SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રભુદ તેટલા ટેકો નથી; અંદરથી તેને પ્રાણવાન નેતાગીરી અને જૂથબંધી પ્રાપ્ત થતી નથી. આ કારણે કોન્ફરન્સમાં ગતિશીલતા આવતી નથી. કોન્ફરન્સ અંગે મારું આ નિદાન છે. અંદરથી પ્રાણવાન અને સમપર્ણશીલ નેતાગીરી પેદા થાય અને એક્લાહીયા કાર્યકરોનું જૂથ ઊભું થાય તો તેનો જૈન સમાજ ઉપર પ્રભાવ પડયા વિના ન રહે અને બહારના પ્રતિકૂળ તત્ત્વો માટે અનુકૂળ બનવા સિવાય બીજો વિક્લ્પ ન રહે. “આજે જેમને કૅન્શન્સનું નેતૃત્ત્વ પ્રાપ્ત થયું છે તે સદ્ભાગ્યે યુવાન છે; તેમના વિષે કોઈ પૂર્વગ્રહો કે અભિનિવેશા નથી. કાદવમાં ખૂંચેલા કોન્ફરન્સના નાવને તરતું કરવામાં આ તેમને અનુકૂળતા છે. તેમના કાર્યમાં સફળતા મળે એવી અમારી તેમને શુભેચ્છા છે, તેઓ જે કાંઈ કશે તેમાં કોઈ સંકુચિતતાને કે કોમી સંકીર્ણતાને સ્થાન નહિ હોય, વિશાળ અને ઉદાર ભાવનાથી પ્રેરિત હશે એવી અમારી તેમના વિષે શ્રાદ્ધા છે અને આ શ્રાદ્ધાના આધાર ઉપર તેઓ જે કાંઈ કરશે તેને અમારો પૂરો ટેકો રહેશે, એવી અમે ખાત્રી આપીએ છીએ. “આ સંમેલનના હેતુ માત્ર બલદોટાનું સન્માન કરવાના નથી, પણ એ નિમિત્ત લઈને કોન્ફરન્સની આજની પરિસ્થિતિ અને તેની ઉપયોગીતા વિષે વિચારવિનિમય કરવાનો હેતુ પણ રહેલા છે. આ હેતુ ધ્યાનમાં લઈને કોન્ફરન્સ અંગે કેટલાક વિચારો અહીં રજુ કરવાનું મેં યોગ્ય ધાર્યુ છે. રતિલાલ ચીમનલાલ કોઠારી ત્યાર બાદ શ્રી રતીલાલ ચીમનલાલ કોઠારીએ જણાવ્યું કે, “મારી પહેલાં પરમાનંદભાઈએ જે કાંઈ કહ્યું છે તે સાથે હું સંપૂર્ણત: સહમત થાઉં છું. મારી આપને એટલી જ વિનંતિ છે કે, કોન્ફરન્સ રૂઢિચુસ્તાના સકંજામાં આવી ન જાય, મઠાધિપતિ બની બેઠેલા આચાર્યોની પડમાં પુરાઈ ન જાય અને સમાજને કોન્ફરન્સ સાચી દોરવણી આપે એવી કોન્ફરન્સ વિષે મારી અપેક્ષા છે. મધ્યમ વર્ગ આજે પીસાઈ રહ્યો છે. તેને બને તેટલી રાહત પહોંચાડવાનું કામ કોન્ફ્રન્સનું છે. આજની રહેણીકરણીમાં રીતરીવાજમાં ફેરફાર કરવાનું, નવા વિચારોને અપનાવવાનું, ચાલુ જીવનમાં સુધારા કરવાનું લાકોને ગમે છે, પણ તેને કોઈ દોરવણી આપનાર જોઈએ છીએ. આ કામ કોન્ફરન્સનું છે, આ અધિકાર કોન્ફરન્સનો છે. આ માટે કોન્ફ રન્સ સજીવન થવી જોઈએ, તેણે જનસમાજ સાથે સંપર્ક સાધવા જોઈએ, અને તે માટે તેના કાર્યકર્તાઓએ ભારતભરમાં પ્રવાસ કરવા જોઈએ. સદ્ભાગ્યે જેના વિષે સમાજના દિલમાં આગળ પાછળની ગાંઠો નથી એવા બલદોટાજી જેવા યુવાન પ્રમુખ અને મહીપતભાઈ અને જયરાજ જૈન જેવા યુવાન મંત્રીઓ મળ્યા છે એને કોન્ફરન્સનું હું મોટું સદ્ભાગ્ય લેખું છું. અને તેઓ જયારે માંગે ત્યારે મુંબઈ જૈન યુવક સંઘના એક નમ્ર સૈનિક તરીકે તેઓને સાથ આપવા હું તૈયાર છું.” શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી ત્યાર બાદ મુંબઈ રાજ્યની વિધાનસભાના સભ્ય શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધીએ આજના સન્માનકાર્યમાં સુર પૂરાવતાં જણાવ્યું હતું કે, “અમુક સાઠમારીઓને લીધે કાન્ફરન્સ પાછળ પડી છે તેને ઊંચે લાવવી તે આપણું કર્તવ્ય છે. સંસ્થા કાર્ય કરી બતાવે તે તેને પૈસાની કદિ ખેંચ પડતી જ નથી—આ મારો આજ સુધીના અનુભવ છે. તે કાન્ફરન્સ કોઈની શેહમાં ન તણાતાં સમાજની સાચી સેવા કરે, તેને આગળ વધારે એવી મારી સૂચના અને શુભેચ્છા છે. ' શ્રી અભયરાજજી બલદોટા ત્યાર બાદ શ્રી અભયરાજજી બલદાટાએ પેાતાનું આવું સન્માન કરવા બદલ મુંબઈ જૈન યુવક સંઘના આભાર માનનાં જણાવ્યું કે, “ હજુ અમે કશું કાર્ય કર્યું નથી. કાર્ય કરવા પહેલાં આવા સન્માનનું નિમંત્રણ સ્વીકારતાં મને સંકોચ થયો હતો, પણ આ નિમિત્તે આપ ભાઈ-બહેનોને મળવાના યોગ ઊભા થશે એમ સમજીને આ નિયંત્રણના મેં સ્વીકાર કર્યો છે. “કોન્ફરન્સ અંગે અહીં કેટલીક વાત કહેવામાં આવી છે. પણ બૂલ કરું છું કે, તેની ૬૦ વર્ષની કાર્યવાહીમાં છેલ્લાં જીવન તા. ૧૪-૬૩ ૧૦-૧૫ વર્ષ. દરમિયાન તેમાં ઉદાસીનતા જ આવી છે. આમ છતાં પણ અખિલ ભારતીય દરજજાના દાવા કરે એવી જૈન શ્વેતામ્બર મૂ. વિભાગની કોઈ સંસ્થા હોય તો તે આ કોન્ફરન્સ જ છે. અને તેથી તેમાં પ્રાણ પૂરીને આપણે તેને સજીવન બનાવવી જ જોઈએ. આ ધ્યેયપૂર્વક શકય તેટલું કાર્ય કરવાની મારી ધારણા છે. “આજના અતિ પ્રતિકૂળ સંયોગા વચ્ચે જૈનેની આર્થિક, સામાજિક તેમ જ શૈક્ષણિક ઉન્નતિ કરવી એ એવરેસ્ટ પર્વત ચઢવા જેવું દુ:સાધ્ય કામ છે. એમ છતાં એ દિશાએ શકય હોય એવા પ્રયત્નો આપણે હાથ ધરવા જ જોઈએ અને એ માટે આપણે બધાંએ એકત્ર બનવું જોઈએ, સંગઢ઼િત બનવું જોઈએ અને ઝઘડાઓથી દૂર રહેવું જોઈએ. કે “સાધુસંસ્થાના પ્રશ્ન અતિ મહત્ત્વનો છે; તેમના આપણી સંસ્થા ઉપર ખૂબ જ પ્રભાવ છે; તેમની આચારશુદ્ધિ ઉપર જેટલા ભાર મૂકાય તેટલા ઓછા છે. તેમની શિથિલતા આપણે ચલાવી લેવી ન જોઈએ. આમ છતાં પણ કોન્ફરન્સ જે નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેનો ખ્યાલ કરીને હાલ તુરત આવા પ્રશ્નને હાથ ન લગાડીએ અને આર્થિક તેમ જ શૈક્ષણિક ક્ષેત્ર કાન્ફરન્સની શકિત કામે લગાડીએ એ વધારે ઈચ્છવાયોગ્ય છે. “આ અંગે ચાર-પાંચ બાબતે હાથમાં લેવાનું અમે વિચાર્યું છે. (૧) જે પ્રદેશમાં શક્ય હોય ત્યાં જૈન સહકારી બેંક ઊભી કરવી અને તે દ્રારા ઉદ્યોગ ઉપર ચઢવા માગતા જૈન ભાઈઓને લેનના રૂપમાં આર્થિક ટેકો આપવા. (૨) Employment Exchange દ્વારા આપણા ભાઈબહેનાને નોકરીઓ અપાવવાનો પ્રયત્ન કરવા. (૩) મુંબઈમાં કાન્ફરન્સ ઉદ્યોગગૃહ છે તેવી સંસ્થાઓ સ્થળે સ્થળે ઊભી કરવા પ્રયત્ન કરવા. (૪) અર્થના અભાવે કોઈ જૈન વિદ્યાથી ભણતાં અટકી ન જાય તેવી પરિસ્થિતિ ઊભી કરવા પ્રયત્ન કરવા. (૫) જૈન વિદ્યાર્થીઓને મોટા શહેરોમાં રહેવા ખાવા માટે છાત્રાલયની રાગવડો આજ અતિ પરિમિત છે તેમાં બને તેટલા વધારો કરવા માટે સક્રિય પગલાં હાથ ધરવાં. વિચારવામાં આવેલા આવા કાર્યક્રમને પહોંચી વળવા માટે આપણે ખૂબ પ્રચાર કરવા પડશે અને પ્રાંતિક શાખાઓ ઊભી કરવી પડશે. આ કાર્ય પ્રચારમંત્રી તરીકે નિયુકત થયેલા શ્રી પેપટલાલ રામચંદ્ર શાહ મારફત સારા પ્રમાણમાં પાર પડશે એવી હું આશા સેવું છું. આ નિમિત્તે આપ બધાં ભાઈ-બહેનને • રળવાની મને તક મળી અને આપ સૌએ અમારા કાર્યને પરો ટેકો આપવાની ખાત્રી આપી એ અંગે હું મારા અંતરના ઊં સંતોષ જાહેર કરું છું અને આપના ફરીથી આભાર માનું છું. શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે આભારનિવેદન કરતાં જણાવ્યું કે, “ આજની આપણી સભ લગભગ પાણા બે કલાક સુધી ચાલી છે તેના વાતાવરણની મારા ચિત્ત ઉપર એટલી બધી અસર થઈ છે કે, આ સભા મુંબઈ જૈન યુવક સંઘની છે કે કાન્ફરન્સની છે એ વિષે હું ભ્રમ અનુભવી રહ્યો છું. આ નિમિત્તે જૈન સમાજના એક પેટા વિભાગની અખિલ ભારતીય પ્રતિનિધિત્વ ધરાવતી—કોન્ફરન્સની પરિસ્થિતિ તેમ જ પ્રવૃત્તિ અંગે જે છણાવટ થઈ છે તે મને ખરેખર ખૂબ આવકારપાત્ર લાગી છે. આ પ્રસંગના કારણે આજના મુખ્ય મહેમાન શ્રી બલદોટાજીને મે' પહેલી જ વાર જોયા છે અને તેમને જોઈને તેમ જ તેમની પ્રસન્ન વાણી સાંભળીને તેમ જ તેમના સુભગ વ્યકિતત્વથી પરિચિત બનીને મને ઘણા આનંદ થયો છે. સમય કાઢીને તે અહીં આવ્યા તે માટે તેમનો તેમ જ અહીં ઉપસ્થિત થયેલા અન્ય નિમંત્રિત મહેમાનોના અમારા સંઘ વતી હું હાર્દિક આભાર માનું છું. ત્યાર બાદ ઉપહાર સમર્પણ તથા. અલ્પાહારને ઈન્સાફ આપી સંમેલન વિસર્જિત કરવામાં આવ્યું હતું. માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy