________________
તા. ૧૬૩-૬૩
૨૧૯
લ્ચરલ ઈકોનોમિક્સના અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદના ઉપ-પ્રમુખ નિમાયા. ૧૯૫૦/૫૧ માં કોડીનાર બેન્ગિ યુનિયનની તપાસ તેમની મારફત હાથ ધરવામાં આવી. ૧૯૫૪માં ઓછી આવક ધરાવતા ખેડૂતો અને ઓછી આવક આપતા ખેતરને લગતી તપાસ હાથ ધરવામાં આવી. . . . . , - ' '
'' તેઓ વડોદરા રાજયની નોકરીમાં હતા એ દરમિયાન ૧૯૧૫ ની સાલમાં તે રાજ્યમાં પેટલાદ તાલુકામાં આવેલા ભંડકદ ગામની તપાસ તેમણે હાથ ધરેલી, પણ એ વખતે તે તપાસ ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ આવી હતી અને એ કામ અધુરૂં રહ્યું હતું. ૧૯૫૫ની સાલમાં “સંસાયટી તરફથી આ કામ ફરીથી હાથ ધરવામાં આવ્યું અને તે તપાસ મણિભાઈના માર્ગદર્શન નીચે શ્રી નટવરલાલ કેશવલાલ દલસુખભાઈ પરીખ મારફત કરવામાં આવી. બે વર્ષ સુધી ચાલેલી આ તપાસને અહેવાલ એક દળદાર પુસ્તકના આકારમાં પ્રગટ કરવામાં આવ્યો છે અને ગામડાના પ્રશ્નમાં રસ ધરાવતા કાર્યકરો માટે આ પુસ્તક અનેક રીતે માર્ગદર્શક બને તેમ છે. આવી જ રીતે કરજણ તાલુકાની સહકારી પ્રવૃત્તિની તપાસ '૧૯૫૭ માં હાથ ધરવામાં આવી હતી. ' ' - જે સોસાયટીને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સોસાયટી તરફથી, મણિભાઈની તે સોસાયટીના પ્રમુખ તરીકેની કારકીર્દિ દરમિયાન, કૃષિવિષયક અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવતા વિષયો ઉપર ૩૨ પુસ્તકો પ્રગટ કરવામાં આવ્યા છે. આ પ્રકાશમાં મણિભાઈ તથા અધ્યાપક શ્રી જે. જે. અંજારિયા–બંનેએ સાથે મળીને ૧૯૫૧ ની સાલમાં પ્રગટ કરેલ The Indian Rural Problem એ નામના પુસ્તકને મુંબઈ યુનિવર્સિટીએ પિસ્ટગ્રેજ્યુએટ સ્ટડીઝ માટે પાઠયપુસ્તક તરીકે સ્વીકારેલ છે.
. આ ઉપરાંત વાર્ષિક સંમેલને ભરવાં, કૃષિઅર્થશાસ્ત્રનું ત્રિમાસિક ચલાવવું, સંશોધન અને તપાસ હાથ ધરવી, સેમીનાર ગોઠવવી યુનિવર્સિટીઓના શિક્ષણક્રમમાં કૃષિવિષયક અર્થશાસ્ત્રના વિષયને સ્થાન અપાવવું અને તેને લગતાં પાઠયપુસ્તકો તૈયાર કરાવવાં -સોસાયટીની આવી અનેક પ્રવૃત્તિઓ રહી છે. ૧૯૫૮ની સાલમાં : agricultural economists– કૃષિવિષયક અર્થશાસ્ત્રી–ની ૧૦મી આંતરરાષ્ટ્રીય પરિષદ આ સોસાયટીના તથા ભારત સરકારના અન્ન તથા કૃષિવિષયક ખાતાના સંયુકત ઉપક્રમે માઈગર ખાતે ભરવામાં આવી હતી. આ પરિષદમાં સોસાયટીના પ્રમુખ તરીકે મણિભાઈએ ભારે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. . ગયા વર્ષે કૃષિવિજ્ઞાનના ક્ષેત્રમાં મણિભાઈએ કરેલા આટલાં બધાં સંશોધનાથી પ્રભાવિત બનીને આણંદની સરદાર વલ્લભભાઈ યુનિવર્સિટીએ મણિભાઈને ડૉક્ટરેટની પદવી અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું હતું. આ પદવીપ્રદાને મણિભાઈના ગૌરવમાં વધારો કર્યો છે એમ કહેવા યા વિચારવાને બદલે, જેનાથી વધારે યોગ્ય વ્યકિત ન મળે એવી એક વિશિષ્ટ વ્યકિતને ર્ડોક્ટરેટની પદવીનું પ્રદાન કરીને પ્રસ્તુત યુનિવર્સિટીએ પિતાના ગૌરવમાં વધારે કર્યો છે અથવા તો પોતાના અસ્તિત્વને સાર્થક કર્યું છે એમ કહેવું વધારે ઉચિત લેખાશે.
વડોદરાની નોકરીથી નિવૃત્ત થયા બાદ મણિભાઈ મુંબઈ - આવીને વસ્યા છે અને જુહુના કિનારે બંધાવેલા બંગલામાં રહે છે. તેમના અન્ય કુટુંબી વલેપારલેમ વસતા હોવાથી વીલેપારલે સાથે તેમને વિશેષ સંબંધ રહ્યો છે. વીલેપારલેના જાહેર જીવનમાં આ નાણાવટી કુટુંબ વર્ષોથી અગ્રસ્થાને રહ્યું છે. આ કુટુંબ તરફથી ૧૯૩૭ ની સાલમાં નાણાવટી ફેમીલી ચેરીટી ટ્રસ્ટ એ નામનું એક સખાવતી ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટની શરૂઆત મણિભાઈના લઘુબંધુ સ્વચંદુલાલ બાલાભાઈ નાણાવટીએ બે લાખ રૂપિયા આપીને કરેલી. અણધારી આફતે વખતે સમાજને મદદ કરવી, નાતજાતના ભેદ વગર કેળવણી
આપવી, વૈદ્યકીય અને સમાજસેવાની ' સંસ્થાને મદદ કરવી— આવાં વ્યા૫ક તેના ઉદ્દે શ રાખવામાં આવ્યા છે. આ ટ્રસ્ટફંડમાં અન્ય કુટુંબી જન તરફથી એક બાજુએ વધારે થતો રહ્યો છે, અને બીજી બાજુએ અનેક શૈક્ષણિક તેમ જ વૈદ્યકીય તેમ જ રાહતજનક કાર્યોમાં આ ટ્રસ્ટ તરફથી મદદ અપાતી રહી છે. આ ટ્રસ્ટ દ્વારા. છેલ્લાં બાર તેર વર્ષ દરમિયાન બે મોટાં કાર્યો થયાં છે : (૧) વીલેપારલેમાં એક હૈસ્પિટલ ઊભું કરવા માટે આ ટ્રસ્ટ તરફથી ચાર લાખની રકમ આપવામાં આવી અને એ મને કેન્દ્રમાં રાખીને. ૧૯૫૧ ની સાલમાં ડે. બાલાભાઈ નાણાવટીના નામ સાથે જોડીને હૈસ્પિટલ ઊભું કરવામાં આવ્યું છે. આ વ્હૉસ્પિટલને છેલ્લાં બાર વર્ષ દરમિયાન ખૂબ વિકાસ કરવામાં આવ્યો છે અને તે પાછળ, નાણાવટી કુટુંબ તરફથી તેમ જ અન્ય દાતાઓ તરફથી આજ . સુધીમાં મળેલાં આશરે ૪૦ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ' આ હૈસ્પિટલ મુંબઈની પશ્ચિમ બાજુએ વસતો પ્રજાજને માટે મહાન', આશીર્વાદ રૂપ બન્યું છે. શરૂઆતમાં. મણિભાઈ આ. હૈસ્પિટલનું સંચાલન કરતા હતા. હાલ કેટલાક સમયથી તેમના પુત્ર ભાઈશ્રી રતિલાલ સંચાલન કરે છે. (૨) સમયાન્તરે ઉપર જણાન વેલ નાણાવટી ચેરીટી ટ્રસ્ટ ફંડમાંથી અઢી લાખની પાયાની રકમ આપીને, ‘શ્રી ચંદુલાલ નાણાવટી વિમેન્સ ઈન્સ્ટીટયુટ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલ' નામની સંસ્થા ઊભી કરવામાં આવી છે અને આ સંસ્થા તરફથી “શ્રી ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિર ” એ નામની એક શૈક્ષણિક સંસ્થા ૧૯૫૪ ની સાલમાં નિર્માણ કરવામાં આવી છે. આ વિનય મંદિરમાં ભણતી વિદ્યાર્થિનીઓ ભવિષ્યમાં સુજ્ઞ ગૃહિણી બની શકે તે હેતુથી વિનયમંદિરના અભ્યાસના વિષયમાં ગૃહવિજ્ઞાનને મહત્ત્વને વિષય Basic craft તરીકે ગણીને શિક્ષણની યેજના કરવામાં આવી છે. આમ માધ્યમિક કક્ષાએ કામ કરતી નઈ તાલીમની શાળા તરીકે આ સંસ્થા કેળવણીકારોમાં, શિક્ષકોમાં તથા કેળવણી ખાતામાં મુંબઈ શહેર તેમ જ બહાર જાણીતી થઈ છે.
આ હૈસ્પિટલ તથા કન્યામંદિરના ઉદ્ભવ તેમ જ વિકાસમાં મણિભાઈને ફાળે અનેક રીતે અસાધારણ મહત્ત્વનું છે. અહીં
જ્યારે નાણાવટી કુટુંબ તરફથી કરવામાં આવતાં સેવાકાર્યોને ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે જેમનું જીવન શુદ્ધ જનસેવા અને રચનાત્મક કાર્યને સમપિતિ છે એવા સ્વ. ચંદુલાલ નાણાવટીનાં પત્ની શીલમૂર્તિ શ્રી મણિબહેન નાણાવટીને તેમ જ વિલેપારલે ખાતે કેટલાક સમયથી ઊભી કરવામાં આવેલી ‘સરલા સર્જન’ એ નામની સહશિક્ષણને અપનાવતી શિક્ષણ સંસ્થાના સ્થાપક શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી તથા સૌ. સરલાબહેન રતિલાલ નાણાવટીને નામોલ્લેખ અસ્થાને નહિ ગણાય.
આજે સંસાયટી ઓફ એગ્રિકલ્ચરલ ઈકૅનેમિકસના પ્રમુખસ્થાને તેમની જગ્યાએ અધ્યાપક દાંતવાળા છે, એમ છતાં એ સંસ્થાની પ્રવૃત્તિ સાથે મણિભાઈ હજુ પણ સારી રીતે સંકળાયેલા છે. અને અઠવાડિયામાં બે કે ત્રણ વાર મુંબઈમાં આવેલા સોસાયટીના 'કાર્યાલયમાં તેઓ હાજરી આપે છે અને ઘરમાં બેઠાં બેઠાં તેને લગતું લખાણ વાંચન ચાલ્યા જ કરે છે.
ઉપસંહાર - તેમનું જીવન અતૂટ કામગીરીથી ભરેલું છે અને તે પાછળ અસાધારણ સંશોધન અને અધ્યયન રહેલું છે એ બાબતનો ખ્યાલ . આવે એ માટે તેમના જીવનની આટલી બધી વિગતે ક્રમસર આપવાનું ઉચિત ધાર્યું છે. તેમનું જીવન કેવળ ભૌતિક વિષયની વિચારણા અને તેને લગતી પ્રવૃત્તિઓને જ વરેલું છે એમ નથી. કૅલેજજીવન દરમિયાન વસાવેલાં ડે. મીસીસ બિસેન્ટનાં પુસ્તકોનું અમુક નિમિત્ત ઊભું થતાં, તેમણે ૧૯૩૦ માં મનનપૂર્વક વાંચન કર્યું અને ત્યારથી તેઓ યુગ અને અધ્યાત્મ તરફ આકર્ષાતા રહ્યા છે અને એના જાણકાર સાધુ, સંન્યાસી અથવા યોગીઓને સમાગમ તેઓ શોધતા રહ્યાં છે, એટલું જ નહિ પણ એક પ્રકારની સાધના અને ઉપાસનાને