાછળ તેઓ એક બહાળું મિત્રમંડળ મૂકી ગયા છે. ૬૧ વર્ષની ઉમ્મરે તેમનું અવસાન થતાં એક આશાસ્પદ કારકીર્દિને એકાએક અંત આવ્યો છે. તેઓ મારા વર્ષોજુના મિત્ર હતા. તેમના આત્માને આપણે પરમ શાંતિ ઈચ્છીએ. પરમાનંદ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy