________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
‘પ્રમુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અંક ૧
મુંબઇ, મે ૧, ૧૯૬૩, બુધવાર ફ્રિકા માટૅ (લિંગ ૮
36
પ્રબુદ્ધ જીવન
શ્રી સુઇ જૈન વર્ક સઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નલ: ૨૦ નયા પૈસા
તશ્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. શ્રમણેાપાસક
સધ–સંમેલન
(એપ્રિલ માસની તા. ૧૩-૧૪ના રોજ અમદાવાદ ખાતે ભરાયેલા શ્રી અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. શ્રમણોપાસક સંધ—સંમેલનમાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પ્રમુખસ્થાનેથી કરેલું વ્યાખ્યાન તેમ જ તેમાં પસાર કરવામાં આવેલા ઠરાવા તથા શ્રી કસ્તુરભાઈનું છેવટનું ઉપસંહાર---પ્રવચન ક્રમશ: નીચે આપવામાં આવે છે. આ સમગ્ર કાર્યવાહી સંબંધમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના ઠરાવ તથા તંત્રીની સમાલોચના ‘પ્રબુદ્ધ જીવન'ના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. મંત્રી )
રોડ કસ્તુરભાઇ લાલભાઇનું ભાષણ
મારા આમંત્રણને માન આપી દૂર દૂર દેશાવરથી આપ સૌ અત્રે પધાર્યા છે. તે જૈનધર્મ અને સંસ્કૃતિ તરફની આપની તમન્ના દર્શીત કરે છે. હું આપનું હાર્દિક સ્વાગત કર્યું છું.
મારે એટલું જણાવવું જોઈએ કે આ સમારંભ એક ઔપચારિક લન નથી, પણ આપણા ધર્મ, સંસ્કૃતિ અને સંઘનું બળ ટકાવી નવા સારૂ સંધશુદ્ધિ, શાસનરક્ષા અને એકતા જેવા મહત્ત્વના યોની વિચારણા કરી જરૂરી ઉપાયો શેાધવા આપણે એકઠા મળ્યા એ. એ વખતે આ સંમેલનની કાર્યવાહી એવી હોવી જોઈએ કૅ જેમાં વાણી અને વર્તનના પૂરો વિવેક હોય. આપણા ધર્મ અનેક મુશ્કેલી વચ્ચે પણ અત્યાર સુધી ગૌરવપૂર્વક ટકી રહ્યો હોય તો તેનું મુખ્ય કારણ આપણી પવિત્ર સાધુસંસ્થા છે, કે જેના ઉપદેશ અને ઉચ્ચ કક્ષાના સંયમવાળા વર્તનને લઈને આપણે માટે તે અતી ઉપકારક બનેલી છે. આ સંસ્થામાં આજે પણ અનેક આચાર્યો, મુનિરાજો તથા સાધ્વી—મહારાજે પવિત્ર જીવન ગાળે છે, એટલું જ નહિ પણ પાતાના ઉપદેશથી લાખા જૈન ભાઈ-બહેનોને પવિત્ર વન ગાળવામાં પ્રેરક બને છે.
આવી અનુલિત ત્યાગ અને સંયમપ્રધાન ઉપકારક સંસ્થા પ્શને માટે ઉજવલિત રહે, તે સારાયે સંઘનું દૃષ્ટિબિંદુ હોવું ઈએ. તે જ પ્રમાણે આપણા જૈનસંઘના અનેક કાર્યોમાં ધર્મપૃષ્ઠા, વિવેક અને પ્રમાણિકતાઃ સચવાય તે પણ અતિ જરૂરનું છે. મને કહેતાં દુ:ખ થાય છે કે આજે આપણા સમાજમાં કંઈક નિષ્ટો ધર ધાલી બેઠા છે અને વધુ દુ:ખની વાત તો એ છે કે, મણસંઘમાં પણ કયાંક · કર્યાંક એવી શિથિલતા પેસી ગઈ છે કે જે ૫પણા ધર્મ અને સંસ્કૃતિને ટકાવી રાખવામાં આડખીલીરૂપ ઈ પડે.
જૈન ધર્મ એ નિર્ભેળ આત્મશુદ્ધિના ધ્યેયને વરેલા ધર્મ છે અને ણે આત્મસાધનાના કેન્દ્રમાં અહિંસાને સ્થાન આપીને, એના ધર્મ તરીકે સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય, તિતિક્ષા, વગેરે ગુણાને ળવવાના ઉપદેશ આપ્યો છે. જૈન પરંપરા એ પ્રાચીન કાળથી નગ્ન ́થ પરંપરા તરીકે જાણીતી છે અને નિગ્રંથ વર્ગમાં મૂળ ગુણની બતમાં—ખાસ કરીને બ્રહ્મચર્ય અને અપરિગ્રહની બાબતમાં— છે પણ પ્રમાદને અવકાશ આપવામાં આવ્યા નથી. જયારે આ ણામાં શિથિલતા આવતી જણાઈ, ત્યારે ખુદ ભગવાન મહાવીર
સ્વામીએ એનું નિવારણ કરવા અને ચારિત્રધર્મની પ્રતિષ્ઠા વધારવા અસાધારણ પુ પાર્થ કર્યો હતો, એ વાતની ઈતિહાસ સાક્ષી પૂરે છે. પરમાત્મા મહાવીરદેવના આ પ્રયત્ને નિર્ગુ થવર્ગના ચારિત્રને એવી પ્રતિષ્ઠા અપાવી કે તે સમયના બૌદ્ધ જેવા બીજા હરીફ સંપ્રદાયોએ પણ નિગ્ર થાના ચારિત્રની પ્રશંસા કરી છે.
મતલબ કે આચારશુદ્ધિ એ હંમેશાં જૈનધર્મના પ્રાણ રહ્યો છે, અને તેથી એણે આચારશુદ્ધિ ઉપર જ વધારેમાં . વધારે ભાર આપ્યો છે. આવી ઉત્કટ આચારશુદ્ધિને કારણે જ જૈનધર્મ અને આપણા પૂજય શ્રમણસંઘ વિશેષ ગૌરવશાળી અને આદરને પાત્ર બન્યો છે અને અત્યાર સુધી ટકી રહ્યો છે તેથી જયારે પણ આચારશુદ્ધિમાં ખામી આવતી લાગે ત્યારે એનું નિવારણ કરવા પુ ષાર્થ કરવા એ સમસ્ત જૈન સંધની પવિત્ર ફરજ થઈ પડે છે. આપ સૌ જાણો છે કે આ સંમેલન આવા જ ગંભીર અને પવિત્ર હેતુથી બોલાવવામાં આવ્યું છે.
આ સંમેલનમાં આપણે જે જે પ્રશ્નનો વિચાર કરવાના છે એમાં મારી રામજ મુજબ, સૌથી મોટો અને સૌથી મુશ્કેલ સવાલ આપણા પૂજય કામણસંઘમાં ક્યાંક ક્યાંક ચતુર્થ બ્રહ્મચર્ય અને પંચમ અપરિગ્રહ મહાવ્રતના પાલનમાં જે અપવાદરૂપ શિથિલતા પ્રવેશી છે તે સદ’તર, નાબુદ કેવી રીતે થાય, એ છે. આ સવાલ જેટલા મુશ્કેલ છે, એટલા જ શ્રી સંઘના હિતનો વિચાર કરતાં અગત્યના છે. એટલે એની ઉપેક્ષા આપણે કેવળ જૈન ધર્મ, જૈન સંઘ અને જૈન સંસ્કૃતિના હિતના ભાગે જ કરી શકીએ.
એ વાતના—મને પૂરેપૂરો ખ્યાલ છે કે શ્રામણસંઘમાં પ્રવેશી ગયેલી શિથિલતા દૂર કરવાના વિચાર અને પ્રયત્ન કરવાનું કામ મુખ્યત્વે શ્રમણસંઘનું-એટલે કે પૂજ્ય આચાર્ય ભગવંતા આદિનું-પોતાનું જ છે. પણ જયારે આ બાબતમાં ઉપેક્ષા સેવાતી જોવામાં આવે ત્યારે છેવટે એક આપદધર્મરૂપે, આપણે આ દિશામાં આપણાથી જે કાંઈ થઈ શકે તે માટે પ્રયત્ન કરવા જ જોઈએ.
આપણા આ પ્રયત્ન આવા જ એક શુભ આશયથી પ્રેરાયેલા પ્રયત્ન છે અને મને કહેતાં આનંદ થાય છે કે, આપણા આ પ્રયત્નમાં આપણા અનેક પૂજય આચાર્ય ભગવંત અને મુનિમહારાજો તેમજ સંખ્યાબંધ જૈન અગ્રણીઓની ભાવના આપણી સાથે છે. શ્રામણસંઘ કે શ્રાવકધમાંથી જેઓ જેઓ આપણી વર્તમાન ચિંતાજનક પરિસ્થિતિથી માહિતગાર થ્યા છે એમને એટલું ત