SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨૬૪ છે, તો સ્વદેશમાં તમારી બહુમતી છે, અથવા ઘર, તમારૂં છે એટલા માટે જ તમારી સૂગને છૂટ આપવા માગે છે? હું તે સ્પષ્ટ કહેવા માગું છું કે એ સૂગ પ્રકૃતિગત નથી, પણ નાનપણથી કેળવેલી છે અને એ અણછાજતી રીતે કેળવેલી છે. દુનિયાની બહુમતીના ખારાક વિષે આપણા મનમાં અણગમા ભલે હોય, પણ આપણાથી સૂગ રખાય જ નહીં. અને જો એ સૂગ રાખવી જ હોય તે મુસલમાનો, પારસીઓ, ઈસાઈઓ, વિગેરે લોકો આપણી સાથે પૂર્ણપણે ભળે નહીં તો તમારે તકરાર કરવી નહીં. દેશની એકતાને કારણે પણ તેઓ અળગા રહેવા માગે તો એ માટે આપણે તૈયાર રહેવું ઘટે છે. પ્રબુદ્ધ જીવન એટલા જ માટે તો કહું છું કે દેશની ભાવનાત્મક એકતા દઢ કરવા સારૂ બધી કોમના લોકો સાથે ઓતપ્રોત થવાની દ્રષ્ટિએ પણ આપણને સાથે બેસીને ખાતાં આવડવું જોઈએ. દેશની એકતા ભલે જોખમાય, દેશમાં કોમી રમખાણા ભલે થાય, પરસ્પર સમજણને અભાવે ગેરસમજણ ભલે થાય, પણ અમે અમારી સૂગ છેડવાના નથી એમ કહેનાર લોકોને માટે મારી પાસે કશો જવાબ નથી. કેવળ માંસાહાર વિશેની જ નહીં પણ બીજી એવી જ અર્થ વગરની સૂગને કારણે આપણે હરિજનોનું હૃદય જીતી શકતા નથી. હિન્દુ કોમમાં પણ એકરાગ નથી એ વસ્તુ કેમ ભૂલીએ ? આપણી સૂગનાં પરિણામ સ્પષ્ટ છે. આપણે એનાંથી ટેવાઈ ગયા છીએ તેથી આપણે માનીએ છીએ કે બધું યથાયોગ્ય છે. તમે માનો છે કે આ બધી વસ્તુઓનું ઊંડાણમાં ઊતરીને વિચાર કર્યા વગર જ આપણા રિવાજોમાં હું ફેરફાર સૂચવતા હઈશ? આજકાલના સમાજમાં દરેક માણસને પોતાની મરજી મુજબ વર્તવાની છૂટ હાય છે. મારે પાતા પ્રત્યે મૂંઝવણ સમાજ પાસેથી આ કોઈ કાળે ભાગવતી પડી નથી. એટલે મારે માટે એ વ્યકિતગત સવાલ છે જ નહીં. પણ જે સૂગે આપણા જીવનમાં પોતાનાં મૂળિયાં ઊંડે સુધી પહોંચાડયાં છે, તેનાં પરિણામ ધ્યાનમાં લઈ આપણા રિવાજો બદલવાનું હું સૂચવું છું. સૂગની દલીલ ન ચાલી શકે ધર્મની બાબતમાં, રાજનીતિની બાબતમાં. આપણા ધર્મે ત સૂગની દલીલને ઊભવા જ નથી દીધી. તમારી નોંધનો ફરી વાર વિચાર કરશો. તમારા વાચકો પણ શું કહે છે એ જાણી લેશે. કાકાના પ્રેમ વંદે માતરમ્ તંત્રી. નોંધ : વિશેષ અને વિશેષ વ્યાપક બનતા જતા માનવીય સંબંધાને લક્ષમાં લઈને અને માંસાહારી લોકો સાથેના આપણા સંબંધા વધારે ને વધારે બહોળા પ્રમાણમાં નિર્માણ થતા જતા હોઈને માંસાહાર અંગેની આપણામાં કેળવાયેલી જન્મજાત સૂગ હળવી કર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ, એટલા પૂરતા કાકાસાહેબ સાથે હું સંપૂર્ણપણે મળતો થાઉં છું, પણ માંસાહાર અને નિરામિ યાહાર વચ્ચે માત્ર ખાવાની વાની પૂરતા તફાવત નથી; પણ આપણા અન્તરમર્મને ઊંડાણથી સ્પર્શતા એવા પાયાના તફાવત છે અને જે જન્મથી નિરામિષાહારી છે તેમના માંસાહાર વિષેના અણગમા ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં નાબૂદ થવો મુશ્કેલ છે–આમ સમજીને, જે દેશમાં બન્ને પ્રકારની ખાનપાનની પદ્ધ તિઓ પ્રચલિત છે ત્યાં એવા આગ્રહ દાખવવામાં અને એ પ્રકારનું સભ્યતાધારણ ઊભું કરવામાં મને કશું અનુચિત લાગતું નથી કે માંસાહારીને ત્યાં નિરામિષાહારી જમવા આવવાના હોય ત્યારે તે માંસાહારી યજમાન નિરામિષાહારી મેમાનની લાગણીને માન આપીને બન્નેને ખપે એવા નિરામિષાહાર જ તૈયાર કરાવે અને એ જ વિચારસરણીને લક્ષમાં લઈને આપણા દેશમાં જયાં બન્ને પ્રકારના લોકો સાથે જમવાના હોય ત્યાં બન્નેને ગ્રાહ્ય એવા નિરામિપાહારી ભાજનના પ્રબંધ કરવામાં આવે. કાકાસાહેબના પત્રમાં માછલાં રાંધતી બંગાળી વિધવાઓના દાખલા આપવામાં આવ્યો છે તે મને અપ્રસ્તુત લાગે છે. એ વિધવાઓ મૂળમાં માંસાહારી કે મસ્ત્યાહારી જ હોય છે અને નાનપણથી મત્સ્ય કે માંસ પકવતી હોય છે અને તેમને આ બાબતની કોઈ સૂગ કે અણગમો હોતો જ નથી. કમનસીબે વૈધવ્ય પ્રાપ્ત થતાં ત્યાગ તરફ તેઓ વળતી હોય છે અને પરિણામે કેટલીક બંગાળી વિધવા સ્વેચ્છાએ નિરામિષઆહારને તપ અને ત્યાગના એક અંગ તરીકે સ્વીકારતી હોય છે. પારસીઓના નિરામિષાહારીઓ અંગેના વલણ વિષે કાકા સાહેબે જે ઉલ્લેખ કર્યો છે તે વિષે એટલું જ કહેવાનું કે નિરામિષાહારીએ અન્યથી ચડિયાતાપણાનું કદિ પણ ઘમંડ રાખવું કે દાખવવું ન જ જોઈએ અને એમ છતાં બન્ને વચ્ચેના પાયાના આચારભેદ અંગે પરસ્પર કાંઈક અન્તર તેા રહેવાનું જ, પરમાનંદ @ ૨૯ આવી તાછડાઈ શા માટે? શ્રી મગનભાઈ દેસાઈને ગુજરાત કે ગુજરાત બહાર કો ગુજરાતી નથી જાણતા ? તેઓ ગુજરાતની બહુમાન્ય વ્યકિત છે, બહુશ્રુત તેમ જ ચિંતક છે. ગાંધીજીનાં સાન્નિધ્યમાં તેમણે વર્ષો ગાળ્યાં છે. ગાંધીજીના અવસાન બાદ ‘હરિજનબંધુ' સ્વ. કિશારલાલભાઈએ સંભાળ્યું અને તેમના જતાં શ્રી મગનભાઈ દેસાઈએ અમુક સમય સુધી સંભાળ્યું. તેના સંચાલનમાં મોટી આર્થિક ખોટ આવવા માંડી અને ‘હરિજન બંધુ' બંધ થયું. પછી શ્રી મગનભાઈ દેસાઈએ ‘સત્યાગ્રહ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું, જેને આજે લગભગ ત્રણ વર્ષ થવા આવ્યાં છે. જે મગનભાઈની આટલી ઉજજવળ કારકિર્દી છે તેઓ પોતે જ જયારે એક સાપ્તાહિક શરૂ કરે અને તેને ‘સત્યાગ્રહ ’ નામ આપે ત્યારે આપણે તેમના વિષે કેટલી મોટી આશા બાંધીએ ? અને કેવા વિશિષ્ટ કોટિના પત્રકારત્વની અપેક્ષા રાખીએ ? પણ આ ‘સત્યાગ્રહે’ વિચારનિરૂપણ અંગે જે નીતિ અખત્યાર કરી છે તેમાં સત્ય સાથે તેનું જે સૌમ્ય સ્વરૂપ કલ્પવામાં આવે છે અને જે સૌમ્ય સ્વરૂપના ગાંધીજીએ પોતાની વિમલ વાણીમાં આપણને વર્ષો સુધી પરિચય કરાવ્યો છે તે સૌમ્ય સ્વરૂપનો, અતિ દુ:ખ સાથે કહેવું પડે છે કે, ‘સત્યાગ્રહ’માં લગભગ અભાવ દેખાય છે અને શ્રી મગનભાઈની નીડરતા માટે આપણે તેમને જેટલા ધન્યવાદ આપવા હોય એટલા આપીએ, પણ સાથે સાથે તેમનાં લખાણામાં જે કડવાશ, ડંખ, સચ્ચાઈની શેખી, તીવ્ર ગમા-અણગમા અને તોછડાઈ અવારનવાર જોવામાં આવે છે તે જોઈને ભારે દુ:ખ અને વિસ્મય થાય છે. જાણે કે કટુતા એ સત્યનો સહચારી ગુણ હોય, – જેમ સુદર્શન નામનું વૈદ્યકીય ચૂર્ણ, જો તેમાં કડવાશ ન હોય તો, તે સુદર્શન ન કહેવાય - આવી કોઈ વિલક્ષણ પ્રતીતિપૂર્વક શ્રી મગનભાઈની સમગ્ર લેખનપ્રવૃત્તિ ચાલતી હોય એમ લાગે છે. આના નમુના રૂપે તા. ૯-૫-૬૪ના ‘સત્યાગ્રહ’માંની એક નોંધ નીચે રજૂ કરવામાં આવે છે. “ અદ્ધર બેજવાબદારી “ વડા પ્રધાનનાં પુત્રી શ્રી ઈંદિરા ગાંધીએ તાજેતરમાં અમેરિકામાં એવું કહ્યું કે, કાશ્મીરમાં પાક. આક્રમણ થયું તે પ્રશ્ન હિંદે ‘યુના’ની સલામતી સમિતિમાં મૂકયો, એ બરોબર પગલું નહાતુંતે લેવાયું ત્યારથી આવું એ માને છે, અને એમ માનનારા હિંદમાં ઘણા આજે છે, એવા ટકો પણ ટાંકયો. “સ્વ૰ સરદાર પટેલ અંગે એવી લાકવાયકા ચાલે છે કે, તેમનો મત ‘યુના’ માં કાશ્મીર પ્રશ્ન લઈ જવા તરફના નહાતા. આ વિષે ખાતરીબંધ ખબર ભાગ્ય મળે. પણ, જો તે ખરી હોય તો, શું એમ માનવું કે, ઈન્દિરાબહેન તે વખતે સરદારના મતનું સમર્થન કરતાં હતાં? “પરંતુ, આ ૧૬ વર્ષ જૂની વાત પછી દિલ્હીમાં અને શ્રી, ઈન્દિરા ગાંધીના મહેલમાં પણ બહુ હવા અને પાણી વહી ગયાં; એ જૂની વાત આજે ટાંકીને એ શું સૂચવે છે? કેમ કે, એમ તા ન જ માની લઈએ કે, તેં બહેન કેવળ ‘મે નહોતું કહ્યું?' એ ભાવમાં આવી, આજની અંધારી સ્થિતિમાં, અમુક વધુ સમજની શેખી બકતાં હાય ! “એમણે શેખ અબદુલ્લાની મુકિત વિષેય પોતાના અંગત મત કયાંય કહ્યો હોય, તે હજી તે જાણવામાં આવ્યું નથી. ‘“મને લાગે છે કે, યુના’ માં ગયાનું પગલું, ‘હિંદ-પાક’ બે ભાગલા પેઠે, અત્યારે તા વિધિના લેખ સનું માનીને ચાલવું જોઈએ; અથવા તે ભૂલ હતી એવી કેવળ પચ્છમ-બુદ્ધિ ટીકાને બદલે તેવા લાકોએ સ્પષ્ટ એમ કહેવું કે, હવે ય તે ભૂલ સુધારી લે અને અમુક આવું કે તેનું નવું પગલું ભરો. ત। તે દેશની ગંભીર કટોકટીની પળે જવાબદારીભેર મદદરૂપ વર્તતા લેખાય. “એવું જ બીજું એક તુક્કાખાર વલણ સર્વોદયવાદી પક્ષનું છે: તે કહે છે કે, બે દેશેાનું મહા-સંઘ-રાજ્ય રચે. અને રાજાજી જેવા પણ એમાં ભળતા હાય તા નવાઈ નહિ. “આ બીજું સૂચન પણ પહેલાં જેવું જ અદ્ધરતાલ નથી? બે દેશ વચ્ચે અયુદ્ધનામું કરવાની વાતને ય જ્યાં હાથ મૂકવા દેવાતા નથી, ત્યાં મહાસંઘ રચવાની વાત કરવી, એ અદ્ધર નહીં તો બીજુ શું ? અતિ કે અધિક સારી સૂચનાના એ ગુણ છે કે, તે સામે બાલીએ તે ખાટા દેખાઈએ; પણ તે વ્યવહાર-ક્ષમ બનવી મુશ્કેલ હોય છે, એટલે જેને માથે કામની જવાબદારી હોય તેણે તે તે ન સ્વીકારી શકાય એમ કહેવાની બદનામી વહારવી પડે ત્યારે સામેના પેલા સૂચનકારાનેં
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy