SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ બાળકનું સસ્મિત સોહામણુ વદન મનહર, અને પ્રિયાનાં નેહનીતરતાં નયના નિર્મલ એ જોવા વરદાન સમી બે આંખો પ્રભુએ દીધી, પણ તમે તો મુજ શું માહ્યા, દુનિયા નજર ભરી ના પીધી, નૂપુરાત - દિવસ બેઠા મુજ સામે મીટ માંડીને એક ધ્યાન મુજ જેવા નાચીજનું કીધું ખરેખરું. બહુમાન, મનમાં માનું છું ઉપકાર, મારે ખાતર તમે બધાં અરમાન વિસાર્યા, " a પ્રબુદ્ધ જીવન તુચ્છ ગણ્યો સંસાર, બંધ બારીઓ, બળતી બત્તી, ફરતા શૃંખા અને લખાય જાય તુમાર, માત્ર એટલા ખેદ, વધે છે તમ ચશ્માના નંબર, અને બહાર ઘુઘવાટ કરે છે . ઘેરો .. જીવનસમંદર, અમલદાર : બેસ . હવે, તું શું સમજે અરમાનામાં, મનની નાજુક વાતોમાં ? સુકકો, લુખ્ખા તું બરછટ કાગળનો ટુકડો, તું શું સમજે વળી ચાંદની રાતોમાં ! કાગળ : કોઈ ને શુષ્ક, ન કોઈ જ નીરસ અરમાનાની વાત એવી છે કે બસ, જગમાં જેવી જેની ગુંજાઈશ, તેવી કરી લે. સહુ અજમાયશ. મને હતું કે ભલે મળી આ કાગળ જેવી કાયા, સાર્થક જીવ્યું થશે, કોઈની પામીશ મનની માયા પ્રેમપત્ર થઈ ભાવ કસુંબલ ઝીલું કોઈ મુગ્ધાના મનના સુગંધથી મઘમઘતા નાના નાજુક કવર મહીં, વહીશ. વાર્તા બે દિલના ધબકાર તણી. કે પામીશ પ્રસાદ વિરલ કોઈ ફિલ્મફના ચિંતનના, કોઈ રંગનો જાદુગર વા પૂરી જશે રંગોળી અગર લાડીલા કવિ કોઈ . મુખ્ય પર કોઈ ઝવેરી, સ્નેહરશ્મિ, વા સુંદરમ્ કે ઉમાશંકર રસમસ્તી હ્રદયર ગની છાલક દેશે ઢાળી, ૨ે શું સંભારૂં? કોને કહું? વીતી ચાલ્યા અવતાર, હું કેવળ કાગળનો ટુકડો, કેવળ બન્યો તુમાર, કર્યાં રસ ને કર્યાં મસ્તી! હું તો કેવળ પસ્તી ! ભલે, એમ તો એમ, જીવવું શું જીવ બાળી ? ભલે શાહી છંટાય, થાય છે. કાયા કાળી; ભાગ્યે જડાયું મુજ તમ સાથે, બંનેયે સરખા હતભાગી, અમલદાર : કરુણ તારી કથા હશે, પણ મુજને કેમ ગણે હતભાગી ? આ ખુરશી માટે તો મોટી બેકારોની લંગર લાગી, પગાર કેરો આંક સાંભળી, સૂય કના ગર્વ ગળી; ટી. એ. ડી. એ. ને ઘરભાડું ને પેન્શન વળી છેવાડે, આવી જગ્યા જડે નહિ કઈ સહુને આડે દહાડે. કાગળ : એ સાચું, પણ જન્મ ધર્યો શું ટી. એ. ડી. એ. ના હિસાબ કરવા ? સાત સમંદર સાદ કરે છે. માજાં સાથે બાથ જ ભરવા. વિશાળ ધરતીનાં મેદાનો, વસુંધરા રત્નો દેનારી, ને ઉત્તુંગ શિખર પહાડોનાં જ્યાં પૌરુષને રહે પડકારી. અહા મહેનત માનવની!જે ઉજજડ ભામે નંદન સરજે, રેતી કેરા રણને કરે રસાળ, થંભાવે સરિતાનાં પાણી, માટીનું સોનું નિપજાવે; મારગ સરજે પહાડો તેડી અંતર ભેદ દેશદેશના; 'આગે બઢતી બાહુબળે જીવનારાની વણઝાર, જિંદગીથી ભરપૂર, છલકતી, મસ્ત, શરદની ગંગા જેવી અહીં તૂટતાં તિમિર ! તા. ૧૬-૩-૬૩ પ્રગટતાં પ્રભાત! હારે નિશા અંધારી ! વિસ્તરતી જીવનની ક્ષિતિજો; નીરખું રાષ્ટ્ર તણા અભ્યુદય ! પૂર્વ તણા આ ઉદયગિરિ પર સ્વાધીન ભારતના અરુણાદય ! મહાન આ પ્રાચીન પ્રજાનાં આજ પુણ્ય ઉત્થાન ! બુલંદ એનો શાંતિમંત્ર ધ્વનિત થતો આતુર ધરતીને ખંડે ખંડે, કાળ અહીં કરવટ બદલે છે, પલટાયે છે ભાગ્ય સૃષ્ટિનું !.. અરે ! પણ કોની આગળ વાત કરું છું? તમને શું આ બદલાતી દુનિયાથી નિસ્બત ! વિરાટ વિશ્વ તણું આહવાન ગાજે જે ચોમેર વાયુમાં થે પહોંચે તેમ કાન? બેસી ગયા છે. બી. સી. એસ. આર. મહીં જ પરોવી ધ્યાન તમ પુરુષાર્થ તણું અહીં આવ્યું પૂર્ણ વિરામ. ધરતીનો છેડો આ ટેબલ ભારે શોધી જગ્યા સલામત ! સહીઓ કરવી એ જ મહેનત! મનમાં. આ માત્ર પ્રમોશન ને પેન્શનની. બેઠાં બેઠાં જાય જિંદગી, કાંચન જેવી કાયા ઉપર કાટ ચડે, પરાક્રમો જે કાંઈ કરો તે કેવળ કલમ વડે. કામ ને સાહસ થકી ડેરી, જઈ બેઠા ઠંડી છાયામાં, તાપ ધૂપ જયાં નહીં નડે. વાંસ મટીને હું થયો કાગળ અને તમે, હા, તમે થયા સરકારી અસર ! અમલદાર : તું કાગળના નાચીજ ટુકડો બટબટ બોલે, શે આવ્યો છ માના! જેમાં તેનાં મગજ બદલતાં, છટકી જતી કમાન ! લોકશાહીની આ છે તકલીફ જબાન સહુની થઈ ગઈ છુટ્ટી ! કાગળ : કોપ ન કરશો, જીવનભર સાથે રહેવું છે. તમે અમલદાર, હું કાગળ ! જુદા પડીને ક્યાં જાવાના ? એક - બીજા વિણ એકબીજાનું ઘડી ન ચાલે, ધીરજ રાખો, બાલ સહે બે મારા, યમ સહન કરૂં છું રોજ શાહીના આ છંટકાવ તમારા, અમલદાર : રાખ હવે કર બંધ લવારી, બહુ સાંભળી વાતો તારી નીચે એક ગોડાઉન ભર્યો જૂના દફ્તરનો, થપ્પી પર થપ્પી કરેલ રેકર્ડ ભર્યું જયાં, તને મોકલી આપું છું ત્યાં. જ્યાં નહિ પવન, નહિ અજવાળુ, ભેજ ભર્યા અંધારે, ઊધઈનો ખોરાક બનીને શૂન્ય થવાનું તારે. કાગળ : ઘમંડ તમારો જોઈ મને હસવું આવે છે. કુદરત પણ કેવાં આશ્ચર્યા સરજાવે છે ! આ ફાઈલાના ગંજ, તુમારોના ઢગ જે બંધાયા, અણમૂલા આયુષ્યતણાં સહુ વરસ તમારાં અંદર છે અટવાયાં. ઊધઈ મારું જે દિન કરશે ભાજન, જીવનભરનું કાર્ય તમારું મારી સાથે થશે વિસર્જન; થશે પંચાવન પૂરાં, ઊઠશે આ ખુરશીથી જયારે, તમ જીવનનો સાર લઈ હું જઈશ નીચેના ભેજભર્યા અંધાર ઊધઈ સદા જ્યાં રાહ જુએ છે — અને ત્યાં લગી ટાંક ચલાવો, બટ્ટન દાબો, કરો ટકોરી, અંગ્રેજીમાં ટાઈપ કરાવો પરિપત્રો મુદ્દામ જરૂરી. નાથાલાલ દવે ૨૨-૭-૫૬ ટિપ્પણ: આઉડવર્ડ—જાવક, ઈનવર્ડ-આવક, ટી. એ.—પ્રવાસ ભથ્થું, ડી. એ.—મોંધવારી ભથ્થું. બી. સી. એસ. આર.—મુંબઈ સીવીલ સર્વીસ રૂલ્સ કેટેગરીક્ષા. માલિક : શ્રી મુ ંબઇ જૈન યુવક સત્ર; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઇ ૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ,
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy