________________
તા. ૧૬૩-૬૩
પ્રબુદ્ધ
સાલમાં જાપાન ગયેલા અને ત્યાંની ખેતીની પદ્ધતિથી તેઓ બહુ પ્રભાવિત થયેલા અને ‘જાપાનની ખેતી' એ નામનું પુસ્તક તેમણે લખેલું. તેની પ્રસ્તાવના તેમના સહપ્રવાસી મણિભાઈએ લખી આપેલી, જે વાંચીને હું ખૂબ પ્રભાવિત બન્યો હતો. આપણી વચ્ચેથી તાજેતરમાં સ્વર્ગવાસી બનેલા શ્રી વિશ્વ શ્વર્યા અને ક્વેની શતાબ્દિ આપણે ઊંજવી હતી. તે મુજબ આજે આપણે જેમનું સન્માન કરી રહ્યા છીએ એવા મણિભાઈની પણ શતાબ્દિ ઊંજવવાને આપણે ભાગ્યશાળી થઈએ એવી તેમના વિષે આપણી પ્રાર્થના હા!”
શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી
ત્યારબાદ શ્રી દુર્લભજી ખેતાણીએ જણાવ્યું કે, “પ્રતિષ્ઠા કે સંપત્તિ પાછળ મુ. મણિભાઈની કદિ દોડ દેખાઈ નથી, પણ ભણતર પછી ગણતર અને ચણતર અને તે દ્વારા જીવનનું સાચું ઘડતર—માનવી જીવનના આ વિકાસક્રમનું મણિભાઈના જીવનમાં આપણને સાચું દર્શન થાય છે. આ રીતે તેઓ આપણા સમાજ માટે ગૌરવરૂપ બન્યા છે અને તેમણે પોતાના જીવનને સુન્દર તેમજ સુવાસિત બનાવ્યું છે. આવી વ્યકિત સૌ કોઈ માટે પ્રેરણારૂપ બને એ માટે આવી વ્યકિતનું યોગ્ય રીતે સન્માન કરવું એ આપણા ધર્મ છે. એ રીતે આજના સન્માનસમાર`ભમાં ભાગ લેતાં હું ખૂબ આનંદ અનુભવું છું અને હજુ પણ તેમનું વર્ષો સુધી આરોગ્ય સચવાઈ રહે અને તેમના અનુભવભંડારના આપણને લાભ મળતા રહે એવી મારા અન્તરની પ્રાર્થના કરું છું.”
શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
ત્યાર બાદ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ પ્રસંગેાચિત વિવેચન કરતાં જણાવ્યું કે, “મણિભાઈ ગુજરાતના એક સપુત છે, એટલું જ નહિ પણ, તેમનું આજ સુધીનું જીવન જોતાં મારે મન તે ભારતના એક મહર્ષિ છે. આજે જયારે તેમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આજથી ૩૦ વર્ષ પહેલાંના સમય મને યાદ આવે છે. એ વખતે વડોદરા રાજયમાં બાલદીક્ષાની અટકાયતના ધારો ઘડાઈ રહ્યો હતા અને આ ધારો તૈયાર કરવામાં સ્વ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ સાથે આપણા મુરબ્બી મણિભાઈએ ઘણા મહત્વનો ભાગ ભજવ્યો હતા, એટલું જ નહિ પણ, એ દિવસેામાં માત્ર બાલદીક્ષા જ નહિ
☆
☆
જીવન
પણ અયોગ્ય દીક્ષા અટકાવવા માટે ગુજરાત કાઠિયાવાડમાં તેમજ મુંબઈના જૈન શ્વે. મૂ. સમાજમાં ભારે પ્રચંડ આન્દોલન ચાલી રહ્યું હતું. મુંબઈના જૈન યુવક સંઘ આ આન્દોલનમાં મેખરે હતા. અને આ જ હેતુથી ગુજરાત કાઠિયાવાડમાં સ્થળે સ્થળે જૈન યુવક સંઘો તથા મંડળે ઊભાં થયાં હતાં અને આ બધાં સંધા' તેમ જ મંડળાની પ્રવૃત્તિઓને એકત્રિત અને સંગઙ્ગિત કરવા માટે ૧૯૩૩ની સાલના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં વડોદરા ખાતે જુદા યુવક સંઘો અને મંડળાના પ્રતનિધિઓનું એક સંમેલન ભરવામાં આવ્યું હતું, જેમાં મેં પણ હાજરી આપી હતી. આ સંમેલનમાં, આજના આપણા મહેમાન શ્રી મણિભાઈની દારવણી અને માર્ગદર્શન નીચે, જૈન યુવક સંઘનું તથા મંડળાનું એક મહામંડળ ઊભું કરવામાં આવ્યું હતું. જૈનામાં જ્ઞાતિઓના વાડાઓ ઉપર તેમ જ મૂર્તિપૂજા ઉપર તેમણે ખૂબ સંશાધન કરીને નિબંધો તૈયાર કર્યા હતા. આવા આપણા મણિભાઈ ઉમ્મર વધવા છતાં હંમેશા નવા વિચારોને ઝીલતા અને વેગ આપતા રહ્યા છે અને તેથી ઉમ્મર વૃદ્ધ હોવા છતાં વિચારમાં તેઓ જુવાન રહ્યા છે.” શ્રી દિલીપ કોઠારી
૨૨૧
ત્યાર બાદ શ્રી દિલીપ કોઠારીએ મણિભાઈને અંજલિ આપતાં જણાવ્યું કે, “હિન્દુસ્તાનનું હાર્દ ગામડામાં ગાંધીજીએ જોયું એટલી જ ઉત્કટતાથી મણિભાઈએ જોયું છે અને તેથી ખેતી અને ખેડૂત એ એમને પ્રિય વિષય બન્યો છે અને વડોદરા રાજયની નેકરી દ્વારા, રીઝર્વ બેંકની કામગીરી દ્રારા કે સાસાયટી ઑફ એગ્રીકલ્ચરલ ઈકોનોમિકસ દ્વારા તેમણે ખેતી, ખેડૂત અને ગામડાના પ્રશ્નોના જે વિચાર કર્યો છે અને એ હેતુ લક્ષમાં રાખીને તેમણે સાસાયટીને ઊંચે લાવવા પાછળ લેાહી ને પાણી એક કર્યાં છેતેમ મેં જોયું છે. મહારાજા સયાજીરાવ એ અદ્રિતીય માનવવિભૂતિ હતા અને માનવીરત્નાના સાચા પરીક્ષક હતા. શ્રી અરવિંદ ઘોષની તેજસ્વીતા તરફ સૌથી પહેલાં તેમનું ધ્યાન ગયું હતું, અને પોતાના અંગત મંત્રી તરીકે રોકી લીધા હતા. આવી રીતે તેમણે અનેક માનવી રત્નાને પાતા તરફ ખેંચ્યા હતા અને પેાતાના રાજ્યને વિકસાવવામાં તેને પૂરો ઉપયોગ કર્યો હતા. આવાં માનવીરત્નોમાંના એક
સન્માનસ મેલન દરમિયાન સંઘના ઉપ પ્રમુખ શ્રી લીલાવતી બહેન દેવીદાસ શ્રી મણિભાઈને પુષ્પહાર પહેરાવી રહ્યાં છે એ પ્રસંગનું ચિત્ર
u