________________
po
પ્રણ વન
ગાંધીજી સાથેના છુટાછવાયા પ્રસગાની નોંધ
[તા. ૧૬—૧૦—–૬૨ના પ્રબુદ્ધ જીવનમાં ‘ગાંધીજી સાથે મહાસતી ઉજ્જવળકુમારીના વાર્તાલાપ' એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખમાં આજથી ૧૮ વર્ષ પહેલાં જયારે મહાત્મા ગાંધીજી કાયદે આઝમ ઝીણા સાથે હિન્દુ મુસલમાન સમસ્યાના ઉકેલ અંગે વાટાઘાટ કરવા આવ્યા હતા ત્યારે મહાસતી ઉજજવળકુમારીને ગાંધીજીના પરિચયના લાભ મળ્યા હતા તે પ્રસંગના કેટલાંક સ્મરણ રજુ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત તેમનાં બીજાં થાડાક છુટાછવાયા સ્મરણાની નોંધ નીચે આપવામાં આવે છે. તંત્રી.
k
मौनं सर्वार्थसाधनम्
જ્યારે હું વિલેપારલેમાં શ્રી ખુશાલભાઈ ખેંગારના બગલામાં થોડો સમય રહી હતી ત્યારે એક વખત મહાત્માજી એ બગલા આગળથી પસાર થવાના હોઈને મારી સાથે પણ થોડો વાર્તાલાપ કરવાનું એમણે ગોઠવ્યું હતું. પણ સવારના જતી વખતે બગલા એમને બરાબર ધ્યાનમાં ન રહ્યો ને તેઓ આગળ ચાલી ગયા. સાંજે પાછા ફરતી વખતે તેઓ આવ્યા અને કહ્યું, “મહાસતીજી ! હું બગલા ભૂલી ગયો. "
“આહા ! ત્યારે સવારના આપ બગલા ભૂલી ગયા હતા? ”
“ હા, પણ આવી ભૂલ ો થયા કરે તો ભારતના શા હાલ થાય” એમની સાથે સહદના ગાંધી ખાન અબ્દુલગફારખાન હતા. એમની સાથે મારો તેમણે પરિચય કરાવ્યો. પછી ટંડનબાબુ સાથે પરિચય કરાવતાં એમણે કહયું: “ સતીજી! ટંડનબાબુ મોટા બળવાખોર છે. ” મે કહયું, “અત્યારે તા એવા અહિંસક બળવાખોરોની ભારતને જરૂર પણ છે ને?"
તે દિવસના વાર્તાલાપમાં મહાત્માજીએ પેાતાના મૌન લેવાના આશય વિષે સમજાવતાં કહ્યું કે, “ મૌનથી વિશ્રામ તે મળે છે અને સાથે સાથે મૌન સર્વાર્થસાધનમ્ પણ છે જ ને?" “હું શ્રાવક બની ગયો છું.”
એક વખતે મૌનના સમયમાં મહાત્માજીને વિચાર આવ્યો કે હું પણ . સતીજીને આહારપાણી વહોરાવવાનો લાભ લઉં. પણ પછી તેમના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે અમે તેમના હાથનું લઈ શકીએ ખરા ? એટલે, બીજે. દિવસે એ વાત એમણે મને કરી. મે કહ્યું, ‘અમારા આચાર, વિચાર પ્રમાણે આપ આપના હાથે જે કાંઈ વહેારાવા તે લેવામાં મને કશી પણ હરક્ત નથી. આમ મારી સ ંમતિ મળવાથી બિરલાજી દરરોજ ચાંદીનાં થાળી વાટકામાંથી જુદી જુદી ચીજો મહાત્માજીના હાથમાં આપતા ને મહાત્માજી મને વહારાવતા. એક દિવસ સરદાર વલ્લભભાઈ આવી ગયા. મહાત્માજીએ એમને કહ્યું, “વલ્લભભાઈ! જુઓ, હું શ્રાવક બની ગયો છું. તમે આવા તો તમને પણ મારા જેવા શ્રાવક બનાવી દઉં.”
; એક વખત મહાત્માજી મને દહીં વહેારાવતા હતા ત્યારે મે કહ્યું, “મહાત્માજી ! આપ આ મારૂં પાત્ર હાથમાં લઈને એમાં દહીં નાંખી દો તે! બહાર છાંટા ઉડવાના સંભવ નહિ રહે.” ગાંધીજીએ મારૂં પાત્ર હાથમાં લઈ લીધું અને એમના વિનોદી સ્વભાવ મુજબ દહીં ઠાલવતાં બાલ્યા, ‘‘સતીજી! આવું પાત્ર હાથમાં લેવાના પ્રસંગ મારા ભાગ્યમાં ક્યાંથી? જો આમ થાય ત દુનિયાની આ બધી જંજાળ ટળી જાય અને શાંતિથી જીવન વીતાવું.”
મહાત્માજીને મને વહેારાવવાની એક ધૂન લાગી ગઈ હતી. વિલેપારલેમાં ખુશાલભાઈના બંગલામાં એક દિવસ સાંજે મારી પાસે આવી ચઢયા. ત્યારે પેાતાની ભાવના દર્શાવતાં બોલ્યા: “આજ તો તમને વહેારાવવાને મારી પાસે કઈ નથી.” મેં કહ્યું, “ હવે તો સંધ્યા થઈ ગઈ છે; અત્યારે અમને કોઈ વસ્તુના ખપ પણ નથી.”
*
ખૂનામાં પણ મહાત્માજીએ મને વહેારાવવાનો ક્રમ ચાલુ. રાખ્યા હતા. એક દિવસ મહાત્માજી મને વહોરાવી રહ્યા હતા ત્યારે ડા. દીનશા મહેતાનાં ધર્મ પત્નીએ પૂછ્યું: “ જેવી રીતે આપના હાથે મહાસતીજી વહારે છે; તેવી રીતે મારા હાથે પણ વહારે ખરા ? ” ગાંધીજીએ કહ્યું “હું તે હરિજન છું, અને મારા હાથનું વહેારવામાં મહાસતીજીને હરકત નથી તો પછી તમારા હાથનું લેવામાં એમને શું વાંધા હાય?” આ આહારવિષયક ચર્ચા' થતાં મેં મહાત્માજીને કહ્યું કે મોટા શ્રીમ ંતો પણ સાધુ સાધ્વીને વહેારાવવામાં પોતાનું જીવન ધન્ય માને છે, અને કોઈ દિવસ અમે કોઈને ઘેર ન જઈએ, અથવા તો કઈ વ્રત હોય ને
ન જઈએ તે! તે દિવસે એમને મનમાં બહુ ગ્લાનિ થાય છે. પણ મને મનમાં એમ થાય છે કે આ શ્રીમંતો જેમ ધર્મ ગુરૂઓને ઉત્સાહથી વહેારાવે છે, તેમ અન્ય હિતકારી કાર્યોમાં એટલી જ ઉદારતા અને ઉત્સાહ દાખવે તે તેમનું પેાતાનું અને સમાજનું કેટલું કલ્યાણ થાય ?”
“ આપણે બધાં શ્રીમંતોની પકડમાં છીએ.”
એક દિવસ મેં ગાંધીજીને કહ્યું, “મહાત્માજી ! બિરલાજી ઉદ્યોગપતિ છે, અને યંત્રવાદના સમર્થક પણ છે. આપ એમના મહેમાન કેમ થઈ શકો ?” “ મહાત્માજીએ કહ્યું, મહાસતીજી ! હું, આપ અને આપણે બધા એક ચક્કરના ચક્રાવામાં પડી ગયા છીએ. હું બિરલાજીને ત્યાં છું તો આપ એવા જ ઉદ્યોગપતિ શેઠ શાંતિદાસ આસકરણના બંગલામાં છે. શ્રીમતાની પકડમાંથી છૂટવાની ભાવના તો રહે છે, પણ લાચારીવશ એમની મહેમાન દારી સ્વીકારવી પડે છે. એવી પરિસ્થિતિમાં ઉચિત એ છે કે અનાસકત ભાવે રહીને ઉદાસીનતા તરફ ગતિ કરતા રહેવું.” સન્તહૃદય બાપુની અસાધારણ વત્સલતા
Ali. 2-3-73
એક વખત સ્વામી આનંદે મને કહ્યું, “અમેરિકાથી જો કોઈ વ્યકિત આવે અને ગાંધીજી સાથેની મુલાકાતનો સમય માગે તે ગાંધીજી એને પંદર મીનીટનો સમય પણ મુશ્કેલીથી આપે છે. પરંતુ આપની સાથે અહિંસાની ચર્ચા કરવામાં તો તેઓ લગાતાર ઓગણીસ દિવસ સુધી રસ લઈ રહ્યા છે. આ એમની ધાર્મિક લગન અને સન્તહૃદયના પુરાવા છે.”
મુંબઈની મુલાકાતો વખતે મહાત્માજી મને હંમેશા કહ્યા કરતા કે “આપ જો કોઈ કારણવશ આવી ન શકો તો આપ સ્વતંત્ર છે, પણ હું બંધાએલા છું. કેમકે આપની સાથે વાર્તાલાપ કરવાન આ સમય વિશેષે કરીને મે' નિશ્ચિત કરેલા છે, એટલે આ સમયમાં બીજાઓ સાથે હું વાતચીત કરી શકું નહિ." આવી હતી એમની સહૃદયતા અને સરલતા.
કરવા
એક દિવસ શ્રી. રાજગેાપાલાચારીએ કેટલીક બાબતો વિષે વિચારવિનિમય કરવા માટે . પ્રાત:કાળનો સમય આપવા કહ્યું, ત્યારે મહાત્માજીએ કહ્યું, “ પ્રત:કાળના સમય તો ધાર્મિક ચર્ચા માટે કેવળ મહાસતીજીની સાથે જ નકકી કર્યો છે. એ સમય તમને કેવી રીતે આપી શકું?” મહાસતી ઉજજવળકુમારી સન્માનસ મેલન
તા૦ ૨૨-૨-૬૩ શુક્રવારના રોજ સર મણિલાલ બાલાભાઈ નાણાવટીને અનુલક્ષીને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજવામાં આવેલ સન્માનસંમેલનને વિગતવાર અહેવાલ પ્રબુદ્ધ જીવનના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
તંત્રી, પ્રબુદ્ધ જીવન
વિષયસૂચિ
આપણા જીવનમાં હિમાલયનું સ્થાન અદ્યતન યુદ્ધ પરિસ્થિતિ અને અહિંસાવ્રતધારી ` જૈન સાધુઓ. અનેકાન્તવાદ પહેલી માર્ચથી શરૂ થતી દિલ્હી-પેકીંગ મૈત્રી યાત્રા -
પરમેનન્ટ મેગ્નેટસ લિમિટેડ’ના ઉદ્ઘાટનમાર ભ
ગાંધીજી સાથેના છુટાછવાયા પ્રસંગાની નોંધ
પૃષ્ઠ સ્વામી પ્રવણતીર્થ ૨૦૭
૨૦૮
દલસુખ માલવણિયા ૨૧૨
૨૧૪
પરમાનંદ
મહાસતી ઉજજવલ કુમારી ૨૧૬
માલિક શ્રી સુખં ન યુવક સલ; મુદ્રક પ્રકાશક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩૫ મુત્યુસ્થાન ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાંટ, મુંબઇ,
૨૧૫