________________
દ
પ્રભુ
નવા બંધારણમાં સ્ત્રીઓને પુરુષસમાન સ્થાન આપવામાં આવ્યું છે અને હિંદુ કાયદામાં પાયાના ફેરફારો કરીને વિધવા તથા પુત્રીને વારસા હક્ક આપવામાં આવ્યો છે. અવગણનાના સ્થાને આદર વધતા જાય છે અને અનેક વ્યવસાયોમાં તેમજ સરકારી નાકરીઆમાં બહેનોને હવે સારા પ્રમાણમાં રોકવામાં આવે છે. શિક્ષણના ક્ષેત્રમાં તો કોઈ ભેદ રહ્યો જ નથી. આમ છતાં પણ વિધવા પ્રત્યેના અમુક વલણમાં હજુ સુધી બહુ ફેર પડયા નથી. વાણીવ્યવહારમાં સમાજે વિધવાને “ગંગાસ્વરૂપ” વિશેષણથી બીરદાવી; ગાંધીજીએ તેને ‘ ત્યાગમૂતિ કહી પ્રતિષ્ઠિત બનાવી; આમ છતાં કોઈ પણ મંગળ પ્રસંગે વિધવા સ્ત્રી આગળ આવતાં અચકાય છે. વિધવા સાથે અપશુકનના ભાવ સમાજમાનસમાં જડાયેલા છે. લગ્ન જેવા શુભ પ્રસંગે પણ દીકરાને પોંખવા માટે વિધવા માતાના સ્થાને નજીકની પણ સધવા સ્ત્રીની જ પસંદગી કરવામાં આવે છે. આવી વર્તમાન પરિસ્થિતિમાં તાજેતરમાં બનેલી એક શુભ ઘટનાને આવકારવાનું સહેજે મન થાય છે.
- થોડા સમય પહેલાં મુંબઈમાં વસતા માંગરોળના જૈન સમાજમાં જાણીતા શેઠ લાલદાસ જમનાદાસને ત્યાં તેમના નાનાભાઈ. સ્વર્ગસ્થ કાંતિલાલના દીકરા ભાઈ ધીરેન્દ્રનાં લગ્ન હતાં. ચાલુ રિવાજ પ્રમાણે જે સ્ત્રી સૌભાગ્યવતી હોય તે જ નવપરિણીત દંપતીને પોંખી શકે. આમ આ ચાલુ માન્યતા અને પરંપરાને અવગણીને શ્રી લાલદાસ શેઠે અને તેમનાં પત્ની શ્રી હીરાબહેને ભાઈ ધીરેન્દ્રના વિધવા માતા બહેન - ધીરજબહેનને જણાવ્યું કે, “ચિ. ભાઈ ધીરેન્દ્રના લગ્ન વખતે, તમે તેમનાં માતુશ્રી હોઈને, વર-કન્યાને તમારે જ પોંખવાના છે.” શ્રી ધીરજબહેન આ સાંભળીને દિગ્મૂઢ થયા, જેની આવી ઈચ્છા જાણીને ચકિત થયા અને શું કરવું તેની વિમાસણમાં પડયા, પણ જેનો આ બાબતના મક્કમ આગ્રહ છે. એમ જ્યારે તેમને પ્રતીતિ થઈ ત્યારે તેમના ખચકાટ ઓસરી ગયો, તેમના આનંદનો પાર ન રહ્યો અને નવપરિણીત પુત્ર તથા પુત્રવધુને અંતરના ઉમળકાથી પાંખ્યા. ચાલુ પરંપરામાં આવે. ફેરફાર કરવા માટે તથા વિધવા માતાની પુન: પ્રતિષ્ઠા કરવા માટે શ્રી લાલદાસ શેઠને તથા તેમના પત્નીને અનેક ધન્યવાદ ઘટે છે.
આ ઘટના નાની છે, એમ છતાં આજની સામાજિક પરિસ્થિતિમાં તેનું ઘણુ મહત્ત્વ છે. એ સમય હવે પાકી ગયો છે કે, જ્યારે સમાજે સધવા-વિધવા વચ્ચેના ભેદભાવ ભૂલી જવા જોઈએ અને વાસ્તવિકતા એ ભેદ કદાચ જલ્દિી ભૂલવા ન દે તો પણ પુત્ર કે પુત્રીના લગ્નપ્રસંગે વિધવા કે સધવા કોઈ પણ સ્વજન લેખાતી સ્ત્રી કરતાં માતા વિધવા હોય તો પણ તેની યોગ્યતા સૌથી વધારે છે એટલી વાત સર્વત્ર સ્વીકારાવી ઘટે છે. જમાઈ પરણવા આવે ત્યારે સાસુ વિધવા હોય તો પણ તેણે જ જમાઈને પોંખવા જોઈએ અને દીકરો પરણીને ઘેર આવે ત્યારે માતા વિધવા હોય તો પણ તેણે જ જોઈએ. વરઘાડિયાને—નવપરિણિત દંપતીને—પાંખવા આવા આગ્રહ, જ્યાં આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યાં, સમજુ કુટુંબીજનાઓ સેવવા જોઈએ. દરેક માતાના આ અબાધિત અધિકાર છે. તેના ઈનકાર કરવા એ માતૃત્વનું અપમાન કરવા બરોબર છે. એક અસામાન્ય લગ્નઘટના
પહેલાના સમયમાં વિવાહસંબંધે નિર્માણ કરવામાં નાત, જાત, ધર્મ, સંપ્રદાય, તડ અને ઘાળની જે તરેહ તરેહની વાડાબ’ધી હતી તે હવે ધીમે ધીમે તૂટવા લાગી છે અને આન્તરજ્ઞાતીય વિવાહસંબંધો બંધાવા શરૂ થયા છે, એટલું જ નહિ પણ, હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી તેમ જ પારસીઓ વચ્ચે પણ પરસ્પર વિવાહસબંધો નક્કી થતા સભળાય છે અને યુરોપ અમેરિકા જતા આવતા વિદ્યાર્થીઓ ત્યાંની જ કોઈ કન્યા સાથે લગ્નસબધથી જોડાયાના દાખલાઓ પણ હવે અવારનવાર સાંભળવા મળે છે. આમ છતાં કોઈ યુવાને વિધવા સાથે લગ્ન કર્યાનું ભાગ્યે જ સંભળાય છે. ઊલટું મોટી ઉમ્મરે વિધુર થયેલા ખુરુષ પણ મેાટી ઉમ્મરની કુંવારી કન્યાને લગ્નસંબંધ માટે શોધતા માલુમ પડે છે. વિધવા તે કંઈ કાળથી અપશુકનિયાળ ગણાતી આવી છે અને તેના વિષેનો અણગમો તુચ્છકારવૃત્તિહિન્દુ સમાજના પુરુષ માનસમાં કંઈ કાળથી જડાયેલી છે અને આટલું બધું ઉદાર શિક્ષણ મળવા છતાં સમાજમાનસમાં રહેલી આ તુચ્છકારવૃત્તિ હજુ ભુંસાતી નથી. બાળક સાથેના વિધુરને કન્યા મળે છે, પણ બાળક સાથેની વિધવા માટે તે લગ્નજીવનની હજુ સુધી કોઈ આશા જ સંભવતી નથી.
સમાજની આવી પરિસ્થિતિ વચ્ચે પાંચ-છ વર્ષના બાળક સાથેની વિધવાના થોડા સમય પહેલાં એક ૨૭-૨૮ વર્ષના કુંવારા
વન
તા. ૧૬-૩-૧૩
*
યુવાન સાથે લગ્ન થયાની હકીકત મારા જાણવામાં આવી અને મે ભારે વિસ્મય અને આનંદ અનુભવ્યાં. તા. ૯-૧૦ માર્ચના રોજ મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજવામાં આવેલ કોસબાડ પર્યટન માટે નક્કી કરવામાં આવેલી બસમાં એક કચ્છી કુટુંબ અમારી સાથે જોડાયલું હતું. કુટુંબ એટલે પતિ, પત્ની અને એક બાળક. તે કોણ છે એ વિષે પૂછતાં માલુમ પડયું કે તેમાંના ભાઈ અમારા સભ્યના નાના ભાઈ હતા. તેમણે પેલાં બહેન જેમની ઉમર આશરે ૨૨ વર્ષની હશે તેમની સાથે ગયા જાન્યુઆરી માસની ૨૭મી નારીખે લગ્ન કર્યું હતું. તે બહેનનું ૧૫ ૧૬ વર્ષની ઉમ્મરે પહેલું લગ્ન થયું હતું, એક બે વર્ષમાં બાળક પ્રાપ્ત થયું હતુ અને બે કે ત્રણ વર્ષ બાદ તેમના પતિના દેહાન્ત થયો હતો. તે બહેન મેટીક સુધી ભણેલાં. વૈધવ્ય પ્રાપ્ત થયા બાદ .તેમણે ભણવાનું શરૂ કર્યું અને ઈન્ટર સુધી પહોંચ્યાં. આ દરમિયાન બાબા પાંચ-છ વર્ષના થયા. ભાઈ બી. એસ. સી. સુધી પહોંચેલા અને હાલ કોઈ શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે. બાઈ તથા ભાઈના કુટુંબો એકમેક સાથે ઠીક ઠીક સમયથી પરિચિત હતાં. બાઈનાં માત પિતા અને સાસરિયાં તથા ભાઈના કુટુંબીજનોની પૂરી સંમતિથી ભાઈએ. ઉપર જણાવ્યું તે મુજબ ગયા જાન્યુઆરી માસની ૨૭ મી તારીખે લગ્ન ર્યું અને બાઈના બાળકને ભાઈએ પૂરા ભાવથી અપનાવી લીધું. આપણા સમાજની સામાન્ય પરિસ્થિતિ જોતાં આવા લગ્નસ બધ નિર્માણ થાય તે એક અસામાન્ય ઘટના ગણાય.
સમાજમાં આ પ્રકારની ઘટના કદિ કદિ બનતી સંભળાય છે, પણ મેોટા ભાગે તેવી ઘટના પાછળ સ્વચ્છ ંદનું તત્વ હોય છે અને એ પ્રકારનું લગ્ન ખાનગી રીતે પતાવવામાં આવે છે. પ્રસ્તુત ઘટના અંગે એમનાં સ્વજનો ખાત્રી આપે છે કે આ લગ્નસંબ ંધ પાછળ કોઈ સ્વચ્છંદનું તત્વ નહોતું અને લગ્ન તો બધાં વડીલોની સંમતિ અને આશીર્વાદપૂર્વક જાહેર રીતે કરવામાં આવ્યું હતું. લગ્નગાંઠથી આવી રીતે જોડાનાર યુવક યુવતીને—વિશેષે કરીને બાળક સાથેની વિધવાને અપનાવનાર યુવકને તેની ભાવનાશાલીતા માટેસમાજના ધન્યવાદ ઘટે છે. તેમના સાંસાર સુખ, આરોગ્ય અને ઐશ્વર્યાંથી સંભર અને સાર્થક બને અને તેમનું દંપતીજીવન અખ’ડ પ્રેમભાવ વડે સદા સુવાસિત રહે એવી આપણી પ્રાર્થના હા !. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત નૌકાવિહાર
તા. ૫—૩૬૩ મંગળવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્રારા યોજવામાં આવેલ નૌકાવિહારમાં ત્રણસે ભાઈબહેન તથા બાળકોએ લાભ લીધેા હતો. ફાગણ શુદ ૧૦ ની રાત હતી એટલે સમુદ્રપટ ઉપર ચંદ્રની મધુર રોશની પથરાઈ ચુકી હતી. દરિયા શાન્ત પ્રસન્ન હતા. પ્રવાસીઓના કલરવથી શોભના સ્ટીમર ગાજી ઉઠી હતી. સ્ટીમરના નીચેના ભાગમાં ધ્વનિવર્ધક યંત્રની ગાઠવણ કરવામાં આવી હતી. ગાનતાનનાં રસિયાં ભાઈબહેને તે આસપાસ ગોઠવાઈ ગયાં હતાં. માઈક દ્વારા ગીતા, ભજના અને વાર્તાવિનોદ પ્રસારિત થઈ રહ્યો હતા. બાળકો બહુ સારી સંખ્યામાં જોડાયાં હતાં અને તેમના ક્લેાલ તેમના દિલમાં સમાતો નહોતો. જુદાં જુદાં કુટુંબ પોતપોતાનાં મંડળા રચીને સમુદ્રવિહારને માણી રહ્યાં હતાં. પવનલહરિ સુસવાટ કરી રહી હતી અને તેની શીતળતા સૌ કોઈને પ્રસન્ન કરતી હતી. વિશાળ સમુદ્રપટ ઉપર સ્થિર બનેલી મોટી મોટી સ્ટીમરો અને લડાયક વહાણાની બાજુએ થઈને ‘શાભના’ નિયત માર્ગ ઉપર આગળ વધી રહી હતી. આમ આનંદ ક્લાલમાં દોઢેક ક્લાક પસાર થયા બાદ ઈડલી, વડાં અને આઈસ્ક્રીમના ઉપાહાર પીરસવામાં આવ્યો હતો. આથી સર્વની પ્રસન્નતામાં વધારો થયા હતા. રાત્રીના બરોબર ૮–૧૫ વાગ્યે શોભના એપેલા બ'દર ઉપરથી ગતિમાન થઈ હતી અને ૧૧-૧૫ વાગ્યે ત્રણ કલાકના પ્રવાસ પૂરો કરીને કિનારે લાંગરી હતી. આ ત્રણ કલાક કેમ ગયા તેની જાણે કે કોઈને ખબર ન પડી અને શું હવે કિનારો આવ્યો અને ઉતરવાનું આવ્યું એવા પ્રશ્નપૂર્વક સ્ટીમરની નીસરણી ઉપરથી સૌએ ઉતરવા માંડયું અને જે ગેઈટ વે ઓફ ઈન્ડિયામાં પ્રવેશ કરીને શેશભનામાં દાખલ થયા હતા તે ગેઈટ વે ઓફ ઈન્ડિયામાંથી બહાર નીકળી ત્રણ કલાકનાં અત્યન્ત સુખદ નૌકાવિહાર વિષે તૃપ્તિ અનુભવતાં ભાઈબહેના અને બાળકો પોતપોતાનાં નિવાસસ્થાન તરફ અભિમુખ બન્યાં.
પરમાનંદ.