SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૯૪ પ્રબુદ્ધ જીવન ૩૭ આડે લાલબહાદુર શાસ્ત્રીએ શ્રી ગુલઝારીલાલ નંદાના ચંદરોજના આકસ્મિક મહાઅમાત્યપણાને કારણ રૂપે આડે ધર્યું - એ જ ગુલઝારીલાલ નંદા કે જે બીજી બધી રીતે મેરારજીભાઈથી નાનાJunior ગણાય- તે કારણ જરા પણ વજુદવાળું કે તટસ્થ રીતે વિચારનારને ગળે ઊતરે એવું લાગતું નથી. આમ થતાં પાર્લા- મેન્ટના કેંગ્રેસ પક્ષના નેતાની સર્વાનુમતે થયેલી ચૂંટણીમાં આપણે જે સ્વારસ્ય, સંવાદિતા અને ખેલદિલી નિહાળી હતી તેવા સ્વારસ્ય, સંવાદિતા અને ખેલદિલીને નવા પ્રધાનમંડળની રચનાને લગતી પ્રક્રિયામાં આપણે અમુક અંશે અભાવ અનુભવીએ છીએ અને જે કાંઈ જે રીતે બન્યું તે જોતાં મોરારજીભાઈને આખરે ટાળવા જ હતા એ ખટકે કાંઈક મનમાં રહી જાય છે. આમ છતાં ભારતના નવા મુખ્ય પ્રધાનને તથા તેમના પ્રધાનમંડળને પોતાને પૂરો સાથ અને સહકાર રહેશે એવી જે જાહેરાત શ્રી મોરારજીભાઈએ કરી છે તે તેમના માટે જરૂર શોભાસ્પદ છે. - સ્વ. નહેરુનાં પુત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીને નવા પ્રધાન મંડળમાં લેવામાં આવ્યાં છે તેના ઔચિત્ય વિશે બે મત છે. છેવટના અમેરિકાના તેમના પ્રવાસ દરમિયાન તેમણે કરેલાં અમુક વિધાને જેને maturity-ચિત્ત તથા બુદ્ધિની પરિપકવતા – કહેવામાં આવે છે તેને અભાવ સૂચવનારાં હતાં. નહેરુની અમાપ સેવાની કદર તરીકે તેમના કોઈ સ્વજનને સ્થાન આપવું જ જોઈએ એવો જો લાલબહાદુર શાસ્ત્રીને અભિપ્રાય હતો તે શ્રીમતી ઈન્દિરા ગાંધીના સ્થાને નહેરુનાં ભગિની શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતની પસંદગી ઘણી વધારે ઈચ્છવાયોગ્ય લેખાત. આખરે જેવું પ્રધાન મંડળ નક્કી થયું છે તેને આપણે સર્વેએ અંત:કરણથી આવકારવું ઘટે છે. નવા નેતા અને નવું પ્રધાનમંડળ આમ કશા પણ ઘર્ષણ વિના નક્કી કરીને નહેરુ વિનાના ભારતમાં આપણે એક અતિ મહત્ત્વનું સીમાચિહ્ન સિદ્ધ કર્યું છે એમ આપણે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ. તેની ભાવી કાર્યવાહી પ્રત્યે શિવાતે વંથન: સન્તુ એવી આપણે શુભેચ્છા દાખવીએ અને સામે આવતી અનેક સમસ્યાઓને તેઓ કુશળતાપૂર્વક સામને કરે, ઉકેલ લાવે અને દેશને શાંતિ અને આબાદીના માર્ગે ગતિમાન કરે એવી આપણે પ્રાર્થના કરીએ! રાજકારણી કીન્નાખોરી આ ત્રીજી જૂનના ‘જન્મભૂમિ'થી જાણવા મળ્યું કે “ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન શ્રી રસિકલાલ પરીખ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ત્રિભુવનદાસ પટેલે કરેલા આક્ષેપો તેમણે પાછા ખેંચી લીધા છે અને શ્રી રસિકલાલ પરીખે આ બાબત સંબંધમાં હવે આગળ કોઈ પગલાં નહિ લેવાનું કબુલ રાખ્યું છે.” વિશેષમાં એમ જણાવવામાં આવ્યું છે કે “આ આક્ષેપ સંબંધમાં તપાસ ચલાવી રહેલી ત્રણ વકીલની સમિતિએ ગઈ કાલે નહેરુના અવસાનના પરિણામે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં બંને પક્ષોને આ બાબત પડતી મૂકવાની જે અપીલ કરી ' હતી તેને માન આપીને શ્રી પટેલે આજે આક્ષેપ પાછા ખેંચી લેવા અંગેની જાહેરાત કરી હતી. ” - લગભગ બાર મહિનાથી ચાલી રહેલ આ પ્રકરણને આખરે અંત આવે છે અને શ્રી રસિકલાલ પરીખ સામેના આક્ષેપે પાછા ખેંચી લેવામાં આવે છે, એટલે કે, એ આરોપ પૂરતા શ્રી રસિકલાલ પરીખ તદન દોષમુકત સ્થિતિમાં મૂકાય છે એટલા પૂરતે આપણે સંતોષ અનુભવી શકીએ છીએ, એમ છતાં પણ, આ સમાધાનરામજતી અંગે સવિશેષ કહેવાનું એ પ્રાપ્ત થાય છે કે જો શ્રી રસિક્લાલ પરિખ સામેના આરોપમાં કશું વજુદ નથી એવા નિર્ણય ઉપર તેમની તપાસ માટે નિમાયેલી વકીલ સમિતિ આવી હતી તે તે મુજબ ચુકાદો જાહેર કરીને જ આ પ્રકરણને અંત લાવવો જોઈતો હતે. સ્વ. નહેરુના અવસાનને આ પ્રકરણ સાથે કશે પણ સંબંધ નથી. એમ છતાં તેમનાં મૃત્યુનું બહાનું કાઢીને વકીલસમિતિએ સમાધાનને આગ્રહ કર્યો તે યોગ્ય નથી. અમદાવાદ ખાતે જ્યારે આ વકીલ સમિતિની તપાસ ચાલતી હતી ત્યારે પણ વકીલ સમિતિએ શ્રી રસિકલાલ પરીખ સામેના આક્ષેપે પાછા ખેંચી લેવા શ્રી ત્રિભુવનદાસ પટેલને બે-ત્રણ વાર વિનંતિ કરેલી, પણ એ વખતે શ્રી ત્રિભુવનદાસ પટેલે એમ કરવાની પોતાની અશકિત જાહેર કરી હતી. કરવામાં આવેલા આક્ષેપ માટે કોઈ પુરાવો નથી એવી જો શ્રી ત્રિભુવનદાસ પટેલને પ્રતીતિ થઈ હતી તે વકીલ સમિતિના આગ્રહ કે સૂચન વિના ખેલદિલીથી અને બીનશરતે તેમણે પ્રસ્તુત આક્ષેપ પાછા ખેંચી લેવા જોઈતા હતા અને આવા ગંભીર પણ પાયા વિનાના આક્ષેપો કરવા બદલ તેમણે દિલગીરી જાહેર કરવી જોઈતી હતી. આમ કરવાને બદલે શ્રી નહેરુના મૃત્યુને આગળ કરીને અને વકીલ સમિતિની વિનંતિને જાણે કે માન આપતા હોય તેવું બતાવીને, અલબત્ત, બિનશરતે તેમણે આક્ષેપો પાછા ખેચી લીધા છે, પણ તે સાથે આ કરવામાં આવી છે કે શ્રી રસિક્લાલ પરીખ પણ આવા આક્ષેપ કરનાર સામે કોઈ પગલાં લેશે નહિ, એટલે જાણે કે શરતી સમાધાન કરવામાં આવ્યું હોય અને એક પ્રકારે આ પ્રકરણ ભીનું સંકેલાયું હોય એવો દેખાવ થયો છે, જે ભારે દુ:ખદ છે. ખરી રીતે શ્રી રસિકલાલ પરીખ જેવા વર્ષોજૂના કેંગ્રેસી આગેવાન અને ગુજરાતના કોંગ્રેસી તંત્રના એક વખતના પ્રધાન સામે આવા પાયા વિનાના આક્ષેપ કરનાર અને તેમને બાર મહિના સુધી પાર વિનાની યાતનાને ભેગ બનાવનાર ગુજરાત પ્રદેશ કેંગ્રેસના પ્રમુખ શ્રી ત્રિભુવનદાસ પટેલ સામે કેંગ્રેસની કારોબારીએ શિસ્તનાં પગલાં ભરવાં જોઈએ, પણ દુ:ખની વાત છે કે, કોંગ્રેસ વર્તુળમાં આ પ્રશ્નને આ રીતે તો કોઈ વિચાર જ કરતું નથી. આવા બિનજવાબદાર વર્તનથી માત્ર શ્રી ત્રિભુવનદાસ પટેલની પ્રતિષ્ઠાને જ હાનિ થઈ છે એટલું જ નહિ, પણ ગુજરાત પ્રદેશ કેંગ્રેસ સમિતિની પ્રતિષ્ઠાને કેટલું બધું નુકસાન થયું છે તેને કોઈ વિચાર કરે છે ખરું? આ કમનસીબ પ્રકરણની મુખ્ય જવાબદારી ગુજરાતના સર્વોચ્ચ નેતા શ્રી મોરારજીભાઈની છે. નીચેના પદાધિકારીઓ પિતાના અણગમાના પાત્ર બનેલા શ્રી રસિકલાલ પરીખને બદનામ કરવા ગમે તેટલા અધીરા બન્યા હોય, પણ શ્રી રસિકલાલ પરીખ સામેનો આછોપામાં કશું વજુદ છે કે નહિ, તે માટે પરતા પુરાવા છે' કે નહિ, તેની ઊંડાણમાં ઊતરવાની જવાબદારી આખરે શ્રી મોરારજીભાઈની હતી... , પણ આ પ્રકરણ અંગે કોઈ પણ જવાબદાર કોંગ્રેસીને ઊંડા ઊતરવાની જરૂર જ લાગી નથી. દશ વર્ષના પ્રશ્ન ઉપર શ્રી મોરારજી-. ' ભાઈથી જુદા પડવાની ધૃષ્ટતા દાખવનાર શ્રી રસિકલાલ પરીખ, શ્રી મોરારજીભાઈ અને તેમના અનુગામી અન્ય આગેવાન કેંગ્રેસીઓના રોષને પાત્ર બની ચૂકયા હતા અને તેમને કેમ અધિકારભ્રષ્ટ કરવા, અપ્રતિષ્ઠિત કરવા એ જ વૃત્તિ, રસિકલાલ પરીખ ગુજરાત રાજ્યના એક પ્રધાન બન્યા બાદ, એ સર્વના ચિત્તને આવરી રહી હતી. Any stick was good enough to beat the dog. એટલે જ્યારે રસિકલાલ પરીખની વકીલ સમિતિએ તપાસ હાથ ધરી ત્યારે તેમના કેટલાક વર્ષોજૂના સાથીઓ–અને જેમાં ગુજરાતના પંતપ્રધાનને પણ સમાવેશ થાય છે–તેમને એક યા બીજી રીતે બદનામ - હતપ્રતિષ્ટિત - કરવાની હરીફાઈમાં ઉતર્યા હતા. રાજકારણી કિન્નાખોરી કઈ હદ સુધી જઈ શકે છે તેને આ જીવતો જાગતો દાખલે છે. શ્રી રસિકલાલ પરીખ સામેના ખટલા અંગે વિશેષ જાણવા
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy