SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ તંતુ તેમના જીવન સાથે વર્ષોથી જોડાયેલા રહ્યો છે, જે વિષે તેમની નજીકના લોકો પણ બહુ ઓછું જાણે છે. આમ તેમના જીવનના સમગ્રપણે વિચાર કરીએ તે તેમાં આપણને જ્ઞાનયોગ અને કર્મયોગની અખંડ ઉપાસના નજરે પડે છે. તેવી જ રીતે તેમના જીવનમાં . બુદ્ધિમત્તા, કામપરાયણતા અને સેવાનિષ્ઠાનો અપૂર્વ સંગમ—સમન્વય જોવા મળે છે. કૃષિ, સહકારી પ્રવૃત્તિ, પંચાયત રાજ્ય, ગ્રામ જીવનની સમસ્યા, અને તેના અનુસંધાનમાં બેકિંગ—આ વિષયોમાં તેમના જેટલી નિષ્ણાત વ્યક્તિ આપણા દેશમાં બહુ વિરલ જોવા મળે તેમ છે. વડોદરા રાજ્યની તેમની કામગીરી જોતાં તેઓ એક able administrator હતા—સમર્થ વહીવટી ખુરુષ હતા એમ સૌ કોઈએ કબૂલ કરવું જ રહ્યું. ' તેમના જીવનને ધાર્મિક કહી શકાય કે નહિ તે ‘ધાર્મિકતાના આપણે શું અર્થ કરીએ છીએ તેના ઉપર આધાર રાખે છે. જો ધાર્મિકતા એટલે ક્રિયાકાંડ, જપ, તપ, વ્રત, ઉપવાસ એવા અર્થ આપણે કરીએ તો એ પ્રકારની ધાર્મિકતા આપણને કદાચ મણિભાઈના જીવનમાં જોવા ન મળે. પણ જીવનમાં ઊંચા મૂલ્યોનો સ્વીકાર અને તદનુસાર આચાર, કાર્યનિષ્ઠા અને કર્તવ્યપરાયણતા, નિરપવાદ ચારિત્ર્ય અને શીલસંપન્નતા આ બાબતોને આપણે ધાર્મિકતા તરીકે ઓળખતા હાઈએ તો મણિભાઈ પૂરા અર્થમાં એક ધાર્મિક પુરુષ છે એમ આપણે વિના સંકોચે કહી શકીએ. ૧૯૧૮ ની સાલમાં, એટલે કે, મણિભાઈની ૪૧ વર્ષની ઉમ્મર હતી ત્યારે, તેમનાં સહધર્મચારિણી ચાર સંતાનો મૂકીને ગુજરી ગયેલાં. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં આવી ઉંમરે બીજી વાર લગ્ન કરવું એ એ સમયમાં તદૃન સ્વાભાવિક લેખાતું હતું અને એ બાબતનું સ્વજનોએ તેમના ઉપર ખૂબ દબાણ પણ કરેલું. એમ છતાં બીજા લગ્નના તેમણે કદિ વિચાર સરખો પણ કર્યો નહોતો. આમ ધનવૈભવથી પરિવૃત્ત અને એમ છતાં એક પ્રકારની સાદાઈ તથા સંયમથી શોભતું, પ્રસન્નતાની પ્રફ ુલ્લતા દાખવતું અને અનેક પ્રવૃત્તિઓથી સભર અને સાર્થક બનતું રહેતું—આવું જીવન તેઓ જીવી રહ્યા છે. આજે ૮૬ વર્ષની ઉંમરે પણ, જો કે શરીર ઉપર વૃદ્ધાવસ્થાની અસર ઠીક ઠીક દેખાવા લાગી છે એમ છતાં, બૌદ્ધિક જાગૃતિમાં કે વૈચારિક સામર્થ્યમાં હજા કશો ફેર પડયા જણાતો નથી. ભૂતકાળ વિષે સંતોષ અનુભવનું, વર્તમાન વિષે પ્રસન્નતા દાખવતું અને ભવિષ્ય વિષે શ્રદ્ધા વ્યકત કરતું એવું તેમનું સાંપ્રત જીવન છે. તેમની પેઢીના વૃદ્ધ પુરુષોમાં અને મણિભાઈમાં એક મોટું . અંતર જોવામાં આવે છે અને તે એ છે કે જ્યારે આ વૃદ્ધ પુરુષો માટે ભાગે નિરાશાવાદના ભાગ બનેલા જણાય છે, વર્તમાનને વખાડતા હોય છે અને ભવિષ્યમાં તેમને બધું અંધારૂ જ દેખાતું હોય છે, ત્યારે મણિભાઈમાં કોઈ નિરાશાવાદને સ્થાન જ નથી, વર્તમાનની તે પૂરી કદર કરે છે અને તેને અપનાવે છે અને ભવિષ્ય વિષે, અનેક ચિંતાજનક સંયોગા છતાં, તેઓ હંમેશાં આશાવાદી હોય છે. તેમને ઘન અંધકારમાં પણ આશાના કિરણો દેખાતાં જ હોય છે. મે થોડા સમય પહેલાં મારા લખાણમાં શ્રી મુનશીને ‘આપણા મહા માનવ ’ તરીકે વર્ણવ્યા હતા. આજે આ પુરુષ માટે એ જ શબ્દપ્રયોગ સર્વથા ઉચિત લાગે છે. અલબત્ત, બન્નેના વ્યકિતત્વમાં ઘણુ અંતર છે. તે અંતરનું વિશ્લેષણ કરવા બેસું તો એક નાનો લેખ થઈ જાય. પણ ટુંકાણમાં એમ કહી શકાય કે, એકમાં સૂર્યના ઉષ્ણ આતપ છે; અન્યમાં ચંદ્રની શીતળ રોશની છે. એક વેગપૂર્વક વહેતો ઘુઘવાટ કરતા જળપ્રવાહ છે; અન્ય નિરવણે વહેતું નિર્મળ જળને વહન કરતું જળઝરણ છે. એકમાં મહત્ત્વાકાંક્ષાને કોઈ સીમા નથી; અન્યમાં સંયાગ અને સ્થિતિપ્રાપ્ત જવાબદારીને પહોંચી વળવા પાછળ પૂરો યોગ લગાડવા એ સિવાય બીજી કોઈ આકાંક્ષા નથી. એમ છતાં પણ બન્નેમાં માનવ વિભૂતિની પરમ સીમાના આપણને સમાનપણે સુભગ દર્શન થાય છે. આવા આજના આપણા મહેમાન મણિભાઈને, તેમણે આજે ૮૬ વર્ષ પૂરાં કરીને ૮૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે, તેમનું અંતરથી અભિવાદન કરીએ, આરોગ્યપૂર્વકનું ચિરાયુષ્ય ઈચ્છીએ અને તેમના આપણી ઉપર આશીર્વાદ ઉતરતા રહેા એવી પ્રાર્થના કરીએ ! પ્રમાદ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ૩૬૩ શ્રી મુંબઇ, જૈન યુવકસધ દ્વારા આયાજિત સર મણિલાલ નાણાવટીનું સન્માનસ મેલન તા. -૨૨-૨-૬૩ શુક્રવારના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી, ગુજરાતી સમાજના અગ્રગણ્ય રાજપુરુષ સર મણિલાલ બાલાભાઈ નાણાવટીએ તાજેતરમાં ૮૬ વર્ષ પુરાં કર્યા છે એ બાબત અંગે તેમનું અભિવાદન કરવા માટે, એક સન્માનસંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના સભ્યોએ તથા સર મણિલાલનાં સ્વજનોએ તેમ જ પ્રશંસકોએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી. સંમેલનના પ્રમુખસ્થાને સંઘના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસ બીરાજયા હતા. પ્રાર`ભમાં સૌ. નિર્મળાબહેને મંગળમય પ્રાર્થના સંભળાવી હતી. ત્યારબાદ શ્રી. લીલાવતીબહેને થોડા શબ્દોમાં વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર્યવાન એવા સર મણિલાલ નાણાવટીને સંઘ તરફથી આવકાર આપ્યો હતો. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ત્યાર બાદ સંધના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે, “સર મણિલાલ બાલાભાઈ નાણાવટી અથવા તે તેમની સાથેના વર્ષોના પરિચયના કારણે જેમને હું ‘મણિભાઈ”ના નામથી સંબોધતા રહ્યો છું અને એ મુજબ જેમની સાથે વ્યવહાર તો રહ્યો છું એવા શ્રી મણિભાઈ વિદ્નતા, વહીવટી અનુભવ, ચારિત્ર્ય તેમ જ ઉમ્મરની દષ્ટિએ આપણા સમાજમાં એક અજોડ પુરુષ છે એમ સમજીને સંઘ તરફથી તેમનું બહુમાન કરવાનો પ્રસંગ યોજવાના કેટલાય સમયથી હું વિચાર કરી રહ્યો હતો. આ અંગે અનુકૂળ સમય નક્કી કરવા માટે હું જયારે જયારે તેમને મળતો ત્યારે અનુરોધ કરતો હતો, પણ આવી જાહેરાત અને બહુમાનથી બને ત્યાં સુધી દૂર રહેવાની વૃત્તિવાળા મણિભાઈ આ મારી માંગણી તરફ બહુ ધ્યાન આપતા નહાતા. થોડા સમય પહેલાં ભારતીય વિદ્યાભવનમાં ગાઠવાયેલા કોઈ એક મેળાવડામાં અમે એકઠા થયેલા અને ત્યાંથી તેઓ મારા ઘેર આવ્યા, સાથે મારા મિત્ર દુર્લભજી ખેતાણી હતા. આ વખતે ઉપર જણાવેલ માંગણી મેં ફરી વાર તેમની સમક્ષ રજૂ કરી, દુર્લભજીભાઈએ તેનું જોરદાર સમર્થન કર્યું અને અચકાતા મને પણ મારી માંગણી તેમણે સ્વીકારી અને પરસ્પર અનુકૂળ એવા દિવસ સમય નક્કી કરવાનું ઠરાવ્યું. આના પરિણામે આજનું સંમેલન યોજી શકાયું છે અને મુરબ્બી મણિભાઈની અહીં ઉપસ્થિતિ શક્ય બની છે. તેમણે મારું - અમારા સંઘનું નિમંત્રણ આ રીતે સ્વીકાર્યું તેથી અમને બધાંને ખૂબ આનંદ થયો છે અને અમારા સંઘ તરફથી હું તેમનું હાર્દિક સ્વાગત કર્યું છું. આ સંમેલનનો આશય માત્ર તેમનું બહુમાન કરવું એટલા જ નથી, પણ તેમને આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ છતાં ભરચક કામગીરીથી ભરેલી ૮૬ વર્ષની લાંબી અને અતિ ઉજજવલ એવી તેમની કારકિર્દીની વિગતોથી આપણામાંના ઘણા ખરા અજાણ છે. તો તેમની ભવ્ય જીવનપ્રતિભાના સંઘના સભ્યોને ખ્યાલ આપવા, પરિચય કરાવવા એ પણ આ સંમેલન યોજવા' પાછળ રહેલા એક હેતુ છે." આમ જણાવીને શ્રી પરમાનંદભાઈએ તેમના આજ સુધીના જીવનને લગતી અનેક વિગતો ક્રમશ: રજૂ કરી, જે આ અંકમાં અન્યત્ર આપવામાં આવી છે. શ્રી મોહનલાલ સેાપાન ત્યારબાદ ‘સુકાની’ ના તંત્રી શ્રી મોહનલાલ સાપ્પાને શ્રી મણિભાઈનું અભિવાદન કરતાં જણાવ્યું કે “મણિભાઈના નિકટ પરિચયમાં હું આવ્યા નથી, પણ વર્ષોથી એમનાં નામ અને કામથી હું પરિચિત છું. સ્વ. સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈએ પણ મને જણાવેલું કે, મણિભાઈના અનુભવમાંથી તેમને ઘણું જાણવાનું મળ્યું છે અને તેમની જાણીતી નવલકથા “ગ્રામલક્ષ્મી’માટે તેમને મણિભાઈમાંથી પ્રેરણા મળી છે. વળી સ્વ. અમૃતલાલ શેઠ ૧૯૬૬ ની
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy