________________
તા. ૧-૩-૬૩
પ્રબુદ્ધ જીવન
પરમેનન્ટ મેગ્નેટ્સ લિમિટેડના ઉદ્ઘાટન સમારભ
મુંબઈ મુકામે બોરીવલી ખાતે તા. ૧૬-૨-૬૩, શનિવારના રોજ શ્રી કાન્તિલાલ મોરારજી દેસાઈ. તરફથી ઊભું કરવામાં આવેલ ધી પરમેનન્ટ મેગ્નેટ્સ લીમીટેડ' એ નામની લાહચુંબક બનાવવાની ફેક્ટરીનું પૂજ્ય શ્રી રવિશંકર મહારાજના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉદ્ઘાટન – સમાર ંભના પ્રમુખસ્થાને જાણીતા ઉદ્યોગપતિ શ્રી જી. ડી. બિરલા બિરાજયા હતા અને સંરક્ષણપ્રધાન શ્રી વાઈ. બી. ચવ્હાણ આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત થયા હતા. આ સમારંભમાં ભારત સરકારના નાણાંપ્રધાન શ્રી મોરારજી દેસાઈ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી નમવાર, ગૃહ ખાતાના પ્રધાન શ્રી પી. કે. સાવંત, મુંબઈના નગરપતિ ડૉ. નગીનદાસ શાહ, મુંબઈના શેરીફ શ્રીખંડેલવાલ, મુંબઈ કોંગ્રેસના પ્રમુખશ્રી ભાનુશંકર યાજ્ઞિક તથા અન્ય આગેવાન નાગરિકો, ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ હાજર રહ્યા હતા. પુત્રના સાહસને અભિનન્દવા માટે—આશીર્વાદ આપવા માટે—માન્યવર મેારારજીભાઈની આ પ્રસંગે ઉપસ્થિતિ હોય એ સ્વાભાવિક છે. અન્ય મહાનુભાવાની હાજરી કેમ હોય તે પણ સમજી શકાય તેમ છે. પણ સન્ત લેખાતા—-ગુજરાતના બહુમાન્ય સાધુપુરુષ-પૂજ્ય રવિશંકર મહારાજ 'આવા એક કાર્ય માટે અમદાવાદ બાજુએથી મુંબઈ સુધી આવે તે ન સમજી શકાય એવી એક ઘટના છે. કારણ કે, આ એક ખાનગી સાહસ છે અને તે પાછળ કેવળ અર્થોપાર્જનની દષ્ટિ રહેલી છે. અલબત્ત, આ રીતે દેશમાં આવા એક નવા ઉદ્યોગ શરૂ થાય અને અનેકને રોજી મળે એમાં દેશને અમુક પ્રકારના લાભ રહેલા છે એમ જરૂર વિચારી શકાય, પણ આ લાભ તેનું આડકતરૂ પરિણામ છે, જેમ બીજાં અનેક કારખાનાંઓ દેશમાં નિકળે છે અને તે દ્રારા ધનિકો વધારે ધનવાન બને છે તેમ આ કારખાનું ઊભું કરવા પાછળ પણ મુખ્ય ધ્યાન અને ધ્યેય બને તેટલા દ્રવ્યોપાર્જનનું રહેલું છે. આ વિષે બે મત હાવાને કોઈ કારણ નથી.
અને દિનપ્રતિદિન વધતા જતા કાનૂની રાજયમાં કાનૂની મર્યાદામાં રહીને કોઈ પણ ઉદ્યોગ વ્યવસાય આજે ચલાવવે લગભગ અશકય થઈ પડયો છે. નૈતિક સિદ્ધાન્તો સાથેની બાંધછાડ કર્યા સિવાય વ્યાપાર - ઉદ્યોગમાં આગળ વધવું અને ઢગલાબંધ ધન રળવું એ પણ આજે એટલું જ અશક્ય બન્યું છે. ન્યાયોપાર્જિત ધનવૈભવ એ શાસ્ત્રકારોનું એક સ્વપ્ન બની ગયું છે. આ આજની વાસ્તવિકતા છે. ‘પરમેનન્ટ મેગ્નેટ લીમીટેડ'ની રીતરસમ અન્ય કારખાનાંઓના અને તે અંગે ઊભી કરવામાં આવતી લીમીટેડ કંપનીઓના વહીવટ અને સંચાલન કરતાં જુદા પ્રકારની હશે એમ માની લેવાને કોઈ જ કારણ નથી.
આ બધું સર્વત્ર સુવિદિત હોવા છતાં શ્રી રવિશંકર મહારાજ જેવી વ્યક્તિને આવા એક કારખાનાનું ઉદ્દઘાટન કરવા માટે બાલાવવામાં આવે એ વિસ્મયજનક છે, તેમના હાથે કરવામાં આવેલું આવું ઉદ્ઘાટન એક સન્ત પુરુષની સાધુતાને exploit કરવા બરોબર - તેને અનુચિત લાભ ઉઠાવવા બરોબર—છે. આપણા સાધુસન્તાનો આપણે આવા ઉપયોગ કરીએ તે યોગ્ય નથી. પણ અર્થપરાયણ વૈષ્ણવૃત્તિમાં આવી. વિવેકની આશા રાખવી તે વધારે પડતું છે. તે કેવળ લાભાલાભને જ જુએ છે. એટલે આ બાબતની આપણે વધારે ચર્ચા ન કરીએ.
પણ રવિશંકર મહારાજ આવા એક સ્વાર્થલક્ષી દુન્યવી કાર્ય માટે મુંબઈ પધારે એ તા, તેમને કોઈ બોલાવે તે કરતાં પણ, વધારે વિસ્મયજનક અને દુ:ખદ છે. કોઈ પરોપકારલક્ષી જાહેર સંસ્થાનું ઉદ્ઘાટન હેાય, શિક્ષણસંસ્થાના સમારંભ હાય, ખાદી પ્રવૃત્તિ, હરિજન ઉદ્ધાર, ત્યકતા સ્ત્રીઓને રાહત આપવાનું કાર્ય, હોસ્પીટલ કે પ્રસૂતિગૃહનું શિલારોપણ, ભૂદાન શિબિર, નયી તાલીમ પ્રબંધ, છેવટે કાંઈ નહિ તો તરસ્યાની તરસ છીપાવતી એક પાણીની
પરબનું ઉદ્ઘાટન—આવી કોઈ જનકલ્યાણલક્ષી પ્રવૃત્તિ સાથે તેમનું મુંબઈ સુધીનું આગમન સંકળાયલું હોય તો તેમાં કશું જ કહેવાપણુ કે વિચારવાપણું ન હોય, પણ એક સ્વાર્થમૂલક મૂડીવાદી પ્રવૃત્તિ કે જેના સંચાલન માટે આજના સંયોગામાં નૈતિક બાંધછોડ લગભગ અનિવાર્ય જેવી છે તેવી પ્રવૃત્તિને તેઓ આશીર્વાદ આપવા આવે એ રવિશંકર મહારાજ અંગે આપણા ચિત્ત ઉપર ઉઠેલા અને વર્ષોથી સ્થિર થયેલા કલ્પનાચિત્ર સાથે સુસંગત નથી. મહારાજને આપણી વિનંતિ । કે, તેઓ પોતાની જાતને આટલી સોંધી ન બનાવે અને જે પ્રવૃત્તિને કેવળ અંગત અર્થસાધના સાથે સંબંધ હોય તેવી કોઈ પણ પ્રવૃત્તિને તેમના આશીર્વાદની પ્રતિષ્ઠા ન આપે.
આ જ ઉદ્ઘાટનસમારંભને લગતી બીજી એક બાબતના પણ ઉલ્લેખ કરવાનું અનિવાર્ય છે. આજે ભારત સરકાર તેમજ પ્રાદેશિક સરકાર તરફથી આપણાં ખર્ચ કમી કરવાનું, આપણા સમારંભે સાદા કરવાનું, સામુદાયિક ભાજનોને બને તેટલાં મર્યાદિત બનાવવાનું કહેવામાં આવે છે. બીજી બાજુએ આ ઉદ્ઘાટન સમારંભના આયોજન અંગે એમ જાણવા મળે છે કે, તેમાં ઘણી મેટી સંખ્યા માટે—મળેલી માહીતી મુજબ આશરે ૨૫૦૦ મહેમાના માટે—પ્રસંગને અનુરૂપ એવા ઉપાહારનીrefreshments ની—ગોઠવણ કરવામાં આવી હતી. અને એમ છતાં આ સમાર’ભમાં ધાર્યા કરતાં ઘણા ઓછા મહેમાનોએ હાજરી આપી હતી. અને તેમાંથી પણ બહુ ઓછા માણસોએ આ ઉપાહારને ન્યાય આપ્યો હતે. આટલા મેાટા પાયા ઉપરના ઉપાહારની ગાઠવણ અને તેના આટલો મોટો બગાડ—આ બનેં હકીકત અત્યંત દુ:ખદ છે. અલબત્ત, આ ઠઠારાને અને આ બગાડને માન્યવર મારારજીભાઈના નામ સાથે જોડવું ઉચિત નથી. સંભવ છે કે આ મેટા પાયા ઉપરના ઉપાહાર - પ્રબંધની મારારજીભાઈને ખબર સરખી પણ ન હોય. પણ સામાન્ય લોકો આવા ઊંડા વિવેક કરતા હોતા નથી. તેઓ સહે་પિતાની પ્રવૃત્તિને પુત્રના નામ સાથે અનેપુત્રની પ્રવૃત્તિને પિતાના નામ સાથે જોડી દેતા હોય છે. આમ હોવાથી, જેમની પ્રતિષ્ઠાને લાકઅભિપ્રાય સાથે સીધા કે આડકતરો સંબંધ હોય છે તેવા આપણા અગ્રગણ્ય રાજપુરુષોએ, અન્ય લોકોને બન્ને ત્યાં સુધી આંગળી ચીંધવાનું નિમિત્ત ન મળે તે માટે, આવી નાની મોટી બધી બાબતોમાં વધારે જાગૃત, વધારે સાવધ અને વધારે કડક બનવાની જરૂર છે.
પરમાનંદ
‘રજિસ્ટ્રેશન ઓફ ન્યુસપેપર્સ (સેન્ટ્રલ)
રૂલ્સ ૧૯૫૬’ના અન્વયે
પ્રબુદ્ધ જીવન સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે.
૧. પ્રસિદ્ધિ સ્થળ : ૪૫/૭, ધનજી સ્ટ્રીટ, મુખઇ-૩. ૨. પ્રસિદ્ધિ મ દરેક મહિનાની પહેલી અને સેાળમી તારીખ.
શ્રી પરમાનંદ કુંવ∞ કાપડિયા,
:
૩. મુદ્રકનું નામ ક્યા દેશના
: ભારતીય.
ઠેકાણુ
:
૪, પ્રકાશકનું નામ :) કયા દેશના ઠેકાણુ
પ. તંત્રીનું નામ
કયા દેશના
ઠેકાણુ
૬. સામયિકના
।
માલિકનું નામ :
૨૧૫
૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩.
પિ
ઉપર મુજબ,
ઉપર મુજબ.
શ્રી મુંબઇ જૈન યુવક સંધ, ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩
હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂ છુ કે ઉપર આપેલી વિગતા મારી જાણુ અને માન્યતા મુજબ ખરાબર છે. તા. ૧-૩-૬૩, પરમાનંદ કુંવરજી કાપડિયા, તત્રી,