SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રશુદ્ધ જીવન છતાં સેવા અને જનકલ્યાણનાં કામો માટે આજે પણ તેઓ માગી શકે છે. માત્ર એમને ખાત્રી થવી જોઈએ કે કામ જરૂરનું છે અને પૈસાના દુર્વ્યય નહિ થાય. જૈન ધર્મ પરના અનુરાગ એમને પર ંપરાગત વારસામાં મળેલા છે, એટલે જૈન સમાજની સેવા કરવામાં પણ તેઓ એટલા જ રસ ધરાવે છે. સને ૧૯૨૬માં આણંદજી કલ્યાણજીની પેઢીનું કામ એમણે પાતા હસ્તક લીધું. એ સંસ્થાને સુવ્યવસ્થિત બનાવવાના પ્રયત્નો કર્યા, જેના કારણે જૈન મંદિરોમાં અનેક સુધારણાઓ થઈ અને મહત્ત્વપૂર્ણ જીર્ણોદ્ધાર થઈ શકયા. મેં પૂછ્યું કે આ પેઢીને વ્યવસ્થિત કરવામાં કઈ પદ્ધતિ આપે અખત્યાર કરી હતી? ત્યારે એમણે કહ્યું કે “સૌ પહેલાં મેં પેઢીની દરેક શાખાઓના હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડીટ કરાવ્યા, પછી બજેટ તૈયાર કરીને બજેટ મુજબ ખર્ચ કરવાનું શરૂ કર્યું, અને ત્રીજું, ટ્રસ્ટીએ એવા લીધા કે તેઓ દિલચસ્પી દઈને કામ કરે.” પેઢીના ટ્રસ્ટીઓની દર મહિને બે સભા નિશ્ચિતપણે મળે છે અને તેમાં સરાસરી આઠ ટ્રસ્ટીઓથી ઓછી હાજરી કોઈ વખતે હોતી નથી. કસ્તુરભાઈ જેમ વ્યવહારકુશળ છે તેમ કલામર્મજ્ઞ પણ છે, જે વ્યાપારીઓમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કસ્તુરભાઈએ પ્રાચીન કલાનું રક્ષણ કરીને જે જીર્ણોદ્ધારો કરાવ્યા છે તે અદ્રિતીય છે. દેલવાડા, રાણકપુર, તારંગાજી વગેરેના જીર્ણોદ્ધારો ઉપરથી એ જોઈ શકાય છે. એમની આ કલામર્મજ્ઞતાનું મૂલ્યાંકન જૈન સમાજે તે કર્યું જ છે, પણ જુગલકિશારજી બિરલા જેવાએ પણ એમની આ મશતાની પ્રસંશા કરી છે. બિરલાજીએ આધુનિક દષ્ટિકોણથી અનેક મંદિરો નિર્માણ કર્યાં છે, પણ તેમણે સ્વીકાર્યું છે કે જૈન મંદિરોના મુકાબલામાં પેાતાનાં મંદિરોમાં કલાત્મકતાની ઉણપ છે. " કસ્તુાઈર કેવળ કલાપ્રેમી નથી, સાહિત્યાનુરાગી પણ છે. એટલે જ એમણે લાખો રૂપિયા ખરર્ચી “લાલભાઈ દલપતભાઈ - ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર”ની સ્થાપના કરી છે અને તે દ્રારા પ્રાચીન સાહિત્યનું સંશાધન, સંરક્ષણ, અધ્યયન અને પ્રકાશનના પ્રબંધ કર્યો છે. એમની દઢ નિષ્ઠા અને માન્યતા છે કે આ શાન્ત જગતને શાન્ત અને નિર્ભય બનાવવાનું સામર્થ્ય જૈન વિચારધારામાં છે. જૈન દર્શનની રક્ષા અને તેના પ્રચાર ત્યારે થઈ શકે જો જૈન શ્રામણપરંપરા વિશુદ્ધ હોય. આજકાલ સાધુઓમાં પેસી ગયેલા શિથિલાચાર જોઈને તેઓ ક્ષુબ્ધ થઈ ગયા છે. આ ક્ષતિ દૂર કરવા એમણે અમદાવાદમાં ગયે વર્ષે શ્વેતાંબર જૈન સમાજના આગેવાનોનું એક સંમ્મેલન યોજ્યું હતું અને શ્રમણેાપાસક સંઘ રચી તે દ્વારા કામણસંસ્થામાં વિશુદ્ધિ આણવાના તેઓ હાલ પ્રયારા કરી રહ્યા છે. કસ્તુરભાઈ 'સીધી રીતે રાજનીતિમાં—ચૂંટણીઓમાં—ભલે ભાગ લેતા ન હોય, પણ રાષ્ટ્રના રચનાત્મક અને નિર્માણાત્મક કાર્યોમાં તેમને બહુ મોટો હિસ્સો છે. જ્યારે જયારે રાષ્ટ્રીય કે આંન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે એમની જરૂર પડી છે ત્યારે ત્યારે એમણે સહર્ષ પાતાની સેવા આપી છે, જે નીચે જણાવેલા પ્રતિનિધિમંડળા અને સમિતિઓમાં પ્રમુખ તરીકે અથવા સભ્ય તરીકે તેમણે જે કામ કર્યું છે તે ઉપરથી જણાઈ આવે છે. (અ) ભારત અને બ્રિટન તથા ભારત અને બર્મા વચ્ચે વ્યાપારી કરારો કરવા ભારત સરકારે મોકલેલા પ્રતિનિધિમંડળમાં એક પ્રમુખ પ્રતિનિધિ (બ) વર્ષો સુધી રીઝર્વ બેંકના ડાયરેકટર (ક) ટેકસ્ટાઈલ કન્ટ્રોલ બોર્ડના એક સભ્ય (ડ) કેરીમાં રૂ અંગે મળેલી કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિ તા. ૧–૯૯૨૪ (ચ) ઈજીપ્તનું લાંબા તારનું રૂ ખરીદવા ૧૯૪૮માં મોકલેલા પ્રતિનિધિમંડળના નેતા મંડળનાં સભ્ય (ગ) ભારત સરકારે સને ૧૯૫૮માં રચેલ ઔદ્યોગિક સલાહકાર સમિતિના સભ્ય (ઘ) અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સંશોધન માટે નીમાયેલી સમિતિની પ્રબંધ સમિતિના પ્રમુખ (ડ.) ...કંડલાબંદરના વિકાસાર્થે નીમાયેલી સમિતિના પ્રમુખ (છ) હૈદ્રાબાદ, ત્રાવણકોર અને મદ્રાસ રાજ્યે તે તે રાજ્યોના ઔદ્યોગિક વિકાસાર્થે સને ૧૯૫૦માં નીમેલી સમિતિના પ્રમુખ (જ) લીવરપુલમાં ઈસ્ટ આફ્રિકાનું લાંબા તારનું રૂ ખરીદવા ૧૯૫૨માં સમિતિ નીમાઈ તેના નેતા (ઝ) કેન્દ્રીય સરકારની સાર્વજનિક બાંધકામોની તપાસ સિમતિના પ્રમુખ (ઝ) ૧૯૫૨માં મેન્ચેસ્ટરમાં ટેકસ્ટાઈલ કોન્ફરન્સમાં ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળના પ્રમુખ (ટ) ૧૯૫૪માં કૃષિ તથા ઉદ્યોગાનું ભારતીય પ્રતિનિધિમંડળ રશિયા ગયું તેના પ્રમુખ (6) ઈન્ડીયન ટેકનીકલ ઈન્સ્ટીટયૂટ અને કેન્દ્રીય તાંત્રિક શિક્ષણના પશ્ચિમ વિભાગના પ્રમુખ (ડ) જૂના કેમિકલ લેબારેટરી અને રાષ્ટ્રીય સંશાધન સંસ્થા, દિલ્હીના પ્રમુખ આ બધું બતાવી આપે છે કે ઔદ્યોગિક ક્ષેત્રે તેમ જ શૈક્ષણિક ક્ષેત્રે કસ્તુકરભાઈના જ્ઞાન અને અનુભવ રાષ્ટ્રને કેટલા ઉપયોગી થયા છે. શિક્ષણના ક્ષેત્રે પણ કસ્તુરભાઈએ પોતાના એટલા જ ફાળા આપ્યો છે, જે નીચેની હકીકત બતાવી આપે છે. અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ આર્ટસ કૉલેજ તે ચાલતી જ હતી, અને તે પછી રૂા. ૪૦ લાખ આપી એમણે એન્જીનીયરીંગ કોલેજ સ્થાપી છે. કેમકે સમયની માંગને પીછાણનારા તેઓ એક દ્રષ્ટા છે. એમણે જોયું કે વૈજ્ઞાનિક અને તાંત્રિક શિક્ષણનું ભાર્થી ઉજજવળ છે, કે તરત જ એ પ્રકારના શિક્ષણ ઉપર એમણે ભાર મૂક્યો અને એન્જીનીયરીંગ કોલેજ ઊભી કરી. કસ્તુરભાઈ જૈન સમાજના પ્રભાવશાળી નેતા છે, પણ રાજકીય ક્ષેત્રે એમની કેટલી ખ્યાતિ છે તેની બહુ ઓછાને જાણ છે. કેમકે તેઓ પ્રસિદ્ધિથી બહુ દૂર રહે છે. પ્રસિદ્ધિને કામ કરવામાં નડતરરૂપ તેઓ માને છે. એટલે તેમના કામ અને તેમના વ્યકિતત્વને ભાગ્યે જ કેટલાક લોકો જાણતા હશે. કેટલાકનું એમ પણ માનવું છે કે એમનામાં અહમ્ ની માત્રા વધારે છે. એમની અદ્ભુત કાર્યશકિત એમના પોતાનામાં આત્મવિશ્વાસ પેદા કરે એ સ્વાભાવિક છે. એ કાર્યક્ષમતાનું મૂળ, બધી શકિત કેન્દ્રીત કરી એકનિષ્ઠાથી કામ કરવામાં રહેલું છે. એટલે બાલવું અથવા વાદવિવાદમાં ઊતરવું તેને તે શકિતનો નિરર્થક વ્યય માને છે. તીવ્ર બુદ્ધિ અને વિશાળ અનુભવને કારણે ગમે તેવા કઠિન વિષયને પણ સમજી લેવામાં એમને મુશ્કેલી અનુભવવી પડતી નથી. અલ્પ સમયમાં જ ચોક્કસ નિર્ણય તે કરી લે છે અને તેમના નિર્ણયો પણ અચૂક હોય છે. એટલે પેાતાના નિર્ણય સ્પષ્ટ ભાષામાં અને દઢતાપૂર્વક કહી દેતાં તેઓ અચકાતા નથી. સંભવ છે કે કોઈ નિર્ણયમાં કદાચ કર્યાંક એમની ભૂલ થતી હોય, પણ અધિકાંશ નિર્ણય અચૂક હોય છે. આ નિર્ણયશકિતના ગુણે જ એમને આટલા ભધા કાર્યક્ષમ બનાવ્યા છે. એમને એમની પોતાની અનોખી કાર્યપદ્ધતિ છે. ભલે એમના નિર્ણયો વિષે મતભેદ હોય, પણ ગુણગ્રાહી જન તે! એમના વિશિષ્ઠ ગુણામાંથી જરૂર પ્રેરણા મેળવી શકશે. શેઠ કસ્તુરભાઈને કોઈ વ્યસન નથી, શાખ કહેવા હોય તે બાગકામ અને સાહિત્યવાચનને એમને શાખ છે. સ્વાસ્થ્ય સંબંધી જાણકારોનું કહેવું છે કે ખુલ્લી હવામાં બગીચામાં કામ કરવાથી તન્દુરસ્તી સારી રહે છે અને આયુષ્ય વધે છે. કસ્તુરભાઈ બગીચામાં કામ કરીને શરીરને અને સાહિત્યવાચન દ્રારા બુદ્ધિને તાજા' રાખવાના પ્રયત્ન કરે છે. એટલે આજે સીત્તેર વર્ષની ઉંમરે પણ તેઓ એટલા જ કાર્યક્ષમ રહી શકયા છે. અલબત્ત વ્યવસ્થિત અને સંયમપૂર્ણ જીવનનો પણ તેમાં હિસ્સા ખરો જ. અનુવાદક : મેનાબહેન નરોત્તમદાસ . મૂળ હિંદી: રિષભદાસ રાંકા .1
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy