________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૬૩
મિયાન તેમણે બે દિવસથી માંડીને ત્રણ, આઠ, પંદર, ચાતુર્માસ અને એક વાર લગભગ છ માસ સુધીના એમ જુદા જુદા ગાળાનાં અનશન કરેલાં અને આ સાડ઼ાબાર વર્ષના ગાળામાં માત્ર ૩૪૯ દિવસ તેમણે અન્ન લીધેલું એમ શાસ્ત્રકારો જણાવે છે. આ કારણે તેમને ‘- દીર્ઘતપસ્વી' એ નામથી ઓળખવામાં આવે છે.
આખરે આ અતિ ઉત્કટ તપશ્ચર્યાના—સાધનાના—પરિણામે વૈશાખ શુદ ૧૦ ના દિવસે જીવાણુકાના તીરે ચાર ઘાતી કર્મોના ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન એટલે જ્ઞાનના પરમ પ્રર્ષ, સર્વજ્ઞત્વ, બૌદ્ધ ધર્મમાં જેને પ્રજ્ઞા પારમિતા કહે છે તેની પ્રાપ્તિ. આથી જાણવાયોગ્ય સર્વ કાંઈ તેમણે જાણી લીધું. સમગ્ર સંસારના ઉદ્ધાર કરે—માનવજાતિને પરમ ઉપકારક બનેં— એવું જીવનદર્શન તેમને પ્રાપ્ત થયું. આવા પરમ પુરુષાર્થ સાધવા બદલ હવે તેઓ ‘મહાવીર ' ના નામથી ઓળખાવા લાગ્યા.
આમ પૂર્ણત્વને પ્રાપ્ત કર્યા બાદ તેખે અપાપા નગરીમાં પધાર્યા. અહીં તેમણે પહેલવહેલી ધર્મદેશના આપી. આ નગરીમાં આ સમયે ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ વગેરે અગિયાર પંડિત એક શ્રેષ્ઠીએ યોજેલા યજ્ઞનું સંચાલન કરી રહ્યા હતા. ભગવાન મહાવીરને જોવા સાંભળવા જઈ રહેલા સંખ્યાબંધ નરનારીઓને જોઈને આ પંડિતો ચકિત બન્યા અને ‘આ અહીં કોણ આવ્યું છે?' એમ આવતા જતા લોકોને પૂછવા લાગ્યા. ભગવાન મહાવીરના મહિમા સાંભળીને તેઓ તેમની તરફ આકર્ષાયા અને ભગવાનને જોઈને અત્યંત પ્રભાવિત બન્યા અને તે અગિયારે પંડિતે પાનપેાતાના શિષ્યપરિવાર સાથે ભગવાન મહાવીરના દીક્ષિત બન્યા. આ અગિયાર ખંડિતો તેમના પ્રમુખ શિષ્યો એટલે કે ગણધર કહેવાયા. ચંદનબાળાને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયાની ખબર પડી એટલે અનેક રાજકુમારીએ સાથે ભગવાન મહાવીર વિચરતા હતા ત્યાં આવી ચઢી અને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનેક નરનારીઓ તેમના અનુયાયી બન્યા અને આ રીતે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા—એમ ચર્તુવિધ સંઘની ભગવાન મહાવીરે સ્થાપના કરી.
ત્યાર બાદ ત્રીશ વર્ષ સુધી ભગવાન મહાવીરે ઉત્તર પ્રદેશ, બિહાર તથા બંગાળમાં સતત વિહાર કરીને જૈનધર્મનો ફેલાવો કર્યાં. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ મહાવ્રતો ઉપર સાધુના આચારધર્મ પ્રતિષ્ટિત કર્યો, સમ્યગ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રએ ત્રણના પાયા ઉપર રહેલા મેાક્ષમાર્ગનું નિરૂપણ કર્યું, અનેકાંતવાદની પ્રરૂપણા સાથે જૈન ધર્મને સર્વગ્રાહી બનાવ્યો, હિંસાપ્રચૂર એવા યજ્ઞયાગાદિના નિષેધો, બ્રાહ્મણની સર્વોપરિતાનો વિરોધ કરીને બધા વર્ણોને સમાનતાની ભૂમિકા ઉપર સ્થાપિત કર્યા, વેદની અપૌરૂષયતાનો અસ્વીકાર કરીને સદ્-અસા વિવેક કરતી માનવીની પ્રજ્ઞાનું બહુમાન કર્યું, ‘જીવો અને જીવવા ઘો’ એ સૂત્ર ઉપર માનવીના જીવનવ્યવહારને આધારિત કર્યો. આ રીતે એ વખતની વિચારજડ તેમ જ આચારજડ જનતાને નવું જીવનદર્શન આપ્યું, તેનામાં વિચાર જાગૃતિ પેદા કરી અને સર્વોદયલક્ષી તીર્થની સ્થાપના કરી. આવા પરમાપકારક ગદુદ્ધારક ભગવાન મહાવીરનું ૭૨ વર્ષની ઉંમરે નિર્વાણ થયું. તેમના જીવનદીપ એલવાયો, પણ તેમણે પ્રગટાવેલા વિચારદીપ આજે પણ સ્થિરપણે પ્રકાશી રહ્યો છે, પેાતાનો પ્રકાશ ફેલાવી રહ્યો છે, અને અનેકને માર્ગદર્શક-પથપ્રદર્શક બની રહ્યો છે. આવા ભગવાન મહાવીરને આપણાં અનેકશ: વંદન હો ! * પરમાનંદ *આ કથા શ્વેતાંબર પરંપરા અનુસાર લખવામાં આવી છે. તંત્રી સંધના સભ્યા તેમ જ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકાને
સરનામા નવા છપાવવાના હોઈ સભ્યો તથા ગ્રાહકોને પોતાના સરનામામાં જે કાંઈ ફેરફાર હોય અથવા નજીવી પણ ભૂલ રહેતી હોય તો તે સત્વર કાર્યાલયને જણાવવા આથી વિનંતિ કરવામાં આવે છે. - . હજા ઘણા સભ્યોના ચાલુ સાલ ૨૦૧૯ના વર્ષના લવાજમ વસૂલ આવ્યા નથી તો તે પણ સત્વર મોકલી આપવા તેમને વિનંતિ કરવામાં આવે છે. વ્યવસ્થાપક
.૨૪૧
અનેકાન્તવાદ (૪) આક્ષેપ પરિહાર (ગતાંકથી ચાલુ)
સાંપ્રદાયિક અભિનિવેશને કારણે અનેકાંતવાદ જે જીવનમાં સ્વાભાવિક છે અને તેથી જ દર્શનમાં જે અનિવાર્ય છે, તે વિષે દાર્શનિકોએ માત્ર ખંડનદષ્ટિ અપનાવીને તેના જે નિરાસ કર્યો છે, તે સર્વથા અનુચિત છે. શંકરાચાર્ય જેવા મહાન દાર્શનિક ગણાતા આચાર્યે પણ અનેકાંતવાદમાં ગુણ જોવાને બદલે પોતાની સાંપ્રદાયિકતાને કારણે દોષો જોયા છે અને તેનું જે ખંડન કર્યુ છે તે તેમની કીતિને ઉજજવલ કરનાર તે નથી જ. સ્યાદૃાદને સંશયવાદ કહેવા તે તે જ સાચું ઠરે, જો જૈના બે ધર્મો વિષે ડોલાયમાન સ્થિતિમાં હોય અને બેમાંથી એક વિષૅ પણ નિર્ણય આપી શકતા ન હેાય. જૈનોએ બે વિરોધી ધર્મની અપેક્ષાભેદે સિદ્ધિ જ કરી છે તે પછી તેમાં સંશય જેવું ક્યાં રહ્ય? સામે ઉભેલ સ્ત્રીમાં માતૃત્વ અને પત્નીત્વ એ બન્ને ધર્મ વિષે નિશ્ચિત મત હોય અને એ બન્ને ધર્મ વિષે નિશ્ચિત દલીલો પણ હોય, તો પછી તે બન્ને ધર્મ માનવામાં સંશયને સ્થાન નથી જ. તે રીતે જ તેમાં વિરોધ પણ નથી. કારણ કે એને માતા માનવામાં અને પત્ની માનવામાં અપેક્ષાએ જુદી જુદી છે. એક જ અપેક્ષાએ તેમાં માતૃત્વ—પત્નીત્વ માનવામાં વિરોધ જરૂર આવે, પણ તેમ તે જૈનો માનતા જ નથી. વસ્તુમાં એક્તા, નિત્યતા માનવામાં દ્રવ્યદષ્ટિને આશ્રય છે અને અનેકતા, અનિત્યતા માનવામાં પર્યાય દષ્ટિનો આાય છે. તે પછી વિરોધ ક્યાં રહ્યો ?
અનેકાંતની ભાવના તો ઋગવેદ જેટલી જૂની મળે છે, જ્યારે અનેક દેવવાદ ચાલ્યો ત્યારે ઈન્દ્રદેવ મેટા કે વરુણ મોટા એ વિવાદ શરૂ થયો. ભકતો પોતપોતાના ઈષ્ટદેવને ઊંચા ઠરાવવા પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. પણ અંતે એ વિવાદનો અંત તો અનેકાંત જ કરી આપે છે. દીર્ઘતમા ઋષિએ કહ્યું કે—“ સત્ વિા વઢુવા વવન્તિ” (ઋગ્ વેદ ૧. ૧૬૪. ૪૬) પરમ સત્ એક જ છે, પણ કવિએ તેમને જુદા જુદા નામે કહે છે, આમ અનેક દેવીના સમન્વય એકમાં કરવામાં આવ્યો. કયાં વરુણ અને ક્યાં ઈન્દ્રએ બૅના અને તેવા જ બીજા અનેક દેવાના દેખીતા વિરોધ ગાળીને તેમને સૌને એક બનાવી દેવામાં આવ્યા અને વિવાદને શમાવી દેવામાં આવ્યા. આમ કરવામાં ૠષિને અનેકાંતવાદમાં ન તો અજ્ઞાનવાદની ઝાંખી થઈ કે ન સંશયવાદ દેખાયો અને ન વિરોધ પણ દેખાયો. તો પછી શંકરાચાર્ય જેવા વિદ્રાન દાર્શનિકને જૈન અનેકાંતમાં એ બધા દોષો શા માટે દેખાયા ? ઉત્તર શંકરાચાર્યની સાંપ્રદાયિક દૃષ્ટિમાંથી જ મળી રહે છે.
એજ શંકરાચાર્ય જેમને જૈન અનેકાંતમાં સંશય,' અજ્ઞાન, વિરોધ આદિ દોષો દેખાયા છે, તેમણે જયા૨ે ઉપનિષદની ટીકા કરી છે ત્યારે અનેકાંતના એ દોષોને ભૂલી જાય છે. બ્રહ્મને ઉપનિષદમાં સત ્, અસત્ જેવા વિરોધી શબ્દો વડે કહેવામાં આવ્યું છે, એટલું જ નહિં, પણ, તેનું પૃથ્વી, પાણી, વાયુ આદિ સાથે પણ એકત્વ માનવામાં આવ્યું છે અને ઉપનિષદોના એવા અનેક વિરોધી મન્તવ્યોનો સમન્વય એક માત્ર બ્રહ્મમાં સ્વંય શંકરાચાર્યે કરીને વેદાંત દર્શનને સ્થિર કર્યું છે. બ્રહ્મને ‘અગોરખીયાનું મહતો મહીયન્” (ક. ૧-૨-૨૦)-તે બ્રહ્મ અણુથી પણ અણુ અને મહત્ થી પણ મહત્ છે. વળી “ક્ષરમમાં ન વ્યવતાવતમ્' (શ્વેતાશ્વતર ૧-૮) તે બ્રહ્મક્ષર પણ છે અને અક્ષર પણ છે, વ્યકત પણ છે અને અવ્યકત પણ છે; “તમે ત્તિ તમેનતિ” ૮-દેશાવાસ્ય (-તે ચંચલ છે અને અચંચલ પણ છે—આવા અનેક વિરોધી ધર્માં વડે ઉપનિષદોમાં જણાવવામાં આવ્યું છે અને એ બધા વિરોધાનું સમાધાન શંકરાચાર્યે ઉપનિષદોની ટીકામાં આપ્યું છે. તેમાં તેમને તે સમન્વય કરવામાં કોઈ દોષ દેખાયો નથી. પણ જૈન જયારે વસ્તુને તેવા જ વિરોધી