________________
swiki vineshbhai khodaliorest
૭૨
પ્રભુ સાવ ન
લયોતિષના સંબંધમાં લોકો જયારે એકદમ વિશ્વાસપૂર્વક અને બહુ ભાર મૂકીને વાત કરે છે ત્યારે મારા જેવાઓને તેના ઉપર ધૃણા ઉપજે છે અને એ લોકો પણ અમારી એ વૃત્તિને અશ્રાદ્ધા અને નાસ્તિકતાનું નામ આપી . જનમાનસને અમારી વિરુદ્ધ કેળવવાના પ્રયત્નો કરે છે. આ લીલા હંમેશા ચાલ્યા કરવાની છે. - જન્મપત્રિકા તૈયાર કરીને જન્મલગ્ન પ્રમાણે ફ્લ બતાવનારા અને તેના ઉપર વિશ્વાસ રાખનારા ઘણા લોકોને મેં જોયા છે. જેમ ભૂત ઉપર વિશ્વાસ રાખનારી જનતા તેવી વાતો શ્રાદ્ધાર્થી સાંભળે છે “તેમ '' ગ્રહોની અસર ઉપર વિશ્વાસ રાખનારા માણસા ગ્રહાની વાત પણ એટલા જ વિશ્વાસ રાખવાના આગ્રહ સાથે સાંભળે છે. અવિશ્વાસ રાખવાથી ગ્રહોને શાપ ઉતરશે એવા ભય બતાવનારા લોકો તો હોય જ છે.
કહેવાય છે કે, ચંદ્રની આસપાસ કોઈ વાયુમંડળ નથી. ત્યાં ગરમી અને ઠંડી ધીમે ધીમે નથી વધતી, ચંદ્ર ઉપર સૂકો મહાસાગર' છે. 'મૃત થયેલા જ્વાલામુખી પણ હશે, જે પ્રકારની જીવસૃષ્ટિને આપણે જાણીએ છીએ તેવા પ્રકારની જીવસૃષ્ટિ ચંદ્ર ઉપર નથી, હાઈ શકે પણ નહિ. એવા નિર્જીવ અને નિષ્પ્રાણ ચંદ્રમામાં મનુષ્ય જેવા રાગદ્ગ ધાદિ હોય તે આપણી જેવાઓ માટે માનવું મુશ્કેલ છે. જેઓ માનતા હોય તેઓને એમની શ્રાદ્ધા મુબારક.
જયારે લોકો એમ કહે છે કે, મનુષ્યજીવન ઉપર ચંદ્રની અસર થાય છે, ત્યારે મારા મનમાં તરત વિચાર આવે છે કે, હું સજીવ, પ્રાણવાન, ચૈતન્યમૂર્તિ છું. મારી અસર અવશ્ય ચંદ્ર ઉપર થતી હશે. એના ‘હિસાબ બતાવનારા ગ્રન્થા આપણી પાસે કેમ નથી? જરૂર કોઈ એમ 'કહેશે કે... એના ગ્રન્થા ચંદ્રલોકમાં હશે. હું એવા લોકો સાથે વાંદિવવાદમાં નહિ ઉતરૂ
લજતેતિષના ગ્રન્થા વાંચીને આપણા જીવન ઉપર ગ્રહોની થતી અસરની જે લોકો વાતો કરે છે તેમના ઉપર મને વિશ્વાસ નથી. કાકાલીય ન્યાયે કદાચ કોઈ એકાદ બે વાત સાચી નીકળે તો પણ તેના ઉપર વિશ્વાસ રાખવાને હું તૈયાર નથી.
1 #
પંચાંગમાં એક ‘અવકહડા ચક્ર' આપવામાં આવે છે. એ ચક્રની કોર ઉપર ગ્રીક વર્ણમાળા જેવા કેટલાક અક્ષરો લખેલા હોય છે. જોષીઓ આ ચક્રની મદદથી નવજાત બાળકના નામની રાશિ, તેના દેવ, મનુષ્ય કે રાક્ષસ ગણ વગેરે બતાવે છે. આ બધાંની ચર્ચા અને તેની ભવિષ્યવાણી વગેરે સાંભળીને મારો તો પાકો નિશ્ચય થઈ ગયો છે કે આ બધું પાખંડ છે. જન્મપત્રી જોઈને લગ્ન નકકી કરવા એ બિલકુલ ગલત વાત જણાય છે. જે લોકોએ જોષીઓને પૂછીને દીકરા દીકરીઓ પરણાવ્યા છે અને જેઓએ પૂછયા વગર પરણાવ્યા છે એ લોકોના અનુભવ પરથી સ્પષ્ટ થાય છે કે, જેમણે જન્માક્ષરની અનુકૂળતા જોઈને લગ્નો કર્યાં છે તેમનાં લગ્નો વિશેષ સફળ થયાં છે એવું કશું જ નથી. વરકન્યાનાં મૂળ, પરંપરાગત રીત રિવાજ, કૌટુંબિક ઈતિહાસ, તેમના સ્વભાવ વગેરેના ખ્યાલ કરીને લગ્ન નકકી કરવાં જોઈએ. ગ્રહોની વાત વચમાં લાવીને માબાપ અને બીજાઓ પેાતાની સાચી જવાબદારી ભૂલી જાય છે અને માને છે કે, ગ્રહોની અનુકૂળતા જોઈ લીધા પછી બીજું કઈ જોવાની જરૂર નથી.
બાળકના જન્મ સાથે જ એની જન્મકુંડળી બનાવવી, અને એના ઉપરથી તેનું ભવિષ્ય વિચારી કોઈપણ નિર્ણય લેવા એ ખરેખર જીવનદ્રોહ છે. અંધ વિશ્વાસ રાખવા અને બાળકની બાબતમાં પહેલેથી અભિપ્રાંય બાંધી લેવો એ ખરેખર બાળકો પ્રતિ અન્યાય છે.
વરસાદ કયારે થશે એના અંદાજ કાઢવાનું એક વિજ્ઞાન છે. અંગ્રેજીમાં તેને Meteorology. મીટીઓરોલાજી કહે છે., આપણા દેશમાં ખેડૂતોએ દીર્ઘકાળના અનુભવ પછી અને કંઈક નવા નવા અનુમાનો જોડીને પોતાનું એક ગ્રહમાન વિજ્ઞાન બનાવ્યું છે, '
તા. ૧-૧-૬૩
જેને “સહદેવ’- ભડલી - વાય” કહે છે. ભાળા લોકોના યુગની આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ હતી. એની કદર કરવી જોઈએ એ ખરું, પણ જો કોઈ ખેડૂત ગામના કોઈ જોષીને પૂછીને ખેતરમાં વાવણી કરે તે તે બુદ્ધિમાનનું કામ ન કહેવાય: · લગ્નમાં હ જોવા, પ્રયાણ માટે જોષીને મુહૂર્ત પૂછવું એ એક વહેમનું અંગ છે.
આસામના, ઈતિહાસમાં મેં વાંચ્યું છે કે, યુદ્ધ કરવા જતા લશ્કરની સાથે એક · જોષી પણ રહેતા. તેને પૂછ્યા વિના સૈન્ય કંઈ કરી શકતું નહિ. એક વખત સેનાપતિ લાછિતફ કનને લાગ્યું કે શત્રુ પર છાપો મારવાના અનુકૂળ મોકો છે, તેણે જોષીને પૂછ્યું. જોષી મહારાજે મીનમેષ ગણીને કહ્યું, “હમણા મુહૂર્ત સારું નથી, ગ્રહ અશુભ છે, મોટું નુકસાન થશે.” સેનાપતિ ડાહ્યો હતો. એણે તો જોષીને ધમકી આપીને કહ્યું, “હમણા ને હમણા મુહૂર્ત કાઢી દે, નહિ તો તારૂં માથું ઉડાવી દઈશ.” જોષી મહારાજને ગ્રહની અસર કરતાં સેનાપતિની તલવારની અસર વધારે થઈ અને ઝટ મુહૂર્ત કાઢી દીધું. સેના તે જ ક્ષણે રવાના થઈ ગઈ.
ફલજ્યોતિષ, સામુદ્રિક અને શકુન આદિ વહેમાની પાછળ કઈ સત્ય છે કે નહિં એ પ્રશ્નના ઉત્તર આપવા વ્યર્થ છે. હું તો બધાને કહું છું કે, આવા વહેમ રાખનારા માણસાના મન ઉપર-ગ્રહોની કહા કે એવા વહેમા કહે - બહુ માઠી અસર થાય છે. તે પેાતાની નિર્ણયશકિત ખોઈ બેસે છે. પરિસ્થિતિને સમજી લેવાનું પેાતાનું કર્તવ્ય તે ખોઈ બેસે છે અને અંધવિશ્વાસ વધી જવાથી તેનું વ્યકિતત્વ દયા અને તિરસ્કારને પાત્ર બને છે. ફલજયોતિષની પાછળ પડનારને પારાવાર નુકસાન થાય છે, તેની વિચારસરણી દયાપાત્ર બની જાય છે અને બીજાઓને તેના તરફ આદર રાખવા મુશ્કેલ લાગે છે. ઉપર મેજે બે જયોતિષિઓનો ઉલ્લેખ કર્યો છે એમણે શુદ્ધ ગણિત કરીને ફલજ્યોતિષનાં ગ્રન્થ વાંચી વિચારીને ઋગ્રહયોગ શરૂ થયા પહેલાં જ જાહેર કર્યું હતું કે, આ અષ્ટગ્રહના યોગ એ એક બહુ સામાન્ય પ્રસંગ છે, તે અનર્થસૂચક નથી, તેમ જ એ યોગમાં એવું કંઈ સામર્થ્ય નથી કે જેનાથી સાધારણ નાના મોટા પણ સંકટના પ્રસંગો ઊભા થાય, જો જનતાએ એમની આ વાત માની હોત તો હવામાં ઘી હોમીને હજારો રૂપિયાનું પાણી ન થાત. છતાં પણ જો હું એમ કહું કે એ બે જયોતિષિઓના નિર્ણય ઉપર કે એમની ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ રાખો તે મારી આખી ભૂમિકા તૂટી જાય. મેં ગણિત કર્યા વિના અને જોષીઓને પૂછ્યા વિના જાહેર કર્યું હતું કે “આ અષ્ટગ્રહયોગના કારણે કોઈ ખાસ બને તેમ હું માનતા નથી.” લજયોતિષ વગેરે પ્રવૃતિઓએ આપણા સમાજને બહુ નુકસાન કર્યું છે. આવી પ્રવૃત્તિઓ છેડી દઈને મનુષ્ય વૈજ્ઞાનિક રીતે જીવવાનો નિશ્ચય કરવા જોઈએ.
લોકો કહે છે, જ્યોતિષમાં કંઈક તો હશે જ. હું કહું છું કદાચ કઈએ ન હોય. દરેક વસ્તુનો પ્રયોગ કરીને નિર્ણય કરવા જોઈએ. અશ્રાદ્ધાએ જેટલું મનુષ્યજાતિનું નુકસાન કર્યું છે. તેના કરતાં હજારગણું વધારે અંધશ્રાદ્ધાએ કર્યું છે. સૌથી મોટું નુકસાન એ છે કે વહેમા પર વિશ્વાસ રાખનારો માણસ લઘુ અને ડરપોક બની જાય છે, નિર્ણય કરવાની શક્તિ ખાઈ બેસે છે અને સમાજને પણ નીચે લઈ જાય છે.
જે કોઈને આવા વિષયોમાં રસ હોય તેણે પહેલાં તર્કશાસ્ત્ર અને અનુમાનશાસ્ત્ર સારી રીતે શીખવા . જોઈએ. ડિડકટીવ લ ાજિક અને ઈન્ડકટીવ લ ાજિક નિગમનિક તર્ક અને આગમન તર્ક અને હેત્વાભાસ એ ત્રણેને સારી રીતે અભ્યાસ કરવા, પછી વૈજ્ઞાનિક નિષ્ઠાથી હજારો અને લાખા ઉદાહરણા તપાસવા અને પછી ચેકકસ નિર્ણય પર આવે અને લેાક સમક્ષ પુરા સાહિત્ય સાથે તે રજા કરે. અગર કોઈ વાત સાચી. પણ હાય પણ જયાં સુધી ઊંડાણમાં ઉતરી તેની તપાસ ન કરી હાય ત્યાં સુધી તે વહેમ જ છે, અને અંધશ્રાદ્ધાથી તેના સ્વીકાર કરવા ખતરનાક છે. અનુવાદક : મેનાબહેન નરોત્તમદાસ મૂળ હિંદી,: કાકા કાલેલકર
: