________________
તા. ૧૬-૬૩
(૪) તા. ૯ તથા ૧૦ માર્ચ, શનિ - રવિ, એમ બે દિવસ માટે વસન્ત પૂર્ણિમાના અનુસંધાનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજનો માટે મુંબઈથી આશરે ૧૨૦ માઈલ દૂર આવેલા કોસબાડ – હીલ તથા બોરડી જવા આવવાનું એક પર્યટણ ગાઠવવામાં આવ્યું હતું. વૈઘકીય રાહત
પ્રબુદ્ધ જીવન
વૈદ્યકીય રાહતની અપેક્ષા ધરાવતા ભાઈબહેનોને સંઘ તરફથી આષા તથા ઈન્જેક્શનો ખરીદી આપવામાં આવે છે. આ રાહત સાધારણ રીતે જૈન સમાજ પૂરતી મર્યાદિત રાખવાનું વિચારાયલું હોવા છતાં આ મદદ જૈન જૈનેતરોને કશા પણ ભેદભાવ સિવાય આપવામાં આવે છે. આ ખાતામાં ગયા વર્ષે ભંડોળ નહિ હોવાના કારણે સંઘના જનરલ ફંડમાંથી પહેલાં ૧૧૭-૫૭ અને ત્યાર બાદ રૂા. ૫૦૦-૦૦ કાર્યવાહક સમિતિના નિર્ણયથી લીધા હતા. તેમાંથી શ. ૩૬૬-૧૭ની પુરાંત રહેલી અને વર્ષ દરમિયાન ફક્ત શ. ૧૩૦-૦૦નો ઉમેરો થયા એટલે રૂા. ૪૯૬-૧૭ થયા, તેમાંથી વર્ષ દરમિયાન રૂા. ૨૧૯-૪૨ના મદદ આપવામાં ખર્ચ થતાં તેમાં ચાલુ વર્ષ માટે રૂા. ૨૭૬-૧૫ની પુરાંત રહે છે. આ રીતે આ ખાતું ચાલુ રાખવામાં આવ્યું છે અને ઉપરના આંકડાઓ ઉપરથી જોઈ શકાય છે કે, આ ખાતામાં થોડા વધારે ભંડોળની જરૂર રહે છે, જેથી જરૂરત ધરાવતા ભાઈ બહેનને યોગ્ય અને પૂરતા પ્રમાણમાં ઉપયોગી થઈ શકાય.
સંઘમાં માંદાની માવજત માટેનાં સાધનો પણ વસાવવામાં આવ્યા છે અને તેને લાભ કશા પણ ભેદભાવ સિવાય અનેક કુટુંબોને આપવામાં આવે છે. આ રીતે તેનો પણ સારા પ્રમાણમાં
લાભ લેવાય છે.
સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ
સંઘ હસ્તક ચાલતી વિવિધ પ્રવૃત્તિઓના ઉપર સંક્ષેપમાં ખ્યાલ આપવામાં આવ્યું છે. ગત વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૧૧ સભાઓ બોલાવવામાં આવી હતી. સંઘની આર્થિકપરિસ્થિતિને લગતી વિગતો આ સાથે સાંકળેલા આવજાવકના હિસાબો અને સરવૈયા ઉપરથી માલુમ પડે તેમ છે. સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂા. ૪,૯૨૯-૧૨ ના થયો છે; આવક રૂા. ૧૧૦૭૯-૪૫ ની થઈછે, અને સરવાળે રૂા. ૬૧૫૦-૨૨નો વધારો રહ્યો છે. તેમાંથી પ્રબુદ્ધ જીવનની ખાટ રૂ।. ૩૧,૩૫-૨૭ બાદ કરતાં રૂા. ૩૦,૧૫-૦૬ નો વધારો રહ્યો તે જનરલ ફંડ ખાતે લઈ જવામાં આવેલ છે. આ રીતે આપણું જનર ક્રૂડ રૂા. ૧૯,૫૯૦-૪૬નું હતું, તેમાં આ વર્ષના વધારો રૂા. ૩૦૧૫-૦૬ ઉમેરતાં વર્ષની આખરે જનરલ ફંડ ખાતે રૂા. ૨૨૬૦૫-૫૨ જમા રહે છે.
સંઘની ગત વર્ષની કાર્યવાહીના આ વૃત્તાંત છે, જે મર્યાદા સ્વીકારીને સંઘ આજ સુધી પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહેલ છે તે જોતાં ગત વર્ષની કાર્યવાહી સંતોષકારક લેખી શકાય. સંઘે ૩૪ વર્ષ પૂરાં કર્યા છે. વાચનાલય અને પુસ્તકાલયે ૨૩ વર્ષ પૂરાં કર્યા છે. અને સંઘના મુખપત્ર પ્રબુદ્ધજીવને ૨૪ વર્ષ પુરાં કર્યા છે આજે અનેક સંસ્થાઓએ પોતાનાં મકાનો કર્યાં છે એ જોઈને સંઘના મિત્રો તેમ જ પ્રસંશકો સંઘ માટે અથવા તે વાનચાલય અને પુસ્તકાલય માટે પાતાનું મકાન ઊભું કરવાનો અનુરોધ કરી રહ્યાં છે. સંસ્થાના સ્થાયિત્ત્વને સંસ્થાના સ્વતંત્ર મકાન સાથે ખૂબ સંબંધ છે. સંઘના આજે ૪૭૦ સભ્યો છે અને તેમાં કેટલાક અર્થાસંપન્ન છે, તેમ જ વિશાળ સમાજમાં સારી લાગવગ ધરાવે છે અને તેથી સંધ આ બાબત ધ્યાન ઉપર લે તે આ મનારથની સિદ્ધિ બહુ મુશ્કેલ નથી. સંઘના સભ્યોને આ બાબત ઉપર પોતાનું ચિત્ત કેન્દ્રિત કરવાની અને નવી નિમાયલી કાર્યવાહીને આ દિશાએ સક્રિય બનાવવાની ભલામણ કરવામાં આવે છે. જો આવી કોઈ યોજના સંઘ સમક્ષ રજુ કરવામાં આવે તે સંઘના સભ્યો, મિત્ર અને પ્રસંશકો યોજનાને પાર પાડવા પૂરો સહકાર આપશે એવી આશા રાખવામાં આવે છે.
ગયા વર્ષના અહેવાલમાં પણ છેવટે આવી જ આશા રાખવામાં આવી હતી, પરંતુ તેનું કંઈ સક્રિય પરિણામ આવ્યું નથી તેની સખેદ નોંધ લેવી પડેછે અને આગામી વર્ષમાં ઉપરની મનોકામનાં પૂર્ણકરવાની શકિત ઈશ્વર બક્ષે એવી ભાવના ભાવીએ છીએ. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
સંધની વાર્ષિક સામાન્ય સભા
તા. ૩૦-૩-૧૯૬૩ શનિવાર સાંજના ૫-૩૦ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સભા સંઘના ઉપ-પ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસના પ્રમુખપણા નીચે સંઘના કાર્યાલયમાં ભરવામાં આવી હતી અને તે વખતે સંઘની ગત વર્ષની વાર્ષિક સભાનો વૃત્તાંત પંચાયા બાદ તથા મંજૂર રહ્યા બાદ નીચેનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું.
(૧) સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે સંઘની કાર્યવાહીના ગત વર્ષનો વૃત્તાંત તથા સંઘના તેમ જ શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબો રજૂ કર્યા હતા અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ બન્ને, આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે.
(૨) ત્યાર બાદ સંઘના મંત્રીઓ તરફથી આગામી વર્ષને લગતાં બંને સંસ્થાઓનાં અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યાં હતાં અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ સંઘના અધિકારીઓ અને કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની નીચે મુજબ ચૂંટણી કરવામાં આવી હતી. (૧) શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ
લીલાવતીબહેન દેવીદાસ
(૧૦)
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭)
(૧૮)
(૧૯) (૨૦)
33
"2
» પરમાનંદ કુંવરજી કાપડીઆ ચીમનલાલ જેઠાલાલ શાહ રતિલાલ ચીમનલાલ કોઠારી ચંદુલાલ સાંકળચંદ શાહ
, પ્રો॰ રમણલાલ ચી. શાહ , પ્રો તારાબહેન આર. શાહ
35
37
રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ
દામજીભાઈ વેલજી · શાહ
જસુમતિબહેન મનુભાઈ કાપડિયા
37
23
,, મફતલાલ ભીખાચંદ શાહ રમણલાલ લાલભાઈ લાકડાવાળા જયંતીલાલ ફત્તેહચંદ શાહ ભગવાનદાસ પેપટલાલ શાહ » પ્રવિણભાઈ મંગળદાસ શાહ દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા ખેતશી માલશી સાવલા
૨૪૭
પ્રમુખ ઉપ-પ્રમુખ
મંત્રી
(૧) શ્રી નાથાલાલ એમ. પારેખ
(૨) કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા
22
(૩)
,, સુબોધભાઈ એમ. શાહ
કોષાધ્યક્ષ સભ્ય
32
27
23
39
(૩) ત્યાર બાદ સંઘ તથા વાચનાલય અને પુસ્તકાલયના હિસાબનિરીક્ષક તરીકે મેસર્સ શાહ મહેતા એન્ડ કુાં. ની નિમણૂંક કરવામાં આવી હતી.
સંઘની કાર્યવાહક સમિતિમાં કરવામાં આવેલી સભ્યોની પૂરવણી
તા. ૧૨-૪-’૬૩ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની નવી ચૂંટાયેલી કાર્યવાહક સમિતિની પહેલી સભા મળી હતી, જે વખતે નીચેનાં ત્રણ સભ્યોની નવી કાર્યવાહક સમિતિમાં પૂરવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સંઘ હસ્તક ચાલતા શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનક વાચનાલય અને પુસ્તકાલયની સમિતિ માટેના ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી
(૧) શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ
(૨)
, રમણલાલ ચી. શાહ
ચંદુલાલ સાંકળચંદ વકીલ
21
,, કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા
આ સમિતિ, ઉપરના ચાર સભ્યો અને નીચેનાં પાંચ ટ્રસ્ટીઓ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
» પરમાનંદ કુંવરજી કાપડિયા
23
રતિલાલ ચીમનલાલ કોઠારી રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જેઠાલાલ શાહ
એમ. કુલ નવ સભ્યોની બનેલી છે. આ સમિતિના મંત્રી તરીકે શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાની નિમણૂંક કરવામાં આવી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
હતી.
کا