________________
તા. ૧૬-૫-૨૪
શ્રી રેણુકા મુકરજીને મળ્યો. તે મુલાકાતના અહેવાલ એપ્રિલનાં ‘પ્રભાત’માં નીચે મુજબ પ્રગટ થયો છે:
પ્રબુદ્ધ જીવન
તા. ૧૪મી
પ્રથમ મુલાકાત મેં યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી જ્યોતીન્દ્ર મહેતાની લીધી હતી. તેમણે મને જણાવ્યું હતું કે “હામ સાયન્સ કોલેજમાં વૈજ્ઞાનિક ધારણે શિક્ષણ આપવામાં આવે છે. એટલે દરેક જાતના ખોરાકની “ન્યુટ્રીટીવ વેલ્યુ” હોય તે સમજાવવા માટે જાતજાતના ખારાકોનો કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. આથી જો કોઈને આમિષ ખોરાક રાંધવાના વાંધા હોય તો તે રાંધવાનું તેમને માટે ફરિજયાત નથી.”
તેમણે એમ પણ કહ્યું કે, “યુનિવર્સિટીની હોમ સાયન્સ કોલેજની કોઈ પણ વ્યકિતની ધાર્મિક લાગણી દુભાવવાના બિલકુલ હેતુ છે નહિ, હાય નહિ. એટલે જે કાંઈ શીખવવામાં આવે છે તે બિલકુલ વૈજ્ઞાનિક રીતે શીખવવામાં આવે છે. આમ છતાં જે વિદ્યાથિનીને વાંધા હોય તેને તેમ કરવા ફરજ પાડવામાં નહીં આવે.”
એક પ્રશ્નના જવાબમાં તેમણે એમ પણ કહ્યું કે “હામ સાયન્સ કોલેજના અભ્યાસક્રમમાં મિષ વાનગી બનાવવાનું સૂચવવામાં આવેલું છે. આ કોલેજ ૧૯૫૧-૫૨થી શરૂ થઈ ત્યાર પછી એક વખત ૧૯૬૨ના વર્ષમાં આ પ્રશ્ન ઉપસ્થિત થયા હતા અને હમણાં આ બીજી વાર ઉપસ્થિત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ડીસેમ્બર માસમાં આ અંગેની અમે જાહેરાત હેામ સાયન્સ કોલેજમાં કરી છે કે, જે વિદ્યાર્થિનીને આમિષ ખોરાક રાંધવાના વાંધા હોય તેણે તેની જાહેરાત કરવી, જેથી તેને તેમ કરવામાંથી મુકત કરવામાં આવશે.
મારા બીજા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “જા તમારા કહેવા પ્રમાણે આ સૂચનાના અમલ થયો નથી, તે ફરીવાર સૂચના આપવામાં આવશે.
એક વધુ પ્રશ્નના જવાબમાં તેમણે એવી પણ ખાતરી આપી હતી કે “આવા ખારાક ન રાંધવાથી વિદ્યાર્થિનીના અભ્યાસ કે પરિક્ષાના પરિણામમાં કોઈ પણ જાતના વાંધા નહિ આવે.
“મિષ અને નિરામિષ એમ બે પ્રકારના અભ્યાસક્રમે જુદા થાય તે માટે આ અભ્યાસક્રમમાં કોઈ પણ જાતની કાંય સ્પષ્ટતા નથી.” એવા મારા કથનના જવાબમાં તેમણે જણાવ્યું કે, “હવે તે પરીક્ષાઓ પૂરી થઈ છે. અભ્યાસક્રમની વિચારણા કરવા માટે જ્યારે બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક સપ્ટેમ્બર માસમાં મળશે ત્યારે આ અંગે આ ફેરફાર કરવામાં આવશે. પરંતુ તે પહેલાં જૂન માસથી જ્યારે નવું સત્ર શરૂ થાય ત્યારથી જે વિદ્યાર્થિનીને માંસાહારની વાનગી બનાવવાનું શિક્ષણ નહીં લેવું હોય તેને કોઈ પણ પ્રકારની ફરજ પાડવામાં આવશે નહીં.”
હોમ સાયન્સ કાલેજના ડીન શ્રીમતી અમીના વર્મા (જા શ્રી જ્યોતીન્દ્ર મહેતાનાં પુત્રી થાય છે) હાલમાં અમેરિકા ગયેલાં હોઈ, તેમની જગ્યાએ કામચલાઉ ડીન તરીકે શ્રીમતી રેણુકા મુકરજી કામ કરી રહ્યાં છે, તેમની સાથેની મુલાકાતમાં તેમણે મને જણાવ્યું કે, હામ સાયન્સ કૅલેજમાં લગભગ ૫૬૪ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, એમાંની લગભગ ૫૦ ટકા જેટલી વિદ્યાર્થિનીઓ ગુજરાતી છે. હામ સાયન્સના અભ્યાસક્રમમાં માંસાહારી વાનગીઓ બનાવવાનું દર્શાવાયેલું છે. હાલના અભ્યાસક્રમમાં પણ તે છે, પરંતુ જેને એ ન શીખવું હોય તેને માટે તે ફરજિયાત નથી, તેમ જ છેલ્લા દસેક વર્ષમાં બે વિદ્યાર્થિનીએ સિવાય આવું ન શીખવા માટે કોઈએ ફેલ્ટીમાં જણાવેલું નથી.”
“વિદ્યાર્થિનીએ જ્યારે કાલેજમાં જોડાય છે ત્યારે આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે ખરી?' એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “ડીન તરીકેનો ચાર્જ મેં હમણાં જ સંભાળ્યો છે, એટલે વહીવટી દ્રષ્ટિએ વિદ્યાર્થિનીઓને શું કહેવામાં આવે છે કે કેવી સ્પષ્ટતા કરવામાં આવે છે એ હું કેમ કહી શકું?”
“પ્રભાત”માં પ્રગટ થયેલા વાલીના પત્રમાં કાલેજના ડીન સાથે બે વિદ્યાર્થિઓના વાલીને થયેલી વાતચીતનો ફકરો મે તેમને વાંચી બતાવ્યા.
એમાં વાલીએ લખ્યું છે કે, “મારી પુત્રીને આવી કોઈ ફરજ પાડવામાં ન આવે તે માટે, હું તરત જ વડોદરા ગયા અને પ્રિન્સિ પાલને જાતે મળ્યા, જેમણે મને ફરી ફરીને જણાવ્યું કે, તેઓ તેમના અભ્યાસક્રમમાં કશે! પણ ફેરફાર કરી શકે તેમ નથી. તેમ જ કોઈ પણ વિદ્યાર્થિની માટે અપવાદ કરી શકે તેમ નથી તેમ જ તેમને બીજો કોઈ વિકલ્પ આપી શકે તેમ નથી.”
શ્રીમતી મુકરજી ગુજરાતી સમજી શકતા હતા. આ ફકરો વાંચી બતાવતાં તેમણે કહ્યું કે “મારે કોઈ વાલી સાથે આવી વાતચીત
૧૭
થઈ નથી. અને જો મારા અગાઉના ડીન સાથે આવી કોઈ વાતચીત થઈ હોય તા તે અંગેની મને કોઈ માહિતી નથી.”
તેમણે એમ પણ કહ્યું કે, “હામ સાયન્સ એક વિજ્ઞાન છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માંસાહારના ખોરાકના અભ્યાસ કરવા જરૂરી છે. આમ છતાં કોઈ વિદ્યાર્ત્તિની આમિષ ખોરાક શીખવાની અનિચ્છા દર્શાવે તા વિકલ્પે તે શાકાહારી વાનગીમાં શીખી શકે છે. ગત ડિસેમ્બર માસમાં અમે આ અંગેની જાહેરાત કરી છે કે જેને શાષિ વાનગી ન શીખવી હોય તે ન જ શીખે તો પણ એની પરીક્ષાના પરિણામ ઉપર કોઈ અસર નહિ પડે.”
માંસાહારી વાનગી કઈ રીતે બનાવવામાં આવે છે, તેવા મારા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, છેકરીઓને અહીં માંસાહારી વાનગી પ્રયોગાત્મક રીતે વર્ષમાં ભાગ્યે જ પાંચેક વાર બનાવવાની આવે છે અને તે પણ જૂથવાર તે બનાવવાની હોય છે. ત્રણ ચાર છોકરીઓ વચ્ચે ઇંડાનું આમલેટ, માછલી, માંસનું કટલેસ વગેરે બનાવવા પડે છે. પણ આખા જૂથે એ બનાવવાનું હોઈ જેને ન બનાવવાની ઈચ્છા હોય તે તેમાંથી અલગ રહી શકે છે, અને એની કોઈ નોંધ લેવામાં આવતી નથી. પણ હવે નવું સત્ર જૂનથી શરૂ થશે ત્યારે આ અંગેની અમે દરેક વિદ્યાર્થિનીને સ્પષ્ટતા કરી દઈશું કે જેથી એમના મનમાં કોઈ દ્વિધા ન રહે.”
આ અભ્યાસક્રમ
“પણ અભ્યાસક્રમમાં તા ફરજિયાત લખેલું છે એનું શું ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, અંગે ફેરવિચારણા કરવામાં આવનાર છે. અત્યારે તા હવે પરીક્ષા પણ થઈ ગઈ છે અને પરિણામે પણ અપાઈ ગયાં છે, પરંતુ બાર્ડ ઑફ સ્ટડીઝની જ્યારે સપ્ટેમ્બર માસમાં બેઠક મળશે ત્યારે તેમાં રજુ કરવા માટે અમારા તરફથી જ આ અંગેના જે નિયમો છે તેમાં ફેરફાર કરવા અંગેની ભલામણેા મેાકલાઈ ગઈ છે એની હું આપને ખાતરી આપું છું.”
પ્રસ્તુત મુલાકાતોના અનુસંધાનમાં વિશેષ જણાવવાનું કે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હામ સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માગતી વિદ્યાર્થિનીઓ માટેના નિયમો દર્શાવતી હેન્ડબુકમાં આપેલા પાંચમાં નિયમમાં સ્પષ્ટ જણાવેલું છે કે “ નિયત થયેલા વિષયની તાલીમમાંથી પસાર ન થયેલ હોય તેવા કોઈ ઉમેદવારને ગૃહવિજ્ઞાનની ફેકલ્ટીની કોઈ પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.”
આ પ્રશ્ન અંગે તા. ૧૫મી એપ્રિલનાં ‘પ્રભાત’ના અગ્ર લેખનો અગત્યનો ભાગ નીચે મુજબ છે:--
“વડોદરા યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલરે અને હોમ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલે અમારા પ્રતિનિધિને ખાતરી આપી છે કે આમિષ આહાર પકવવા માટે તેઓ વિદ્યાર્થિનીઓને ફરજ પાડશે નહિ. તેઓ બન્ને તરફથી અમારા ઉપર એવી મતલબ જણાવતા પત્રા આવ્યા છે.
“અમારે જણાવવું જોઈએ કે તેઓ બન્નેએ અમારા પ્રતિનિધિ સાથે કરેલી વાતચીતથી સંતોષ નથી, સવાલ અભ્યાસક્રમની વિગતોમાં ફેરફાર કરવાના કે કોઈ બાબતમાં ફરજ પાડવાના નથી. સવાલ જીવનના સમગ્ર દર્શન અને આદર્શના છે.
“અમને એ જાણીને આશ્ચર્ય થયું કે વડોદરા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં આમિષ આહાર પકવવા માટે પાડવામાં આવતી ફરજને કોઈ ગંભીર બાબત જ લેખતું નથી. એવી તે આ કઈ મેટા બાબત છે? અભ્યાસને ખાતર છોકરીઓને માંસ પકવવાનું કહેવામાં આવે . એમાં એવા તે કયો મોટો અનર્થ થઈ જાય છે? આવી મનોદશા આ કેળવણીનાં ધામમાં દેખાઈ છે?
“બીજી પણ એક ગંભીર વાત અમારા લક્ષ ઉપર આવી છે કે વડોદરા યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમ એક દસકા કરતાં વધારે વખતથી ચાલે છે. હામ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓની મોટી સંખ્યા ગુજરાતીઓની હોવી જોઈએ. આમ છતાં આજ સુધી કોઈ વિદ્યાર્થિનીને કે કોઈ વાલીને માંસ પકવવાના વિષયમાં ફરિયાદ કરવા જેવું લાગ્યું નથી !
એ ચોક્કસ છે કે તેમને આ માંસાહાર–પાક વિઘા પસંદ ન જ હોવી જોઈએ. તેઓને તેમના આ સામાજિક અને ધાર્મિક વિચારોના ઉચ્છેદ કરવું લાગ્યું હોવું જોઈએ. પરંતુ તેઓ જોઈતી હિંમત બતાવી શક્યા નથી. એ જ કારણે હામ સાયન્સના અભ્યાસક્રમમાં આ અત્યન્ત વાંધાપડતી બાબત આજ સુધી ચાલુ રહી છે.
“વડોદરા યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલરે હવે આવી ફરજ પાડ