SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૬૩ પ્ર બુદ્ધ જી વ ને. સામાન્ય ન હોઈ શકે. આથી બન્ને પરસ્પર શ્રિત હોઈ સ્વતંત્ર નથી. એક જ વસ્તુના બે પાસા છે. - વેદાંતની જેમ જ સાંખ્યો પણ સત ને ટૌકાલિક જ માને છે. આથી તેમના મતે કોઈ પણ કાર્ય નવું ઉત્પન્ન થતું નથી, પણ તલમાંથી તેલની જેમ માત્ર આવિર્ભાવને પામે છે. વેદાંતના બ્રહ્મની જેમ સાંખ્યોની પ્રકૃતિ સર્વપ્રપંચાત્મક છે. પ્રકૃતિમાંથી નવાં નવાં પરિણામે–કાર્યો આવિર્ભીત થાય છે અને તેમાં જ પાછાં વિલીન થઈ જાય છે. આ બધાં કાર્યોને સમન્વય એક જ પ્રકૃતિમાં હોઈ બધા એક જ રૂપ છે. આથી કોઈ પણ વસ્તુનો ક્યાંય પણ અભાવ નથી. સર્વ. સર્વાત્મક એવી માન્યતા સાંખ્યાની છે. તેમના આ વાદને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. આથી વિદ્ધ તૈયાયિકો વૈશેષિક અને બૌદ્ધો અસત કાર્યવાદી છે. તેમને મતે કાર્ય જો ઉત્પત્તિની પહેલાં પણ સત હોય તો તેના ઉત્પાદન પ્રયત્ન વ્યર્થ લેખાય. માટે કાર્યને ઉત્પત્તિની પૂર્વ અને વિનાશ પછી અસત જ માનવું જોઈએ. આ બન્ને વિરોધી મંતવ્યોનો સમન્વય જેનેએ દ્રવ્ય પર્યાયવાદથી જ કર્યો છે. દ્રવ્યરૂપે કાર્ય સત્ છતાં પર્યાયરૂપે અસત માનવું જોઈએ. માટી એની એ જ છતાં તેમાંથી નવાં નવાં પાત્રો બનાવી શકાય છે. સુવર્ણ એનું એ છતાં તેમાંથી નવા નવા ઘાટ ઘડાવી શકાય છે. માટે માટી કે સુવર્ણ રૂપે નિત્ય સ્થિર છતાં જુદા જુદા ઘાટો તે નવા બનતા-બગડતા હોઈ તે તે રૂપે તે અનિત્ય પણ છે. આ વિવાદ પણ દ્રવ્ય-પર્યાય નયોને છે. '' વસ્તુવિચાર કરનારા અર્થન છે, પણ વ્યવહારાતા શબ્દોનો અર્થ કેવી રીતે કરવો એમાં પણ વિવિધ મંતવ્યો છે. એ બધાને સમાવેશ શબ્દનયામાં છે. ઉપર જેમને વિષે વિચાર કર્યો છે તે બધા અર્થન છે. એટલે કે, નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર એ અર્થન છે, જ્યારે શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ શબ્દનો છે. બધા જ શબ્દનો પર્યાયાધિક ન માં ગણાય છે, કારણ કે, તે સામાન્ય દ્રવ્યને નહિ, પણ વિશેષને પિતાને વિષય બનાવે છે. શબ્દનોમાંના પ્રથમ શબ્દનયનો એવો અભિપ્રાય છે કે, ઈન્દ્ર શબ્દથી જે અર્થને બોધ થાય છે તે જ અર્થને બોધ શચીપતિ શબ્દથી પણ થાય છે. માત્ર કારભેદે કે કાલભેદે અભેદ છે, પર્યાયભેદે નહિ. પણ સમરૂિઢ તે પર્યાયભેદે પણ અર્થભેદ સ્વીકારે છે. એટલે કે, સમભિરૂઢના મત પ્રમાણે કોઈ બે શબ્દને એક જ અર્થ હોઈ શકે નહિ. આથી ઈન્દ્ર અને શચીપતિ એક નથી, કારણ શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી હોય છે. આથી પણ વધારે સૂક્ષ્મતાથી શબ્દાર્થની વિચારણા એવંભૂત નય કરે છે. તેના મતે તે શબ્દની વ્યુત્પત્તિ જે ક્રિયાને લઈ હોય તે ક્રિયાનો અર્થ જો વસ્તુમાં ન મળે તે તેને તે શબ્દનો અર્થ કહી શકાય નહિ. - જેમકે ગૌ શબ્દના મૂળમાં ગમનક્રિયા છે, એટલે કે ગમન કરે તે ગૌ. તે પછી એવંભૂતના મત પ્રમાણે બેઠેલી હોય ત્યારે તે ગાય ન કહેવાય, પણ જે ચાલતી હોય તે જ ગૌ કહેવાય. આમ આ શબ્દનો પણ આંશિક સત્ય ઉપર ભાર આપે છે, પણ તેમને અનેકાંતવાદમાં સ્થાન છે. તેમાંના એક પણ નયન નિરાસ જૈન દર્શન કરતું નથી, પણ તે સૌને સ્વીકાર કરી યથાસ્થાને ગોઠવે છે. અને આ રીતે આપણે જોયું તેમ તે પોતાની સર્વ નયમયતા સાધે છે અને આચાર્ય નિભદ્રની એ ઉકિત કે જેનદર્શન એ સર્વદર્શનના સમૂહરૂપ છે તેને સાચી ઠરાવે છે. આ અનેકાંતની વિચારણાની પુષ્ટિ અર્થે જ સાતે ભંગની. રચના કરી વનુના ધર્મોનું પ્રતિપાદન કરવાની એક ખાસ પ્રણાલી પણ જેનદર્શનમાં અપનાવવામાં આવી છે અને તેમાં સાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, તે એટલા માટે છે, જે કોઈ પ્રતિપાદન છે તે એક કોઈ અપેક્ષાએ છે, કોઈ એકનય પ્રમાણે છે, નહિ કે, એકાંતે –આમ સ્યાત શબ્દના પ્રયોગને કારણે અનેકાંતવાદનું બીજું નામ સ્યાદ્વાદ પણ પ્રસિદ્ધ થયું છે. આ અપૂર્ણ દલસુખભાઈ માલવણિયા પાળે તેનો ધર્મ ' વિલાયતમાં “દરિદ્રતા સામું યુદ્ધ' (વંર ન વંટ) નામની એક પ્રવૃત્તિ ચાલુ છે. એને અંગે વિલાયતનાં ત્રણ ગામે આપણા દેશનાં ચોવીસ ગામડાંને દત્તક લીધાં છે. આ માહ્યલાં બે ગામડાં સાતપુડા પર્વતમાં છે ને બીજા બાવીશ આંધ્રપ્રદેશમાં કાપા જિલ્લામાં છે. વિલ્કશાયરમાં બ્રડફર્ડ ઑન એન નામે નાનકડું શહેર છે તેણે સાતપુડામાં ડોમખેડી નામનું ગામડું દત્તક લીધું છે અને તેને સ્વાવલંબી બનવામાં સહાયતા કરવા, કરવા ધારેલા ફાળા (૪૦૦ પાઉંડ)ને અર્ધો ભાગ, એટલે ૨૦૦ પાઉંડ (આશરે સાડી છવીસ રૂપિયા) ઉઘરાવી લીધા છે. સાતપુડામાં જ બીજાં એક ગામ છે તે વેઈલસમાં ફિલટ શહેરે દત્તક લીધું છે. અને રૂા. ૨૦,૦૦૦ ભેગા કરવા ધાર્યા છે, તેમાંથી ૬,૦૦૦ રૂ. ફિલટના નગરસભાપતિ આગળ આવી ગયો છે. ગ્લસ્ટર નામે મોટું શહેર છે. તેણે આંધ્ર પ્રદેશમાં બાવીસ ગામડાં દત્તક લીધાં છે; અને ત્યાં કરવા ધારેલાં કામને નિમિત્તે સવા લાખ રૂા. ભેગા કરવાની ધારણા કરી છે; નિશાળો તથા દેવળમાં દાનપેટી ફેરવીને આ માહાલા રૂા. ૮,૦૦૦ ઊભા કરી લીધા છે. આ ૨૪ ગામડાં ઉપરાંત આપણાં બીજાં ૨૦૦ ગામડાં આ રીતે દત્તક લેવાઈ ચૂક્યાં છે. આ પ્રવૃત્તિની એક કાર્યકર્તી મિસ બેટર્ની કહે છે કે, અમે કરેલી માગણીને જે જવાબ મળ્યો છે તે આશ્ચર્યજનક છે. “ર ન વંટ’ વાળા અંગ્રેજ લોકો બીજા દેશમાં પણ પરદુ:ખભંજનનું કામ કરે છે: (૧) ગલામાં ફિરંગી (પાર્ટુગીઝ) લોકોના જુલમથી ત્રાસી ગયેલા લગભગ દોઢ લાખ માણસ કોંગામાં ભાગી આવ્યા છે એનાં છોકરાંને ભણાવવાની સેઈ આ લોકો કરે છે ને એક એક નિશાળિયાને વાધિક ભણતરખરચના એક એક પાઉંડ વિલાયતમાં ઉઘરાવે છે. (૨) અજીરિયામાં પચાસ લાખ લોકો સાવ નઘરાને નિર્ધન થઈ ગયા છે; હજારો મરવાની અણી ઉપર છે. એ માહ્યલા ૬ - ૮ માણસ માય એવડું એક એક તંબુ ઊભું કરવા માટે આ લોકો ૧૫ - ૧૫ પાઉંડ વિલાયતમાં ઉઘરાવે છે. (૩) ઈરાનમાં ધરતીકંપ થયો તેને લીધે ત્યાં અન્ન, વસ્ત્ર, ઓસડપાણી, ખેતીનાં હથિયાર તથા બીજની ભારે તંગી છે. ધરતીકંપગ્રસ્ત એક એક કુટુંબને એના પગ ઉપર પાછું ઊભું કરવા માટે આ લોકો ૨૫ - ૨૫ પાઉંડ વિલાયતમાં ઉઘરાવે છે. . . . (૪) ઘરબાર વિનાનાં અનાથ છોક્સ કેન્યાના શહેરોમાં ખાવાનું કાંઈક જડી જાય એટલા સારુ ક્યરાના ઢગલા વરખોળે છે. એવાં ૧૦–૧૦ છોક્રાંને માટે ૧-૧ રહેઠાણ ઊભું કરવા માટે આ લોકો ૧૦૦ - ૧૦૦ પાઉંડ વિલાયતમાં ઉઘરાવે છે. . તે આપણને આવું આવું કેમ સૂઝતું નહિ હોય? આંખ છતાં આપણે કેમ દેખતા નહિ હોઈએ ને કાન છતાં કેમ સાંભળતા નહિ હોઈએ? નાનું મોટું પેટ ભરવામાં જ આપણી પ્રવૃત્તિનું પર્યવસાન કેમ આવી જાય છે? ધર્મ સૂત્રને પિપટપાઠ જ આપણે કેમ કરીએ છીએ? ' જ ' દેસાઈ વાલજી ગેવિંદજી સંઘના સભ્યોને સૂચના શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજવામાં આવતી સભાઓ, સંમેલન તેમ જ પર્યટનેની ખબર સભ્યોને લાલ પેસ્ટકાર્ડ દ્વારા આપવામાં આવી હતી. હવે લોકલ પોસ્ટમોર્ડને દર બમણ થવાથી આવી ખબરો મોટા ભાગે માત્ર પ્રબુદ્ધ જીવન દ્રારા સભ્યોને આપવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy