________________
તા. ૧-૫-
૩
પ્રબુદ્ધ જીવન
ન કર.
દર. ઉપાશ્રય,
આવડત કે તે
છે. તેમને સમસ્તશ્રીસંઘે હરેક બાબતમાં બહિષ્કાર કરવો.
(જ સાધુ-મુનિરાજને વૃદ્ધાવસ્થાને કારણે એકલા રહેવું - પડતું હોય તેઓને આ નિયમ લાગુ પડતો નથી.)
(૩) પંચમ મહાવ્રત અંગે સાધુજીવનના પ્રાણ રૂપ ત્યાગમાર્ગના વિકાસને મુખ્ય આધાર પંચમ અપરિગ્રહ મહાવ્રતના અણિશુદ્ધ પાલન ઉપર જ છે. અને એ મહાવ્રતમાં ક્ષતિ આવતાં બીજી અનેક ક્ષતિઓ જીવનમાં પ્રવેશી જાય છે. એટલા માટે નીચેની બાબતોને પુરેપુરો અમલ કરવા વિનંતી કરવામાં આવે છે. (અ) શ્રમણરામુદાયની દરેક વ્યકિતએ પરિગ્રહશીલતાના પાયા
રૂપ મૂછ પિતાના ચિત્તમાં જાગે એ રીતે કોઈ પણ વસ્તુ
પિતાની માલિકીની રાખવાને કે વસાવવાને પ્રમાદ સેવે નહિ. (આ) મૂછ અને પરિગ્રહનું મોટામાં મોટું કારણ પૈસે છે. તેથી
શ્રમણસમુદાયની પ્રત્યેક વ્યકિતએ સદા અપ્રમત્તભાવે પૈસા તરફના મોહથી સર્વથી દૂર રહેવું અને પુસ્તક નિમિત્તે, જ્ઞાનનાં બીજાં ઉપકરણો નિમિત્ત, પુસ્તકાલય નિમિત્તો, ગ્રંથમાળા નિમિત્તો, જ્ઞાનશાળા કે જ્ઞાનમંદિરના નામે કે બીજા કોઈ પણ નિમિત્તે કોઈ પણ આચાર્ય વિગેરે સાધુ મહારાજે કે સાધ્વીજી મહારાજે, જેના ઉપર ખરી રીતે પિતાને અધિકાર હોય એવી કોઈ પણ રકમ, કોઈ પણ ભળતા નામે કોઈ પણ ગૃહસ્થને ત્યાં પેઢીમાં કે સંસ્થામાં જમે
રાખવી નહિ. (ઈ) જે કામણોપાસકો ભકિતથી પ્રેરાઈને ધર્મની સાચી સમજણના
અભાવે કે બીજા કોઈ કારણે આવી રકમે પિતાની પાસે જમાં રાખે છે, તેઓ સાધુ-સાધ્વીઓના વ્રતભંગના દેષના ભાગીદાર તો થાય જ છે, સાથે સાથે પોતે પણ દોષને પાત્ર બને છે અને પિતાને હાથે જ પોતાના ધર્મની અપભ્રાજવાના નિમિત્ત બને છે. તેથી બધા શ્રાવક ભાઈઓએ આવી અધર્મની ભાગીદારીમાંથી સત્તર ખસી જવું. આમ છતાં જે વ્યકિતઓ આવો ખોટો સાથ આપવાનું ચાલુ રાખે એવી વ્યકિતઓનાં નામ જાહેર કરવા. જ્ઞાનભંડારો શ્રમણ સમુદાયની કોઈ એકાદ વ્યકિતની માલિકીનાં નહિ, પણ શ્રીસંઘની માલિકીનાં રાખવા અને એને ઉપયોગ યોગ્ય વ્યકિત સહેલાઈથી કરી શકે એવી વ્યવસ્થા
કરવી. () કોઈ પણ આચાર્ય કે મહારાજ કે મુનિરાજની નિશ્રામાં .
ઉજવાતા ઉપધાન, ઉજમણું કે બીજા કોઈ પણ ધાર્મિક ઉત્સવમાં, દેવદ્રવ્યમાં કે બીજા કોઈ પણ ખાતામાં જે કાંઈ નીપજ થાય તેને વ્યય, તે નિપજ લાગતાવળગતા ટ્રસ્ટની કે વ્યવસ્થાપક સમિતિની આવક લેખીને, એ ટ્રસ્ટ અગર એ
વ્યવસ્થાપક સમિતિ દ્વારા જ કરવો. ઠરાવ નં. ૨ : શ્રાવક સંઘની કેટલીક ક્ષતિઓ દૂર કરવા અંગે :
શ્રી શ્રમણોપાસક સંધ એટલે કે, શ્રાવક સંઘ આ જૈન સંઘનું એક અગત્યનું અંગ છે અને શ્રી સંઘની બધી જ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની નાની મોટી રકમોને વહીવટ અને હસ્તક છે, એટલે કોઈ પણ શ્રાવક ભાઈની બિનઆવડત, બેદરકારી કે સ્વાર્થપરાયણતાને કારણે શ્રીસંઘની કોઈ પણ સંસ્થાને આર્થિક નુક્સાન ન થાય તેમજ એના વહીવટમાં કોઈ પણ પ્રકારની ખામી ન આવે અને જે કાંઈ ખામી એમાં પ્રવેશી હોય તે સત્વર દૂર થાય એ માટે જરૂરી પગલાં લેવાની ખાસ જરૂર આ સંમેલનને લાગે છે. અને તેથી એ ખામીઓ દૂર થાય એ માટે ઓછામાં ઓછા નીચેનાં પગલાં
ઓને અમલ થવો જરૂરી છે:(અ) કોઈ પણ શ્રાવક ભાઈએ કોઈ પણ ધાર્મિક કે ધર્માદા
સંસ્થાના નાણાં પોતાને ત્યાં જમા રાખવા નહિ.
(આ) શ્રી સંઘની ધાર્મિક, સામાજિક કે શૈક્ષણિક જે જે સંસ્થાનો
વહીવટ ખામીભરેલ હોય અથવા કોઈ પણ સંસ્થામાં ગેરવહીવટ કે ગેરરીતીઓ ચાલતી હોય તેની તે તે સંસ્થાએ - વિના વિલંબે સુધારણા કરી લેવી. જો તે સંસ્થા તે પ્રમાણે
ન કરે તે શ્રીસંઘસમિતિએ એ બાબતમાં યોગ્ય કરવું. (ઈ) આપણાં મંદિરે, ઉપાશ્રયો, ધર્મશાળાઓ વિગેરેના બાંધ
કામમાં ઘણી વાર કાર્યક્ટની બિનઆવડત કે તેમના બિનઅનુભવને લીધે વિવેક વિના પુષ્કળ નાણાંને દુર્ભય થઈ જાય છે. શ્રી સંઘના નાણાંને આ અપવ્યય સત્વર બંધ થાય એવાં પગલાં ભરવા અને આ માટે એક વ્યવહારૂ યોજના રૂપે શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ આવી બાબતોમાં સુયોગ્ય સલાહ અને દોરવણી આપવાની જે ગોઠવણ કરી છે તેને આવાં કામે વખતે જરૂર લાભ લેવો.
ઠરાવ નં. ૩. શ્રી સંઘસમિતિની સ્થાપના અંગે . જૈનધર્મે હંમેશા આચારશુદ્ધિ એટલે કે જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ ઉપર ભાર આપ્યો છે અને જયારે જયારે શ્રમણ સમુદાયમાં કે ચતુર્વિધ શ્રી સંઘના કોઈ પણ અંગમાં કોઈ પણ જાતની શિથિલતા પ્રવેશતી લાગી છે, ત્યારે ત્યારે આપણા આચાર્ય મહારાજ આદિ સમર્થ પૂજય પુરૂએ પ્રબળ પુરુષાર્થદ્વારા એ શિથિલતાને દૂર કરીને ધર્મશુદ્ધિ અને સંઘશુદ્ધિને ટકાવી રાખી છે. સમયે સમયે કરવામાં આવેલા આવા પુરુષાર્થને લીધે જ જૈન ધર્મ જૈન સંઘ અને જૈન સંસ્કૃતિ અત્યાર સુધી ગૌરવપૂર્વક ટકી શક્યાં છે.
શ્રી અખીલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રીસંઘનું આ સંમેલન દઢપણે અને શ્રદ્ધાથી એમ માને છે કે, શમણ સમુદાયમાં કયાંક ક્યાંક પેસી ગયેલી શિથિલતા સંબંધી વિચારણા કરવી, એ શિથિલતાને દૂર કરવા સંબંધી ઉપાય શોધવા અને તેને અમલ કરે એ કેવળ શ્રમણસમુદાયનું—એટલે કે આચાર્ય મહારાજ આદિ સાધુસમુદાયનું જ કામ છે. '
છેલ્લાં ત્રણેક વર્ષ દરમ્યાન આપણા સંઘના કેટલાક આગેવાન સદ્ગૃહસ્થોએ આ ચિંતાજનક પરિસ્થિતિ સંબંધી તેમ જ એના નિવારણના ઉપાય સંબંધી અનેક પૂજય આચાર્ય મહારાજ સાથે તેમજ જુદા જુદા શહેરોના જૈન અગ્રણીઓ સાથે સારા પ્રમાણમાં વિચારણા કરી છે. આ વિચારણા દરમ્યાન એ બધાએ આ માટે અવશ્ય કાંઈ પણ પગલાં ભરવાં જોઈએ, એવી હાર્દિક લાગણી વ્યકત કરી છે અને એ લાગણીને કંઈક પણ અમલી રૂપ આપવાના શુભ આશયથી જ આ સંમેલન બોલાવવામાં આવ્યું છે.
આ સંમેલન દઢપણે માને છે કે આ શિથિલતાને દૂર કરવાના ઉપાયો જૈન સંઘે વિનાવિલંબે હાથ ધરવા જ જોઈએ તેમ જ જૈન સંઘના સંગઠનમાં જે ખામી આવી ગઈ છે અને શ્રાવક સંઘમાં પણ જે ક્ષતિઓ પ્રવેશી ગઈ છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.
આ કામ પરિસ્થિતિ અને સમયને ઓળખીને પૂજય આચાર્ય મહારાજો વિગેરે સાધુસંઘ પિતે જ કરે એ જ સાચો માર્ગ છે, પણ એક યા બીજા કારણે તેમ ન બની શકે તે છેવટે પરિસ્થિતિની અનિવાર્યતા પારખીને, પોતાની પૂરેપૂરી અનિચ્છા છતાં, પૂર્ણ સંકોચ સાથે શ્રાવકસંઘે આ કાર્યની જવાબદારી ઉઠાવવાની તત્પરતા દાખવવી જ જોઈએ. એટલા માટે જ આ સંમેલન બોલાવવામાં આવ્યું છે અને એના ઉપાયોની વિચારણા કરવાનું જરૂરી અને ઉચિત માનવામાં આવ્યું છે.
ઉપરના ઉદ્દેશોને પાર પાડવા જરૂરી પગલાં ભરવા માટે શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘ સમિતિની આથી સ્થાપના કરવામાં આવે છે.
આ સમિતિ અને તેના કાર્યની સામાન્ય રૂપરેખા નીચે મુજબ છે – (૧) નામ : આ સમિતિનું નામ “શ્રી અખિલ ભારતીય જૈન
અને " ક લેવાની ખાસ જરૂમાં ઓછા નીચનો પગની