________________
પ્રબુદ્ધ વાન
૨૧૪
રૂપ આપી દે છે, તેમાંથી કદાગ્રહનું વિષ નીકળી જતું હોઈ તે મિથ્યા રહેતા નથી; સત્યના એક અંશ તરીકે. નવજીવન પ્રાપ્ત કરે છે.
જૈન દર્શનની આ સંજીવની જેમનામાં હાડોહાડ વ્યાપી ગઈ છે. તેવા આચાર્ય હરિભદ્રકે હેમચંદ્રને કહેવાતા મિથ્યાદર્શનમાં કે મિથ્યાત્ત્વી દેવમાં કશા જ દોષ જણાતો નથી. અને તેથી આપણે જોઈએ છીએ કે આચાર્ય હરિભદ્ર અન્ય દર્શનોના કપિલ આદિ પ્રણેતાઓને પણ જૈન તીર્થ `કરની કોટિથી ઉતરતા ગણવા તૈયાર નથી, અને આચાર્ય હેમચંદ્ર જે ભકિતભાવથી તીર્થંકરની સ્તુતિ કરે છે એ જ ભકિતભાવથી શિવની પણ સ્તુતિ કરી શકે છે. એમને શિવ પણ એક વીતરાગી દેવ તરીકે જ દેખાય છે. આ છે "અનેકાંતવાદની સંજીવની શકિત.
દેવામાં એકતાનું ભાન કરવું એ કદાચ મનુષ્યની ઉદારતા હોય તો પણ સંભવે, પરંતુ વિભિન્ન મતોમાં સામ જસ્ટ સ્થાપવું એ સરલ નથી. સામાન્યપણે એમ કહી દેવું કે, બધા દ નાના સમૂહ એ જૈનદર્શન છે, પણ એ બધાના સમન્વય કરીને એક વ્યવસ્થિત દર્શન ઊભું કરવું એ અત્યંત કઠણ કામ છે. કારણ કે, અનેક વિરોધી મંતવ્યામાં રહેલ એકતા શેાધવાનું કાર્ય સરલ નથી. પણ જૈન દાર્શનિક આચાર્યોએ એ પાતાનું ધ્યેય જ બનાવ્યું છે કે પોતાના સમય સુધી જે જે નવા નવા • મંતવ્યો ઊભા થયા હોય છે તે સૌને યથાસંભવ તાર્કિક સમન્વય કરીને તેને એકાંતવાદના વિશાળ પ્રાસાદમાં યોગ્ય સ્થાન આપી દેવું. આમ કરવામાં તેમની તાર્કિકતાની અને મધ્યસ્થપણાની પૂરી કસોટી થઈ જાય છે. કારણ, આ માટે સમગ્ર ભારતીય દર્શનની પૃષ્ઠભૂમિઞાં તે તે મંતવ્યનું સ્થાન, સમગ્ર દાર્શનિક વિકાસક્રમમાં તેપનું ઉપર્યુકત સ્થાન, તે તે મંતવ્યોના ઉત્થાનનાં અનિવાર્ય કારો, તે તે મંતવ્યોના ગુણદોષા, તે તે મંતવ્યોમાં પરસ્પરના વિરોધ, અને છેવટે સમન્વયના માર્ગ આટલી બાબતોની વિચારણા અનિવાર્ય થઈ પડે છે. આ વિના અનેકાંતવાદના પ્રાસાદમાં તે તે મંતવ્યનું સ્થાન નિશ્ચિત થઈ શકતું નથી.
અનેકાંતવાદના પ્રાસાદની ભવ્ય રચના અને વિકાસ માટે ભગવાન મહાવીરથી માંડીને ઉપાધ્યાય યશેાવિજય સુધી બરાબર કાળક્રમે પ્રયત્ન થતો રહ્યો છે. પરિણામે એમ નિ:સંકોચ કહી શકાય કે ભારતીય સમગ્ર દર્શનાના વિકાસ સાથે સાથે જૈનદર્શન પણ તે સૌને આત્મસાત કરતું ભારતીય દર્શનની વૈજયન્તી લહેરાવે છે. અને એ એક જ દર્શનનો અભ્યાસ કરવામાં આવે તો સમગ્ર ભારતીય દનના વિકાસને તાદશ ઈતિહાસ વાંચક સમક્ષ ખડો થઈ, જાય છે. અપૂર્ણ દલશુખ માલવણિયા. કાસઞાડ બેરડી પટણ
આગામી વસન્તપૂર્ણમાના અનુસંધાનમાં શ્રી મુંબઈ જૈન યુવક અંધ તરફથી સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજનો માટે મુંબઈથી આવરે ૧૪૦ માઈલ દૂર આવેલા કોસબાડ—હીલ તથા બેરડી જવા આવવાનું તા૦ ૯મી તથા તા. ૧૦ મી બાર્ચ શનિ-રવિ એમ બે દિવસનું પર્યટણ ગેઠવવામાં આવ્યું છે. આ માટે પર્યાટણમાં જોડાવા ઈચ્છનાર સભ્ય વ્યકિત દીઠ રૂા. ૧૮ અને દર્શ વર્ષ નીચેનાં બાળકોના શ. ૧૨ આપવાના રહેશે. આ પર્યટણ માટે નક્કી કરવામાં આવેલી સ્ટેટ ટ્રાન્સપે ર્ટની બસ પાયધુની પેલીસ સ્ટેશન ઉપરથી તા મી અર્ચના રોજ પેરના બાર વાગ્યે ઉપડશે, અને રોયલ ઓપેરા હાઉસ નજીકમાં, દાદર ખારદાદ સર્કલના બસ સ્ટોપ આગળ, કીંગ સર્કલ પહેલા જૈન મંદિર આગળ ઊભી રહેશે અને બીજે દિવસે સાંજના પછી ફરશે. પર્યટણમાં જોડનાર ભાઈ-બહેનોએ ટોર્ચ અને જરૂરી બેજંગ સાથે લેવાનાં રહેશે. આ પર્યટણ પરિમિત સંખ્યા માટે યોજાયેલું હોઈને તા ૬ ઠ્ઠી સાંજના -પાંચ વાગ્યા સુધીમાં પર્યટણમાં જોડાવા ઈચ્છનાર સભ્યોએ સંઘના કાર્યાલયમાં નિયત દર મુજબની રકમ ભરી જવાની રહેશે. મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,
તા. ૧-૩-૬૩
પહેલી માર્ચથી શરૂ થની દિલ્હી-પેકિંગ મંત્રીયાત્રા દિલ્હી-પૅકિંગ મૈત્રીયાત્રા ચાલુ થતા માર્ચ માસની પહેલી તારીખે દિલ્હી રાજઘાટ ઉપર આવેલ ગંધીજીી સમાધિથી શરૂ થઈ ચુકી હશે. આગ્રા, કાનપુર, અલ્હાબાદ, કાશી, પટણા, દરભંગા, પૂર્ણિયા, પૂર્વ પાકિસ્તાન, આસામ થઈને સ્ટીવેલ રોડ દ્વારા બ્રહ્મદેશ અને ત્યાંથી બર્મા રોડ દ્વારા ચીન—એ મુજબ આ યાત્રાના માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. ચીન પહેચતાં આશરે એક વર્ષ લાગશે.... આવા અંદાજ છે.
આ યાત્રામાં સામેલ થવા માટે શાંતિસેના મંડળે સૂચવેલી વ્યકિતઓનાં નામ નીચે મુજબ છે:— *_ ;
(૧) શ્રી શંકરરાવ દેવ, (ર) શ્રી જવાહરલાલ જૈન, (૩) ડા॰ આરમ્, (૪) શ્રીમતી જાનકી શૌલ, (૫) શ્રી ત્રિપુરા - શરણ, (૬) .શ્રી ચંદ્રશેખર, (૭) શ્રીમતી તારા ભાગવત, (૮) શ્રી એસ. આર.સુબ્રહ્મણ્યમ ્.
અન્ય દેશામથી નીચેની વ્યકિતઓ આ પદયાત્રામાં સામેલ થનાર છે.—
(૧) રૅવરન્ડ માઈકલ સ્કીટ, 'વિશ્વવ્રતિ સેનાના અધ્યક્ષ, (૨) મેક્સ બીલ (ઈંગ્લ ંડ), (૩) શ્રી બર્ટ બિગેલ, (૪) શ્રી એંડ લૉ જર (અમેરિકા), (૫) શ્રી જિરહાર્ડ શનૈલ (ઑસ્ટ્રેલિયા.)
ભારત સિવાય એશિયા ખંડમાંના તેમ જ આફ્રિકા ખંડમાંના દેશાના યાત્રિકાનાં ગામ હજુ સુધી પ્રસિદ્ધ કરવામાં આવ્યા નથી.
આ યાત્રામાં સામેલ થનારાં બધાં ભાઈબહેન ૨૫ મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોંચી ગયાં હશે અને ત્યાં ત્રણ દિવસ પ્રસ્તુત યાત્રા વિષે વિચારવિનિમય કરવામાં આવ્યો હશે.
આ યાત્રાં સંબંધમાં એક વ્યવસ્થા સમિતિ સ્થાપિત કરવામાં આવી છે. તેમાં (૧) શ્રી સિદ્ધરાજ ઢઢ્ઢ, (૨) શ્રી નારાયણ દેસાઈ, (૩) શ્રી રાધાકૃષ્ણન, મંત્રી સર્વસેવા સંઘ, (૪) શ્રી ગેવિંદરાવ દેશપાંડે, આ સમિતિના તંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યાત્રા સંબંધી શ્રી બરટ્રાન્ડ રસેલ જણાવે છે કે “ આ યાત્રાને હું પૂરા ઉત્સાહપૂર્વક આવકા છું અને આશીર્વાદ આપું છું. આ યાત્રામાં હું જોડાઈ શકતા નથી તેનું મને દુ:ખ છે. આપ મારી ઉમ્મર જો ૨૦ વર્ષ કમી કરી શકો તો હું આ પદયાત્રામાં આનંદપૂર્વક જોડાવાને તૈયાર છું..
>>
આ મૈત્રીયાત્રા સંબંધમાં એમ જાણવા મળે છે કે આ મૈત્રીયાત્રાને લગતા ખર્ચના જરૂરી પ્રબંધ કર્યા સિવાય—-ચાલુ પરિભાષામાં કહીએ તો કેવળ ઈશ્વરના ભરોસે—આ યાત્રિકોએ પેકિંગ ભણી પ્રસ્થાન શરૂ કર્યું છે. આ માટે ઓછામાં ઓછા રૂા. ૫૦૦૦૦ની રકમ એકઠી કરવાની રહે છે. આ માટે શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી સિદ્ધરાજ ઢઢ્ઢા વગેરે આગેવાન સર્વોદય કાર્યો પ્રયાસ કરી રહ્યા છે. પ્રબુદ્ધ જીવનના ગતમાં પ્રસ્તુત મૈત્રીયાત્રા પાછળ રહેલી ભાવના અને યોજનાને યથાસ્વરૂપે વ્યક્ત કરનું શ્રી શંકરરાવ દેવનું પ્રવચન પ્રગટ કરવામાં આવ્યું છે. એ પ્રવચનથી જે કોઈ ભાઈ ચા બહેન પ્રભાવિત થયાં હોય અને આ મૈત્રીયાત્રાને લગતા ફાળામાં આર્થિક રીતે મદદરૂપ થવા ઈચ્છતા હોય તેમને ફલ યા તોફ લની પાંખડી, મુંબઈ, ગામદેવી, લેબનમ રોડ ઉપર આવેલા મણિ ભુવનમાં, સર્વ સેવા સંઘનું કાર્યાલય છે ત્યાં પહોંચતી કરવા વિનંતી છે. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પણ આવી રકમ યોગ્ય સ્થળે" પહોંચતી કરવામાં આવશે. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩
તંત્રી, પ્રભુજીવન
નાકા વિહાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો અને તેમના કુટુંબીજનો માટે આગામી માર્ચ માસની તા૦ ૫ મી મંગળવાર રાત્રીના ૮ થી ૧૧ સુધી એપાલા બંદર ઉપર ‘ શોભના ’· સ્ટીમરમાં નૌકાવિહાર ગઠવવામાં આવ્યો છે. આ નૌકાવિહારમાં જોડાવા ઈચ્છનાર સભ્ય વ્યકિતદીઠ શ.” ૨.૫૦ આપવાના રહે છે. પાણી પીવા માટે સાથે પ્યાલા લાવવા જરૂરી છે. આ માટે સંઘના કાર્યોલગ્ન સાથે સત્વર સંપર્ક સાધવા વિનંતિ છે.
તમ ત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ