________________
પ્રબુદ્ધ જીવન
શ્રી મુબઈ જૈન યુવક સઘના વાર્ષિક વૃત્તાંત
વિ. સ. ૨૦૧૮
☆
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વિ.સં. ૨૦૧૯ના પ્રારંભ સાથે ૩૫મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ સાથે ૩૪મા વર્ષના વૃત્તાંત રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
આવૃત્તાંત વહીવટની દષ્ટિએ વિ. સં. ૨૦૧૮નાં પ્રારંભથી અંત સુધીનો છે અને કાર્યવાહીની દષ્ટિએ સંઘની છેલ્લી વાર્ષિક સામાન્ય સભા, તા. ૧૯-૩-૬૨ ના રોજ મળી હતી, ત્યારથી આજ સુધીના એટલે કે ૩૦ માર્ચ, ૧૯૬૩ સુધીના છે.
જણાવતાં હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ કે ગત વર્ષમાં સંઘના વહીવટ એક સરખા વ્યવસ્થિત રીતે ચાલ્યા હતા અને સંધ હસ્તકની વિવિધ પ્રવૃત્તિઓ એક સરખી ગતિમાન રહી હતી. સંધની સભ્યસંખ્યા ટકી રહી છે અને સભ્યો સક્રિય રસ ધરાવતા થયા છે એ સંતોષની વાત છે.
સંધની વિશિષ્ટ ત્રણ પ્રવૃત્તિ:
(૧)
તા. ૧૬-૪-૬૩
શ્રી મ. મ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય આ વાચનાલય અને પુસ્તકાલયના લાભ આસપાસ વસતા ભાઈ - બહેનો અને બાળકો બહુ સારા પ્રમાણમાં લે છે. વાચનાલચમાં સરેરાશ ૧૨૫થી ૧૫૦ ભાઈઓ સામયિકો વાંચવા માટે દરરોજ આવે છે. વાચનાલયમાં આવતા સામયિકોમાં—પ દૈનિકો, ૨૬ સાપ્તાહિકો, ૧૨ પાક્ષિકો, ૪૬ માસિકો, ૨ ત્રિમાસિકો અને ૨ વાર્ષિકો આવે છે. .
પુસ્તકાલય વિભાગમાં ગત વર્ષ દરમિયાન ૩૮૪-૭૩ની કિંમતના પુસ્તકો ખરીદવામાં આવ્યા હતા. પુસ્તકાલયના ચાલુ લાભ લેનારની સંખ્યા ૩૦૦ ની આસપાસ રહી છે.
ગત વર્ષ દરમિયાન આ પ્રવૃત્તિના સંચાલન પાછળ રૂા. ૫૨૯૫ ૪૫ના ખર્ચ કરવામાં આવ્યો છે. અને આવક રૂા.૪,૩૬૦-૧૯ ની થઈ છે, એટલે રૂા. ૯૩૫–૨૬ની ખોટ આવી છે. આગલા વર્ષોની ખોટ ૧.. ૨,૫૫૭–૯૧ તેમાં ઉમેરતા આવકજાવક ખાતે એકંદર ખાટની રકમ રૂા. ૩,૪૯૩-૧૭ની ઊભી રહે છે.
(2) પર્યુષણ વ્યાખ્યાનમાળા
સંઘની વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકાસ પામતી રહી છે; એટલું જ નહિ પણ, આ પ્રવૃત્તિ ઈતર સંસ્થાઓને પ્રેરણારૂપ બની છે અને પર્યુષણ દરમિયાન બીજી સંસ્થાઓએ પણ આવી વ્યાખ્યાનમાળા યોજવાની શરૂઆત કરી છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા ગાઠવતાં પહેલાં ખૂબ પરિશ્રમ લઈ ઉચ્ચ કોટિનાં વકતાઓના અને વ્યકિતઓના સંપર્ક સધાય છે. આ વખતે પણ વ્યાખ્યાનમાળામાં વિશિષ્ટ કોટિના વકતાઓને લાવવામાં આવ્યા હતાં, એમાં સૌથી વધારે મહત્ત્વની વ્યકિત જાણીતા સર્વોદય કાર્યકર શ્રી જયપ્રકાશ નારાયણ હતા. તેમના બે વ્યાખ્યાનો ખૂબ ચિંતનશીલ હતાં. પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૬-૮-૬૨ થી ૩-૯-૬૨ સુધી એમ નવ દિવસની ગાઠવવામાં આવી હતી. જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા હતા તે નજીવા ફેરફાર સાથે સાઘન્ત પાર પડયા હતા. સાધારણ રીતે આ વ્યાખ્યાનમાળા પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અમદાવાદથી મુંબઈ આવતા હતા અને પ્રમુખસ્થાન શાભાવતા હતા. એકાદ બે અપવાદ સિવાય વર્ષોથી આ ક્રમ ચાલતા હતા. આ વખતે તેમની અસ્વસ્થ તબિયતે તેમને અહીં આવતા અટકાવ્યા હતા. આથી તેમની ગેરહાજરીમાં એ સ્થાનને સુયોગ્ય એવા અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાને પ્રમુખસ્થાને લાવવામાં આવ્યા હતાં. તેઓશ્રીએ નવે દિવસની સભાનું સંચાલન કર્યું હતું, એટલું જ નહિ, પણ દરેક વ્યાખ્યાનને અંતે
ઇ. સ. ૧૯૬૨
વિષયની સમાલાચના કરી તેમની વિદ્વતા અને મૌલિક ચિંતનના લાભોાઓને આપ્યો હતો.
વ્યાખ્યાનમાળાનો ક્રમ નીચે મુજબ રહ્યો હત
વ્યાખ્યાતા
વ્યાખ્યાનવિષય
બ્રધર લુસિયન
માનનીય શાંતિલાલ હ. શાહ
શ્રી પાંડુરંગ શાસ્ત્રી પ્રીન્સીપાલ શ્રી યશવંત શુકલ
૨૪૫
શ્રી વસુબહેન ભટ્ટ શ્રી જયપ્રકાશ નારાયણ પંડિત દલસુખ માલવણિયા શ્રી જયપ્રકાશ નારાયણ પ્રીન્સીપાલ અમૃતલાલ ભ. યાજ્ઞિકે પ્રીન્સીપાલ ધૈર્મબાળા વારા પ્રીન્સીપાલ એ.બી. શાહ ડૉ. જી. ડી. પરીખ શ્રી લીનાબહેન મંગળદાસ અધ્યાપિકા તારાબહેન શાહ શ્રી હરિવલ્લભ પરીખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્વામી બ્રહ્માનંદજી કાકાસાહેબ કાલેલકર
અહિંસા
શિક્ષણનું માધ્યમ નાચિકેત વૃત્તિ
અહિંસક અને નિડર સમાજ
રચનાના પ્રશ્નો
દ્રૌપદી
અહિંસા અને વિશ્વશાન્તિ અનેકાન્તવાદ
નિષ્પક્ષ લોકશાહી સીતા
આધુનિક નારીની સમસ્યા ધર્મ વિરુદ્ધ સંપ્રદાય ભારતીય લોકશાહી
‘ફ્રોયસ’ પાછળ મારી દષ્ટિ આનંદઘન
ગુજરાતના આદિવાસીઓ મૂર્ખાઈની પરાકાષ્ટા
ભગવાન બુદ્ધ અને મહાવીર જીવન કર્યું રસ્તે?
આ વ્યાખ્યાનમાળા ગુણવત્તાની દૃષ્ટિએ આગળની વ્યાખ્યાનમાળા કરતાં ચડિયાતી રહી એવી છાપ અનેક ભાઈબહેનોનાં મન ઉપર પડી છે. આના અનેક કારણેામાં એક મુખ્ય કારણ એ કે કુલ્લે ૧૭ વ્યાખ્યાતાઓમાં ૧૦ વ્યાખ્યાતાઓ આ વ્યાખ્યાનમાળામાં પહેલી જ વાર ઉપસ્થિત થયા હતા. આથી વ્યાખ્યાનમાળામાં નવીનતાનું તત્ત્વ સારા પ્રમાણમાં રહ્યું હતું. આ વખતે પહેલી જ વાર બ્રધર લુસિયનનું ભાષણ અંગ્રેજી ભાષામાં હતું. વ્યાખ્યાનોમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય એવું વ્યાખ્યાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું ‘મૂર્ખાઈની પરાકાષ્ટા’ઉપર હતું.
આ વ્યાખ્યાનમાળા પાછળ સંઘને રૂપિયા ૧૫૬૧-૫૭નો ખર્ચ થયા હતા. સંઘની પ્રવૃત્તિઓનો ઘણાખરો ખર્ચ આ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રોતાઓ તરફથી મળતી આર્થિક સહાય ઉપર નિર્ભર હોય છે. સંસ્કારિક શ્રોતાજનોએ વર્ષોથી સંઘને આર્થિક ચિંતામાંથી મુકત રાખેલ છે. આમ છતાં ય સંસ્થાના વિશેષ વિકાસ ત્યારે જ શક્ય છે, જ્યારે મોટી આર્થિક સહાય સંસ્થાને મળતી રહે. ગત. વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘને રૂા. ૮,૪૬૪-૧૭ની અને વાચનાલય અને પુસ્તકાલયને રૂા.૯૫૮-૦૦ ની આર્થિક સહાય મળી છે. જેમાંથી સંઘને મળેલી રકમમાંથી દિવાળી પહેલા ૭,૫૬૯-૧૭ વસુલ થયા છે અને વાચનાલય પુસ્તકાલયને મળેલી રકમમાંથી રૂા. ૨૫૨-૦૦ વસુલ થયા છે.
(3) પ્રબુદ્ધ જીવન
સંઘનું પાક્ષિક મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન’ એ સંઘનું ગૌરવભર્યું પ્રકાશન છે—સંઘની વિશિષ્ટતર પ્રવૃત્તિ છે. પ્રબુદ્ધ જીવન આગામી મે માસની પહેલી તારીખનાં અંકનાં પ્રકાશન સાથે ૨૫ મા વર્ષમાં પ્રવેશ કરશે. પ્રબુદ્ધ જીવન પ્રકાશનનાં પ્રારંભથી જ જાહેર ખબરો લેવાના વિચારથી દૂર રહેલ છે. કાગળ, છપાઈના વધતા ભાવા
-