SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખું જીવન પ્રસ્તુત જૈન સંધુ–સંમેલનમાં સર્વાનુમતે પસાર થયેલા ઠરાવા ઠરાવ નં. ૧ ામણસંઘની શુદ્ધિ બાબત શ્રી અખિલ ભારતીય શ્રમણાપાસક સંઘનું આ સંમેલન માને છેકે શ્રી જૈન ધર્મ વીતરાગ દેવ, મૌલિક અને વિપુલ જ્ઞાનસમૃદ્ધિ, પંચાચારના ચાલક, ત્યાગી અને જ્ઞાની ગુરૂઓ અને જીવનશેાધક આચારોને આધારે જ અત્યાર સુધી ટકી રહ્યો છે; અને અનેક વિષમ સંયોગો વચ્ચે પણ તે પોતાના ગૌરવને ટકાવી શક્યા છે. તેથી આપણા પવિત્ર તીર્થસ્થાન અને જિનમંદિરોનું બરાબર જતન થતું રહે, આપણા જ્ઞાનભંડારોનું સંરક્ષણ તેમજ તેના ઉપયોગ થતા રહે, આપણા પૂજય શ્રમણ સમુદાયની પવિત્રતા અને પ્રાભાવિકતા જળવાઈ રહે અને આપણા ધર્મના આચારની ઉચ્ચ પ્રણાલિકામાં કોઈપણ જાતની ક્ષતિ ન આવે એ માટે સજાગ રહીને પ્રયત્ન કરવા, એ સમસ્ત શ્રી સંઘની પવિત્ર ફરજ છે. આજના વિષમકાળમાં, જયારે ભૌતિક ભાગાપભાગ તરફ જનતાનું વલણ વધુ ને વધુ ઢળતું જાય છે, ત્યારે અનંત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વર દેવાએ ક્રમાવેલ મોક્ષમાર્ગની આરાધના કરવામાં દત્તચિત્ત બનીને સંખ્યાબંધ પૂજય સાધુ સાધ્વીજી મહારાજ સાહેબા સમ્યગ્ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્ તપની સુંદર અને વિવિધ પ્રકારે જે આરાધના કરી રહ્યા છે તેની આ સંમેલન બહુમાનપૂર્વક અનુમોદના કરે છે અને જાહેર કરે છે કે આવાં પૂજય સાધુ સાધ્વીજીથી જ શ્રી જૈન શાસન ઉજજવળ અને પ્રતિભાસંપન્ન બની રહ્યું છે. આમ છતાં, પણ આપણાં પૂજ્ય શ્રમણ સમુદાયમાં, કાળાદિ દોષને કારણે ક્યાંક, ક્યાંક થોડી ત્રુટિ પ્રવેશી ગઈ છે, જેથી જૈન કામણત્વને અનુરૂપ જે વિચારશુદ્ધિ, વાણીશુદ્ધિ અને આચારશુદ્ધિ જોઈએ તે તરફ અમુક સાધુ–સાધ્વી ઉપેક્ષા સેવી રહ્યા હોવાનું જણાય છે. આ ત્રુટીઓને અટકાવવામાં ન આવે તે પૂજય સુવિહિત સાધુ–સાધ્વીની પ્રતિષ્ઠાને અને જૈન શાસનની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચવાના સંભવ છે. પૂજય શ્રામણસમુદાયની આંચારશુદ્ધિમાં ચોથા અને પાંચમા મહાવ્રતના પાલનની તત્પરતા મહત્ત્વનું સ્થાન ધરાવે છે; કેમકે ચોથા પાંચમા મહાવ્રતના પાલનની શિથિલતા જૈનેત્તર જગતની દૃષ્ટિમાં પણ શ્રી જૈન શાસનનેં હીણું દેખાડનારી બને છે, વળી પંચ મહાવ્રતામાંના આ છેલ્લા બે મહાવ્રતોના ભંગને લીધે બાકીના પહેલાં ત્રણે ય મહાવ્રતોનો પણ અનિવાર્ય રીતે ભંગ થઈ જાય છે, અને એમ થવાથી સાધુજીવનના મૂળ પાયો જ ડગમગી જાય છે. તેથી પૂજ્ય આચાર્ય મહારાજોને કે તે તે સમુદાયના નાયકપદે બિરાજતા મુનિરાજોને, તેમ જ જુદા જુદા સાધ્વીસમુદાયોની પ્રતિનીઓને નીચેની બાબતોનો દ્રઢતા અને નિષ્ઠાપૂર્વક અમલ કરવાની વિનંતી કરવામાં આવે છે. (૧) દીક્ષાર્થીની પસંદગી તથા નવદીક્ષિતની સંભાળ અંગે દીક્ષા એ અહિંસા, સંયમ, અને સંપ પ્રધાન જૈનધમે પ્રરૂપેલી આત્મસાધનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે, અને તેની પવિત્રતા ઉપર જ જૈન ધર્મ, જૈન સંઘ અને જૈન સંસ્કૃતિની પવિત્રતાનો અને પ્રભાવનાનો આધાર છે. તેથી નવદીક્ષિત સાધુ મહારાજે અને સાધ્વીજી મહારાજો, પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે, મન, વચન, કાયાની સાવઘ પ્રવૃત્તિથી અળગા રહીને અણીશુદ્ધ આચારપાલનના માર્ગે પોતાની આત્મસાધક સંયમયાત્રામાં અપ્રમત્તપણે આગળ વધે અને પોતે ભ્રામણ સમુદાયની શિથિલતામાં થોડો પણ ઉમેરો કરવાના નિમિત્ત ન બને તે માટે દીક્ષાર્થીઓની પસંદગીના સંબંધમાં તા. ૧-૫-૬૩ તેમજ નવદીક્ષિતોની સંભાળ રાખવા સંબંધમાં નીચેની બાબતા તરફ પૂરેપૂરું ધ્યાન આપવાની જરૂર છે. (અ) દીક્ષા લૈવા આવનાર કોઈ પણ ભાઈ કે બહેનની દીક્ષા લેવાની ભાવના, વૈરાગ્યવૃત્તિ અને બીજી બાબતોની પુરેપૂરી તપાસ કરતાં એ વ્યક્તિ દીક્ષા આપવાને યોગ્ય લાગે તો જ એને દીક્ષા આપવી. દીક્ષા પ્રશસ્ત સ્થાનમાં, જાહેર રીતે, શુભ મુહૂતૅ આપવી, તેમ જ જે ગામમાં દીક્ષા આપવાની હોય તે ગામના ઉપાાયના વહીવટદારોના સહકાર મેળવીને દીક્ષા આપવી તેમજ દીક્ષાર્થીના માતા, પિતા, ભગિની, ભાર્યા વગેરે નિકટનાં સગાંઓની અનુમતિ મેળવીને દીક્ષા આપવી, પણ અનુમતિ મેળવવા માટે યોગ્ય પ્રયત્નો કર્યા છતાં કોઈ હઠાગ્રહને લીધે અનુમતિ ન મળી શકે તે અપવાદ રૂપે અનુમતિ વગર દીક્ષા લઈ શકે છે. દીક્ષા લેનારે પોતાની સ્થિતિને અનુસાર પેાતાનાં વૃદ્ધ માતા, પિતા, સ્ત્રી અને નાના પુત્ર—પુત્રીઓના નિર્વાહનો પ્રબંધ કરેલા હોવા જોઈએ. દીક્ષા લેનારમાં અઢાર દોષ પૈકીના કોઈ દોષ ન હોય એ ધ્યાનમાં રાખવું અને પદસ્થ, વડીલ કે ગુરૂ—ત્રણમાંથી ગમે તે એકને પૂછયા સિવાય દીક્ષા આપવી નહિ. (આ) એક સાધુ મહારાજ કે સાધ્વીજી પાસે એકવાર દીક્ષિત થયેલ વ્યકિત બીજા પાસે દીક્ષા લેવા જાય તો એમણે દીક્ષા છોડવાના કારણની તેમજ એની દીક્ષા લેવાની ભાવનાના ગુણ--દોષની પુરતી તપાસ કર્યા બાદ, તેમજ પહેલાં દીક્ષા આપનાર ગુરૂ કે ગુરૂણીને પૂછી, એને દીક્ષા આપવી. મતલબ કે દીક્ષા એકધર્મસાધનાનું અમૂલ્ય સાધન રહે અને ભાગવતી દીક્ષાનું ગૌરવ પુરેપુરૂ જળવાય એ રીતે જ દીક્ષા આપવી. (ઈ) નવદીક્ષિત સાધુ કે સાધ્વીજી પેાતાના સંયમ અને વૈરાગ્યમાં બરાબર સ્થિર થઈને પરિપક્વ થાય તેટલા સમય સુધી તેઓ લાંકસંપર્કથી અળગા ` અને અલિપ્ત રહીને, પોતાના ક્ષયાપશમમાં વૃદ્ધિ થાય એ રીતે, ધર્મશાસ્ત્રોનું એકાગ્રતાપૂર્વક અધ્યયન કરે એ માટે ખાસ ધ્યાન આપવું, તેમજ એ માટે શ્રીસંઘે જરૂરી સગવડ પણ પૂરી પાડવી. “ (૨) ચતુર્થ મહાવ્રત અંગે - ચતુર્થ મહાવ્રતની કોઈ પણ જાતની ક્ષતિને નિભાવી લેવી એ તે એ મહાદોષને વધવાના અવકાશ આપવા જેવી મેાટી ભૂલ છે. જીવનમાં આ દોષ પ્રવેશી જવાથી સમગ્ર સાધુજીવનનો પાયો ડગમગી જાય છે અને જીવન દૂષિત બની જાય છે. તેથી શ્રમણ સમુદાયમાં કોઈ પણ વ્યકિતમાં આ ક્ષતિ દેખાય તે તેની તપાસ કરીને તે વ્યકિતને સાધુ સંઘમાંથી મુક્ત કરવી. આ દોષ માટે, અન્ય કારણાની જેમ, શ્રમણાપાસક વર્ગ સાથેના વિવેક વગરન ઘનિષ્ઠ સંબંધ કે દૃષ્ટિરાગ પણ ખૂબ જવાબદાર છે. એટલા માટે નીચેની બાબતો તરફ પૂરતું ધ્યાન આપીને એનું પાલન થવું જરૂરી છે. (અ) સાધુ—મુનિરાજોએ વ્યાખ્યાન અને જાહેર પ્રસંગા સિવાય કયારે ચ્ બહેનનો પરિચય રાખવા નહીં. (આ) સાધ્વીજીઓ સાથે પણ વ્યાખ્યાનમાં અને જાહેરમાં જ મંળવું અને એમની સાથે પણ ઓછામાં ઓછા પરિચય રાખવા, તેમજ એમની પાસે પોતાનું કોઈ પણ કામ કરાવવું નહિ. (ઈ) શ્રીસંઘમાં એક્વવિહારી સાધુઓને કોઈ પણ પ્રકારનું ઉત્તેજન ન જ મળવું જોઈએ. જે સાધુઓ એલવિહારી બનીને સ્વચ્છંદપણે વર્તતા હોય એમને તે સમુદાયના નાયકે પેાતાના સમુદાયની સાથે રહેવા સમજાવવા અને એમ કરીને એમના જીવનમાં પ્રવેશી ગયેલી શિથિલતાને દૂર કરવાની તક આપવી. આમ છતાં જે એકલવિહારી સાધુઓ ન સમજે *
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy