________________
તા. ૧૬-૬-૬૪ .
-
પ્રબુદ્ધ જીવન
23
કલ્પના પણ હું કરી શકતા નથી, પરંતુ લાંચ આપીશ નહિ એવી પ્રતિજ્ઞા લેવાનું મારે માટે મુશ્કેલ છે- જ્યારે અનિવાર્ય પ્રસંગે લાંચ આપ્યા સિવાય રેલ્વે ટિકિટ મેળવવાનું અશક્ય હોય ત્યારે તો નહિ જ વધુમાં ઉમેર્યું: ‘સબરજિસ્ટ્રારે દર હજારે વીસ રૂપિયા લેવાનું સ્વીકારી, મારા મુખ્ય નેકરને ડોકયુમેન્ટ રજિસ્ટર કરી આપવાની ખાતરી આપી ત્યારે આ કારણે મારા એ નકરને હું છૂટો કરવાને તૈયાર નથી. જો હું એને છુટો કરું તે, વિધુર હોવાને કારણે સમયસર ભોજન પણ ન પામી શકે.
“જો કોઈ રેલવે–અધિકારી સાથે ઝંઝટ ઊભી થાય તો હું પછીથી પણ ફરિયાદ કરી શકું. પણ મારા આ નોકરે જે સબ- રજિ
સ્ટારે આ રકમ લેવાની હિંમત કરી હતી એનું નામ સુદ્ધાં આપવાની ના કહી; એવું કહીને કે, પાણીમાં રહીને મગર સાથે લડવાથી ફાયદો શો ?'
પંડિતજી આ સાંભળી ખૂબ હસ્યા, અને પૂછયું : “આને ઉપાય શો?’ મેં મારી હંમેશની પુરાણી બની ગયેલી વાત કરી: “રાષ્ટ્રીય અને સામાજિક ક્ષેત્રે સતત જાગૃત રાખનું શિક્ષણ.' - આ સાથે મેં એસ્ટેટ ડયુટી, વારસા સર્ટિફિકેટ વગેરેની તેમ જ એના કઠોર અમલની, અને આ ખાતાના અમલદારોની અસહા- નુભૂતિભરી વલણની વાતો કરી. મેં મારા કુટુંબમાં જ બનેલા એક પ્રસંગની વાત કરી. દસ વર્ષના ટૂંકા ગાળામાં એક જ સ્થાવર મિલકત પર, ઉપરાઉપરી મરણ થવાને કારણે સાત વખત એસ્ટેટ ડયુટી ભર્યાનું દ્રષ્ટાંત આપ્યું. આ બધું સાંભળી, એમનું ચિત્ત ઉદ્રિ
ગ્ન બન્યું. મને લાગ્યું કે મારી એક એક વાતને તેઓ હૃદયસ્થ કરી રહ્યા છે.
તાજેતરમાં જ થઈ ગયેલા હવાઈ – અકસ્માતે, અને એમાં માર્યા ગયેલા જવાન અધિકારીઓની વાત પણ મેં સંવેદન સાથે રજૂ કરી. આવા એક અકસ્માતમાં મારી સૌથી મોટી દીકરીને એકનો એક પુત્ર પણ માર્યો ગયો હતો. આવા કરૂણ અકસ્માત પ્રત્યે સરકારની જે નિષ્ઠર વલણ રહી છે એની પણ કટુતા સાથે મેં ફરિયાદ કરીને ઉમેર્યું: ‘મને કહેવામાં આવ્યું હતું કે આ અકસ્માતની જે તપાસ થશે એને અહેવાલ લાગતાવળગતા કુટુંબને આપવામાં આવશે; પણ હા એ બન્યું નથી.' આ સાંભળી પંડિતજી બેઠા થયા અને બોલ્યા “મને જાણ છે ત્યાં સુધી એના મા-બાપને
આ અહેવાલ પહોંચાડવામાં આવ્યો છે. મેં જવાબ આપ્યો: ‘એમ નક્કી કરવામાં આવ્યું હતું, પણ છેલી ક્ષણે સંરક્ષણ પ્રધાને આ અહે- વાલ અમને આપવાની ના પાડી; આથી અમારે તે માત્ર કલ્પનાથી જ અકસ્માત વિશે વિચારવાનું રહ્યું.'
ગવર્નર તરફ પ્રધાનની નિવારી શકાય એવી ગેર રીત - ભાત, સરકારી અધિકારીઓની વધતી જતી ડખલ, વિદેશમાંની એલચી કચેરીમાંમાંના અમલદારોની ગેરવર્તણુંક વગેરેની જ્યારે મેં વાત કરી ત્યારે એની ઝીણવટભરી તપાસ કરવાની એમણે ઈચ્છા વ્યકત કરી. મારા અનુભવોની વિગતો માટે એમણે માગણી કરી, અને મેં તે આપી પણ ખરી.
મેં જોયું કે, આ બધી વાતો કરી હું એમને વ્યથિત કરી રહ્યો હતો; આથી મેં વાતને પ્રવાહ બદલી વર્ષો પહેલાંના પ્રફ - લ્લિત કરે તેવા પ્રસંગો યાદ કર્યા. આઝાદી જાળવવાને જે યત્ન કરવો પડે એને બદલે એ મેળવવામાં કેટલી સરળતા હતી અને એ માટે અમે શું કર્યું હતું એની, અલાહાબાદ અને બનારસનાં અમારાં નિવાસસ્થાનોની, જેને અમે બને સારી રીતે ઓળખતા હતા એવા નોકરોની અને અમારાં બાળકોની પણ વાત કરી.
પૂરો એક કલાક કયાં વીતી ગયો એની ખબર ના પડી, હું જવા ઊભો થયો કે તરત એઓ અંદર જઈ પિતાને કોટ પહેરી આવ્યા અને મારી સાથે મોટરમાં મારે ત્યાં આવવાની તૈયારી બતાવી. આ એમનું સૌજન્ય ગણાય. જતાં જતાં રસ્તામાં એક સ્થળે રસ્તાની બાજુએ વાંકોચૂંકો એક વાંસ ઊભે કરાયેલ જોયો. એની પાસેથી પસાર થતાં મેં કહ્યું: “સ્વરાજની આ એક વિશિષ્ટ ભેટ છે. અહીંતહીં ચારે બાજુ એ તમને નજરે પડશે. જકાત- થાણાની બે નિશાની છે, અને જકાત ભર્યા સિવાય કોઈ વાહન પસાર થઈ ન શકે એ માટે એને રસ્તા વચ્ચે આડે રાખવામાં આવે છે.’ પંડિતજીને કહ્યું કે, “લગભગ દરેક સ્થળે મેં સર્વ પ્રકારે અનુકળતા મેળવી છે; પણ જકાત મેળવતા આ જકાતી થાણાએ જરૂરિયાત કરતાં પણ વધારે મારે ખાટી થવું પડયું છે – જો કે સરકારી તંત્રમાં એક
સમયે ઉચ્ચ સ્થાન ધરાવતો હતો ત્યારે મારે કશું આપવાનું રહેતું નહોતું; અને તરત રસ્તે ખુલ્લો થઈ જતે; પરંતુ હવે એ સ્થિતિ રહી નથી. આ સાંભળી પંડિતજી પણ હસવું ખાળી શક્યા નહિ.
આઠ માઈલને રસ્તો જલ્દી પૂરો થયો, અને ફરી વાર એક કલાક મારા નિવૃત્તિસ્થાન – વિશ્રાંતિ કુટિર – માં અમે આનંદમાં પસાર કર્યો. અમે ચા અને નાસ્તો લીધાં. નિવૃત્તિ - જીવન માટે આ સ્થળ પંસદ કરવા માટે પંડિતજીએ મને અભિનંદન આપ્યાં, અને મેં મારી ભાવિ - યોજના કહી બતાવી. મકાનને બંધાઈ રહેલ બાકીને ભાગ પણ ફરી વળ્યા. પોતાના મિત્રો કયા પ્રકારનું સામાન્ય વાચન કરી રહ્યા છે એ જાણવાની એમની હમેશની જિજ્ઞાસાએ મારી પાસેથી પણ એ અપેક્ષા રાખી, અને મેં છએક પુસ્તકોની અને વર્તમાનપત્રો માટે તૈયાર કરી રહેલ લખાણની વાત કરી.
પંડિતજીને આરામ લેવાને અને જે રીતે એઓ શ્રમ લઈ રહ્યા છે એ રીતે નહિ લેવાને આગ્રહ કર્યો. ત્રીજી મેના એક પત્રમાં જ એઓએ લખ્યું હતું: ‘મારા વહાલા પ્રકાશ, હું આવતી કાલે ગંડક બેરેજના ઉદ્ઘાટન પ્રસંગે નેપાળની સરહદે આવેલ ભાઈસલટન જઉં છું. નેપાળના મહારાજ ત્યાં આવે છે. બીજે દિવસે હું પાછો ફરીશ. ગયા જાન્યુઆરીમાં ભુવનેશ્વરથી પાછા ફર્યા બાદ હજુ સુધી હું દિલહી બહાર ગયો નથી. પ્રેમપૂર્વક શુભેચ્છાઓ સાથે – તમારે સ્નેહાળ જવાહરલાલ.’
‘ભાઈસલોટન’ – ભેંસનું આળોટવું – એ નામ ઉપર અમે ઠીક ઠીક હસ્યા, અને પછી આવી લાંબી મુસાફરીને કામ લેવા માટે પંડિતજીને મેં ઠપકો પણ આપ્યો. વધુમાં મજાકમાં કહ્યું પણ ખરું કે,
જો તેઓ પોતે વહી રહેલ ભારે જવાબદારીમાંથી લાઓસ અને ઈન્ડોનેશિયાને વધુ પડતો બોજો ઓછો કરશે – કારણકે વિશ્વની સર્વ બિમારીઓ દૂર કરવાની જવાબદારી એમણે સ્વીકારી નથી જતો પોતે અત્યારે જે રીતે સ્વસ્થતાથી કાર્ય કરી રહેલ છે એ રીતે કરી શકશે.” આની આ વાત છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું એમને કહેતો જ આવ્યો છું, - પણ અફસોસ, કંઈ પરિણામ વિના.
અમારું મિલન પૂરું થયું. પંડિતજીને વિદાય આપવા દરવાજા સુધી ગયો. જાહેરમાં કે ઘેર જ્યારે જ્યારે અમે છટા પડયા છીએ ત્યારે ત્યારે હમેશા એકબીજાને ભેટીને જ અમે છૂટા પડયા છીએ, પરંતુ આ વખતે વિદાય લેતી વખતે એઓ મને છેલ્લાં સુડતાળીસ વર્ષની અમારી મૈત્રી દરમિયાન જે રીતે નહિ ભેટયા હોય એ રીતે વધુ દ્રઢ બાલિગનથી, વધુ લાંબા સમય સુધી ભેટયા. મને પણ આશ્ચર્ય થયું આમ કેમ ? ત્યારે મને ખબર નહોતી કે અમે છેલ્લી વખત પરસ્પર ભેટી રહ્યા હતા, અને એઓ મારી છેલી વિદાય લઈ રહ્યા હતા.
જાણે કે મારી છેલ્લી વિદાય લેવા માટે જ એ દહેરાદૂન આવ્યા હોય એમ શી રીતે હું વિચારી શકું? પણ છેવટે અમારે સૌને માટે બન્યું એવું જ. આ બન્યું મેની તારીખ ૨૪ મીએ; એમણે દહેરાદૂન છોડયું તા. ૨૬ મીએ; અને તા. ૨૭ મીએ એએની પુણ્ય મૃતિ જ રહી.
. આશ્ચર્યની વાત એ છે કે, એ દિવસે મોડા આવેલાં સવારનાં વર્તમાનમાં, પંડિતજી દિલ્હી પહોંચી ગયાના સમાચાર વાંચી, એએએ મારી ‘કુટિર” માં પધારી મને કૃતકૃત્ય ક્યો એ પત્ર લખવાની તૈયારી કરતો હતો ત્યાં કોઈક એકદમ મારી પાસે દોડી આવ્યું અને મને કહ્યું કે, દહેરાદૂનથી ફોન દ્વારા સંદેશો આવ્યો છે કે પંડિતજી હવે આ દુનિયામાં નથી.
હું અચાનક બેઠો થઈ ગયો. આ કઠોર સમાચાર હું માની પણ શકો નહિ, પરંતુ અફસ! ખરાબ સમાચાર ભાગ્યે જ ખેટા. હોય છે. અને આમ, વિશ્વના મહાન ફલક ઉપરથી એક મહાન, નીડર વિભૂતિ – પંડિત જવાહરલાલ – અદશ્ય થઈ : મેં એક સરસ મિત્ર અને સાથી ગુમાવ્યો.
એની વિદાય માટે મને શોક નથી; કારણ કે આ દુષ્ટ દુનિયાની બધી આફત અને મુંઝવણે એ પાછળ મૂકતા ગયા છે. મને દુ:ખ એ વાતનું છે ને શરમ પણ – કે હું હજુ જીવતે છું. હયાત એવા મિત્રોમાં સૌથી મારા જૂના મિત્ર હતા. એ પણ મને છોડી ગયેલ છે, આજે મને ખૂબ જ એકલતા લાગે છે. જેવી ઈશ્વરની ઈચ્છા ! અનુવાદક:શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ, મૂળ અંગ્રેજી: શ્રીપ્રકાશ