________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૧૪
નહેરુને શ્રીમતી પર્લ બકે આપેલી અંજલિ
આ દુનિયા ઉપરના માનવી જીવનની પ્રત્યેક સદીમાં, જેઓ આપણ સર્વના જીવન ઉપર પ્રભાવ પાડે એવા બહુ થોડા માનવીઓ જન્મ લે છે. જવાહરલાલ નહેરુ આવા એક પુરુષ હતા. છેલ્લા કેટલાય દશકા સુધી એવો કોઈ બીજો માણસ પાકયો નથી
કે જેણે તેમના જેટલી આપણા ઉપર - પૂર્વ અને પશ્ચિમ ઉપર - અને - સૌ કોઈના ભલા માટે આટલી બળવાન અસર પાડી હોય. ' ' . તેમને નહિ જાણતા એવા લોકોએ તેમના વિશે કેટલીક વાર , અણઘટતી ટીકા કરી છે, એમ છતાં પણ, તેમણે પાડેલા આ
વ્યાપક પ્રભાવને કોઈથી ઈનકાર થઈ શકે તેમ નથી. પરિણામે આજે, તેમની નીડર અને સ્વતંત્ર પ્રકૃતિના કારણે તેઓ વિશ્વના એક અત્યંત આદરણીય પુરુષ બન્યા છે અને તેમની સત્યનિષ્ઠા અને પ્રતિભાસંપન્ન વ્યકિતત્વના કારણે દુનિયાના પ્રેમપાત્ર માનવી બન્યા છે. તે તેમને જીવનના પ્રારંભથી જ જાણે કે નેતૃત્વ પ્રાપ્ત થયું . છે. મને બરાબર યાદ છે કે તેમણે બહુ નાની ઉમ્મરે મહાત્મા ગાંધીનું
અનુયાયીત્વ સ્વીકાર્યું ત્યારથી તેમના વિશે હું આદર અનુભવતી થઈ. છું. મહાત્મા ગાંધી માટે. તો મને આદર હતો જ, પણ મહાત્મા ગાંધી જેવી વ્યકિતની અસાધારણ તાકાત અને પ્રભાવિકતાને મને પૂરો ખ્યાલ છે અને તેથી જો કે જવાહરલાલ તેમના એ વડિલ પુરુષ પ્રત્યે સર્વપ્રકારને આદર અને પ્રેમ દાખવતા હોવા છતાં, પોતાનું સ્વત્વ-મન અને બુદ્ધિનું સ્વાતંત્ર્ય-તે કેવી રીતે ટકાવી રાખતા હતા તે જોઈને હું ભારે આશ્ચર્ય અનુભવતી હતી. ' આમ ગાંધીજી જેવી વ્યકિતથી જુદા પડવાની અને નમતું નહિ આપવાની તાકાત તેમનામાં રહેલી એ મહત્તાની ઘોતક હતી કે જે મહત્તા, વર્ષોના વહેવા સાથે, વધારે સ્પષ્ટપણે અને ખૂબ
પ્રબળપણે અભિવ્યકત થતી રહી હતી. * *, તેમના નેતૃત્વ નીચે ભારત પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અગ
'ગામી રાષ્ટ્ર તરીકે આગળ આવીને ઊભું છે અને તેના લોકો બને વિભાગની ભાષા બોલે છે. દુનિયાએ ભાગ્યે જ જાણ્યા હોય—અનુભવ્યા હોય એવા અતિ આતંકભર્યાં વર્ષો દરમિયાન જવાહરલાલ પિતાના લોકસમુદાયને એકસરખી રીતે એકત્ર બનાવી શકયા
છે અને તેના વૈવિધ્યમાં સમગ્રલક્ષી એકતા ઊભી કરીને, મને 'લાગે છે કે, સદીઓ સુધી ટકી રહે એવી એક બળવાન પ્રજાનું તેમણે નિર્માણ કર્યું છે. . . જવાહરલાલના વ્યકિતત્વની બીજી બાજુએ – તેમની મેહક રીતભાત, તેમની તેજસ્વીતા, તેમની અનોખી ચમક - આ બધું મારા ધ્યાન બહાર નથી. હું માનું છું કે આપણે સમય જો વધારે શાંતિપૂર્ણ હોત તે એક સર્જક લેખક તરીકે તેમણે ઘણું મોટું નામ કાઢયું હોત, કારણકે તેમની લેખનશૈલી ઉચ્ચ પ્રકારની હતી અને તેમની કલ્પના જીવતી અને જાગતી હતી. જે પોતાના દેશના રાજકારણને તેમની બુદ્ધિશકિત વરી ન હોત તો તેમણે કેટલાં બધાં પુસ્તકો લખ્યાં હોત? તેમણે મૌલિક સર્જન દાખવતાં મહત્ત્વપૂર્ણ જે થોડાં પુસ્તકો લખ્યાં છે તે માટે તેમની હું મારી જાતને ઋણી લેખું છું. આમ છતાં પણ મને લાગે છે કે ભારતને તેમનાં પુસ્તકોની જરૂર હતી તે કરતાં વધારે જરૂર તેમણે ભારતને પૂરું પાડેલ એવા
તેમના નેતૃત્વની હતી. આ સમગ્ર રીતે વિચારતાં, જવાહરલાલ નહેરુ કદિ ન વિસરાય
એવી એક મહાન વ્યકિત છે. મહાત્મા ગાંધીજીની છાયા નીચે તેમણે પોતાના જીવનને પ્રારંભ કર્યો હતો, થોડા સમયમાં પણ તેઓ
એકદમ પાતાના રૂપે બહાર આવ્યા હતા અને માત્ર આધુનિક ' ભારતની સર્વોત્કૃષ્ટ વ્યકિત તરીકે જ નહિ પણ દુનિયામાં જે બહુ
થોડા મહાપુરુષે આજ સુધીમાં થઈ ગયા છે તેમાંનાં એક તરીકે તેઓ જીવ્યા છે, જીવે છે. અને સદાકાળ જીવતા રહેશે.
તેમને પ્રત્યક્ષ જોયા છે અને તેમને ચેતનાભર્યો અવાજ સાંભળ્યો છે તેને મારા ચિરસ્મરણીય કિંમતી અનુભવમાં એક અનુભવ લેખું છું. અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી : શ્રીમતી પર્લ બક
નહેરુને અડલાઈ સ્ટીવન્સને આપેલી અંજલિ (સંયુકત રાષ્ટ્રસંસ્થાની સલામતી સમિતિની તા. ૨૮ મી મેના રોજ મળેલી સભામાં યુનાઈટેડ સ્ટેટ્સના પ્રતિનિધિ શ્રી અડલાઈ ઈ. સ્ટીવન્સને સ્વનહેરુને નીચે મુજબ અંજલિ આપી હતી. -તંત્રી) માન્યવર પ્રમુખશ્રી,
જ્યારે કોઈ પણ પ્રજાને પ્રજ્ઞાસંપન્ન અગ્રગણ્ય નેતા દુનિયાના ઘાંઘાટભર્યા રંગમંચ ઉપરથી હંમેશાને માટે વિદાય થાય છે ત્યારે માનવી–જીવનનો વ્યવહાર જાણે કે શંભી જાય છે. કેટલાક માટે તે ઘટના ભારે ઊંડી દિલગીરીને વિષય બને છે, તેના દેશ માટે તે ઘટના વ્યાપક સહાનુભૂતિને વિષય બને છે. - પણ, પ્રમુખ મહાનુભાવ, જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ પોતાના સમયના ઝંઝાવાતેથી સદાને માટે પર બને છે ત્યારે, આથી કંઈક વિશેષ બને છે. આ શું છે તે કોણ કહી શકે તેમ છે ? દિલગીરી, વ્યગ્રતા, વન્દન – જરૂર. પણ લાખોના દિલમાં અને હૃદયમાં આથી કાંઈક વિશેષ - શબ્દોમાં નિરૂપી ને શકાય એવું કાંઈક–બને છે; કારણ કે તેઓ માનવજાતના એક અંગભૂત તત્ત્વ જેવા બની ગયા હતા.
આજે આપણે ભૂતકાળમાં નજર નાખીએ છીએ અને સતત સંઘર્ષથી ભરેલા તેમના જીવનને, તેમની ધૃતિ અને આત્મસમર્પણને, તેમણે વહન કરેલી અનેક જવાબદારીને, તેમની અગણિત સિદ્ધિઓ અને સફળતાને અને સાથે સાથે તેમણે અધુરાં મૂકેલાં વિરાટ કાર્યોને પણ આપણને એક સાથે વિચાર આવે છે અને એક પ્રકારની સ્તબ્ધતા આપણે અનુભવીએ છીએ.
ભારતના રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રગુરુ મહાત્મા ગાંધી સાથે મળીને તેમણે આજના ભારતનું નિર્માણ કર્યું, લાખો કરોડો લોકોમાં તેમણે રાષ્ટ્રીય અસ્મિતા પેદા કરી. રાષ્ટ્રીય આઝાદીની શરૂઆતનાં અસાધારણ વિટંબણા ભરેલાં વર્ષો દરમિયાન તેમણે દેશની રાજકીય નૌકાનું ભારે કુશળતાપૂર્વક સંચાલન કર્યું. તેમનું મૃત્યુ માનભરી શાંતિ અને સ્વસ્થતાપૂર્વકનું નથી નીપજ્યું, પણ અનેક મુશ્કેલીઓથી ઘેરાયલી પરિસ્થિતિ વચ્ચે મહાઅમાત્યની અસાધારણ જવાબદારી વહન કરી રહેલા એવા તેમને વિધિએ એકાએક આપણી વચ્ચેથી ખેંચી લીધા છે.
મહાઅમાત્ય નહેરુનું પ્રભુત્વ તેમના પોતાના દેશની સીમાએની પેલી પાર ઘણે દૂર સુધી ફેલાયેલું હતું. તેઓ એશિયાના તેમ જ નવા નવા વિકાસલક્ષી રાષ્ટ્રોના નેતા હતા. એ રાષ્ટ્રો આજની દુનિયાના ઈતિહાસમાં જે સતત વધતો જતો ભાગ ભજવી રહ્યા છે તેમને તેમના જીવન દર્શન અને તેમની શકિત સાથે ઘણા મહત્વને સાથ અને સહકાર હતો. અને દુનિયાના બીજા રાષ્ટ્રોમાં પણ તેમનું નામ માનવજાતનાં આધ્યાત્મિક લક્ષ્ય અને ભૌતિક આકાંક્ષાઓના પર્યાયરૂપ - પ્રતીકરૂપ - બની ગયું હતું. 1. પ્રમુખશ્રી, આજે જયારે તેમના મૃત્યુનો ઘા તાજે છે, ત્યારે જે મહામાનવને વર્ષો સુધી મારા મિત્ર તરીકે ઓળખાવવાને મને અધિકાર મળ્યો હતોતેમના વિશે કહેવું – મનના ભાવો રજૂ કરવાએ સહેલું કામ નથી. આ * આ દેશની તેમની છેલ્લી મુલાકાત પ્રસંગે રાજકારણી કુનેહ અને રાજકીય ખટપટ વિષે અમે ઘણી ચર્ચા કરી હતી. તે વખતે તેમણે મને જે કાઈક કહેલુ તેમનું કાઈક અહીં રજૂ કરૂ તો તમને તેમાં કદાચ રસ પડશે.
બીજા ઘણા ખરા લોકો કરતાં પંડિત નહેરુ આ બાબત વધારે સ્પષ્ટતાથી સમજતા હતા કે પોતાના જીવન સાથે સંબંધ ધરાવતા મોટા નિર્ણયોમાંના ઘણાખરાને રંગ એકાંતપણે શ્વેત કે શ્યામ
તેઓ જીવ્યે છે, જીવ અધીમાં થઈ ગયાં નિયામાં જે
-
-
૧