________________
તા. ૧-૭-૬૪.
પ્રબુદ્ધ જીવન
આપ એને આવશ્યક માનો છો તો એમની સાથે પણ હું ચર્ચા કરીશ. પણ શું કેન્દ્રમાં આપ એને આવશ્યક નથી માનતા?
કેન્દ્રના સુધારની રાજ્યમાં કેટલી અસર થઈ શકે છે? મારે તે વિશ્વાસ વધતો જાય છે કે કેન્દ્રમાં પ્રથમ સુધાર થાય એ વધુ જરૂરી છે. એ આવશ્યક છે કે જે કાર્યાલયના અધિકારી હોય તે પૂર્ણ વિશ્વાસુ અને પ્રમાણિક હોય. એમ થવાથી જનતાની ફરિયાદો અને અનૈતિકતા ઘણી સારી રીતે દૂર કરી શકાય. આપ આ વિષયમાં ગંભીરતાપૂર્વક વિચારશે.” વડા પ્રધાન : “વાત તે ચોક્કસ વિચારવા જેવી છે.”
ભાવી પ્રધાનમંડળ આચાર્યશ્રી : “આપ એવી પ્રભાવશાળી વ્યકિત છે કે લોકશાહી શાસન હોવા છતાં એ આપનું જ શાસન ચાલતું હોય એવું લાગે છે. આટલી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હોય એવી વ્યકિતઓ સંસારમાં બહુ ઓછી હશે. પરંતુ ભવિષ્યને માટે આપે કંઈ વિચાર્યું છે? આપની એકાએક કથળેલી તબિયતના સમાચારોથી સારાયે દેશમાં કેટલો ગભરાટ ફેલાયો? સૌની આંખ સામે એક અંધકાર છવાયો. આ સ્થિતિમાં ભવિષ્યને માટે આપનું ચિંતન ન હોય એવું તે હું નથી કહી શકતે. પરંતુ એનું પરિણામ હજુ સુધી કંઈ દેખાયું નથી. થોડા દિવસો પહેલાં સમાચારપત્રમાં મેં વાંચ્યું કે આપ કોઈને ઉપપ્રધાન બનાવવા ચાહો છો. પરંતુ હજુ સુધી કંઈ થયું નથી.”
વડા પ્રધાન : “હા, મારો આ પ્રમાણે કરવાનો વિચાર હતે, છે પરંતુ કંઈક એવી મુશ્કેલીઓ સામે આવી, જેને લીધે એ વિચારને સ્થિગિત કરવો પડયો છે.”
આચાર્યશ્રી : “આપ હોદા ઉપર હોવા છતાં પણ સમસ્યા આટલી જટિલ જણાય છે તો આગળ તે ન જાણે કેટલી મુશીબતો આવશે. ગાંધીજીની આજુ બાજુ રહેવાવાળા પણ કેવા સત્તાની ખેંચતાણમાં પડયા છે, તે આપનાથી અજાયું નથી. આજે તો આપના પ્રભાવથી એ ખેંચતાણને કાબૂમાં લઈ શકાય છે, પણ પછી શું થશે?”
વડા પ્રધાન: “નહિ, મેં મારું કેટલુંક કાર્ય તે સેંપી દીધું છે, અને એ કાર્ય ઠીક ચાલી રહ્યું છે.”
. . ચર્ચાની વચ્ચે જ વડાપ્રધાનના સેક્રેટરી આવ્યા અને એમણે કહ્યું કે “કાશ્મીરના વડા પ્રધાન જી. એમ. સાદિક આવ્યા છે.” પંડિતજીએ કહ્યું કે “એમને થોડી વાર બેસવા કહો.” ચર્ચાની વચ્ચે આચાર્યશ્રીએ સેવાભાવી ચંપાલાલજી મુનિને પરિચય નહેરુજી સાથે રાવ્ય, પંડિતજીએ એમને પ્રણામ કર્યા.
ત્યાર પછી આચાર્યશ્રીની ભાવી યાત્રા, અણુવ્રત આંદોલન, વગેરે વિષય ઉપર સંક્ષિપ્તમાં ચર્ચા થઈ.. પ્રસંગેપાત અણુવ્રતવિહાર વૈજનાની વાત નીકળી ત્યારે મુનિશ્રી નગરાજજી અને શુભકરણ દસાણીને પણ આચાર્યશ્રીએ યાદ કર્યા. તેમણે કહ્યું કે, “દાસાણીજીને તે આપ જાણો જ છે.
વડા પ્રધાન : “હા, હું તેમને જાણું છું. ઘણી વખત તેઓ મળતા રહે છે.”
- આચાર્યશ્રીના નિર્દેશથી મુનિશ્રી નગરાજજીએ અણુવ્રતવિહારની યોજના ઉપર પ્રકાશ પાડયો અને તેઓએ એ યોજનાને વાંચી સંભળાવી.
અંગ્રેજીમાં લખેલી યોજનાની એક પ્રત પંડિતજીને આપવામાં આવી અને પંડિતજીએ એને પૂરેપૂરી વાંચી.
આચાર્યશ્રીને પાછું દૂર જવાનું હતું અને પંડિતજીને પણ મળવા માટે કાશમીરના વડા પ્રધાન આવ્યા હતા, તેથી વાર્તાલાપ પૂરો કરવામાં આવ્યો. ત્યાર પછી આચાર્યશ્રીની સાથે આવેલા સાધુસાધ્વીઓને શી નહેરુજી મળ્યા અને સંઘમિત્રાજી આદિ સાધ્વીઓ તરફ વિશેષ રૂપમાં અભિવાદન ક્યું. ત્યાર પછી વડાપ્રધાને હાથ જોડી ઊભા ઊભા મંગળપાઠ સાંભળ્યા, અને આચાર્યશ્રીને વિદાય આપી. અનુવાદક: જયાબહેન શાહ. મૂળ હિંદી: મુનિશ્રી હનુમાનમલજી “હરીશ
પ્ર કી ર્ણ નાં ધ આચાર્ય તુલસીને નમ્ર અનુરોધ સાથે હાર્દિક અભિનંદન .
મેની ૨૪મી તારીખનાં “જૈન ભારતી'માં પ્રગટ થયેલા પ્રધાન મંત્રી સ્વ. નહેરુ સાથેના આચાર્ય તુલસીના ગત એપ્રિલની ૨૦મી, તારીખે થયેલા હિંદી વાર્તાલાપને શ્રી જયાબહેન શાહે કરી આપેલ અનુવાદ બહુ આનંદ અને ગૌરવાનુભવ સાથે આ અંકમાં અન્યત્ર પ્રગટ, કરવામાં આવે છે. એ વાર્તાલાપ દ્વારા જ માલુમ પડે છે કે ભારતના ગૃહપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાએ આજે ભારતભરમાં વ્યાપી રહેલ લાંચરુશ્વત અને ભ્રષ્ટાચાર સામે શરૂ કરેલી ઝુંબેશમાં સાથ અને સહકાર આપવા માટે આચાર્યશ્રી તુલસીને દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે અને દિલ્હી આવ્યાને તેમને બે-અઢી માસ થયા છે તે દરમિયાન આચાર્યશ્રી તે મહાન કાર્યમાં પોતાની સર્વ શકિતને યોગ આપી રહ્યા છે.
ઉપર જણાવેલ મેળાપને સવા મહિને થયો, એટલામાં પંડિતજી આપણી વચ્ચેથી ચાલી ગયા એ દષ્ટિએ, દેશની અઘતન પરિસ્થિતિને અનુલક્ષીને, એ બે મહાશયે વચ્ચે જે મુદ્દાસરની ચર્ચા થઈ છે તેનું મહત્વ ખૂબ વધી જાય છે. કેટલાંક વર્ષથી ચાલી રહેલ અણુવ્રત આંદોલન ભારતવ્યાપી ભ્રષ્ટાચાર નિવારણના મહાન કાર્યમાં પરિણમે અને આવા મહાન કાર્યમાં ઉચ્ચતમ કક્ષાના સરકારી પદાધિકારી અને એક જૈન આચાર્ય જોડાય એ સુયોગ અને સહયોગ સૌ કોઈના આવકાર અને સહકારને પાત્ર બને છે.
આચાર્ય તુલસી વિષે અહીં બે શબ્દ લખવામાં આવે તે તે અસ્થાને નહિ ગણાય. આચાર્યશ્રીનું ચિંતન તેમ જ કાર્ય ઉત્તરત્તર વિકસતું રહ્યું છે. બંને રીતે તેમણે તેરાપંથની સાંપ્રદાયિક સીમા અને સંકીર્ણતાને સારા પ્રમાણમાં વટાવી દીધી છે અને અખિલ ભારતીય દષ્ટિએ વિશ્વ દષ્ટિએ આજના ભારતની તેમ જ વિશ્વની સમસ્યાઓને તેને વિચાર કરતા થયા છે. તેમણે તેરાપંથને લાગેલું દાન દયાના વિરોધનું લાંછન લગભગ ભુંસી નાખ્યું છે, ભુલવાડી. દીધું છે. તેમનું આ વૈચારિક ઉત્થાન જરૂર આનંદજનક તેમ જ . અભિનંદનયોગ્ય છે.
આ બધું છતાં પણ સાંપ્રદાયિક કવચ તેમને હજુ વળગેલું. છે, અને તે તેમની કર્તુત્વશકિતનું–તેમના પ્રભાવવિસ્તારનું-આધક બની બેઠું છે, “જૈન ભારતી”ના અંકો અને તેમાં પ્રગટ થતી તેમની વિચારધારા અવારનવાર હું જેતે વાંચતો રહું છું અને તેમાં રહેલી ઉદાત્તતાથી પ્રસન્નતા અનુભવું છું. આમ છતાં પણ, તેમને વિચારવ્યાપ જોતાં મને કદિ કદિ એમ લાગે છે કે તેમની સ્થિતિ કોશેટામાં પુરાયલા અને એમ છતાં કોશેટાની દિવાલને તેડવા મથતા વ્યોમલક્ષી એક મધુકર જેવી બની રહી છે. મોઢે તેઓ મુહપની બાંધે છે તે પાછળ સાંપ્રદાયિક પ્રથાના યાંત્રિક અનુસરણ સિવાય બીજો કોઈ અર્થ દેખાતો નથી. વળી, જૈન સાધુના આચાર ધર્મના ચોક્કસ ખ્યાલને અનુસરીને વ્યાખ્યાન આપતાં તેઓ હજુ સુધી ધ્વનિવર્ધક યંત્રને ઉપયોગ કરતા નથી, અને પિતા ઉપર આવેલા પત્રને તેઓ જાતે જવાબ લખતા નથી. એક સંપ્રદાયના પોતે મુખી હોવાના કારણે આ અને એવી બીજી કેટલીક આચારમર્યાદાઓ તેમણે સ્વીકારી છે અથવા તે તેમને સ્વીકારવી પડી છે, અને એમ છતાં જે વિચારપ્રચાર તેમને મુખ્ય વ્યવસાય છે તે સાથે ઉપર જણાવેલી આચારમર્યાદાઓ બીલકુલ બંધબેસતી નથી. વળી આજે તેઓ ભારતવ્યાપી. વિશાળ કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આ વિશેષ હકીકતને ધ્યાનમાં લઈને પણ આજના સમય સાથે તદ્દન અપ્રસ્તુત એવી આચારમર્યાદાઓથી તેઓ મુકત બને અને પોતાના પ્રચારકાર્યને વધારે વ્યાપકતા અર્પણ કરે એવી તેમને નમ્રભાવે પ્રાર્થના છે. આમ કરવાથી તેમના માર્ગે ચાલવાની ઈચ્છાવાળા બીજા અનેક પ્રાણવાનો