SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૨૧૮ તેમણે હુકમ કર્યો. આ કામ પૂરૂ થયા બાદ જૈનામાં મૂર્તિપૂજા ક્યાંથી આવી એ વિષે સંશાધન કરવા મહારાજાએ તેમને ફરમાવ્યું. આ વધારે કઠણ કામ હતું. આ માટે તેમણે વિદ્રાન જૈન મુનિઓના અને તે પણ ત્રણે ફિરકાના વિદ્વાન મુનિઓના સંપર્ક સાધવાનો હતા. આ કામ ઠીક ઠીક આગળ ચાલ્યું. અને જૈન ધર્મના જાણકાર મુનિઓ પાસેથી માહિતી મેળવીને કેટલીક નોંધા તેમણે તૈયાર કરી, પણ એ દરમિયાન મહારાજાએ વ્યાપાર—ઉદ્યોગ અને બેંકીંગના અભ્યાસ માટે મણિભાઈને અમેરિકા મોક્લવાનો વિચાર કર્યો અને આ કામ અધુરું રહ્યું. ૧૯૦૯ ની સાલમાં મણિભાઈ અમેરિકા ગયા અને ત્યાં બે વર્ષ રહ્યા અને વીસકોન્સીન અને કોલંબિયા યુનિવસિટીના એમ. એ. થયા. ત્યાર બાદ અમેરિકામાં તેમજ યુરોપના દેશામાં ઠીક ઠીક પ્રવાસ કરીને અને પોતાને પ્રિય વિષયો અંગે સારો અનુભવ મેળવીને ૧૯૧૧ ની સાલમાં તે પાછા ફર્યા. અને વ્યાપારઉદ્યોગ ખાતું, આંકડા ખાનું તથા સહકારી ખાતું એ ત્રણે ખાતાં તેમને સોંપાયાં. આ ત્રણ ખાતાનું કામ વધી જવાથી ૧૯૧૯ માં ત્રણે ખાતાને અલગ કરવામાં આવ્યાં અને મણિભાઈને માત્ર વ્યાપારઉદ્યોગ ખાતું સોંપવામાં આવ્યું. ૧૯૨૦ માં તેમને જોઈંટ સર સુબા નિમવામાં આવ્યા. તેમ જ પ્રગતિ અધિકારી—Development Officer ના હોદ્દા ઉપર તેમની નિમણૂંક કરવામાં આવી. એ વર્ષો દરમિયાન વડોદરાના મહારાજા મોટા ભાગે યુરોપ રહેતા હતા અને ત્યાં બેઠાં બેઠાં પેાતાના આખા રાજ્યનું સંચાલન કરતા હતા. ૧૯૨૨ માં મહારાજાએ મણિભાઈને યુરોપ બોલાવ્યા અને તેમના સેક્રેટરી અને ચીફ ઓફિસરની જવાબદારી તેમને સાંપી. આ રીતે બે વર્ષ કામ કર્યા બાદ તેઓ ભારત ખાતે પાછા ફર્યા અને નવસારીના સુબા તરીકે નિમાયા. આ અધિકાર ઉપર તેમણે બે કે ત્રણ વર્ષ કામ કર્યું તે દરમિયાન તે પ્રદેશમાં વ્યાપી રહેલ મેલેરિયાનું નિવારણ કરવા શક્ય તેટલા પ્રયાસ કર્યાં; ગ્રામનેતાશિક્ષણના વર્ગો શરૂ કર્યા અને ૭૦ કાર્યકરો તૈયાર કર્યા; આરોગ્ય સપ્તાહ અને આરોગ્યપ્રદર્શનનું આયોજન કરી ત્યાંની જૈનતાને આરોગ્યલક્ષી બનાવી. ૧૯૨૬ ની સાલમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવ દેસાઈ વગેરે સાથે નવસારી આવેલાં. એ દિવસેામાં દેશનું રાજકીય વાતાવરણ ગરમ બનતું. જતું હતું અને ગાંધીજી સરકારની નજરમાં કણાની માફ્ક ખૂંચતા હતા અને તેમના સંબંધમાં જે કોઈ અમલદાર આવે તેના ઉપર અંગ્રેજ સરકારની નાખુશી ઉતરવાનું જોખમ રહેતું. આમ છતાં પણ ગાંધીજીને પોતાને ત્યાં મણિભાઈએ બાલાવ્યા હતા અને તેમણે તથા તેમના સાથીઓએ મણિભાઈના બંગલામાં એક રાત પસાર કરી હતી. ૧૯૨૬માં મણિભાઈને ફરીથી વ્યાપાર-ઉદ્યોગ ખાતાના મુખ્ય અધિકારી બનાવવામાં આવ્યા અને ડેવલપમેન્ટ અધિકારી પ્રગતિ અધિકારી—ની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી. અહીં તેમણે ચારેક વર્ષ કામ કર્યું તે દરમિયાન સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે આવેલા આખાનું અથાગ પરિશ્રમ લઈને તેમણે એક અદ્યતન બંદરમાં રૂપાંતર કર્યું અને ત્યાં સિમેન્ટના ઉદ્યોગના પણ તેમની દ્રારા ઉદ્ભવ થયો, જેમાંથી સમય જતાં તાતા કેમિક્લ વર્ક્સ એ નામથી ઓળખાતા જંગી કારખાનાની સ્થાપના થઈ. આખા બંદરના ઉદ્ભવ અને વિકાસ સાથે મણિભાઈનું નામ હંમેશાને માટે જોડાએલું રહેશે. આ પદાધિકાર દરમિયાન તેમને આખા બંદરના કામને અંગે બે વાર યુરોપ જવાનું બન્યું હતું. ૧૯૩૦ ની સાલમાં તેઓ વડોદરા રાજ્યના એકાઉન્ટન્ટ જનરલ થયા અને વડોદરા સરકારે નિમેલી બેકીંગ ઈન્કવાયરી કમિટીના પ્રમુખ તરીકે તેમણે કામ કર્યું. ૧૯૩૨ માં તેઓ રેવન્યુ કમિશનર થયા અને એ હાટ્ટા ઉપર રહીને તેમણે ગ્રામવિકાસ, પંચામત અને સહકારી પ્રવૃત્તિના વિકાસની દિશાએ ખૂબ મહત્ત્વનું કામ તા ૧-૩-૩ ર્યું. આ દિવસેામાં વડોદરા રાજ્યે બાલ દીક્ષા અટકાયત ધારો કર્યો હતા. આ ધારાને યોગ્ય આકાર આપવા પાછળ મણિભાઈએ સારો પરિશ્રામ ઉઠાવ્યો હતો. તદુપરાંત વડોદરા નજીક આવેલા “આટલાદરા ” નામના ગામડાની સમગ્ર સુધારણા પાછળ તેમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. અને આખા ગામને આરોગ્ય, શિક્ષણ, ખેતી, ગૃહ ઉદ્યોગ વિગેરે અનેક બાબતામાં ઊંચે લાવવા માટે દોઢ વર્ષ સુધી અસાધારણ પ્રયત્ન કર્યો. આ “આટલાદરા’ગામનું ઉદ્ધારકાર્ય તેમણે અધિકારની રૂઈએ નહિ `પણ કેવળ અંગત જવાબદારી અને ભાવનાથી કર્યું અને તે પાછળ સમય, શકિત તથા ધનનો સારો વ્યય કર્યો. ‘આજે ગ્રામસુધારણાના વિષય ઉપર જે ચિત્તન અને આયોજન ચાલી રહ્યું છે તેનું પૂર્વદર્શન તેમના આટલાદરાના ઉદ્ધારકાર્યમાં થાય છે. આવી તેમની વિવિધ સેવાઓની કદર રૂપે તેમને ‘રાજ્યરત્ન’નો રાજ્ય તરફથી ઈલ્કાબ આપવામાં આવ્યો. ૧૯૩૬ માં તેઓ વડોદરા રાજ્યના ડેવલપમેન્ટ મિનિસ્ટર બન્યા. એ જ વર્ષમાં તેઓ જાપાનના પ્રવાસે ગયા અને ત્યાંથી દેશને ઉપયોગી એવી ખૂબ માહિતી અને અનુભવ લઈ આવ્યા અને દેશમાં પાછા આવ્યા બાદ તેમણે આ વિષય ઉપર ખૂબ લખ્યું અને ભાષણા કર્યાં. આવી તેમની અનેકવિધ કુશળતાથી પ્રસન્ન થઈને વડોદરા મહારાજાએ ‘અરૂણાદિત્ય’ જે રાજ્ય પાસે સૌથી મોટો ઈલ્કાબ હતો તે ઈલ્કાબથી મણિભાઈને વિભૂષિત કર્યા અને તેમની ખ્યાતિ વડોદરા રાજ્યની બહાર સરકારી હિંદમાં પસરવા લાગી. (3) આ અરસામાં અંગ્રેજ સરકારે નવી સ્થાપાયલી રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરના પદ ઉપર નીમવા માટે મણિભાઈની માગણી કરી અને તે માગણી સ્વીકારવામાં મણિભાઈનું વિશેષ હિત છે એમ સમજીને વડોદરા મહારાજાએ તેમને કમને છૂટા કર્યા અને મણિભાઈ રીઝર્વ બેંકમાં જોડાયા અને ડેપ્યુટી ગવર્નરના પદ ઉપર તેમણે પાંચ વર્ષ સુધી કામ કર્યું. આ દરમિયાન બે...કના કર્મચારીઓનું તેમણે ભારતીયકરણ કર્યું, રીઝર્વ બેંકના ખેતી ઉપરના ધીરાણના ખાતાની સ્થાપના કરી, કોડીનાર તાલુકાના સહકારી બેંકિંગ યુનિયનની તપાસ હાથ ધરી અને સહકારી પ્રવૃત્તિની સમાલોચના કરી. તેમની પાંચ વર્ષની કામગીરીથી ખૂબ સંતુષ્ટ થતાં અંગ્રેજ સરકારે તેમને સર નાઈટહૂડના ઈલ્કાબથી નવાજ્યા, એટલું જ નહિ પણ, તેઓ આ પદ ઉપરથી નિવૃત્ત થયા ત્યારે રીઝર્વ બેંકે તેમના કાર્યની વિશિષ્ટ કદર તરીકે, હિંદી સરકારની ખાસ પરવાનગી મેળવીને ૮૦ તાલા સાનાની એક સુંદર પ્લેટ તૈયાર કરાવી તેમને ભેટ આપી. (૪) રીઝર્વ બેંકથી છૂટા થવા સાથે તેમની ઈન્ડિયન સેાસાયટી એફ એગ્રિક્ચરલ ઈકોનોમિક્સના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી. કૃષિવિષયક અર્થશાસ્ત્રની દિશાએ આપણા દેશમાં એ સમયે બહુ જ થોડું ચિંતન અને વ્યવસ્થિત કાર્ય થયું હતું અને આપણા દેશના ઘણા મોટા ભાગનું જીવન કૃષિ સાથે જોડાએલું હોવા છતાં, તે વિષયનું મહત્ત્વ આપણા અર્થશાસ્ત્રીઓ અને રાજદ્રારી પુરુષોની સમજણમાં બહુ ઓછા પ્રમાણમાં ઉતર્યું હતું. અને તેથી આ સંસ્થામાં પ્રમુખ તરીકે તેમને ઘણું પાયાનું કામ કરવાનું હતું. આ પ્રમુખસ્થાન ઉપર તેઓ સતત ૧૯૫૯ સુધી એટલે કે, ૧૮ વર્ષ સુધી ચાલુ રહ્યા અને તે સ્થાન ઉપર રહીને તેમણે કૃષિ, સંહકારી બેંકિંગ અને પંચાગૃતના વિષયમાં અનેક સંશોધન કર્યાં તેમજ કરાવ્યાં. ૧૯૪૫ માં તેઓ બે ગાલ ફેમીન કમિશનના સભ્ય નિમાયા અને તે સ્થાન ઉપર તેમણે મહત્ત્વની કામગીરી બજાવી. ૧૯૪૬માં ગુજરાતમાં આવેલા ભુવેલ ગામની એક તરુણ દંપતી મારફત આર્થિક તેમ જ સામાજિક તપાસ કરાવી. એ જ સાલમાં હિંદી સરકારે ભારત માટે અનાજ મેળવવા માટે તેમને અમેરિકા મોકલ્યા. ૧૯૪૮માં તેઓ એગ્રિક
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy