________________
તા. ૧૬-૩-૬૩
ના અવાજ, નારૂપ નહિ વ્યકિતત્વ, ન
પ્રબુદ્ધ જીવન
✩
કાગળ અને એક સવાદ
✩
[નીચેના સંવાદ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ કવિ અને શિક્ષણશાસ્ત્રી શ્રી નાથાલાલ દવેના ‘જાહ્નવી' એ શિર્ષક કાવ્યસંગ્રહ (વિક્રેતા: ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ગાંધી માર્ગ, અમદાવાદ કિંમત રૂા.૨/૫૦) માંથી ઉદ્ભુત કર્યો છે, આ એક પ્રકારનું કટાક્ષકાવ્ય છે અને તે કેવળ કાગળા અને ફાઈલા સાથે રમત કરતી અને નીકાલ કરતાં મુલતવીકરણને વધારે મહત્ત્વ આપતી આજની અમલદારશાહીને તેના યથાર્થ સ્વરૂપમાં રજુ કરે છે, ‘જાહ્નવીમાં' આવાં કટાક્ષકાવ્યો તો બહુ થાડાં છે, પણ તેમાં બીજા અનેક કાવ્યો છે કે, જેનું વાચન કવિહૃદયની ઉત્તમ કોટિની સંવેદનશીલતાનો મધુર અનુભવ કરાવે છે, આજે પ્રગટ થતાં કાવ્યા મોટા ભાગે દુધ માલુમ પડે છે, જ્યારે ભાઈશ્રી નાથાલાલ દવેનાં આ કાવ્યા તેના ભાવને સામાન્ય વાચકો સહજપણે પકડી શકે તેવાં રોચક અને રંજક છે. પરમાનંદ ] કાગળ : હું કાગળનો ટુકડો કેવળ,
રંગ, ના ઘાટ, જીવન પરિમલ ........ મણના ભાવે સરકારી સ્ટેશનરી ખાતું વિનામૂલ્યે જે વહેંચે.
જેના પર દિન-રાત ગમે તે સહી ને શેરા ખેંચે, ક્ષુલ્લક, અલ્પ, નકામા, નિર્બળ ......હું પણ મનમાં હું પામું વિસ્મય,
તમે કોણ છો? જરા તમારો દેશો પરિચય? મારી સામે મીટ માંડીને યમ બેસો દિન રાત ? દિલ ખોલીને જરા કહેશે. આજ તમારી વાત?
અમલદાર : હું અમલદાર, હાકેમ આવડી હકૂમત તા કહાવું,
આ ખુરશી પર બેઠો બેઠો રાજ્ય ચલાવું;
કરૂ આયોજન, થોકે થોકે પત્રક પર પત્રક મંગાવું; મારા હુકમે સ્ટાક્ બેસીને સાંજ લગી કરતો સરવાળા, આઉટવર્ડ ને ઈનવર્ડની અનંત એ ચાલે ઘટમાળા. બદલી, બઢતી ને હક્કોના હૈયે રમે હિસાબ, છટા અનોખી, ચાલ, અનોખી, રાખું કડક રુઆબ; હું જાણું સહુ ભેદ અટપટા વહીવટના જંગલના, હું જાણું સહુ દાવપેચ કાગળ પરના દંગલના, ચાલબંધી મુજ ચોક્કસ પૂરી અગાઉથી અંદાજ કરેલી, હું ગઢેટેડ, કેટેગરી પહેલી.
કાગળ : વાત તમારી સુણી મન મહીં
પામું હું આશ્વાસન ! શા હેતુથી વિધિએ નિર્યું હશે. આપણું મિલન ! અસમ પ્રાન્તના ઘેર અરણ્ય બ્રહ્મપુત્રને તીરે વાંસવને મુજ જન્મ; સુમંજાલ શીતલ શાંત સમીરે મધુર મર્મર વીત્યું શૈશવ, નિર્ઝરના કલસૂર વિહગ તણા 'કલ્લાલે.
માન્યું આમ જ જશે જિંદગી
નિબિડ નીલ એ વનરાજીના મધુર અંકમાં
કિંતુ એક દિન પડી કુઠાર, કઠોર દારુણ વજ્રપાત ! જે વસમી વિચ્છેદ વેદના હજી સાંભરે મમ્મતિક આઘાત ! વિચિત્ર ચાલી જીવનયાત્રા, ભાગ્ય તણી કે પડી થપાટ, છૂંદાયો, પિસાયો યંત્રે, બન્યો હું ચોરસ ને સપાટ, ગઈ તાકાત, ખુમારી ગઈ ને ગયાં જ શમાં, કોઈ કૃષ્ણના અધરે મુરલી થઈ રમવાનાં આવ્યો કાગળ થઈ તમ પાસે, કહે હવે, શી કથા તમારી? હું જોઉં તમારો વેશ, મને ના કંઈ સમજાતું, અને તમારી બોલી સાંભળી મન મૂંઝાતું, છે કિયો તમારો દેશ?
અમલદાર : લાગું છું પરદેશી જેવો ?
જન્મ થયા છે ભારતમાં, પણ અમે વિદેશી વેશ સયો છે, અસ્ત થયેલી સલ્તનત તણી યાદ સમા લંબાશ અમે ના. હજી તળ્યા છે, અમે ભણ્યા ભણતર એવું કે, દૂર દૂર ચાલ્યા જનતાથી
92
અમલદાર
૨૨૭
અંગ્રેજોનું રાજય ગયું, પણ ભાષા એની પકડી રાખી. છોડી ન છૂટે,
મનની સાંકળ તોડી ન તૂટે.
અને હોય નહિ અંગ્રેજી તો પછી અમારી શીઅે કિંમત ? પરદેશી ભાષાને ઓથે ભૂલો છુપાતી, બઢતી કિંમત. એમાં તો ભારે સગવડ છે!
જેના ઉપર રાજ્ય કરો તે વહીવટના ભેદ ન જાણે, દૂર રહે ને ડરતા ચાલે, આંટીઘૂંટી ૐ ન પિછાને, ઠરાવ, કાનૂન, જે કહીએ તે પવિત્ર માની પૂજા કરે, વળી કોઈ ભાવિક આવે તો ધૂપ દીપ નૈવેદ્ય ધરે. આમ અમારી. ગાડી ગબડે.
ગાજ્યા કરતી ભલે હવામાં સર્વોદયની, શોષણમુકિતકેરી વાત; અહીં અમારી એ જ રસમ, ને છતાં વાળ ના વાંકો થાતો. કાગળ : મહિને મહિને થતી હશે મુશ્કેલી ભારે, કર ભરનારી જનતાને રાખો અંધારે, વેતન ચૂકવે કોણ તમારૂં?
અમલદાર : પગા નિશ્ચિત પહેલી તારીખે, એમાં ફિકર નથી એ તો મંજાર થાય ઉપરથી
શિક્ષણને બદલે ચાલે છે. અહીં ડિગ્રીના જાદુમંતર, પરીક્ષા તણી ઊંચી એક નિસરણી પર
રાષ્ટ્ર તણું, યૌવન અહીં કરતું ચડતર. શો સ્વભાવ ને શા સદ્ગુણ એ કોઈ ન પૂછે, નહિ જરૂર જીવન જોવાની, નિશાળનું દફ્તર મૂકીને મેળવી લેવું. આ દફ્તર નજર માંડવી પુસ્તકમાંથી કાગળ પર, આવી જવાનું બેન્ચ ઉપરથી ખુરશી પર. રાજમાર્ગ જે પ્રાપ્ત કરે છે આ નિષ્ક્રિય નિર્વાહ તણી, બસ, એનો બેડો પાર ગણા.
કાગળ:: મનમાં મુજને અચરજ મેટું, મારી સામે નજર કરી
બસ રહો નિહાળી, એવી તે શું તમે મેહની મુજમાં ભાળી ? ધોળે દિવસે બળતી બત્તી, ફરતા પંખા, બજે ટકોરી ટાઈપ પર ટપ ટપ છપાય છે પરિપત્રો મુદ્દામ જરૂરી. દિવસે દિવસે વધ્યે જાય ફાઈલોના ગંજ, તમને ના કઈ થાય વિમાસણ ? ના કઈ મનમાં રજ ? રૂપ તણા ભંડાર સમી છે દુનિયા, ગગને નવલખ તારા, મેઘધનુષના રંગ. સુકોમળ, પ્રકૃતિની રંગીન ક્ લમાળા હરિયાળાં ઝાડોનાં ઝુંડો, ગાતાં ઝરણાં, અદ્રિશિખર વાદળ—ઢંકાયા. છાતી ગગને અષાઢની ઘનઘોર મેઘલી છાયા, શાંત ચાંદની રાત રૂપેરી, પ્રસન્ન નીરે સભર સરોવર શા અપાર વિસ્તર્યા વિશ્વમાં રૂપરૂપના સાગર ! સુષ્ટાએ સરજેલું જાણે નાજુક ઊર્મિગીત સરલ,