SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૬૩ પ્રબુદ્ધ જીવન મુખઈ જૈન યુવક સંઘ દ્વારા આયેાજિત બહુમાન સંમેલન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કાન્ફરન્સનું ગયા જાન્યુઆરી માસની આખર તારીખામાં પાલીતાણા ખાતે ૨૨ મું અધિવેશન મળેલું. તે અધિવેશનના પ્રમુખસ્થાને બિરાજેલા શ્રી અભયરાજજી બલદોટાનું સન્માન કરવાના હેતુથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૨૨૧૩૬૩ શુક્રવારના રોજ સાંજના સમયે સંઘના કાર્યાલયમાં એક સંમેલન ભરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોન્ફરન્સના અન્ય અધિકારીઓ તેમ જ કાર્યકારિણીના કેટલાક સભ્યો ઉપસ્થિત થયાં હતાં. અન્ય ભાઈબહેન પણ સારી સંખ્યામાં હાજર થયા હતા. શ્રી. લીલાવતીબહેન દેવીદાસ પ્રારંભમાં સંમેલનના પ્રમુખસ્થાને બિરાજેલાં શ્રી લીલાવતી બહેન દેવીદાસે શ્રી અભયરાજજીને આવકાર આપતાં જણાવ્યું કે “ કાન્ફરન્સની સંસ્થાને અસ્તિત્વમાં આવ્યાને ૬૦ વર્ષ થવા આવ્યા છે તે દરમિયાન આ સંસ્થાએ અનેક ચડતીપડતી જોઈ છે અને અનેકના હાથમાં તેનું સુકાન ગયું છે અને બદલાતું રહ્યું છે. આમ છતાં પણ આ સંસ્થા ટકી રહી છે. આવી કાન્ફરન્સને આજના આપણા મહેમાન અભયરાજજી બલદાટા જેવી આપબળે આગળ વધેલી વ્યક્તિ સુકાની . તરીકે સાંપડી છે. તેઓ વિદ્રાન તેમ જ શ્રીમાન છે અને સાથે સાથે જુવાન છે. તેમના નેતૃત્વ નીચે કાન્ફરન્સનું નાવ સુરક્ષિત બને અને સંસ્થા વધારે કાર્ય કરતી થાય એવી શુભેચ્છા વ્યકત કરીને તેમને અમારા સંઘ તરફથી હું આવકાર આપું છું.” શ્રી રિષભદાસ રાંકા ત્યાર બાદ શ્રી રિષભદાસ રાંકાએ શ્રી અભયરાજજીના પરિચય આપતાં જણાવ્યું કે “ ઉરૂલીકાંચન અભયરાજજીની જન્મભૂમિ છે. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં પ્રાપ્ત કર્યું છે. બી. એ. એલએલ. બી. સુધીના તેમણે અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી તરીકેની તેમની કારકીદી પ્રથમ કક્ષાની રહી છે. ત્યારબાદ થોડો સમય તેમણે વકીલાત કરી, પણ તેમાં ચિત્ત ન લાગ્યું એટલે તેઓ વ્યાપાર તથા ઉદ્યોગ તરફ વળ્યા છે. એક બાજુએ આયાત નિકાસના તેમ જ નાન ફૅરસ મેટલનો તેમનો વ્યાપાર મોટા પાયા ઉપર ચાલે છે. બીજી બાજુએ મુંબઈ, દિલ્હી, શિહોર વગેરે સ્થળાએ તેમની ફેક્ટરીઓ છે. વ્યાપાર ઉદ્યોગે તેમને ત્યાં ધનનો પ્રવાહ પણ વહેતો કર્યો છે. આમ શ્રી અને સરસ્વતીના—વ્યાપાર અને સંસ્કારિતાના——તેમના જીવનમાં સુંદર મેળ આપણને જોવા મળે છે. તેઓ હંમેશા હસતા હાય છે, તેમની પ્રકૃતિ મધુર અને સરળ છે અને એટલા જ તેમની રીતભાતમાં તેઓ નમ્ર છે. તેઓ એક ભાવનાશાળી સર્જન છે અને અદ્યતન વિચારધારાને વરેલા છે. તેમની ઉમ્મર આજે ૪૫ વર્ષની છે. ઉરૂલીકાંચનમાં તેમના તરફથી એક પ્રસૂતિગૃહ ચાલે છે. વળી કુદરતી ઉપચાર કેન્દ્ર માટે ગાંધીજીએ ઉરૂલીકાંચન પસંદ કર્યું તે કેન્દ્રને ઊભું કરવામાં તેમ જ વિકસાવવામાં તેમણે ખૂબ મદદ કરી છે. મહારાષ્ટ્ર તથા રાજસ્થાનનાં અનેક છાત્રાલયાને તેમણે ઉદાર હાથે આર્થિક સહાય આપી છે. વૈદ્યકીય રાહત આપવા પાછળ પણ તેઓ ખૂબ નાણુ ખરચે છે. ભારત જૈન મહામંડળની કાર્યવાહક સમિતિ ઉપર તેઓ વર્ષોથી નિયુકત થતા રહ્યા છે અને જૈનામાં એકતા સાધવામાં તેઓ ઊંડી દિલચસ્પી ધરાવે છે. કુલ ચાર ભાઈઓમાં તેઓ બીજા છે અને એ રીતે તેમનો પરિવાર બહાળા છે, એમ છતાં તેમના સંયુક્ત વ્યાપાર ઉદ્યોગમાં તેમનું જ મુખ્ય વર્ચસ છે. જૈન શ્વે. મૂળ સમાજમાં તેઓ બહુ જાણીતા નથી, એટલે તેમની કોન્ફરન્સના પ્રમુખ તરી ૨૩૭ કેની વરણીથી કેટલાકને આશ્ચર્ય થયેલું, પણ તેમણે પાલીતાણા અધિવેશનના પ્રમુખ તરીકે જે કાર્ય કર્યું અને જે રીતે કામ લીધું તેથી સૌ કોઈ અત્યન્ત પ્રસન્ન થયા છે અને આપણને આપણા સામાજિક કાર્ય ને એક નવી શકિતશાળી વ્યકિતનો લાભ મળ્યો છે આવી સુખદ લાગણી સૌ કોઈએ અનુભવી છે. આપણે ઈચ્છીએ કે જે કાન્ફરન્સમાં ગતિશીલતાના આજે અભાવ દેખાય છે તે કોન્ફરન્સને તેમના નેતૃત્વ વડે ગતિશીલતા પ્રાપ્ત થાય અને સમાજ આગળ વધે.” શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ત્યારબાદ સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ પ્રસંગને અનુલક્ષીને જણાવ્યું કે “જેમણે તાજેતરમાં પાલીતાણામાં ભરાયેલા જૈન શ્વે. મૂ. કોન્ફરન્સના અધિવેશનના પ્રમુખસ્થાનને શોભાવ્યું છે. તેમનું આપણે સન્માન કરીએ અને તેમનાથી આપણે પરિચિત બનીએ એ હેતુથી આજનું સંમેલન ગાઠવવામાં આવ્યું છે. આપણામાંના ઘણાખરા માટે તેઓ અપરિચિત જેવા છે. તેમણે જે સંસ્થાના નેતૃત્વની જવાબદારી લીધી છે તે સંસ્થા સાથે મારે તેમજ અમારામાંના કેટલાકના વર્ષોજૂનો સંબંધ છે. આ સંસ્થા આજે ગતિશીલ નથી એ હકીકત છે. તેને ગતિશીલ કેમ બનાવવી તે એક માટી સમસ્યા છે. જે શ્વે. મૂ. સમાજની આ કોન્ફરન્સ પ્રતિનિધિસંસ્થા છે તે સમાજના આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક પ્રશ્ના મધ્યમ વર્ગના નામે ઓળખાતા અન્ય સમાજો સાથે સમાન કોટિના છે અને કેટલાક પ્રશ્નો તેની અમુક વિશિષ્ટ જવાબદારીને લગતા છે. એક તો આ વિભાગનાં અલગ એવાં અનેક જૈન મંદિરો અને જૈન તીર્થો છે. બીજું આ વિભાગની અલગ એવી સાધુસંસ્થા છે. ત્રીજું આ વિભાગનું અલગ લેખી શકાય એવું વિપુલ ધર્મસાહિત્ય છે. આ જૈનમંદિરોની અને તીર્થોની જાળવણી, સુરક્ષા અને સમારકામ એ શ્વે. મૂ. વિભાગની જવાબદારીને વિષય છે; જૈન સાધુસંસ્થાના યોગક્ષેમ અને તેમના આચાર વ્યવહારના ઉચ્ચ ધારણની જાળવણી એ પણ શ્વે. મૂ. વિભાગની જવાબદારીનો વિષય છે અને એ જ પ્રકારે ધર્મ સાહિત્યની રક્ષા અને વૃદ્ધિ એ પણ આ વિભાગની જવાબદારીના વિષય છે. આ બધી જવાબદારીઓને પહોંચી વળવા માટે અખિલ ભારતીય પ્રતિનિધિત્વ દાખવી શકે એવી—કોન્ફરન્સ જેવીએક સસ્થાની જરૂર છે. વળી આ વર્ગ એક અસાધારણ આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહ્યો છે. બદલાતા જતા દેશકાળ સામે તે કેમ ટકી રહે એ આજની એક વિક્ટર સમસ્યા છે. આ માટે ઉદ્યોગ, હાથમજૂર્રી અને વૈજ્ઞાનિક શિક્ષણ તરફ વળ્યા સિવાય ચાલે તેમ નથી એ આજની હકીકત છે. આ દિશાએ શકય તે પ્રયત્નો કરવા માટે સામાજિક સંગઠ્ઠનની જરૂર છે અને આવું સામાજિક સંગઠ્ઠન પોતાને પ્રસ્તુત એવા વર્તુળને અનુલક્ષીને ઊભું કરવાની યોગ્યતા કાન્ફરન્સ જેવી સંસ્થા ધરાવે છે. પણ આ તા જ બની શકે કે જો કૅન્ફરન્સ ગતિશીલ હોય, તેને પ્રસ્તુત સમાજના પૂરો સાથ હોય. પણ આ સાથ કાન્ફરન્સને હા સુધી સાંપડયા નથી અથવા તો બહુ જ ઓછા પ્રમાણમાં સાંપડયો છે. આનાં બે કારણો છે: એક તો એ કે આ કાન્ફરન્સને સાધુસંસ્થાના ટેકા નથી. કેટલાક સાધુઓએ આજ સુધી તેને તોડી પાડવાનું જ કામ કર્યું છે. બીજું સમાજ ઉપર જે વ્યક્તિઓના પ્રભાવ છે તેમાંના ઘણા ખરા કોન્ફરન્સ વિષે ઉદાસીન રહ્યા છે; કેટલાકે તેને નિર્બળ બનાવવાનું કામ કર્યું છે. વળી કાન્ફરન્સ પાસે પણ સબળ કાર્યકર્તાઓનું એક પાકું જૂથ નથી, આજનો • આગેવાન પોતાને પ્રતિકૂળ એવું કાંઈ બનતાં કાં તો રીસાઈ જાય છે અથવા તો અલગ થઈ બેસે છે. આમ બાહારથી તેને જોઈએ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy