________________
પ્રભુ દ્ધ જીવન
તા. ૧-૫-૩
લાગ્યું જ છે કે આ માટે આપણે જરૂર કંઈક કરવું જોઈએ, એટલે મારે આપને કહેવું જોઈએ કે, આ સંમેલન બોલાવવાને નિર્ણય એ કાંઈ એકાએક લેવામાં આવેલે નિર્ણય નથી, પણ આપણા સંખ્યાબંધ અગ્રણીઓએ મહિનાઓ સુધી કરેલી વિચારણાને અંતે લેવામાં આવેલે નિર્ણય છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી મને લાગ્યા કરતું હતું કે, શ્રમણસંઘની ક્ષતિઓ દૂર કરવા આચાર્ય ભગવંતોએ ભેગા મળી કંઈક નિર્ણય કરવા જોઈએ. પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં બીજું મુનિ સંમેલન ભરવાનું નકકી થયું. આ સંમેલનને મુખ્ય હેતુ તિથિચર્ચાના પ્રશ્નને નિકાલ કરવાનું હતું, છતાં હું આશા સેવી રહ્યો હતો કે, આ સંમેલન તિથિચર્ચાના પ્રશ્નનાં નિકાલ લાવવામાં સફળ થાય તે શ્રી સંઘને મુંઝવતાં બીજા પ્રશ્ન પણ તેમની આગળ મુકી તેને ઉકેલ લાવવા પ્રયત્ન થઈ શકે. આ મુનિસંમેલનમાં આરંભ વખતે (વિ. સં.
" ૨૦૧૪માં અક્ષયતૃતીયાને દિવસે) મેં મારા પ્રારંભિક વકતવ્યમાં, મારી. આશા તેમ જ ચતુર્વિધ સંઘની કથળતી જતી સ્થિતિ અંગેનું મા દુ:ખ વ્યકત કરતાં કહ્યું હતું કે
મારી નમ્ર માન્યતા પ્રમાણે આજનો વખત એટલે તો કપર આવી લાગ્યો છે કે જયારે ઘણા ઘણા પ્રશ્ન જેના શાસનને હચમચાવી રહ્યા છે. એવા મહત્ત્વના પ્રશ્નોને તાત્કાલીક સ્પષ્ટ નિર્ણય જૈન શાસનની શોભામાં વધારો કરશે એમ હું માનું છું. આવા પ્રશ્નોને ઉકેલ મુશ્કેલ હોય અથવા પૂજય આચાર્ય ભગવંતમાં પરસ્પર મતભેદ હોય એટલા કારણથી તેવા પ્રશ્નને ચર્ચામાં સ્થાન આપવામાં નહિ આવે, અથવા તો તેને નિર્ણયાત્મક અને જૈન શાસનને શોભે તેવો નિકાલ કરવામાં નહિ આવે તે, આપ સૌએ લીધેલે પરિશ્રમ અને શાસનની સેવા કરવાની આપની ઈચ્છા કેટલે અંશે બર આવશે એ આપ વિદ્વાન મુનિવરે જ વિચારશે. આપ સૌ તિથિચર્ચાને નિર્ણય કરવા આ સંમેલનમાં પધાર્યા છે. મારી નમ્ર માન્યતા છે કે, તિથિચર્ચા એ બીજા ઘણા અટપટા અને મુશ્કેલ પ્રશ્નમાંને એક જ પ્રશ્ન છે, એટલે માત્ર અમદાવાદ જ નહિ પણ સારા હિંદુસ્તાનને શ્વેતામ્બર જૈનસંઘ એ આશા સેવે છે કે, આપ સૌ આ સંમેલનમાં 'આ બધા પ્રશ્નોનો નિકાલ નિશ્ચયાત્મક રીતે આપશો..
આપણામાં જૈનસંઘના ચાર અંગ કહેલાં છે: (૧) સાધુ સંસ્થા, (૨) સાધ્વી સંસ્થા, (૩) શ્રાવક અને (૪) શ્રાવિકાઓ. આ જાતને-ચતુર્વિધ સંઘ પિતાની આમન્યાએમાં રહી વહેં એ અતિ અગત્યનું છે. એ મહાદુ:ખની વાત છે કે આજે આ ચારેય સંસ્થાઓમાં ભારે ચિરાડો પડી છે. તે રોકવામાં નહીં આવે તે જૈનધર્મનું ભાવી જોખવાશે.” કમનશીબે પંદર દિવસની ચર્ચા વિચારણાને અંતે આ મુનિસંમેલન નિષ્ફળ ગયું, અને ચતુર્વિધ સંઘમાં પડેલી ચિરાડોને રોકવાને કે આપણને મુંઝવતા પ્રશ્નોને નિકાલ લાવવાનો કોઈ પ્રયત્ન આપણે ન કરી શકયા.
'. મુનિસંમેલનની નિષ્ફળતા પછી શ્રમણસંઘના ચારિત્રની શિથિલતાના જે કિસ્સાઓ મારા તેમ જ બીજાઓના જાણવામાં આવ્યા, તે સંઘશુદ્ધિ સંબંધમાં તેમ જ જૈનધર્મ અને જૈનસંઘના ભાવિ અંગે ખૂબ ચિંતા ઉપજાવે એવા છે. આવા કિસ્સાઓની વિગતોમાં ઉતરવાની અહીં જરૂર નથી. આ માટે આપણે તરત જ જરૂરી ઉપાય હાથ ધરવા જોઈએ.
ખરી વાત તો એ છે કે, જે સાધુસમુદાય કે, સંઘાડામાં આવી ક્ષતિ જરા પણ જોવામાં આવે તે સમુદાય કે સંઘાડાના નાયક કે વડીલે એવા દોષિતેની સામે કડક હાથે કામ લઈને સંઘશુદ્ધિને ટકાવી રાખવી જોઈએ. એમ થાય તે આવી જે કાંઈ ક્ષતિઓ પ્રવેશી
ગઈ હોય તે દૂર થાય, એટલું જ નહિ, નવી ક્ષતિઓ કરવાની કોઈ હિંમત જ ન કરે. પણ અત્યારે સાધુ સમુદાયમાં મોટેભાગે આમન્યાઓને જે રીતે લોપ થયેલે જોવામાં આવે છે, તેથી આવી શિક્ષાને અમલ થવો મુશ્કેલ લાગે છે.
આનું મૂળ શું છે તેને વિચાર કરીએ તે આજે દીક્ષા આપવામાં જે વિવેક રાખવો જોઈએ અને નવદીક્ષિતને કેળવવામાં જે જાગૃતિ રાખવી જોઈએ, એ રાખવામાં આવતાં નથી. દીક્ષાર્થીની દીક્ષા માટેની યોગ્યતાની ઝીણવટભરી તપાસ કર્યા વગર ગમે તેમ દીક્ષા આપી દેવી, તેમ જ દક્ષાને વારે વારે ત્યાગ કરનાર વ્યકિતને ત્રીજી કે ચોથી વાર દીક્ષા આપનાર ગુરુએ મળી આવે એ સ્થિતિ કોઈ પણ રીતે ચલાવી લેવા જેવી નથી. એજ રીતે નવદીક્ષિતને એની સંયમસાધનાના કઠોર માર્ગમાં સ્થિર કરવા માટે તેમ જ એના અધ્યયન માટે જે ઉપેક્ષા સેવવામાં આવે છે તે પણ બરાબર નથી. આમ થવાથી ભગવતી દીક્ષા અને જૈન ધર્મ, બન્નેનું ગૌરવ ખંડીત થાય છે. આ બાબતમાં સત્વર ઉપાય લેવા આચાર્યમહારાજોને આપણે વિનંતી કરવી જોઈએ.
વળી “આપણા ધર્મનું ખરાબ કહેવાશે” એવા ભયથી આવા દેને ઢાંકવાને જે પ્રયત્ન કરવામાં આવે છે, અથવા તો એની
જે ઉપેક્ષા કરવામાં આવે છે, તેથી આવા દોષો દૂર થવાને બદલે ઊલટા વધુ વ્યાપક બને છે. તેથી જો સંઘશુદ્ધિ અને ધર્મશુદ્ધિને ટકાવી રાખવી હોય તો દોષિતને દોષિત કહેવાની હિંમત આપણે દાખવવી જોઈએ.
હું જાણું છું ત્યાં સુધી, આવા ગંભીર જવાબદારીવાળા કામ માટે શ્રાવક સંઘનું આવું સંમેલન આ પહેલું જ મળે છે અને આપણે બજાવવાની કામગીરી કંઈ સહેલી કે સુખદ નહિ, કઠણ અને કડવી છે. આમાં કોઈને અનધિકાર ચેષ્ટા કરવા જેવું લાગે એમ પણ બનવા જોગ છે પણ પરિસ્થિતિની અનિવાર્યતા એવી છે કે એ આપણને આવા મુશ્કેલ કાર્યની જવાબદારી લેવાની ફરજ પાડે છે. કોઈપણ વ્યકિત કે સંસ્થાને માટે બાહ્ય આક્રમણ કરતાં આંતરિક નબળાઈઓ વિશેષ હાનિકારક સાબિત થાય છે. બહારના ઝંઝાવાત કરતાં અંદરખાનેથી ચુપચાપ આગળ વધતી ઉધઈ કયારેક ભારે ભયંકર નુકશાન કરી બેસે છે એ આપણા સ્વાનુભવની વાત છે. આપણા આ પ્રયત્ન આપણી આંતરિક ક્ષતિઓને દૂર કરીને જૈન સંઘને બાહ્ય અને આંતર રીતે શુદ્ધ અને સશકત કરવાનું પવિત્ર કાર્ય છે, એટલે આવી જવાબદારી ઉઠાવવામાં આપણે કોઈ ભૂલ કરતા નથી એ મને વિશ્વાસ છે.
મેં શ્રમણસંધની ક્ષતિઓની વાત કરી અને અર્થ કોઈ એ હરગીજ ન કરે કે શ્રાવક સંઘ ખામીઓથી મુકત છે. પહેલી વાત તે એ છે કે, અત્યારે શ્રમણસંઘમાં જે કંઈ ક્ષતિઓ દેખાય છે તે માટે શ્રાવક સંઘની જવાબદારી ઓછી નથી, ઘણીવાર તે આપણે દષ્ટિરાગ, આપણી વિવેક વગરની ભકિત કે આપણી સ્વાપરાયણતા જ આવી ક્ષતિઓને ઉત્તેજન આપે છે. એટલે શ્રાવક સંધ જો જાગ્રત હોય તો સંઘશુદ્ધિની સમગ્ર પરિસ્થિતિમાં ઘણે આવકારદાયક ફેર પડી જાય એમાં શક નથી.
ધાર્મિક કાર્યોમાં, ધર્મોત્સવોના વહીવટમાં તેમ જ જાહેર સંસ્થાઓના સંચાલનમાં, સ્વાર્થવૃત્તિને કારણે આપણામાં કેટલેક સ્થાને વ્યવહારશુદ્ધિ અને ખાસ કરીને અર્થશુદ્ધિમાં જે ઉણપ આવી ગયેલી જોવામાં આવે છે તે અસંતવ્ય છે, અને તેથી શ્રાવક સંધના તેજ અને પ્રભાવમાં ઘણી ખામી આવી ગઈ છે. જાહેર જનતામાં " જૈન મહાજનનું માન અને વર્ચસ્વ પહેલાં જેવું રહ્યું નથી : એનું કારણ મુખ્યત્વે વ્યવહારશુદ્ધિની આ ઉણપ જ છે, એમ મને લાગે છે. આવી વ્યકિતઓથી લોકોને માહિતગાર કરવા જોઈએ. ' વળી, શ્રાવકસંઘમાં ધાર્મિક ભાવનામાં જે ખામી આવતી દેખાય છે.
5.A
.
.
.
S
.
S ,
,