________________
- પ્રબુદ્ધ જીવન
તા: ૧૯૬૪
તો એ લાભ કે, “જોયું! શાંતિ માટે કેવી રૂડીરૂપાળી વાત સૂચવી છે તેય આ લોકો માનતા નથી!—” આમ તે લોકોને અમુક રાજકારણી
સારાશ બકવાને લાગ મળે છે. પરંતુ, સામેવાળ (અહીંયાં પાકિસ્તાન) તે આવા લોકોની વાત ટાંકીને ભારતને ખોટું દેખાડી શકે, અથવા આપણા આંતરભેદને ભવાડો બહાર પાડીને ખેટે લાભ તે લઈ શકે ને ?”
| મગનભાઈ દેસાઈ શ્રી ઈન્દિરા ગાંધી વિષે કે સર્વોદયવાદી પક્ષ વિશે તેમને જે કહેવાનું હોય તે ભલે કહે, પણ પિતાની વાત સચોટપણે કહેવા માટે આ નોંધમાં તરવરતી, તેછડાઈની કોઈ ઉપયોગિતા કે આવશ્યકતા છે ખરી ? ...
, પરમાનંદ અપંગ બનેલા ડોકટરે સાધેલી જીવનની '
અર્થસભરતા - (“Take My Hands’ ' એ નામનું એક પુસ્તક તાજેતરમાં : પ્રગટ થયું છે. તેનેં લેખિકા છે શ્રીમતી ડોરોથી કલાર્ક વિલ્સન,
પ્રકાશક છે મેસર્સ હૈડર ઍન્ડ સ્ટફટને, 'કિંમત છે શીલીંગ ૨૧. તેમાં બસના અકસ્માતને લીધે જીંદગીભરની અપંગ બનેલી ડું. મેરી વરગીઝ-જે હાલ મદ્રાસ સ્ટેટમાં આવેલ વેલાર ખાતેની ક્રિશ્ચિ4 AR54 šlaoreil Physical Medicine and Rehabiitation –શારીરિક ઔષધોપચાર અને પુન:સ્થિરીકરણને લગતા ખાતાની મુખ્ય અધિકારી છે તેના જીવનની કથા છે. આ પુસ્તકનું અવલોકન ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયું છે, જેને નીચે ભાવાનુવાદ આપવામાં આવ્યો છે. - તંત્રી) | વેલેરની ક્રિશ્ચિયન મેડિકલ કૅલેજની ફીઝીકલ મેડીસીન અને રીહેબીલીટેશન ખાતાની મુખ્ય અધિકારી ડે. મેરી વરગીઝની , જીવનકથા અપંગોની દુનિયાને જ માત્ર નહિ, પરંતુ અપંગેની દુનિયાનું જે કામ કરે છે અને અપંગોને સ્વમાનથી જીવતાં શીખડાવે છે એવા સેવકોને પણ ભારે પ્રેરણારૂપ છે.
દાકતરી વિદ્યાની ઉપાધિ મેળવી જ્યારે મેરી વરંગીઝ જીવનમાં. ' સ્થાયી થવાની તૈયારી કરતી હતી ત્યારે દુર્ભાગ્યે તે એક ભયંકર
અકસ્માતમાં સપડાઈ: જે બસમાં એ મુસાફરી કરતી હતી તે બસ ઉંધી વળી અને મેરી મૃત્યુમાંથી તે ઉગરી, પણ મહિના સુધી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી પથારીવશ રહી. જયારે તે સાજી થઈ ત્યારે કુદરતે એને કાયમી કદરૂપે શહેરો અને અર્ધા શરીરની કાયમી અપંગતા અર્પણ કરી મેરીની ક્રુર મશ્કરી કરી, પણ મેરીએ આને મશ્કરી ન સમજતાં કુદરતને પડકાર સમજી તેને પૂરો સામને કરવા નિર્ધાર કર્યો. •
• • . ખરેખર, આ પ્રહાર વસમે હતો. દાકતરી જીવનનું સુંદર સ્વપ્ન છિન્નભિન્ન થઈ ગયું હતું. એને પોતાનું જ ફકત દુ:ખ અને નિરાશા ન હતાં, પણ અન્યને પોતે જિંદગીભર મુશ્કેલીમાં
મૂકી રહી છે એનું ય તેને ભારે દુ:ખ હતું. " પણ આજે ડૉકટર વરગીઝને વેલારની હૉસ્પિટલમાં રકત્ત
પિત્તિઆઓની અને અપંગેની સેવા કરતાં જુઓ ત્યારે " એક જુદું જ ચિત્ર જોવા મળે છે. શારીરિક રીતે હજ ય અપંગ-પાણ આ દિવસ સતત પરિશ્રમ કર, પૈડાંવાળી ખુરશીમાં બેસી મોટા મોટા અને મુશ્કેલીભર્યા ઓપરેશન–વાઢકાપ-કરવા, દરર્દીઓની સારસંભાળ રાખવી, હૈસ્પિટલની વ્યવસ્થા અને વહીવટમાં સૂચનાઓ આપવી, નોંધો લખાવવી, કાગળ લખાવવાં–આવાં આવાં નાનાંમોટાં અનેક કામ તે કરતી હોય છે અને આ કામની સરખામણીમાં ડૉક્ટર મેરીને પોતાની અપંગતા બહુ જ ગૌણ લાગે છે. એને
'જીવનની કયાંય અપૂર્ણતા અધુરાપણું દેખાતું નથી, બલકે જીવનમાં આથી વિશેષ કોઈ સંતોષ એને દેખાતો નથી.
અપંગ મેરીને કામ કરવાની પ્રેરણા કયાંથી મળી? તેનામાં શકિતને ત્રેત કયાંથી પ્રગટયો ? અંધકારભર્યા જીવનમાં આશાનું કિરણ કયાંથી આવ્યું? આ પ્રશ્નનો ઉત્તર આપણને મળે છે નાનકડાં એવાં પુસ્તકમાંથી. એ પુસ્તક છે, “લઈ લ્યો મારા હાથ” "Take My Hands.' all yeasti tal-l *444#j અદ્ભુત વર્ણન છે.
ડૅ. મેરીએ અપંગતાની વાસ્તવિકતાને સ્વીકારી મન સાથે સમાધાન કર્યું કે જીવનમાં તે કદિ ચાલી શકશે નહિ. આ સમાધાન અનિવાર્ય એવું પહેલું પગલું મેરીને લાગ્યું. ત્યારબાદ તેણે પોતાની દયા ખાવાનું છોડી દીધું અને નારાજ થવાનું છોડી દીધું. પથારીમાં પડયા પડયા એણે વિચારી લીધું જીવનનું રોજિંદુ કામ કેમ કરવું–કેમ સાડી પહેરવી-પલંગમાંથી ખુરશી પર કેમ જવું—એના હાથ-પગ ઉપર શસ્ત્રક્રિયા થાય ત્યારે મનનું વલણ કેવી રીતે મક્કમ રાખવું–અરે એનાં પગ લઈ લેવાય એથી દુનિયાને અંત નથી આવવાને, ત્યારબાદ ' તે પિતાના હાથનો ઉપયોગ કરશે, “કંઈક સારું” “કંઈક સારું” આનો જ એણે સતત વિચાર કર્યો અને આથી એને અંતરમાંથી પ્રેરણા મળી, અધ્યાત્મ દર્શન થયું. અને એને અનુભૂતિ થઈ કે, તે જેમ જેમ બીજાઓને વિચાર કરે છે તેમ તેમ પોતાનું દુ:ખ હળવું લાગે છે. એના જીવનનું પુન: ચણતર અને ઘડતર ન થયું હોત, જે એને ઈશ્વરમાં અને ઈશ્વરના કાર્યમાં ઊંડી શ્રદ્ધા જન્મી ન હત. એને શરીર કરતાં વધુ તૈયાર કરવાનું હતું પોતાના મનને,.. અને આ ઈશ્વરની કૃપા સિવાય શક્ય નથી, એમ સમજીને કે જે એક મેટામાં મેટો-માનસિક દર્દોના-ડાકટર છે, psychiarist છે તેને પોતાને મધ્યસ્થી બનાવ્યો, તેને પિતાની સમગ્ર જાતને અર્પણ કરી, , , ,
' ડે. મેરી જીવન-ઝંઝાવાતો સામે ઝઝુમી અને આજે સસ્મિત વદને કહે છે કે દર્દીઓને ફેંકટરો આપે છે તે હું આવું જ છું, પણ સાથે કંઈક વિશેષ આપું છું અને તે છે મારા અપંગ શરીરની જીવન પરની અદ્ભુત દ્ધા !
અનુવાદ : ચીમનલાલ જે. શાહ
ભૂલ-સુધાર તા. ૧૬-પ-૬૪ ના “પ્રબુદ્ધ જીવનમાં શ્રી. વિમલા ઠકારના, જે કાવ્યને અનુવાદ આપવામાં આવ્યું છે તે કાવ્યનું. અંગ્રેજી મથાળું' Rhythm of life નહિ પણ Gaze of life છે. આ પ્રમાણે સુધારીને વાંચવું.
તંત્રી, પ્રબુદ્ધજીવન
-
પૃષ્ઠ.
પરમાનંદ
. .
૨૧
રિષભદાસ રાંકા ' જયપ્રકાશ નારાયણ વિગેરે ૨૫ એ વિમળાબહેન ઠકાર , ૨૬
વિષયસૂચિ રાષ્ટ્રદીપ એલવાયો! આપણા મહાનુભાવ શેઠ કસ્તુરભાઈ: એક પરિચય શાંતિથી વિચારીએ ! વિમળાબહેનને એક પત્ર કેવળ મલમપટા માટે ગાંધીને જન્મ નહોતે થો! સૂગ આવી તોછડાઈ શા માટે? અંપગ બનેલા ડાક્ટરે સાધેલી જીવનની અર્થસભરતા
ધીરેન્દ્ર મઝુમદાર કાકાસાહેબ કાલેલકર પરમાનંદ '
૨૮, . ૨૯
અનુ. ચીમનલાલ જે. શાહ ૩૨
-
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ
મુંબઈ—ક, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુબઈ,