SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬૩ પ્રભુનું પતન પછી અમદાવાદનું પ્રજાજીવન. ગાયકવાડી અને પેશવાઈ એ બે સત્તાઓ વચ્ચે દળાતું ચાલ્યું. તેમાંથી અંગ્રેજોએ આવીને અમદાવાદને ઉગાર્યું. ગુજરાતમાં તેમ જ ભારતમાં કંપનીના અમલ શરૂ થયો. ૧૮૫૭ના બળવા થયા અને કંપનીનો અમલ ઉતર્યા અને રાણી વિક્ટોરિયા ગાદીનશીન થતાં હિંદુસ્તાન બ્રિટિશ સામ્રાજયનું અંગ બની રહ્યું. હિન્દુસ્તાનમાં કેળવણીની ઉષા ઉગી. અંગ્રેજ સંસ્કૃતિના વાયુ વાવા માંડયો. ગુજરાતમાં સુધારક વૃત્તિનો અ ણાદય થયો. દુર્ગારામ મહેતાજી, ભેાળાનાથ સારાભાઈ અને કવિ નર્મદ જેવા વીર પુરૂષોથી ગુજરાત પુનિત બન્યું. અનેક આસમાની સ્કુલતાનીઓ આવી. ધીમે ધીમે સ્વરાજયની વૃત્તિનો ઉદય થયો. દાદાભાઈ નવશેજી આવ્યા. ગોખલે અને તિલક ઝળક્યા. પછી ગાંધીજીએ સ્વરાજયની લડતનું સુકાન સંભાળ્યું. દીર્ધ લડત પછી આઝાદી આવી, પણ તે રાષ્ટ્રનું વિભાજન કરીને આવી અને અહિં આ નવલ કથા સમાપ્ત થાય છે. અસંખ્ય ઐતિહાસિક ઘટનાઓ, તરેહ તરેહના યુગપલટા અને કંઈક સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય પરિવર્તનો દાખવતા ૧૩૦ વર્ષના (પણ ઈશ્વરદાસ મહેતાના કાળથી ગણીએ તો લગભગ ૨૫૦ વર્ષના) વિશાળ તેમ જ સમૃદ્ધ કાળખંડને આવરી લેતા આવડા મોટા વિશાળ ફલક ઉપર આઠ આઠ પેઢીનાં માનવીના જીવનપ્રસંગાને ગૂંથી લેતી નવલકથાની જબરદસ્ત ઈમારત આવડી વૃદ્ધ વયે ખડી કરવી તે અલબત, જરાયે આસાન કાર્ય નથી, બલકે અતિશય દુર્ઘટ કાર્ય છે. છતાં ખરી ધીરજ અને ખંતથી કંઈક ઈતિહાસગ્ર ંથા વાંચી, નોંધા ટપકાવી, હકીકતે તારવી તે સર્વના કુશળતાથી વિનિયોગ કરીને એક મહાકાય નવલક્થા લેખકે આપણને આપી છે. કાલના આવા વિસ્તૃત ફલક ઉપર આલેખાયલી આ કાદંબરીનું વાંચન આપણને એક મહાયાત્રાનો અનુભવ કરાવે છે અને આપણા નિમ્ન માનસમાં પડેલાં · ભૂતકાલિન અનેક સંસ્કારોને અને સ્મરણાને જાગૃત કરે છે, કોઈ પણ ઠેકાણે ઐતિહાસિક ક્ષતિનું કે અત્યુતિનું દર્શન થતું નથી. વળી આ વિશાળ ચિત્રપટમાં નિરસ કહીએ એવા પ્રસંગો યા ખંડો બહુ ઓછા આવે છે. આ નવલકથાનું એક મહાનવલ તરીકે મૂલ્યાંકન કરતાં, તેની સમગ્રરચનામાં પ્રમાણભંગનો દોષ આપણું સહજ ધ્યાન ખેંચે છે. આ નવલકથા ચાર ભાગમાં વહેંચાયલી છે. અને ઉપર જણાવ્યું તે મુજબ ૧૮૧૩ થી ૧૯૪૭ સુધીના ૧૩૪ વર્ષના સમયખંડને આવરી લે છે. આની અંદર પ્રાર’ભથી ૧૮૫૭ના બળવા સુધીમાં લેખકે ૬૦૦ પૃષ્ટ રોક્યા છે. બીજા ૩૫૦ પૃષ્ટ સુરત કોંગ્રેસ (ઈ.સ. ૧૯૦૮) સુધી લેખક આપણને લઈ જાય છે અને સુરત કૉંગ્રેસથી અંગ્રેજોની આ દેશમાંથી થયેલી વિદાયગીરી સુધીના ગાળા માત્ર ૯૦ પૃષ્ટમાં સમાવવામાં આવ્યો છે. આમ લેખકનો કલમ જેમ જેમ આગળ વધતી જાયછેતેમ તેમ ઘસાતી જતી જણાય છે અને તેટલા પ્રમાણમાં થારસમાં મન્દતા આવે છે. આમ છતાં, પણ ભારતના—વિશેષે કરીને ગુજરાતના—સામાજિક તેમ જ રાજકીય ઈતિહાંસનાં મહત્ત્વનાં સર્વ સીમાચિન્હો ક્રમસર બહુ રોચક રીતે અને એમ છતાં વાસ્તવિકતાની મર્યાદા વટાવ્યા સિવાય આ નવલકથામાં રજુ કરવામાં આવ્યાં છે. આજે આકાશયાનમાં બેસીને ટૂંક સમયના ગાળામાં પૃથ્વીના એક પછી એક ખંડ ઉપરથી આપણે પસાર થઈ શકીએ છીએ તેવી જ રીતે આ નવલક્થા દ્વારા ગુજરાતના ૧૫૦ વર્ષના સમયપટને આવરી લેતા સામાજિક ઈતિહાસના ખંડોની પરિકમ્માના ક્લ્પનાપ્રેરક આનંદ આપણે માણી શકીએ છીએ. આ નવલકથામાં એટલાં બધાં પાત્રાના તેમ જ એટલી બધી ઘટનાઓના મેળા છેકે તેની વિગતવાર આલાચના માટે અહિં અવકાશ નથી. આ માટે તો જિજ્ઞાસુએ મૂળ નવલક્થા જ વાંચવી રહી. . @ જીવન હું શ્રી ચુનીભાઈએ ૭૦ વર્ષની ઉંમર વટાવ્યા બાદ આ નવલકથા લખવી શરૂ કરી. પાંચ વર્ષે પૂરી કરી અને ગુજરાતી સાહિત્યને ગુજરાત - સૌરાષ્ટ્રના સામાજિક ઉત્થાનના આશરે દોઢસા વર્ષના સમગ્રપણે જોતાં ગૌરવપ્રદ એવા ઈતિહાસ પૂરો પાડયો. આ નવલકથાનું નામ કેટક છાયા પંથ’ રાખવામાં આવ્યું છે એ યથાર્થ છે, કારણ કે જે ઘટનાપરંપરામાંથી ગુજરાત - સૌરાષ્ટ્રને એ સમયના ગાળા દરમિયાન પસાર થવું પડયું છે તે ઘટનાપર પરા અનેક આરોહ અવરોહથી ભરેલી, નાના મોટાં ઝંઝાવાતોથી ક્ષુબ્ધ, અગવડ, અસુખ, અજંપાથી ખરડાયલી એટલે કે ખરેખર કાંટાળી કહી શકાય એવી છે અને એમ વિચારીએ તો કોઈ પણ દેશના ઈતિહાસનો કોઈ પણ ખંડ મોટા ભાગે કાંટાળા જ હોય છે. વર્તમાનની થપાટો વાગતી જાય, આ થપાટોનો સામનો કરતાં કરતાં કદિ નીચે પડતાં, કદિ ઉંચે ચઢતા, સતત ઊભી થયા કરતી નવી નવી પરિસ્થિતિઓ સાથે adjustments સાધતાં ઠીક અઠીક રીતે ગાઠવાતાં-ભાવી તરફ આગળ વધ્યે જવું - આવી જ દરેક દેશના ઈતિહાસની સમતા--વિષમતા--મીશ્ચિત કથા હોય છે. ભારતને આઝાદી મળ્યા બાદ આપણે ત્યાં પણ સુખ, ચેન અને સાહ્યબીનું હજુ તો સ્વર્ગ ઉઘડયાનું જાણ્યું નથી. ઉલટું આપણા માર્ગ પણ ઉત્તરોત્તર વધારે ને વધારે કાંટાળા બનતા જ રહ્યો છે. માનવઈતિહાસનું સ્વરૂપ મોટા ભાગે કાંઈક આવું જ રહ્યું છે અને રહેવાનું છે. અન્તમાં આવા મહામૂલા ગ્રંથ ગુજરાતી સાહિત્યને ચરણે ધરવા બદલ શ્રી ચુનીભાઈને અનેક ધન્યવાદ ઘટે છે. અહિં એ હકીકતની નોંધ લેતાં સવિશેષ આનંદ થાય છે કે, ૧૯૬૨ ની સાલ દરમિયાન પ્રગટ થયેલી નવલકાથાઓમાં સર્વોત્કૃષ્ટ નવલક્થા તરીકે ગુજરાત રાજ્યે શ્રી ચુનીભાઈએ લખેલ ‘કટક - છાયો પંથ’ ને જાહેર કરેલ છે અને તે માટે નકકી કરવામાં આવેલ રૂા. ૨૦૦૦/ નું પારિતોષિક તેમને આપવામાં આવનાર છે. આ માટે પણ મુરબ્બી શ્રી ચુનીભાઈને અનેક અભિનંદન ! પરમાનંદ. શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્ય ગ્રંથાને ગુજરાત રાજ્યે આપેલાં ઇનામેા ગુજરાતી સાહિત્યને ઉત્તેજન આપવાની યોજના હેઠળ ગુજરાત સરકારે ૧૯૬૨ ’૬૩ ના વર્ષમાં પ્રૌઢ વ્યકિતઓ તેમજ બાળકો માટે લખાયેલા સાહિત્ય અંગે કુલ રૂા, ૧૮,૦૦૦ ની કિંમતનાં ઈનામા આપ્યાં છે અને નીચેનાં પુસ્તકોને તે સંબંધમાં ઈનામપાત્ર જાહેર કર્યાં છે :— નવલકથા : રૂા. ૨,૦૦૦ નું પહેલું ઈનામ : ‘ કંટકછાયો પંથ ” ભાગ ૧–૪, લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ, ૧૦૦૦ નું બીજું ઈનામ : “ધરતીનાં અમી, ” લેખક : શ્રી પીતામ્બર પટેલ. નવલિકા : રૂ. ૨૦૦૦ નું પહેલું ઈનામ : “ ધરતી આભનાં છેટાં " લેખક શ્રી પન્નાલાલ પટેલ; અને રૂા. ૧૦૦૦ નું બીજું ઈનામ “ ત્રિવેણી સંગમ” લેખક શ્રી મનસુખલાલ ઝવેરી. કવિતા : રૂા. ૨૦૦૦ નું પ્રથમ ઈનામ “હિંડોળે,” લેખક શ્રી રતિલાલ છાયા, અને રૂા. ૧૦૦૦ નું બીજું ઈનામ “ઈંગિત” લેખક શ્રી હેમંત દેસાઈ. ચરિત્ર, આત્મચરિત્ર, સંસ્મરણા: બંને ઈનામો કોઈને આપવામાં નથી. આવ્યાં નિબંધ, નિબંધિકા, ડાયરી, પ્રવાસગ્રંથ : પહેલું ઈનામ કોઈને આપવામાં આવ્યું નથી. ા. ૧૦૦૦ નું બીજું ઈનામ “જિપ્સીની આંખે" લેખક શ્રી કિસનસિંહ ચાવડાને મળે છે. તત્ત્વજ્ઞાન, ઈતિહાસ, સામાજિક શાસ્ર : પહેલું ઈનામ કોઈને ” માં ગ [અનુસંધાન ૧૦ મે પાને]
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy