________________
REGD. No. B-4286 વાર્ષિક લવાજમ રૂા. ૪
“પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫: અંક ૧૮
પ્રબુદ્ધ જીવ
મુબ્તઇ, જાન્યુઆરી ૧૬, ૧૯૬૪, ગુરૂવાર આફ્રિકા માટૅ શિલિંગ -
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
૧૫મુ અખિલ ભારત સર્વોદય
ગત ડિસેમ્બર માસની તા. ૨૭, ૨૮, ૨૯ ના રોજ રાયપુર ખાતે શ્રી જુગતરામ દવેના પ્રમુખપણા નીચે મળેલ ૧૫ મા સર્વોદય સંમેલનમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ નિવેદન નીચે મુજબ છે :–
પાછલી સાલ જયારે વેડછીમાં સર્વોદય સંમેલન મળ્યું હતું ત્યારે આપણી દુનિયા તથા આપણા દેશ એક તંગદિલી પેદા કરે એવી સંકટમય સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતા. સંતોષની વાત છે કે પછીના રામય દરમિયાન આ તંગદિલી અને સંકટ હળવાં થયેલ છે અને વિશ્વશાન્તિ માટે એક નવી સંભાવના પેદા થઈ છે. આણુબોંબના પ્રયોગના આંશિક નિષેધ કરતી નવી સંધિ એ આ નવા વાતાવરણના એક પુરાવા છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક ઘટનાઓ બની છે, જેને લીધે આશા ઊભી થઈ છે કે દુનિયામાં શાન્તિની તાકાત વધવા માંડી છે.
અમેરિકાના નીગ્રો-નિવાસીઓના માનવીય અધિકારો માટે ચાલી રહેલ આંદોલન પણ આ વર્ષની એક મહત્ત્વભરી તથા આશાસ્પદ ઘટના છે. એ આનંદની વાત છે કે આ નીગ્રા—આદોલન અહિંસા અને સત્યાગ્રહના માર્ગ ઉપર વધી રહ્યું છે. આ અહિંસક આન્દોલન દુનિયાના દલિતો તથા શેષિતો માટે એક મેટું આશ્વાસન છે અને માનવી માનવી વચ્ચેની એકતા માટે અનુકૂળ હવામાન પેદા કરવાવાળું છે. ભારતમાં મૈત્રી યાત્રાનો જે કાર્યક્રમ ચાલી રહેલ છે તે બે રાષ્ટ્રોની જનતાને નિકટ લાવવાની તથા બન્ને વચ્ચે મૈત્રી તથા સૌહાર્દ વધારવાની દિશાએ એક ઉલ્લેખનીય પ્રયાસ છે.
શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા
આજે ભારત અને ચીનની વચ્ચે જો કે પ્રત્યક્ષ લડાઈની સ્થિતિ રહી નથી, એમ છતાં પણ, હજુ સંઘર્ષનાં વાદળા છવાયલાં છે. બીજા એક ચિન્તાના વિષય એ છે કે આ દિવસો દરમિયાન દેશની આર્થિક સ્થિતિ વધારે બગડી છે. દેશમાં વિષમતા વધતી રહી છે. એવા ભય રહે છે કે લશ્કરી તૈયારીને લીધે દેશ ઉપર જે અધિક ભાર વધી રહ્યો છે તેનાથી આ સ્થિતિ વધારે બગડવાનો સંભવ છે. સંઘ પોતાના અભિપ્રાય જાહેર કરી ચૂકેલ છે કે આંતરરાષ્ટ્રીય વિવાદોને અહિંસક રીતીથી ઉકેલવાનો રસ્તો જયાં સુધી અપનાવવામાં નહિ આવે ત્યાં સુધી દેશની ગરીબ તથા પછાત રહેલી જનતાના ઉત્થાનમાં અન્તરાયો-બાધાઓ વધતી જ રહેવાની છે. તૃતીય, પંચવર્ષીય યોજનાના મધ્યકાલીન મૂલ્યાંકનમાં યોજનાઓને અમલમાં લાવવાની બાબતમાં કેટલીક ગંભીર ત્રુટીઓ હોવાનું માલૂમ પડયું છે. એ સંતોષની વાત છે કે યોજના બનાવવાવાળાઓએ પોતે પણ આ ત્રુટીઓનો સ્વીકાર કર્યો છે. હવે આશા રાખવી ઘટે છે કે અંત્યોદય તરફ વધારે ધ્યાન આપવામાં આવશે અને એ રીતે દેશની આર્થિક સ્થિતિની સંભાળ લેવા અંગે યથાચિત પ્રયત્ન કરવામાં આવશે.
આર્થિક ઠણાઈની પરિસ્થિતિના કારણે સમાજમાં અશાન્તિ
સ ંમેલન : સ ંઘ—નિવેદન
તથા હિંસાનું વિસ્ફોટક વાતાવરણ નિર્માણ થાય છે. આવી પરિસ્થિતિના નિરાકરણનો માર્ગ શોધવા અને તેને અમલમાં લાવવા એ દરેક વિવેકશીલ નાગરિકનું કર્તવ્ય છે. આવી વિસ્ફોટક પરિસ્થિતિને બદલવા માટે સમાજમાં મૂળગામી પરિવર્તનની જરૂર રહે છે.
આ હર્ષના વિષય છે કે સર્વોદય આન્દોલને એવું મૂલગામી પરિવર્તન કરવાવાળા એક કાર્યક્રમ દેશની સામે પ્રસ્તુત કર્યો છે. ભૂદાન—ગ્રામદાન આન્દોલન દ્વારા નૈતિક મૂલ્યોના વિકાસની સાથે સાથે સામાજિક અને આર્થિક વિષમતાઓ દૂર કરવાની ક્ષમતા દેશની સામે આવી ચૂકી છે. સુલભ ગ્રામદાન આન્દોલનને બંગાળ, ઓરિસ્સા તથા બિહારમાં જે સફળતા મળી છે તેથી એમ માલુમ પડે છે કે ગ્રામદાનનો વિચાર સર્વ શ્રેણીના લોકોને માન્ય થઈ શકે તેમ છે તથા આથી એવી આશા ઊભી થાય છે કે ગામ ગામના લોકો આ કાર્યક્રમને ઉપાડીને ગ્રામ--સ્વરાજયનો પાયો નાખી શકે છે.
ખાદી કાર્યક્રમને રિબેટ આપવાને બદલે ખાદીનું મફત વણાટ કરી આપવાની યોજના દ્વારા નવા મેડ (નવા આકાર) અપાઈ રહ્યો છે, જેમાં પણ મોટી શકિત છૂપાયેલી છે. સંઘને વિશ્વાસ છે કે ગ્રામદાન તથા ગ્રામાભિમુખ ખાદી બન્ને મળીને ભારતના સાડાપાંચ લાખ ગામડાંઓમાં શોષણમુકત સમાજની સ્થાપના
કરવામાં સમર્થ બનશે.
પાછળના વર્ષ દરમિયાન શાન્તિસેનાની જડ આ દેશમાં ઊંડી નખાણી છે. દેશમાં કેટલાંક સ્થાનોએ અશાન્તિ—શમનનો સક્રિય પ્રયત્ન થયો છે અને ઉત્તર સીમા ઉપર સેંકડો શાન્તિસૈનિક કેન્દ્ર જમાવીને બેઠા છે. આથી અહિંસાની કાર્યકારી શકિતના આધારના રૂપમાં શાન્તિસેના અધિક આસ્થાને પાત્ર બની છે.
ગ્રામદાન, ખાદી તથા શાન્તિસેના એ ત્રણે કાર્યક્રમ અલગ અલગ નથી. ઊલટું અહિંસક ક્રાન્તિના એ ત્રણ મુખ્ય અંગ અથવા તો આધાર છે. એ ત્રણેનું એક સાથે પ્રગટ હોવું અથવા તો ચાલવું એજ નથી. તાલીમના વ્યાપક કાર્યક્રમ બની શકે તેમ છે. આમાં ગ્રામોદ્યોગ, ગોસેવા, હરિજન સેવા, શરાબબંધી વગેરે અન્ય સમગ્ર કાર્યક્રમ પણ સ્વત: આવી મળશે. આ રીતે ગ્રામ–સ્વરાજયનાં એક ભવ્ય ચિત્રનું નિર્માણ થશે.
આ માટે સંઘ ગ્રામદાન, ખાદી તથા શાન્તિસેના એ ત્રણે ઉપર આધારિત ગ્રામ સ્વરાજયના આન્દોલનને દેશભરમાં વ્યાપક રૂપે ઉઠાવવાનો નિશ્ચય કરે છે. સન ૧૯૬૯માં ગાંધીજીની શત-સંવત્સરી આવી રહી છે, ત્યાં સુધીમાં ભારતના ગામે ગામમાં આ વ્યાપક આન્દોલન દ્વારા ગ્રામસ્વરાજયની બુનિયાદ જે નાખવામાં આવશે તે તે અવસર ઉપર ગાંધીજીની સ્મૃતિમાં આ દેશની સાચી અને ઉપર્યુકત શ્રાદ્ધાંજલિ હશે.
આ વખતે આન્દોલનને સફળ બનાવવા માટે દેશની સર્વ શકિત સંમીલિત રૂપમાં સંલગ્ન બનવી જોઈએ. અહિંસાને સમ
'