________________
તા. ૧૬–૩-૬૩
પ્રભુનું
કામ ઉપરાંતનું હતું. આ બધાં કામ અને જવાબદારીઓને પહોંચી વળવામાં મેં કદિ પાછી પાની ન કરી. મહારાજાને પણ મારા કામથી સંતોષ થતો રહ્યો. આ કામગીરીએ મારા ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવ્યો. એમણે જ મને વ્યાપાર ઉદ્યોગની વિશેષ કેળવણી લેવા માટે અમેરિકા મોકલેલા. ત્યાંના બે વરસના વસવાટના કારણે મારા દ્રષ્ટિબિંદુમાં અને કાર્યપદ્ધતિમાં મહત્ત્વના ફેરફાર થયો. આ ઉપરાંત ૧૯૨૩ તથા ૧૯૨૪ એમ બે સાલ વડોદરા મહારાજાના અંગત મંત્રી તરીકે યુરોપમાં મહારાજાના હાથ નીચે કામ કરવાની મને તક મળી, એ બે વર્ષના અનુભવ પણ મારા ઘડતરમાં બહુ ઉપકારક 'નિવડયો.
વડોદરા રાજ્યની મારી સમગ્ર કામગીરી પાછળ મનથી વિચારી રાખેલા નીચેના ચાર સિદ્ધાંતો મને દોરી રહ્યા હતા.
(ક) મારા કામ માટે— I am a daily wage-earnner-g એક રોજી ંદા નોકર છું—આવી મારી ભાવના રહેતી. આનો અર્થ એ કે મને દરરોજનું વેતન મળે છે અને તેથી આજનું કામ મારે આજે સારી રીતે પૂરું કરવું જ જોઈએ—આવી નિષ્ઠાથી હું કામ કરતા અને તેથી મારા કામમાં arrears જેવું-ચઢેલા કામ જેવું—કદિ રહેતું નહિ. આજનું કામ આજે જ મારે પૂરું કરવું જોઈએ—એ સિવાય મને ચેન જ ન પડે—આવા મારો સ્વભાવ અને આવી મારી નિષ્ઠા મારા કામને અંગે રહેતી.
(ખ) મારા ભાગે જે કાંઈ કામ આવતું તે પૂરી ખંત અને ઉદ્યમથી કરતા અને તેથી હું પૂરો સંતોષ અનુભવતા. ખટપટ કરીને આગળ વધવાનો કે ઊંચા હોદ્દા પર ચઢવાનો કોઈ વખત વિચાર પણ ન આવતો.
(ગ) જે કામને અંગે જે પગાર મળે તેથી પૂરો સંતોષ અનુભવતો. મને વધારે આર્થિક વળતર મળે એવી ઝંખના દિ પણ મારા ચિત્તને સ્પર્શી નહોતી.
(ઘ) જે વિષયનું કામ આપવામાં આવે તે વિષયને હું પૂરો અભ્યાસ કરતો અને તેમાં પૂરી કુશળતા મેળવવા પ્રયત્ન કરતા. પરિણામે કોઈ પણ કામ routine તરીકે—જેમ ચાલે છે તેમ પૂરૂં કરી નાખવાનું છે એ રીતે—કદિ પણ પતાવવાની વૃત્તિ રહેતી નહિ. એમાં સુધારો કેમ થાય એ જ ભાવના મનમાં હંમેશાં રહેતી.
આ ચાર કારણોને લીધે મારા કામમાં મને સદા ઉત્સાહ અને ઉમંગ રહ્યો છે અને સંપૂર્ણ efficiency—વ્યવસ્થિતતા—રહી છે. અને દરેક કામમાં મને સફળતા મળતી રહી છે. વળી, જીવનમાં ઉત્તરોત્તર વધતી જતી જવાબદારીનાં કામે એમજ—વણમાગ્યાં વણશેાધ્યાં—આવતાં જ રહ્યાં છે અને એક કામ પૂરૂં થવાની અણી ઉપર હોય ત્યાં કલ્પનામાં પણ ન હોય એ રીતે વધારે ગંભીર જવાબદારીનું બીજું કામ સામે આવીને ઉભું રહ્યું છે. દાખલા તરીકે ૧૯૩૬ ના છેવટના ભાગમાં, જ્યારે હું વડોદરા . રાજ્યના developement minister તરીકે કામ કરતા હતા તે દરમિયાન, હિંદી સરકારે વડોદરા રાજ્યને જણાવ્યું કે, તેમના વિચાર રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે મારી નિમણૂંક કરવાના છે તો તે માટે મને વડોદરા રાજ્યથી છૂટો કરવામાં આવે. હિંદી સરકારના આ ઈરાદા પાછળ કોઈ પણ જાતની લાગવગ વાપરવામાં આવી નહાતી સિવાય કે એ જગ્યા માટે કેટલાક મિત્રાએ મારૂ નામ સૂચવ્યું હતું અને તે માટે બીજા પણ કેટલાક ઉમેદવારો હતા, જેમાંથી હિંદી સરકારે મારી પસંદગી કરી હતી. વડોદરાના મહારાજા મને છેડવાને કોઈ પણ રીતે રાજી નહોતા, પણ સાધારણ રીતે હિંદી સરકાર દેશી રાજ્યોને જરૂર પડે ત્યારે અમલદારો પૂરા પાડતી હતી આ ચાલુ રવૈયા હતા, જ્યારે આ પ્રસંગે હિંદી સરકાર દેશી રાજ્ય પાસે એક અમલદારની માગણી કરતી હતી અને રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરની જવાબદારી લેવા માટે મને છૂટો કરવા એમાં વડોદરા
જીવન
૨૨૩
રાજ્યનું ગૌરવ હતું એમ સમજીને મહારાજાએ મને ત્યાં જવાની મંજૂરી આપી.
આવી જ રીતે ડેપ્યુટી ગવર્નર માટેની પાંચ વર્ષની મુદત પૂરી થવા આવી એટલામાં જ સોસાયટી ઓફ એગ્રીકલ્ચરલ ઈકાનોમિકસના પ્રમુખની જવાબદારી માથા ઉપર આવી અને તે કામને—તે સાસાયટીના કાર્યને નક્કર રૂપ આપવા પાછળ ૧૮ વર્ષ. મેં પસાર કર્યાં.
આવી રીતે મારૂ જીવન એક શાંત રીતે અને સ્વસ્થ ભાવે વહેતી જતી સરિતા જેવું એક્સરખું વહી રહ્યું છે. આજે પણ ભૂતકાળ ઉપર નજર દોડાવતાં ચિત્ત સંતોષ અને પ્રસન્નતાની લાગણી અનુભવે છે. થોડા વખત ઉપર મેં આવા જ ભાવ વ્યકત કરતાં જણાવેલું કે, Life has flown like a song and there is no regretજીવન સંગીતના એક લય માફક વહેતું રહ્યું છે અને તે વિષે મનમાં કોઈ ખેદ કે ખટકો નથી. હવે પછીના ભવિષ્ય માટે મે મારા મનમાં આ એક સૂત્ર કોરી રાખ્યું છે: “What thou livest, live well; how long or short, permit to heaven”. “તું જેટલું જીવે તે સારી રીતે જીવી જાણ, લાંબું કે ટુંકું એ ઈશ્વર ઉપર છેડી દે.”
છેવટમાં આપના મુંબઈ જૈન યુવક સંઘનો, આ રીતે આપ સર્વને પ્રત્યક્ષ મળવાના અવસર ઉભા કરવા બદલ, ફરીથી હું આભાર માનું છું. આ સંઘ સાથે મારો સંબંધ ૧૯૩૩૩૪ ની સાલથી શરૂ થયા છે અને આજ સુધી કાયમ રહ્યો છે. સંધ તરફથી બહાર પડતું ‘પ્રબુદ્ધ જીવન ' હું વર્ષોથી નિયમિત રીતે વાંચતો રહ્યો છું અને તેમાંના ઘણાં લખાણો મારા માટે પ્રેરણાદાયી બન્યાં છે. આ સંઘના સદા ઉત્કર્ષ થતા રહે એવી મારી પ્રાર્થના છે.” મંત્રીનું આભારનિવેદન
શ્રી મણિભાઈનું નિવેદન પૂરુ થયા બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે આભાર નિવેદન કરતાં જણાવ્યું કે, “જે પ્રસંગ યોજવાની અમે કેટલાય સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા તે પ્રસંગ આજે આટલી સુન્દર રીતે ઊજવાઈ શક્યો છે તેથી અમે ખૂબ સંતોષ અનુભવીએ છીએ. આ માટે સર મણિલાલ નાણાવટી તકલીફ વેઠીને અહિં આવ્યા અને અમેાને પ્રેરણા આપે એવું માર્ગદર્શન પ્રવચન તેમણે સંભળાવ્યું તે અંગે તેમના વિષે અમારા અન્તરની કૃતાર્થતા હું જાહેર કરું છું. આ માટે તેમનો તથા અમારા નિયંત્રણને માન આપીને પધારેલાં અન્ય સજજને અને સન્નારીઓના હું અન્ત:કરણપૂર્વક આભાર માનું છું.”
ત્યાર બાદ યોજવામાં આવેલા ઉપાહારને ન્યાય આપીને એકત્ર થયેલાં ભાઈ - બહેન વીખરાયાં હતાં.
જૈન શ્વે. મૂ. કોન્ફરન્સના પ્રમુખ શ્રી અભયરાજજી બલદાટાનું બહુમાન
તા. ૨૩ ૩૬૩ શનિવારના રોજ સાંજના ૬–૩૦ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) જૈન શ્વે. મૂ· કોન્ફરન્સના પ્રમુખ શ્રી અભયરાજજી બલદોટાનું મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બહુમાન કરવામાં આવશે. સાંધનાં સભ્યોને વખતસર હાજર રહેવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
પૃષ્ઠ
વિષયસૂચિ
સર મણિલાલ બાલાભાઈ નાણાવટી : એક પરિચયચિત્ર.
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત સર મણિલાલ નાણાવટીનું સન્માન સંમેલન
પરમાનંદ
ટી.
દ્વારા
૨૨૦
પરમાનંદ
૨૨૫
સ્વર્ગસ્થ ડૉ. રાજેન્દ્રપ્રસાદને અંજલિ શાંન્તિલાલ હ. શાહ ૨૨૪ પ્રકીર્ણ નોંધ : અસાધારણ કાંતણનિષ્ઠા, એક અપ્રસિદ્ધ વ્યકિતના હાથે કરવામાં આવેલા શિક્ષણસંસ્થાના શિલારોપણ વિધિ, વિધવા માતાને પ્રતિષ્ટા—પ્રદાન, એક અસામાન્ય લગ્નઘટના, મુંબઈ જૈન મુવક અયોજિત નૌકાવિહાર. ‘ફાગળ અને અમલદાર
સંઘ
૨૧૭
નાથાલાલ દવે
૨૨૭