________________
તા. ૧૬-૪-૬૩
રાજકીય નેતૃત્વને વરેલા શ્રી ઢેબરભાઈ
>>
ખાદી કમીશનના અધ્યક્ષસ્થાને આવે છે
પ્રભુ જીવન
પ્રકી નોંધ
આજે જયારે સત્તાના રાજકારણે ચોતરફ પેાતાનું આધિપત્ય જમાવ્યું છે અને મળેલા સત્તાધિકારને છેડવાને જયારે કોઈ તૈયાર દેખાતું નથી અને ચૂંટણીમાં હારેલા રાજપુરુષો પણ એ દિશા તરફ જ મીટ માંડી બેઠેલા જોવામાં આવે છે ત્યારે વર્ષોથી રાજકારણી નેતૃત્વને વરેલા અને રાજકીય મહત્વાકાંક્ષાઓના પૂરદ્રારસમી લોકસભામાં આજે પણ જેમનું સ્થિર સ્થાન હતું એવા શ્રી ઉછરંગરાય ઢેબરે લોકસભાના સભ્યપદનું રાજીનામું આપીને ખાદી કમિશનના પ્રમુખનું સ્થાન ખાલી કરતા શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાની જવાબદારી ચાલુ એપ્રિલ માસની પહેલી તારીખથી સ્વીકારી છે અને આ રીતે અમુક અંશે તેમણે સ્વેચ્છાએ રાજકીય સંન્યાસ અપનાવ્યો છે તે માટે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
તેમણે દેશની સેવા અર્થે ભાગવૈભવના ત્યાગ કર્યાં છે તેના કરતાં પણ આજના સંયોગામાં તેમણે કરેલા લોકસભાના સભ્યત્વના ત્યાગનું મહત્વ મારે મન વધારે છે. રાજકારણનું અનુપાન શ્રી ઢેબરભાઈ નાગરજ્ઞાતિના હોઈને તેમને ગળથુથીમાં જ મળ્યું છે. સાથે સાથે તેઓ ગાંધીનિષ્ઠાને ઘનિષ્ઠપણે વરેલા છે. ખાદી કમિશનના પ્રમુખ થવું એટલે રાજકારણના સ્થાને
ગાંધીનિષ્ઠાને પસંદગી આપવા બરોબર છે. આવી પસંદગી કરીને તેમણે સત્તાલેાલુપ બની બેઠેલા કોંગ્રેસી આગેવાનો સામે એક અનુકરણીય દાખલા બેસાડયા છે. સત્તા સિવાય સેવા શક્ય જ નથી એવી માન્યતા જયારે ચોતરફ ઘર કરી બેઠેલી જોવામાં આવે છે ત્યારે સેવાને દૂષિત બનાવી રહેલા સત્તાના રાજકારણના પ્રલાભનથી મુકત બનીને ગાંધીજીને અત્યંત પ્રિય એવી ખાદીપ્રવૃત્તિને પોતાના સમય અને શકિત સમર્પિત કરવાના શ્રી ઢેબરભાઈના નિરધાર અભિનન્દને પાત્ર છે. આ જવાબદારીને ખાદી કમિશનના પ્રારંભથી શ્રી વૈકુંઠભાઈએ યોગ્ય રીતે શાભાવી છે, તે જ જવાબદારીનું સૂત્ર એવી જ અન્ય યોગ્ય વ્યકિતને હવેથી સોંપવામાં આવે છે. તે વ્યકિતને એટલે કે ઢેબરભાઈને પોતાના નવા કાર્યમાં પૂરી સફળતા મળે! અને ખાદીનું ઉત્પાદન તેમ જ વેચાણ બન્નેમાં અનેકગણી વૃદ્ધિ થાઓ, એટલું જ નહિ પણ, ખાદી પાછળની જે ભાવના આજે મૃત:પ્રાય બની બેઠી છે તેને તેમની પ્રેરણા વડે પુનર્જીવન પ્રાપ્ત થાઓ, એવી આપણે તેમના વિષે શુભેચ્છા અને અન્તરની પ્રાર્થના ચિન્હવીએ. કલ્પનાતીત ઘટના બને છે: કાળગંગા ઉલટી વહેવા માંડે છે.
આજથી ૫૦ કે ૬૦ વર્ષ પહેલા આપણા દેશ વસ્રની બાબ— તમાં અત્યંત પરાવલંબી હતા. પરદેશથી ખાસ કરીને લે કેશાયરથી--- આશરે ૬૫ કરોડનું કાપડ હિંદમાં આયાત થતું હતું અને પ્રજાદેહ પરદેશી કાપડથી ઢકાતે હતો અને ઉજળા દેખાતા હતા. હાથકતામણ લગભગ અલાપ થયું હતું, હાથવણાટનું કાપડ બહુ ઓછા પ્રમાણમાં પેદા થતું હતું અને મિલઉદ્યોગ કેવળ બાલ્યા— વસ્થામાં હતા.
આ છેલ્લા ૫૦ ૬૦ વર્ષના ગાળામાં દેશમાં મિલઉદ્યોગ ખૂબ વિકાસ પામ્યો; હાથવણાટનું કાપડ પણ ઉત્તરોત્તર વધતા જતા પ્રમાણમાં પેદા થવા લાગ્યું: દેશને પોતાની જરૂરિયાત માટે પરદેશી કાપડની કોઈ આવશ્યકતા ન રહી, એટલું જ નોહ પણ, પરિસ્થિતિમાં એટલા બધા પલટો આવ્યો કે જેટલા પ્રમાણમાં અડધી સદી પહેલાં પરદેશથી કાપડ અહીં આવતું હતું તેટલા જ પ્રમા ણમાં હવે અહીંની મિલાના કાપડની પરદેશામાં નિકાસ થવા લાગી
છે; ખુદ ઈંગ્લાંડ પણ આપણુ જાડું કાપડ ખરીદવા માંડયું છે. હાથવણાટના કાપડ ઉદ્યોગનો પણ ખૂબ વિકાસ થયો છે અને અમે
રિકામાં તેની એટલી માંગ વધવા લાગી છે કે હાથવણાટનું કાપડ પરદેશી હૂંડિયામણ કમાવાનું એક મોટું સાધન બની ગયું છે.
૨૪૩
✩
આ તો મિલના કાપડની અને મિલના સુતર વડે બનતા હાથવણાટના કાપડની વાત થઈ, પણ ખાદી—હાથે કાંતેલા સુતરમાંથી હાથસાળ વડે તૈયાર કરતામાં આવતું કાપડ—તેના ઉપયોગ આપણને આઝાદી પ્રાપ્ત થઈ તે પહેલાં બહુ મર્યાદિત વર્તુલા સુધી ફેલાયેલા
હતા અને અર્થવિજ્ઞાનની દષ્ટિએ તેના વધારે વિકાસની કોઈ શકયતા દેખાતી નહોતી. આ ખાદીના ઉદ્યોગને સરકારી ધારણે વિકસાવવા માટે ૧૯૫૩ની સાલમાં ખાદી બોર્ડ સ્થાપવામાં આવ્યું, જયારે ખાદી ઉત્પાદન એક કરોડની આસપાસ મર્યાદિત હતું. ત્રણ વર્ષ બાદ ખાદી બોર્ડનું સ્ટેચ્યુટરી કમિશનમાં રૂપાન્તર કર— વામાં આવ્યું. મુંબઈમાં જયાં એક વખત પરદેશી માલ આયાત કરતી વ્હાઈટવે લેડલા એન્ડ કું. હતી ત્યાં ખાદી એમ્પોરિયમ ખોલ~~ વામાં આવ્યું. આવાં જ એમ્પોરિયમે દિલ્હી, કલકત્તા, મદ્રાસ વગેરે સ્થળોએ ખોલવામાં આવ્યાં. ખાદીમાં વિવિધતા આવવા લાગી. અંબર ચરખાની શોધ ખાદીના વિકાસમાં એક નવું સીમાચિહ્ન બની ગયું. ખાદીની માંગ વધવા લાગી. ખાદીનું વિશિષ્ઠ texture-પાતપરદેશી પ્રવાસીઓને આકર્ષવા લાગ્યું. છાપકામની પણ ખૂબ ખીલવણી થવા લાગી. આને લીધે ખાદીના વૈવિધ્યમાં અને મુલાયમપણામાં ખૂબ વૃદ્ધિ થવા લાગી. આજે ખાદીનું વાર્ષિક ઉત્પાદન ૧૯ કરોડથી આગળ ચાલ્યું છે. આમ છતાં દેશમાં નિપજતી ખાદીને દેશમાં જ નિકાલ થઈ રહ્યો હતા, પણ તેની પરદેશમાં નિકાસ થવાની
કોઈ કલ્પના સરખી આવતી નહોતી.
હવે ખાદીના ક્ષેત્રમાં એપ્રિલ માસની આઠમી તારીખે એક નોંધપાત્ર નવા પ્રસ્થાનની ભારે આવકારદાયક શરૂઆત થઈ છે. બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટ્સની વ્યાપારી પેઢીઓ સાથે શરૂ કરવામાં આવેલી વાટાઘાટોના પરિણામે એ બન્ને દેશાએ ખાદી કમિશન મારફત મોટા પ્રમાણમાં ખાદી ખરીદવાના કરાર કર્યા છે. આના પરિણામે બ્રિટન દર વર્ષે` ૨૦ થી ૩૦ લાખની ખાદી આયાત કરશે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ચાલુ વર્ષ દરમિયાન લગભગ ૩૦ લાખની ખાદી નિકાસ કરવામાં આવશે અને બન્નેની અનુકૂળતા મુજબ એ નિકાસ વધતાં વધતાં દશ વર્ષના ગાળામાં વાર્ષિક બે કરોડના લક્ષ્યાંકને પહોંચી વળશે—આવી સંભાવના ૫વામાં આવી છે. આના શુભ મુહૂર્ત તરીકે એપ્રિલ માસની આઠમી તારીખે બે લાખની ખાદીનું શીપમેન્ટ ઈંગ્લાંડ તરફ રવાના કરવામાં આવ્યું છે. અલબત્ત, આ પરદેશ મોક્લવામાં આવતી ખાદી રંગીન અને છાપકામ વાળી હશે.
આ રીતે આપણા દેશમાંથી તૈયાર કરવામાં આવેલું કાપડ તો ઠીક ઠીક સમયથી પરદેશ જવા માડયું જ છે, પણ ખાદી કે જેને પરદેશી કોઈ દિવસ હાથ નહિ અડાડે એમ માનવામાં આવતું હતું તે ખાદી પણ પરદેશમાં આટલા મોટા પ્રમાણમાં નિકાસ થવા માંડીઅને તે વર્ષો પહેલાં પરદેશી કાપડની આયાત કરતી વ્હાઈટવે લેડલા કંપનીના મકાનમાંથી—આ ગંગા ઊલટી વહેવા માંડયા જેવી એક ભારે અદ્ભુત અને આશ્ચર્યજનક ઘટના કહેવાય. આ શુભ અવસરનું ઉઘાપન કરવા માટે તા. ૮–૪–૬૩ના રોજ ખાદી એમ્પારિયમમાં બાંબે સબર્બન વીલેજ ઈન્ડસ્ટ્રીઝ એસેાસીએશન તરફથી ખાદીના પુરોહિત–ઉમ્મરમાં વૃદ્ધ પણ કાર્યક્ષમતામાં યુવાન એવા શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીના પ્રમુખપણા નીચે એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાદીઉત્પાદન અને વેચાણના પ્રારંભથી આજ સુધીના માત્ર સાક્ષી નહિ પણ આયોજક અને પ્રયોજક જેરાજાણીના આનંદને કોઈ સીમા નહાતી, કારણ કે જેની તેમને સ્વપ્ને પણ કલ્પના નહોતી તે નજરોનજર જોવાને તે આજે ભાગ્યશાળી બન્યા છે. આ ઊલટી વહેવા માંડેલી ગંગાના ગૌરવના માત્ર તેઓ જ નહિ પણ ખાદીપ્રિય સર્વ કોઈ ભાઈબહેન એટલા જ અધિકારી બને છે. દેશમાં ચાલી રહેલી કાયાપલટનું આ એક નાનું સરખું પ્રતીક છે.