SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૨૪ નથી હોતો, પણ એ શ્વેત કે શ્યામ રંગ વચ્ચે રહેલા હળવા ભારે ભુખરા રંગની વિવિધ છાંય હોય છે. પ્રબુદ્ધ જીવન એમ કહેવાય છે કે અમુક સંયોગામાં અમુક ડાહ્યો—શાણા માણસ મક્કમ રહે છે તો તે મક્કમતા રાજકારણી કુશળતાની ઘોતક બને છે અને કોઈ મુર્ખ માનવી મક્કમ બનીને ઊભા રહે છે તો તે આફતને નોતરતો હોય છે. રાજકારણમાં--જાહેર જીવનમાં-કેવળ મક્કમતા એ જ કાંઈ અનિ વાર્ય એવી નીતિ બની શકતી નથી. એવા નેતાઓના આગળ આવવામાં દુનિયાની આશા રહેલી છે કે જેમનામાં કયાં મક્કમ રહેવું અને કર્યાં ઋજુ બનવું એ અંગે ઊંડી સૂઝ અથવાતો ઉચ્ચ કોટિની વિવેકની બક્ષીસ હાય. મહાઅમાત્ય નહેરુમાં આ બન્ને બાબતની પૂરી આવડત હતી. એવા ભારતનું અને એવી દુનિયાનું નિર્માણ કરવું ઘટે કે જ્યાં દુનિયાભરની સંસ્કૃતિની સુવાસ દરેક માનવીના નિવાસસ્થાનની આસપાસ મહેકી રહેતી હોય અને જેમાં ઈશ્વરે પેદા કરેલા જીવોમાંના નાનામાં નાના જીવને પણ સ્વમાનપૂર્વક ઊભા રહેવા માટે અવકાશ હોય – આ પ્રકારનું ગાંધીજીનું પુરાણું સ્વપ્ન તેમણે જીવી દેખાડયું હતું. તેઓ આપણા સમયમાં ઈશ્વરના મહાન સર્જનોમાંના એક હતા. તેમનું આજનું ભારત અને સ્વાતંત્ર્યનું તેમ જ સમગ્ર માનવજાત માટે સતત વિસ્તરતા કલ્યાણનું તેમનું સ્વપ્ન એ જ એમનું સ્મારક છે. આ સંયુકત રાષ્ટ્રસંસ્થામાં, પ્રમુખ મહાશય, આપણા પણ આ જ વારસો હોઈને આ જ આપણું સ્વપ્ન હો ! અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી : અડલાઈ ઈ. સ્ટીવન્સન સ્વ.નહેરુ વિષે શાકપ્રસ્તાવ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તા. ૨-૬-૬૪ મંગળવારના રોજ મળેલી કાર્યવાહક સમિતિએ સ્વ. પંડિત નહેરુના અવસાન અંગે નીચે મુજબ પ્રસ્તાવ કર્યો હતો : “તા. ૨૭-૫-૬૪ના રોજ ભારતના મહાઅમાત્ય પંડિત જવાહરલાલ નહેરુના એકાએક થયેલા અવસાનથી તા. ૨-૬-૬૪ ના રોજ મળેલી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ ઊંડા દુ:ખ અને દર્દની લાગણી અનુભવે છે. આજના ભારતના નિર્માતા નહેરુની જ્યારે અસાધારણ જરૂર હતી તેવા વખતે થયેલા તેમના અવસાને દેશ માટે એક અસાધારણ કટોકટી ઊભી કરી છે. પંડિતજી સાથે આપણ રાર્વ એટલું બધું તાદાત્મ્ય અનુભવતા હતા કે તેમના વિનાના ભારતની આપણે કલ્પના કરી શકતા નહોતા. દેશને આઝાદ બનાવવામાં તેમ જ આઝાદી મળ્યા બાદ દેશનું નવું નિર્માણ કરવા પાછળ પંડિતજીના સૌથી વધારે ફાળા હતા. તેમના રોમેરોમમાં ભારત માટે પ્રેમ અને ચિંતા પાપેલી હતી. તેમના જવાથી અત્યન્ત નજીકના સ્વજન ગુમાવ્યા સમી ખોટ આપણે અનુભવી રહ્યા છીએ. ભારતના ઈતિહાસમાં અને આપણા હ્રદયમાં તેમણે અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની અમાપ સેવાઓની શબ્દોમાં નોંધ કરવી અશકય છે. તેમને આ સભા અંતરની અંજલિ આપે છે અને તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય એવી આ સભા પ્રાર્થના કરે છે. તથા તેમના કુટુંબીજનો પ્રત્યે આ સભા ઊંડી સહાનુભૂતિ દાખવે છે.” આ મુજબનો પ્રસ્તાવ સ્વર્ગસ્થ પ્રતિ બે મિનિટ મૌનભાવે ઉભા રહીને કાર્યવાહક સમિતિના સભ્યોએ સર્વાનુમતીથી મંજૂર કર્યો હતો. પંડિત નહેરૂના અવસાન પછીની રાજકારણી પરિસ્થિતિ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે સઘના કાર્યાલયમાં તા. ૨૦-૬-૬૪ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ પંડિત નહેરૂના અવસાન પછીની રાજકારણી પરિસ્થિતિ’ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઈ બહેનોને નિમંત્રણ છે. મત્રીઓ, મુંબઈ જૈન યુવક સઘ મુંબઇના જૈનાની શાકસભા શ્રી જૈન શ્વેતાંબર કાન્ફ્રન્સ, અ. ભા. શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કાન્ફરન્સ, અ.ભા. દિગંબર જૈન તીર્થ ક્ષેત્ર કમિટી, શ્રી શ્વેતાંબર જૈન તેરાપંથી સભા, શ્રી ભારત જૈન મહામંડળ તથા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંયુકત આશ્રય નીચે શ્રી મહાવીર જૈન વિઘાલયની વ્યાખ્યાનસભામાં તા. ૩-૬-૬૪ ના રોજ સાંજના સમયે શ્રીમાન શાહુ શ્રેયાંસપ્રસાદના અધ્યક્ષસ્થાને મુંબઈમાં ભારતના વડા પ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરુને શ્રાદ્ધાંજલિ અર્પણ કરવા માટે મુંબઈના જૈનોની એક જાહેર સભા ભરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી અભયરાજજી બલદાટા, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, શ્રી રિષભદાસ રાંકા, તથા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રસંગાચિત વિવેચન કરતાં સ્વ. નહેરુના પ્રતિભાસંપન્ન વ્યકિતત્વની અનેક બાજુઓના તથા તેમની અનેક સેવાઓનો ખ્યાલ આપ્યો હતો. પ્રમુખશ્રીએ પણ આ વિવેચનામાં જરૂરી પુરવણી કરીને નીચે મુજબના શાક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. “ પંડિત જવાહરલાલ નહેરુના અચાનક મૃત્યુથી માત્ર ભારતને જ નહિ પણ માનવજાતિને અપરિમિત તથા પેઢીઓ સુધી જેની પુરવણી થઈ ન શકે એવી ભયાનક હાનિ થઈ છે. “ ગાંધીજીએ ઉપાડેલ આઝાદી જંગમાં પંડિત નહેરુ તેમના સાથી હતા, અને આઝાદીપ્રાપ્તિ માટે તેમણે અનેકવાર જેલયાત્રા કરી હતી, અત્યન્ત પરિશ્રમ કર્યો હતો અને ખૂબ કષ્ટ સહન કર્યું હતું. આઝાદી મળ્યા બાદ દેશના નવનિર્માણ દ્વારા દુનિયાના આગળ પડતા રાષ્ટ્રોમાં ભારતને મહત્ત્વપૂર્ણ સ્થાન મળે અને જનતા સુખી બનીને સ્વતંત્રતાના તથા લોકતંત્રનો પુરો લાભ ઉઠાવે એ માટે તેમણે અથાગ પ્રયત્ન કર્યો હતો. સૌ કોઈને પેાતાના વિકાસ માટે સમાન અવસર મળે, સર્વ ધર્મના લોકો સ્વતંત્રતાપૂર્વક પોતપેાતાની માન્યતા મુજબ વર્તે એ માટે તેમણે ધર્મનિરપેક્ષ નીતિ અપનાવી હતી અને સર્વ ધર્મના લોકોને તેનો લાભ મળ્યો હતો. “તેઓ દેશના એક કુશળ અને દીર્ધદષ્ટિવાળા રાજનીતિજ્ઞ પુરુષ હતા, દેશના લાડીલા નેતા તથા મહાન સેવક હતા. માનવમાત્રના દુ:ખથી તેઓ દુ:ખી થતા હતા. તે માટે તેમણે અન્યાયોના વિરોધ કરીને સંસારમાં શાંતિ સ્થાપિત કરવા માટે અવિરત પ્રયત્ન કર્યો હતા. “આવી મહાન વિભૂતિ પ્રતિ અખિલ જૈન સમાજની પ્રતિનિધિ સંસ્થાઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને પરમાત્માને પ્રાર્થના કરે છે કે તેઓ આપણ સર્વને તેમણે ચીંધેલા માર્ગ ઉપર ચાલવાની બુદ્ધિ તેમ જ શકિત આપે !” આ મુજબના પ્રસ્તાવ સ્વર્ગસ્થ પ્રતિ બે મિનિટ મૌનભાવે ઉભા રહીને સભાજનોએ સર્વાનુમતીથી મંજૂર કર્યો હતા, વિષયસૂચિ નહેરુનુ વસિયતનામું પંડિતજી સાથેનુ મારૂં મિલન નહેરુને શ્રીમતી પૂ.કે આપેલી અંજલિ નહેરુને અડલાઈ સ્ટીવન્સને આપેલી અંજલિ નહેરુ વિષેના શાકપ્રસ્તાવે પ્રકીર્ણ નોંધ: નહેરુ પછી કાણું?? એ પ્રશ્નના ગૈારવપ્રદ ઉકેલ, કેન્દ્રના પ્રધાનમંડળની રચના અને શ્રી મેારારજીભાઇ, રાજકારણી કિન્નાખારી, જ્યારે નહેરુના મૃત્યુ ઉપર આખી દુનિયા આંસુ સારી રહી હતી ત્યારે, નવોદિત લેખક શ્રી વસન્તલાલ કાન્તિલાલને હાર્દિક અભિનન્દન અને શુભેચ્છા, સખાવતી શ્રીમતનેા શાચનીય સ્વર્ગવાસ. સ્વસ્થ નહેરુને ભાવભરી અંજલિ. } પંડિત નહેરુ શ્રીપ્રકાશ પર્લ બેંક અડલાઇ સ્ટીવન્સન પરમાનદ શ્રીમતી હીરાબેન પાઠક શ્રી મનસુખલાલ ઝવેરી પૃષ્ઠ ૩૧ ૩૨ ૩૪ ૩૪ ૩૫ ૩૬ ૪૦
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy