SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ પ્રભુ બાર સાથે પગારોનો પણ ક્રમશ: વધારોઆવા પ્રતિકૂળ સંયોગામાં પણ પ્રબુદ્ધ જીવન એક સરખું ટકી રહે અને દશથી પાનાની ગંભીર વિચારસામગ્રી જનતાનાં ચરણે રજૂ કરતું રહે એ ખરેખર સંતાષપ્રદ બીના છે. પ્રબુદ્ધ જીવને એક વિચારપ્રેરક પાક્ષિક તરીકે ગુજરાતી ભાષાભાષી સમાજમાં ઉજજવળ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, એટલું જ નહિ પણ, તેમાં પ્રગટ થતાં લેખા અન્ય ગુજરાતી સામયિકોમાં અવારનવાર ઉદ્ધૃત થતાં જોવામાં આવે છે. આ હકીકત પ્રબુદ્ધ જીવનના પ્રકાશનની સાર્થકતા પુરવાર કરે છે. આજે સમાજમાં ચિંતનશીલ પ્રકાશનો જવલ્લે જ દેખાય છેકારણ, આર્થિક મુશ્કેલીઓ સામે એ ટકી શક્તા નથી. પ્રબુદ્ધ જીવનને પણ આર્થિક સંકટનો સામનો કરવા જ પડે છે પણ એના સુજ્ઞ વાચકવર્ગ અને સંધ પ્રત્યે શુભેચ્છા રાખનાર ભાઈ બહેનો આ મુશ્કેલીમાં સહાય કરે છે. પ્રબુદ્ધ જીવનને વહીવટી વર્ષ દરમિયાન રૂા. ૨૧૬૧-૩૨ની આવક થઈ છે. અને ગ઼. ૫,૨૯૬-૫નો ખર્ચ થયા છે, પરિણામે જ્ઞ, ૩૧૩૫-૨૭ ની ખોટ આવી છે. સંઘને ભાગવવી પડતી પ્રબુદ્ધ જીવનની આટલી મેાટી ખોટ ચિંતાના વિષય રહ્યો છે. વિશાળ જનસમાજની અગત્યની સેવા કરનાર આ પત્રની ખાટ હળવી કરવાના ઉપાયો આપણે ગંભીરપણે વિચારવા જોઈએ. આના એક ઉપાય એ છે કે, સંઘના સભ્યો, પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો વધારવા માટે પૂરી કાળજી સેવતા થાય. આવા વિચારગંભીર પત્રની ગ્રાહક સંખ્યા સહજપણે વધવાની કોઈ શક્યતા નથી—-સિવાય કે, સભ્યો જ પોતે મન પર આ વાત લે અને સક્રિય પ્રયત્ન કરી સહકાર આપે, સ્થિતિસંપન્ન સભ્યો વિશેષ આર્થિક સહાય કરી પ્રબુદ્ધ જીવનને સદ્ધર બનાવે એવો અમારો આગ્રહભર્યો અનુરોધ છે. પ્રબુદ્ધ જીવન. માટે બે મત નથીકે આ પત્રવિશાળ જનસમાજની સેવા કરે છે—લાકકલ્યાણની વૃદ્ધિ કરે છે - જન જાગૃતિને ઉપકારક છે—સાંપ્રદાયિકતા અને સંકુચિતતાથી પર રહી જીવનનાં ઉચ્ચ મૂલ્યાંકનનું દર્શન કરાવે છે અને જીવન પ્રબુદ્ધ બનાવવાનું જેને સ્વપ્ન હોય તેને માટે આ પત્ર એક અનિવાર્ય આવશ્યકતા બની રહે છે. ગત વર્ષ દરમિયાન યોજાયેલાં સ ંમેલનો અને સન્માનસમારંભો (૧) તા. ૨૩-૩-૬૨ શુક્રવારના રોજ માંડલ નિવાસી શ્રી રતિલાલ મફતભાઈ શાહનું સંઘના કાર્યાલયમાં એક સન્માન સંમેલન યોજવામાં આવ્યું હતું. (૨) તા. ૮-૪-૬૨ રવિવારના રોજ સવારના નવ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં જૈન શ્વે. સ્થાનકવાસી સમાજનાં સાધ્વી મહાસતી ઉજજવળકુમારીનું “જૈન દર્શન” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. (૩) તા. ૧૦-૪-૬૨ મંગળવારના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બોમ્બે મેટર મર્ચન્ટસ એસોસીએશન (સુખસાગર, હયુઝીસ રોડ, મુંબઈ) નાં હાલમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની થયેલી ચૂંટણીમાં ઉત્તીર્ણ થયેલા શ્રી શાંતિલાલ હ. શાહ, (જેમની ત્યાર બાદ શિક્ષણપ્રધાન તરીકે નિયુકિત કરવામાં આવી છે.) શ્રી લીલાધર પાસુભાઈ શાહ તથા શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધીનું જાહેર સન્માન કરવા માટે એક સમારંભ ગોઠવવામાં આવ્યા હતા. (૪) તા. ૭-૭-૬૨ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે વડોદરા જીલ્લાના આદિવાસી વિભાગના જાણીતા કાર્યકર્તા શ્રી હરિવલ્લભ પરીખનું ‘ગુજરાતના વનવાસીઓ' એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. (૫) તા. ૨૧-૭-૬૨ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રાજણી પ્રવાહો” એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જીવન તા. ૧૬-૪-૨૩ (૬) તા. ૨૫-૭-૬૨ બુધવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહનું ‘વિમળમંત્રી’ એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૭) તા. ૬-૮-૬૨ સોમવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રયનીચે સંઘના કાર્યાલયમાં સૌરાષ્ટ્રના આગેવાન કોંગ્રેસી નેતા શ્રી બળવંતરાય ગોપાલજી મહેતાનું “પંચાયત રાજ્યની સ્થાપના' એ વિષય ઉપર એક જાહેર વ્યખ્યાન રાખવામાં આવ્યું હતું. (૮) તા. ૮-૯-૬૨ શનિવારના રોજ સાંજના સમયેનવે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન જેમણે શે।ભાવ્યું હતું એ વિદ્રવર્ષ શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા માટે તેમ જ મુંબઈમાં ઉપલબ્ધ એવા વ્યાખ્યાતાઓ તથા સંગીતજ્ઞાનું બહુમાન કરવા માટે સંઘના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફ્થી એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. (૯) તા. ૨૨-૧૦-૬૨ સામવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રાય નીચે સંઘના કાર્યા લયમાં શ્રી નવલમલ કુંદનમલ ફીરોદિયાનું તેમણે કરેલી પૃથ્વી.ની પ્રદક્ષિણા ઉપર એક જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. (૧૦) તા. ૧-૧૧-૬૨ સામવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આકાય નીચે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “આજની રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૧૧) તા. ૧૮-૧-૬૩ શુક્રવારના રોજ સાંજના છ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે સ્વામી પ્રવણનીર્થનું “આપણા જીવનમાં હિમાલયનું સ્થાન” એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૧૨) તા. ૪-૨-૬૩ સામવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ’ એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન, યાજવામાં આવ્યું હતું. (૧૩) તા. ૭-૨-૬૩ ગુરુવારના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન કુંવક સંઘના ઉપક્રમે સંઘના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસના નિવાસસ્થાને શ્રી શંકરરાવ દેવના—તેમની ‘દિલ્હી- પેકીંગ મૈત્રી યાત્રા' વિષે—એક વાર્તાલાપ ગાઠવવામાં આવ્યો હતો. (૧૪) તા. ૨૨-૨-૬૩ શુક્રવારના રોજ સાંજના પાંચ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટીનું સન્માન કરવા માટે એક સન્માન સંમેલન યોજવામાં આવ્યું હતું. (૧૫) તા. ૨૨-૩-૬૩ શુક્રવારના રોજ સાંજના ૬ા વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના કાર્યાલયમાં જૈન શ્વે. મૂ. કોન્ફરન્સના પ્રમુખ શ્રી અભયરાજજી બલદોટાનું બહુમાન કરવામાં આવ્યું હતું. સંઘ દ્રારા યાજાયેલાં પર્યટણા (૧) તા. ૨૧-૩-૬૨ બુધવાર ફાગણ સુદી ૧૫ ની રાતના ૮ થી ૧૧ સુધી એમ ત્રણ કલાકના ધી બોમ્બે સ્ટીમ નેવીગેશનની ‘શોભના’સ્ટીમરમાં સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજનો માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી એક નૌકાવિહાર યોજવામાં આવ્યો હતો. જેમાં નાના મોટા ૩૦૦ ભાઈ - બહેનોએ ભાગ લીધા હતા. (૨) તા. ૨૨ મી એપ્રિલથી ૨૯ મી એપ્રિલ સુધી—એમ આઠ દિવસનાં સંઘના સભ્યો અને તેમના કુટુંબીજનો માટે માથેરાનના પ્રવાસના કાર્યક્રમ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ગાઠવવામાં આવ્યા હતા. આ પર્યટનમાં ભાઈઓ બહેનો અને બાળકો મળી ૪૨ જણાં જૉડાયા હતા. માથેરાનમાં શ્રી રમણલાલ ઠક્કરની ‘રગ્બી” હોટેલમાં નિવાસ તથા ભાજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પટન ખૂબ આનંદદાયક બન્યું હતું. (૩) તા. ૫-૩-૬૩ મંગળવારના રોજ રાત્રીના ૮ થી ૧૧ એમ ત્રણ કલાક માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફ્થી સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજનો માટે ધી બામ્બે સ્ટીમ નેવીગેશન કું. ની ‘શોભના’ સ્ટીમરમાં એક નૌકાવિહાર ગોઠવવામાં આવ્યો હતો.
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy