________________
પ્રભુ
ધર્માવાળી સિદ્ધ કરે છે ત્યારે તેમને અનેકાંતમાં સમન્વયવાદમાં અનેક સંશયાદિ દોષો સુઝે આ તેમની સાંપ્રદાયિક દષ્ટિનું જ પરિણામ છે.
આપણા રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનની વિશેષતા એ છે કે તેઓ આધુનિક કાળના એક મોટા સમન્વયદર્શી પુરુષ છે. તેમના લખાણામાં બીજા દાર્શનિકોની જેમ ધર્મ વિષે કે દર્શન વિષે કદાગ્રહ જવલ્લે જ દેખાય છે. આથી તેઓ પૂર્વ અને પશ્ચિમના ધર્મો અને દર્શનાના મહાન સમન્યેતા તરીકે પ્રખ્યાત થયા છે. તેમને અનેકાંતમાં વિરોધ આદિ દોષો ન જણાય તે સ્વભાવિક છે, પણ તેમના ઉપર પણ અ તબ્રહ્મનો પ્રભાવ અજબ પડયા છે. આથી તેમણે અનેકાંતવાદ વિષે. ટીકા કરતાં કહ્યું છેકે અનેકાંતવાદમાં ત્રુટિ હોય તે તે એક જ છે અને તે એ કે તેમાં absolute ને (પરમતત્વ—બ્રહ્મ જેવા - એકાંત તત્ત્વને) સ્થાન નથી. અહીં બહુજ નમ્રતાપૂર્વક જણાવવાનું કે અનેકાંતમાં absolute ને સ્થાન ન હોય તે અનેકાંતવાદનું દૂષણ નથી પણ ભૂષણ છે. અનેક પ્રકારના absolute નો વિરોધ કરવા માટે જતા અનેકાંતવાદ (non-absolute )ના જન્મ થયો છે. તો પછી તેમાં તેવા એકાંત તત્ત્વને પરમતત્ત્વ રૂપે સ્થાન કેવી રીતે હોઈ શકે? તેમને મતે તે પરમતત્ત્વ absolute જે કાંઈ હાય તે non-absolute અનેકાંતાત્મક જ હોઈ શકે. વળી તેવા absolute ને અનેકાંતમાં નથી એમ પણ કહી શકાય તેમ છે નહિ. કારણ કે પહેલાં જણાવી ગયાં તેમ અદ્રે તવેદાંતસંમત બ્રહ્મની કલ્પનાને absoluteને જેનાએ પોતાના સંગ્રહનયમાં આંશિક સત્ય તરીકે સ્થાન આપ્યું જ છે. અનેકાંતવાદ આવા અનેક પ્રકારના કલ્પિત absolute માંથી જ ઊભા થાય છે અને તેમને તેમનું સ્થાન સંપૂર્ણ સત્યમાં ક્યાં છે તે નિશ્ચિત કરી આપે છે. આવા અનેક absolute ના સમન્વય જો કરવામાં ન આવે તો અનેકાંતવાદનું ઉત્થાન પણ ન થઈ શકે. આ પ્રમાણે ડૉ. રાધાકૃષ્ણનના આક્ષેપ પણ તેમના બ્રહ્મ વિશેના અભિનિવેશને લઈને જ છે એમ માન્યા વિના છૂટકો નથી.
અવકાશ જ
૩૪૩
જીવન
તા. ૧૬-૪-૬૩ --
જયારે જૈને ત્રૈકાલિક આત્મચૈતન્યની જેમ જ આત્માનો મનુષ્યભાવ આદિ જે મર્યાદિત કાલની વિવિધ અવસ્થાઓ છે તેને પણ સત્ય માને છે. ટૂંકામાં અદ્રે તવેદાંત જે પંચને મિથ્યા માને છે તેને જૈન સત્ય માને છે. પરમબ્રહ્મનો સમાવેશ નિશ્ચયનયમાં જૈનદર્શનમાં છે અને પ્રપંચનો સમાવેશ વ્યવહારનયમાં છે. અને નિશ્ચય તથા વ્યવહાર બન્નેને જૈનદર્શન સત્ય માને છે. આથી જ નિશ્ચયનયની દષ્ટિએ absolute ને જૈન દર્શનમાં સ્થાન છે જ, પણ absolute ને જ જૈન દર્શનમાં સ્થાન નથી. non-absolute પણ જૈનદર્શન માને છે, કારણ કે વ્યવહારને પણ સત્ય માને છે.
શ્રી અરવિદના તત્ત્વજ્ઞાનમાં એક પરમતત્ત્વ માનવામાં આવ્યું છે, જેને ખરી રીતે તેઓ અવર્ણનીય કહે છે, છતાં પણ કાંઈક વર્ણન કરવું જ હોય તો તેને તેઓ સચ્ચિદાનંદ કહેવાનું પસંદ કરે છે. એમના મતે આ એક જ તત્ત્વમાંથી ચેતન અને જડ બન્ને તત્વોની સૃષ્ટિ છે. અર્થાત્ એક જ તત્ત્વમાં જડ—ચેતનના કશા જ વિરોધ નથી. શંકરની જેમ તેઓ જડને માયિક નથી માનતા, પણ જયારે સત તત્ત્વમાં ચેતનાશકિત કે જ્ઞાનશકિત સુપ્ત હોય છે ત્યારે તે જડ કહેવાય છે અને ક્રમે કરી તે વિક્સે ત્યારે અંતમાં ચૈતન્ય પૂર્ણ સ્વરૂપમાં બની જાય છે. બાહ્ય જે ભૌતિક વસ્તુઓ છે તે પણ શ્રી અરવિંદના મતે સત્ છે. એને શંકર જેમ શ્રી અરવિંદ માયિક નથી કહેતા. જૈન દષ્ટિએ પણ સત સામાન્ય તત્ત્વ એક જ છતાં તેના બે વિશેષો છે. એક ચૈતન્ય અને બીજું જડ, આમ એક રીતે અનેકાંતને શ્રી અરવિંદના મતમાં પણ સ્થાન છે જ. શ્રી અરવિંદની જ્ઞાનપ્રક્રિયા અને તત્ત્વપ્રક્રિયા વિષે જરા લંબાણથી વળી કોઈ અવસરે લખવા વિચાર છે.
ભગવાન બુદ્ધના અનુયાયી ધર્મકીર્તિ અને શાંતરક્ષિત જેવા આચાર્યોએ પણ અનેકાંતવાદમાં વિરોધાદિ દોષ જોયો છે, પણ સ્વયં બુદ્ધ વિભયવાદી હતા. આથી જ તેઓએ અનેક પ્રકારના એકાં તોનો નિષેધ કરીને પેાતાના માર્ગને મધ્યમ માર્ગનું નામ આપ્યું છે. તેમણે વસ્તુને ક્ષણિક કહી છે એ સાચું છે, પરંતુ સાથે જ ધર્મ કીતિ અને શાંતરક્ષિત પણ પ્રવાહનિત્યતા માનીને પુનર્જન્મની વ્યવસ્થા ઘટાવે જ છે. આમ અનેકાંતવાદના નિષેધ કરવા છતાં પાછલેબારણેથી તેને સ્વીકાર છે જ.
મીમાંસિક કુમારિલ એક તરફ એમ કહે છે કે જૈન બાદ્ધના અહિંસા આદિના ઉપદેશ સારો ત છે, પણ તે ચામડાની બોખ માંના પાણીની જેમ અગ્રાહ્ય છે, કારણ કે તે વેદવરોધીઓના મુખથી થયેલ છે. પણ એ જ કુમારિલ જયા૨ે વસ્તુવિચાર કરે છે અને ખાસ કરી આત્મવિચાર કરે છે ત્યારે નાના અનેકાંતવાદને સંમત એવા ભેદાભેદના આશ્રય લે છે, અને દ્રવ્ય—પર્યાયવાદનો આાય લઈ વસ્તુની નિત્યતા—અનિત્યતા સિદ્ધ કરે છે.
એ સાચું જ છે કે વિવાદ શબ્દવ્યવહારને કારણે જ થાય છે અને ઉત્કૃષ્ટ ધ્યાનની ભૂમિકામાં જયાં વિતર્ક કે વિચારને અવકાશ નથી અને વળી જ્યાં ધ્યાનના વિષયભૂત એકમાત્ર આત્મતત્ત્વ કે એવા જ કોઈ ધ્યેયપદાર્થનું સાક્ષાત કરણ છે ત્યાં અખંડ બોધ થાય છે અને એવા બોધને absolute નિવિકલ્પ શબ્દથી વર્ણવવામાં આવે છે. પણ એજ નિર્વિકલ્પનું જયા૨ે વર્ણન કરવામાં આવે છે ત્યારે વિક્સ્પો ઊભા થાય છે. આમ નિર્વિકલ્પ અને સર્વિકલ્પના પણ અનેકાંતવાદમાં સ્વીકાર છે જ. બીજા શબ્દોમાં વસ્તુની વાચ્યતા અને અવાચ્યતા બન્નેને સ્વીકાર અનેકાંતવાદમાં છે જ, આ રીતે પણ absolute ને અનેકાંતવાદમાં સ્થાન નથી એમ કહેવું તે મારા નમ્ર મત પ્રમાણે વિચારણીય ઠરે છે. અનેકાંતમાં
absolute
વિષયસૂચિ
- ભગવાન મહાવીરના જીવનના પ્રેરક પ્રસંગો અનેકાન્તવાદ
સમાપ્ત ને સ્થાન છે જ પણ absoluteને જ સ્થાન નથી. આમ અનેકાંતવાદના સ્વરૂપને કારણે બને છે. અનેકાંતવાદની એ” વિશેષતા છે કે તે ધ્યાનગમ્ય અને ઈન્દ્રિયગમ્ય વસ્તુની સચ્ચાઈના નિષેધ કરતા નથી. તેને મતે નિશ્ચિયનય જેમ સાચા છે તેમ વ્યવહારનય પણ સાચા છે. વસ્તુવ્યવસ્થા કેવળ નિશ્ચયથી કે કેવળ વ્યવહારથી, જૈન દર્શનમાં નથી. આથી જ આત્માને અરસ * અગન્ધ આદિ વિશેષણાથી નવાજવા સાથે સંસારી આત્મામાં રૂપ રસ, ગંધ આદિને સ્વીકાર પણ છે. આત્માના મોક્ષ કે આત્માની મુક્તાવસ્થા જેટલી સાચી છે તેટલી જ સાચી સંસારાવસ્થા પણ છે. ભેદ છે તે તે એ કે એક ત્યાજ્ય છે જ્યારે બીજી ઉપાદેય છે. પણ આથી બન્નેની સચ્ચાઈમાં ભેદ નથી. અદ્વૈતવેદાંત અને જૈન દર્શનમાં અહિં જ ભેદ પડે છે. અદ્રે તવેદાંત કહે છે કે જે મુકતાત્મા બ્રહ્મ છે તે જ સત્ય છે અને સંસારાવસ્થા મિથ્યા છે, ત્યારે જૈન દર્શન આત્માની મુકતાવસ્થાની જેમ જ સંસારી આત્માને પણ સત્ય. કહેશે. વેદાંત આત્માની વૈકાલિક સત્તાને સત્ય માને છે. પણ આત્માની કલમર્યાદિત કોઈ પણ અવસ્થાને સત્ય માન નથી,
નૈયાયિકોને અનેકાંતવાદમાં વિરોધ જણાયો છે, પણ એ જ નૈયાયિકોએ અવાન્તર જાતિના એક પ્રકારને સામાન્ય—વિશેષ કહ્યા છે, જેમ કે જ્ઞાત્વ જાતિ એ ગાયોની અપેક્ષાએ સામાન્ય છે, પણ અશ્વત્વની અપેક્ષાએ . વિશેષ છે.
રામાનુજ, વલ્લભ આદિ બ્રહ્મના પરિણામવાદને માનનારા હોઈ તે વિષે અનેકાંતવાદી જ કહેવાય, છતાં પણ તેઓ શંકરાચાયે કરેલ અનેકાંતવાદના ખંડનમાં સંમત થાય છે તે સોંપ્રદાયિક અભિ— નિર્દેશ જ છે.
દલસુખ. માલવણિયા પૃષ્ઠ
પરમાનંદ ૨૩૯ દલસુખ માલવણિયા. ૨૪૧ પરમાનંદ
૨૪૩
પ્રકીર્ણ નોંધ : રાજકીય નેતૃત્વને વરેલા શ્રી ઢેબરભાઈ ખાદી કમિશનના અધ્યક્ષસ્થાને આવે છે, કલ્પનાતીત ઘટના બને છે: કાળગંગા ઉલટી વહેવા માંડી છે, મ્યુનિસિંપલ શિક્ષણ-સિતિના નવા ચેરમેન શ્રી લીલીબહેન – પંડયાને અભિનંદન, એક લોકનિષ્ટ પ્રજાસેવકનું દુ:ખદ અવસાન, અમદાવાદમાં ભરાનાર જૈન સંમેલનનાં મેકલવામાં આવેલ નિમંત્રણા અંગે સ્પષ્ટતા.
શ્રી. ‘મુંબઈ. જૈન યુવક સંઘના વાર્ષિક વૃતાંત સંઘની વાર્ષિક સામાન્ય સભા
૪૫ ૪૭