SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૪-૬૩ પાછળ અનિવાર્યપણે વાળવો પડયો આની પણ ગણતરી નોંધાવી ઘટે છે. આ ઉપરાંત, આજની અર્થરચના કે જે, મારા જેવા બહારનાની દષ્ટિએ કેટલાંક વર્ષથી તાણના ખેંચના—અકળામણનાં સ્પષ્ટ ચિહ્નો દાખવી રહી હતી તેના ઉપર વધારે અસહ્ય બાજે આવી પડયા છે. પ્રબુદ્ધ જીવ ન Scapegoat—કોઈને દોષ કોઈના માથે આવી પરિસ્થિતિમાં દોષના—આતના—ટોપલા કોઈના માથે નાંખવાની વૃત્તિ માનવી પ્રકૃતિમાં સર્વત્ર નજરે પડે છે. પણ કેટલાક ઉચ્ચ સ્થાનામાં, ભારતને જે લશ્કરી પીછેહઠ કરવી પડી અને પારવિનાનું નુક્સાન વેઠવું પડયું તે સંબંધે જે એક એવે વિચિત્ર આક્ષેપ કરવામાં આવે છે કે બ્રિટિશ હકૂમતના દિવસેામાં પહાડી પ્રદેશમાં ભારતીય લશ્કરને લડવાની અપાવી જોઈતી તાલીમની ઉપેક્ષા કરવામાં આવી હતી આવા આક્ષેપ અત્યંત દુ:ખજનક અને અણઘટત છે. આપણી યાદદાસ્ત શું એટલી બધી કાચી છે કે વાયવ્ય સરહદ ઉપર લડવામાં આવેલાં મહાન યુદ્ધો સાવ ભૂલી જવાયાં છેઅને દરેક લશ્કરી ટૂકડીને પહાડી પ્રદેશે તેમ જ નીચેના સપાટ પ્રદેશેબન્નેની પરિસ્થિતિનો પૂરો અનુભવ હોવા જોઈએ-આ પ્રકારના નિયમ ઉપર બ્રિટિશ રાજય દરમિયાન ખાસ ભાર મૂકવામાં આવતા હતો તે પણ સ્મરણમાંથી સાવ સરકી ગયું છે? અને હજુ તાજેતરમાં જ ભારતની ભૂમિ ઉપર-air-bases -હવાઈ થકો ઊભા કરવાના બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટ્સના કહેવાતા પ્રયત્ન સામે બેદિલી પેદા કરતું આન્દોલન ચાલવા દેવામાં આવ્યું અને જે એંગ્લા - અમેરિકન મિશન ભારતના અસરકારક હવાઈ સંરક્ષણને લગતી જરૂરિયાતોની તપાસ કરવા માટે આવ્યું હતું તે ન્યુ દિલ્હીની ખાસ વિનંતિના પરિણામે આવું હતું આ પ્રકારની શક વિનાની હકીકત-જેને પાછળથી ધીમે ધીમે સ્વીકાર કરવામાં આવ્યો હતો-તે હકીકતને શરૂઆતમાં જ પ્રગટ કરીને ઉપર જણાવેલા આંદોલનને દાબી દેવામાં ન આવ્યું એ પણ મને કોઈ પણ રીતે યોગ્ય કે વ્યાજબી લાગતું નથી. ચીની આક્રમણને એક લાભ આમ છતાં પણ, આવી વિવાદાસ્પદ ઘટના કે જે ભારતના મિત્રાને બેચેન બનાવે છે અને તેના ટીકારોને એક પ્રકારના મશાલા પૂરો પાડે છે—આવી ઘટનાઓને બાજાએ રાખીને જોતાં માલુમ પડે છે કે, ચીની આક્રમણે ભારતના નિર્મળ ક્ષિતિજ ઉપર જે કાળાં અને ભયજનક વાદળા ઉતાર્યા છે તેની જરૂર એક વધારે .ઉજળી બાજુ પણ છે. આના એક ચોકકસ ફાયદો જેના મે` ઉપર ઉલ્લેખ કર્યો છે તે એ છે કે, બહારની દુનિયા વિષેની ભારતની સમજણમાં વાસ્તવિકતાના તીવ્ર દર્શનનો ઉદય થયો છે. કોઈ પણ મહાન દેશની પરદેશ નીતિઆતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેના ગમે તેટલાં ગંભીર પ્રત્યાધાતા હાયતા પણ—તેના પોતાના સાર્વભૌમ અધિકારના વિષય છે. ભારતે નકકી કરેલી બીનજોડાણની નીતિને ન કોઈ પડકારી શકે છે કે સમજણ ધરાવતા ન .કોઈએ તેને પડકારવી જોઈએ. એમ છતાં પણ, એ શક્ય તેમ જ ઈષ્ટ પણ છે કે, હિંદની અત્યન્ત મનસીબ ઘડીએ બ્રિટન અને અમેરિકાએ જે તત્કાલ કશા પણ હિસાબ કર્યા સિવાય અને કશી પણ સરત આગળ ધર્યા સિવાય લશ્કરી મદદ કરી હતી તે ઉપરથી -non-alignment— -બીનજોડાણની નીતિને ખરેખર શું અર્થછે તેની પુન: વિચારણા કરવામાં આવે અને પરિણામે ભારત પ્રત્યેના શુભ ઈરાદાઓ જે માત્ર સોવિયેટ યુનિયનનો જ ઈજારો હોવાનું લેખવામાં આવે છે એ શુભ હું • ઈરાદાઓના યથ અમુક અંશે પશ્ચિમના દેશોને પણ મળવા ઘટે છે— આવું વિચારવલણ સ્વીકારવામાં આવે. જો ભવિષ્યમાં બીનજોડાણની, નીતિ એટલે સિદ્ધાન્ત તેમ જ વ્યવહારમાં સાચી નિષ્પક્ષ બુદ્ધિ એવા કરવામાં આવે અને objective goodwill— નિરપેક્ષ સદ્ભાવ, જે સામ્યવાદી તથા પશ્ચિમી જૂથ બન્ને પ્રત્યે સમભાવથી ૨૩૩ જુએ અને જેના પરિણામે તાજી મળેલી આઝાદીથી પ્રમ બનેલા અને ઉગ્રપણે પશ્ચિમ વિરોધી બનેલાં રાષ્ટ્રોની પ્રીતિ ગુમાવવાનું જોખમ કદાચ ખેડવું પડે આવા નિરપેક્ષ સદ્ભાવપૂર્વક દુનિયાની સમસ્યાઓને જોવા વિચારવાનો નિશ્ચય કરવામાં આવે ત આન્તરરાષ્ટ્રીય ચર્ચાવિચારણા અને વાટાઘાટોમાં ભારતની પ્રતિભા ઘણી વધારે અસરકારક નીવડે. આફતનો એક બીજો લાભ ભારતની પરિસ્થિતિને તેના પશ્ચિમી મિત્રા હવે પછીથી વધારે સારી રીતે સમજી શકશે એ ભારત ઉપર આવેલી આ આફતમાંથી એક બીજો લાભ થવાનો સંભવ છે, ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યાર બાદ બીજા દેશેાની મુશ્કેલીઓના પ્રસંગે ભારત પોતાના નૈતિક ચડિયાતાપણા વિષે અભિમાન ચિન્તવતું અને ઊંચું મસ્તક રાખીને ચાલતું હોય, અન્ય રાજકારણી પુરુષો આખરે સામાન્ય માનવી હાઈને પોતાની મૂંઝવણા અને આફતો વડે અકળાતા હોય ત્યારે holier than thou' — ‘તારા કરતાં હું વધારે ઊંચા, વધારે પવિત્ર’ આવા રૂઆબથી વર્તતું હોય—આવા ભારત ખ્યાલ ભારત વિષે ખોટી રીતે કે સાચી રીતે અન્ય દેશમાં પ્રસરેલા માલુમ પડતા હતા. આવી કઠોર ભાષામાં રજૂ કરાતા આવા આક્ષેપ જરૂર ગેરવ્યાજબી છે, ભારતને અન્યાયકર્તા છે, પણ આ આક્ષેપમાં અમુક તથ્ય રહેલું છે, જેના પરિણામે તાજેતરનાં વર્ષોમાં બ્રિટન અને અમેરિકામાં ભારત વિષે એક એવી લાગણી—એક એવી માન્યતા—ઊભી થઈ હતી કે, જે આફત બીજા દેશો પોતાની અણસમજ, બેવકૂફી અને અન્ય ત્રુટિઓના કારણે લગભગ નોતરતા રહ્યા છે તેવી આફતોની સંભવિતતાથી ભારત, તેની અસાધારણ ગુણવત્તાના કારણે, તેની સંસ્કૃતિની ઉત્કૃષ્ટતાના કારણે તેમ જ તેના રાજનીતિજ્ઞ પુરુષોના ઊંડી સમજણના કારણે મુકત હોવાનો દાવો કરી રહ્યું છે. ભારત, અન્ય દેશે। માફક, વણનોતરી આફ્તોનો ભાગ બની શકે છે, તેના ઉપર હુમલા થઈ શકે છે, આક્રમણ કરી શકાય છે, તેને આવી આફતના વખતે અન્યની સહાયની જરૂર પડે છે અને તે સહાયના ઈનકાર કરે એવા કોઈ તેનામાં અહંકાર નથી આ બાબતોની સર્વત્ર જાણ તથા સ્વીકાર થતાં ઉપર જણાવેલી લાગણી અને માન્યતા એક સાથે અને હંમેશને માટે નાબૂદ થઈ છે. આફતનો સૌથી મોટો લાભ: એકતાની સિદ્ધિ આમ છતાં પણ ચીની આક્રમણે, ભાવી ઈતિહાસકારોના નિષ્પક્ષ અભિપ્રાય મુજબ, ભારતને જે કાંઈ ફાયદાઓ કર્યા છે તેમાં સૌથી મોટો અને મહત્ત્વનો ફાયદો એ છે કે, સંકટગ્રસ્ત માતૃભૂમિના સંરક્ષણના કારણે ભારતની અનેક જાતિઓ અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિને વરેલા વર્ગોમાં દેશદાઝના—રાષ્ટ્રીય ભાવનાના—જુઆળ આવ્યો છે. હોમગાર્ડઝ, રાઈફલ કલબો, કેડેટ કોરો અને જીવનના ભાગે પણ આક્રમણનો સામનો કરવાના નિશ્ચયને દાખવતી બીજી અનેક પ્રવૃત્તિઓને નજરે નિહાળતાં, મારા દેશબંધુઓએ છેલ્લાં બે વિશ્વયુદ્ધ દરમિયાન જે જુસ્સો, ત્યાગ અને સમર્પણ ભાવ દાખવ્યો હતો તેનું મને સ્મરણ થાય છે. આ એક ભારે પ્રેરણાદાયી દ્રશ્ય છે. તદુપરાંત રાષ્ટ્રીય એકતા કે જેની, મને લાગે છે કે, ભારતને અત્યંત જરૂર હતી તેની આ એક ભવ્ય અભિવ્યક્તિ છે. ભાષાકીય પ્રદેશરચનાના અને સ્થાનિક સંસ્કૃતિઓને આપવામાં આવેલી ઉત્તેજનાના ગમે તે લાભા હોય અને તે લાભા સામે કશું કહેવાનું નથી—એમ છતાં પણ તાજેતરનાં વર્ષો દરમિયાન, એમાં કોઈ શક નથી કે, આ બધી બાબતાએ એક મૅક્માં જુદાઈની અલગતાની લાગણી પેદા કરતી પરિસ્થિતિને ખૂબ ઉત્તેજન આપ્યું છે. જે એકતા ઉપર ભારતનું બળ આધારિત છે તે એક્તા જાળવી રાખવી હોય તો ઉપર જણાવેલ પરિસ્થિતિને કાબૂમાં લાવવાની—નિયંત્રિત કરવાની—ખૂબ જ જરૂર al
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy