________________
૧૪
પ્રબુદ્ધ જીવન
ધારાસભામાં તેઓ જોડાયા અને મુંબઈ સરકારના અર્થસચિવ તરીકે . તેમણે ૧૯૪૬ થી ૧૯૫૨ સુધી કામ કર્યું.
જે કોઓપરેટીવ બે...કમાં વૈકુંઠભાઈ જોડાયા તે એ વખતનું— મુંબઈ રાજય-જે આજે મહારાષ્ટ્ર રાજય તરીકે ઓળખાય છે તેની સૌથી ટોચની બેંક છે. આ બેંકનું આખું ઘડતર અને ચણતર વૈકુંઠભાઈના અવિરત પ્રયત્નને આભારી છે. આમ છતાં તેઓ કેટલાય સમય સુધી રૂા. ૫૦૦ થી વધારે માસિક પગાર લેતા નહાતા. જો કે તેમના કેટલાક આસિસ્ટન્ટોને મદદનીશાને—આથી વધારે પગાર મળતો હતો. સમય જતાં તેમના ચેરમેને તેમને વધારે પગાર લેવાની જાણે કે ફરજ પાડી, ત્યારે પણ તેમના દરજજાના અધિકારીને સામાન્ય રીતે જે પગાર મળે છે તેથી અડધાથી પણ ઓછો પગાર તેમણે સ્વીકાર્યા હતા. બેંકના કામ ઉપરાંત, તેઓ કો - ઓપરેટીવ-સહકારી-પ્રવૃત્તિને વેગ આપવા પાછળ પોતાના ઘણાખરો સમય ગાળતા હતા. સહકારી પ્રવૃત્તિને તેમણે પોતાના જીવનના એક મિશન તરીકે સ્વીકારી હતી અને તે પાછળ તેમની અનેક વર્ષોની અખંડ તપશ્ચર્યા રહી હતી. બોંબે સ્ટેટ કો- ઓપરેટીવ યુનિયનના તેઓ પ્રાણ અને આત્મા હતા અને ૧૯૫૩ થી ૧૯૬૦ સુધી તેના તેઓ પ્રમુખ હતા. અનેક સહકારી પરિષદોનું પ્રમુખસ્થાન તેમણે શાભાવ્યું હતું અને સરકાર તેમજ રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા નિમાયલી સમિતિઓમાં પ્રમુખ તરીકે કે સભ્ય તરીકે તેમણે કામ કર્યું હતું. દા. ત. ૧૯૨૯માં નિમાયલી બોંબે પ્રોવિન્સીયલ બેકિંગ ઈન્કવાયરી કમિટીના તેઓ સભ્ય હતા. હરિજન સેવક સંઘના મુંબઈના પ્રોવિન્સીયલ બોર્ડના તેઓ સભ્ય હતા. ૧૯૫૨માં ભારત સરકારે નીમેલ ફિનેન્સ કમિશનના તેમજ ૧૯૫૩માં ભારત સરકારે નીમેલ ટેકસેશન ઈન્કવાયરી કમિટીના તેઓ સભ્ય હતા. ૧૯૫૩-૬૨ સુધી કો-ઓપરેટીવ ટ્રે ઈનિંગ કમિટીના તેઓ ચેરમેન હતા. ૧૯૫૯માં નિમાયેલી એગ્રીકલ્ચરલ કો - ઓપરેટીવ ક્રેડિટ કમિટીના પણ તેઓ ચેરમેન હતા.
સામાજિક તેમજ સહકારી ક્ષેત્રે તેમણે બજાવેલી સેવાની કદર રૂપે બ્રિટિશ સરકાર તરફથી વૈકુંઠભાઈને ૧૯૧૬માં કૈસરે હિન્દના રજત ચંદ્રક અને આગળ જતાં સુવર્ણ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા. આમ છતાં ૧૯૩૦ માં બ્રિટિશ સરકારે અખત્યાર કરેલી દમનનીતિ સામેના વિરોધ તરીકે તેમ જ એ જ અરસામાં બ્રિટિશ સરકારે મહાત્મા ગાંધીને પરહેજ કર્યા હતા તે સામેના વિરોધ તરીકે આ બન્ને ચંદ્રકો વૈકુંઠભાઈએ બ્રિટિશ સરકારને પરત કર્યા હતા. રાષ્ટ્રીય આન્દોલન દરમિયાન સ્વદેશીના પ્રચાર અંગે તેમણે ખૂબ જર્જાસભેર કામ કર્યું હતું.
હરિજનોના ઉદ્ધારકાર્યને લગતા આન્દોલન સાથે તેઓ પ્રારં ભથી જોડાયલા હતા અને આ ક્ષેત્રમાં ત્રીશ વર્ષથી વધારે સમય સુધી તેમણે સેવા આપી હતી. ખાદી અને ગ્રામેાઘોગને લગતી પ્રવૃત્તિ સાથે તેઓ આજ સુધી એટલા જ ગાઢપણે સંકળાયલા રહ્યા છે. આ કારણે ગાંધીજી સાથે તેઓ નિકટ સંબંધમાં આવ્યા હતા અને ગાંધીજીને પણ તેમના માટે ખૂબ આદર હતા. ગાંધીજી વિષે વૈકુંઠભાઈને ઊંડા ભકિતભાવ હતા એ કહેવાની જરૂર હોય જ નહિ. તેમની ઘણી અનિચ્છા હોવા છતાં મહાત્મા ગાંધીજીની ઈચ્છા અને સરદાર વલ્લભભાઈ’પટેલ અને મુંબઈના મુખ્ય પ્રધાન શ્રી બી. જી. ખેરના અતિ આગ્રહને વશ થઈને ૧૯૪૬માં ઊભા કરવામાં આવેલ મુંબઈના કોંગ્રેસી પ્રધાનમંડળમાં તેઓ જોડાયા હતા. અહિં તેમણે અર્થસચિવ તરીકે છ વર્ષ સુધી કામ કર્યું હતું અને એક કુશળ અર્થનિષ્ણાત તરીકે તેમણે બહુ સારી નામના મેળવી હતી. આમ છતાં સક્રિય રાજકારણમાં તેમને કોઈ ખાસ રસ નહોતા, અને મહાત્મા ગાંધીજીએ રજુ કરેલા રચનાત્મક કાર્ય પૂરતી પોતાની પ્રવૃત્તિને તેઓ મર્યાદિત રાખવા ઈચ્છતા હતા. ૧૯૫૨માં મુંબઈના અર્થસચિવ તરીકેની જવાબદારીથી મુકત થયા બાદ વૈકુંઠભાઈએ કેન્દ્ર અને પ્રાદેશિક સરકાર વચ્ચે સાધનસામગ્રીની તેમજ આવકની વહેંચણી નક્કી કરવાને લગતા ફીનેન્સ કમિશનમાં તેમ જ ટૅક્સેશન ઈન્કવાયરી કમીટીમાં સભ્ય તરીકે મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. તે જવાબદારી પૂરી કર્યાબાદ ૧૯૫૩ની સાલમાં ભારત સરકાર મારફત ઊભું કરવામાં આવેલ ખાદી અને વિલેજ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડ, જે ત્રણ વર્ષ બાદ ખાદી અને વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશનમાં રૂપાન્તર પામ્યું છે અને જેનું કામ ખાદી તેમ જ અન્ય કુટિર - ઉઘોગોના વિકાસ સાધવાનું અને તેને બને તેટલા વેગ આપવાનું છે. તેના તેઓ ચેરમેન નિમાયા. આ પદ ઉપરથી તેઓ તાજેતરમાં નિવૃત થયા છે. આ કાર્યના વળતર રૂપે તેઓ કશું પણ લેતા નહોતા. માત્ર સેવાભાવથી જ આ કાર્ય તેઓ કરી રહ્યા હતા. જ્યારે મુંબઈ રાજયના તેઓ અર્ધસચિવ હતા ત્યારે તેમને જે કાંઈ રકમ પગાર રૂપે મળતી હતી તે બધું પરોપકારના કાર્યોમાં તેએ વાપરી નાખતા હતા. તેઓ સર્વોદયની હીલચાલ
તા. ૧૬-૫૬૩
સાથે પણ તેના પ્રારંભથી જોડાયલા હતા અને આજે પણ તેમાં તેઓ ખૂબ રસ લઈ રહ્યા છે. અહીં એ પણ જણાવવું જરૂરી છે કે, તેમની અનેકવિધ રાષ્ટ્રીય તેમ જ સામાજિક સેવાની કદર રૂપે ભારત સરકારે તેમને ૧૯૫૪માં ‘પદ્મભૂષણ’ પદથી નવાજયા હતા. તેઓ ઉચ્ચ કોટિના વકતા ન કહેવાય, પણ લેખક તો ઉચ્ચ કોટિના છે જ અને અંગ્રેજી ભાષા ઉપર તેઓ અસાધારણ પ્રભુત્ત્વ ધરાવે છે. તેમનું વાંચન અતિ વિશાળ છે. તેમનું લખાણ મોટા ભાગે સહકારી પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. તેમનું શરીર પાતળું સુકલકડી જેવું છે. જોનારને તેઓ બહુ નબળા લાગે, પણ તેમના વિષે એમ જણાવવામાં આવે છે કે, તેઓ વિદ્યાર્થી અવસ્થામાં ક્રિકેટના અને ત્યાર પછી પણ ટેનિસના બહુ સારા ખેલાડી હતા અને આજે પણ તેઓ સારી શારીરિક કાર્યક્ષમતા ધરાવે છે. એક સરખુંસુખી અને સંતોષી તેમનું આજ સુધીનું ગૃહસ્થજીવન છે. સંતાનના અભાવ–એને આ ગૃહસ્થજીવનની ઉણપ લેખવી હોય તો લેખી શકાય.
આ તેમના આજ સુધીના જીવનની ટૂંકી, આછી રૂપરેખા છે. તેમના જીવનમાં કોઈ ઢાળઢોળાવ નથી. સુખસમૃદ્ધ પરિસ્થિતિ અને વાતાવરણમાં ઉછરેલા, તેમણે ચડતી પડતીના આરોહ અવરોહ જોયા--જાણ્યા નથી. બીજી રીતે કહીએ તો તેમના જીવનની કળા આજ સુધી એકસરખી ચઢતી અને વિકસતી રહી છે, તેમાં કદિ કોઈ ખાંચા પડયા જ નથી.
તેમના જીવનમાં કોઈ ધાંધલ કે ધમાલ, કોઈ વેશ કે ઉશ્કેરાટ જોવા મળતાં નથી. શાન્તપણે સરળપણે વહી રહેલા જળઝરણ જેવું અથવા તો સ્થિરપણે એકસરખા પ્રકાશ આપી રહેલ મંદ મંદ બળતા દીપક જેવું તેમનું જીવન પ્રાર’ભથી આજ સુધી એકસરખી સ્વસ્થતા, પ્રસન્નતા દાખવી રહ્યું છે અને શીતળતા તેમ જ પ્રકાશ ફેલાવી રહ્યું છે. તેમના જીવનમાં આંખો આંજી નાંખે તેવું કશું જ નથી; આંખો હારે એવું ઘણું છે. કોઈ સત્તાસ્થાન સિદ્ધ કરવા પાછળ તેઓ કદિ દાડયા નથી. સત્તાનાં એક પછી એક શિખરો સર કરતી એવી કોઈ જીવનલીલા તેમની નથી. પેાતાની વિશેષતાઓ તેમ જ મર્યાદા વિષે પૂરા સભાન રહીને તેઓ પેાતાનું પ્રવૃત્તિક્ષેત્ર પસંદ કરતા રહ્યા છે અને એ દ્વારા તદનુરૂપ જે કાંઈ કર્તવ્ય તેમની સામે આવ્યું તે કર્તવ્ય તેઓ પૂરી નિષ્ઠાપૂર્વક બજાવતા રહ્યા છે. આ રીતે આગળ ને આગળ વધતાં તેમની સામે વધારે ને વધારે જવાબદારીવાળાં કામા આવીને ઊભાં રહ્યાં છે અને તેને પહોંચી વળવા માટે જરૂરી સામર્થ્ય તેમ જ પુરૂષાર્થ તેઓ દાખવતા રહ્યા છે. આપણા દેશની વિશિષ્ઠ લેખાતી અનેક વ્યકિતઓમાંના તેઓ એક છે અને એમ છતાં તેમના વ્યકિતત્ત્વની ભાત અન્ય વ્યકિતઓ કરતાં તદ્દન અનોખી રહી છે. સહકારી પ્રવૃત્તિએ તેમના જીવનના ઘણા મોટો ભાગ રોકયો છે અને તે પાછળ તેમણે પાર વિનાની શકિતના યોગ આપ્યો છે. આમ છતાં તેમનું વાંચન અને જ્ઞાન અનેક ક્ષેત્રાના આન્તર્લીંગને સ્પર્શતું રહ્યું છે. નમ્રતા તેમનો અજોડ
ગુણ છે. સાદાઈ તેમને સ્વભાવથી વરેલી છે. રચવોન મુળીયા
દેખાય છે. અભિમાનને, આત્મશ્લાઘાને, દ ંભને-અનુદાત્ત એવા કોઈ તત્ત્વને તેમના વિચાર, વાણી કે વર્તનમાં સ્થાન નથી. પ્રકૃતિથી તેઓ મૃદુ અને સંકોચશીલ છે. મિતભાષિતા તેમની વિશેષતા છે, જાહેર સભામાં તેઓ બાલે છે ત્યારે એટલું બધું તાળી તાળીને તેમ જ ધીમે ધીમે બાલે છે કે શ્રોતાવર્ગ તેમને સાંભળતાં—ઝીલતાં કદિ કદિ ઠીકઠીક કંટાળા અનુભવે છે. આમ છતાં પણ તેમનાં વિચારનિરૂપણમાં સુશ્લિષ્ટ ચિન્તન અને ઊંડો અભ્યાસ પ્રતિબિંબિત થતાં લાગે છે. ગૃહસ્થ છતાં સાધુ છે એમ કોઈ વિષે કહેવું હાય તો તે ક્થન આપણને પરિચિત એવી વિશિષ્ટ લેખાતી વ્યકિતઓમાં વૈકુંઠભાઈના વ્યક્તિગત જીવન સાથે સૌથી વધારે બંધબેસતું માલુમ પડે છે. આવી જ રીતે કશી જ અત્યુકિતના આક્ષેપ સિવાય ‘અજાતશત્રુ’ એ વિશેષણ આપણે વૈકુંઠભાઈના નામ સાથે જોડી શકીએ તેમ છે, કારણ કે તેમના વિષે પ્રતિકૂળ ઉદ્ગાર ભાગ્યે જ કોઈ દિશાઓથી કોઈના મોઢામાંથી નીકળતો સાંભળવામાં આવ્યો હશે. ગાંધીયુગે આપણા દેશને અનેક માનવવિભૂતિઓ આપી છે. આ વિભૂતિઓની હરોળમાં વૈકુંઠભાઈને આપણે વિનાસંકોચે મૂકી શકીએ છીએ.
શ્રી વૈકુંઠભાઈ જ્ઞાતિથી નાગર છે, પણ પ્રકૃતિથી એક ઉચ્ચ કોટિના બ્રાહ્મણ છે. પ્રગાઢ વિદ્વત્તા, ઊંડી કાર્યનિષ્ઠા, અનુપમ સાદાઈ, અપૂર્વ નમ્રતા, સંયમપૂર્ણ શીલવા, હૃદયંગમ મિતભાષિતા, વિરલ ત્યાગવૃત્તિ, અને આદરપ્રેરક પવિત્રતા—આવી તેમની ગુણાયતા છે. ગુજરાતમાં તા શું, ભારતભરમાં આવી વ્યકિતઓ બહુ વિરલ જોવા મળે તેમ છે. આવી એકવિશેષ વ્યકિતના પરિચય આપતાં પુણ્યકથા કર્યાનો સંતોષ હું અનુભવું છું. પરમાનંદ