________________
તા. ૧-૩-૬૩
પ્રભુ
પ્રત્યેક ધાર્મિક સમાજની આ એક ખાસીયત હોય છે. આથી રૂઢ સનાતન માર્ગમાં નવું નવું સત્ય સ્વીકાર કરવાના આગ્રહ ધરાવતા અનેકાંતવાદના પ્રવેશને બહુ જ ઓછે અવકાશ રહે છે. અનેકાંતવાદના પ્રવેશ ત્યાં જ સહજ બને છે, જે સમાજ પ્રગતિશીલ હોય. આ દષ્ટિએ સનાતની હિન્દુવૈદિક સમાજ કરતાં જૈન ધર્મને વધારે પ્રગતિશીલ ગણવા જોઈએ. જૈન ધર્મના અનુયાયીઓમાં પણ વૈદિકોની અસર જેવી તેવી નથી થઈ, તેઓ પણ પેાતાના સનાતનપણાના સમર્થનમાં અનેક દલીલો કરતા થઈ ગયા છે, પણ સમગ્ર ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, જૈનદર્શને અને ધર્મે પેાતાને સનાતની કહેવરાવવામાં રાચવા છતાં સત્ય સ્વીકાર માટેનાં પોતાનાં દ્રારા હ ંમેશા ખુલ્લાં જ રાખ્યાં છે. અને સમાજના આચરણમાંથી કે આસપાસના દાર્શનિક વિચારોમાંથી જે કાંઈ ચિત જણાયું, સત્ય જણાયું તેને પોતાના આચાર અને દર્શનમાં સ્વીકારીને આત્મસાત ્ કરી લીધું છે, અને તેમ કરવામાં ગૌરવના જ અનુભવ કર્યો છે. આનું કારણ જૈનદર્શનની પ્રકૃતિમાં જ અનેકાંતવાદની ભાવના મૂળથી જ રહી છે તે છે. આથી નિ:સંશય કહી શકાય કે ભારતીય વિવિધ સમાજોમાં જૈન સમાજ પ્રગતિશીલતાની દષ્ટિએ અગ્રણી મનાવા જોઈએ.
દાર્શનિકોમાં એક યા બીજી રીતે વિચારક્ષેત્રમાં અનેકાંતવાદનો આકાય લીધા વિના ચાલતું જ નથી, પણ જૈનદર્શને જ અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ પોતાનાં સમગ્ર દાર્શનિક વિચારોને ગાઠવ્યા છે. તેથી તે વાદ જૈનોના પોતાના થઈ ગયો હોઈ, બીજા દાર્શનિકો જૈન)ની જેમ અનેકાંતવાદી બનવામાં ગૌરવના અનુભવ નથી કરતાં, પણ ગૌરવનો અનુભવ કરે કે ન કરે, તેથી કાંઈ અનેકાંતવાદનું ગૌરવ ઘટતું નથી. વિચારવિકાસ સાથે અનેકાંતવાદના
સર્વ ક્ષેત્રે સ્વીકાર કર્યા વિના કોઈ બીજો રસ્તો છે જ નહિ.
સમન્વયભાવના
કટ્ટર સામ્યવાદીઓ પણ આજે પંચશીલ અને સહઅસ્તિત્ત્વમાં સલામતીનો અનુભવ કરતાં થઈ ગયા છે, એ કે અનેકાંતવાદના જ રાજકીય ક્ષેત્રે પ્રસાર છે. આપણે જાતિ - પાંતિના ભેદ વિના પણ જીવનની સુચારુતા અનુભવવા લાગ્યા છીએ એ સામાજિક ક્ષેત્રમાં માંડવાળવૃત્તિનું વિસ્તરણ જ છે. અને દાર્શનિક ક્ષેત્રમાં પણ એકાંત આગ્રહો ઢીલા થઈ જ રહ્યા છે. અન્યથા સત્યની શોધ દુષ્કર બની જાય છે.
(૨)
જૈન દર્શનના અનેકાંતવાદનું મૂળ અહિંસા
આટલી અનેકાંતવાદની સામાન્ય ચર્ચા પછી જૈનદર્શન અનેકતવાદની ભૂમિકા ઉપર જ કેમ ઊભું થયું એ વિચારવાનું પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરના જીવનનો મંત્ર એક જ હતા અને તે છે અહિંસા. ભગવાન મહાવીરે જગતના અણુઅણુમાં જીવાના વાસ જોયો. તેમનું સંવેદનશીલ સમભાવી હૃદય અનુભવવા લાગ્યું, કે જીવન મને જેમ પ્રિય છે, તેમ આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુઓને પણ પ્રિય છે, મને દુ:ખ ગમતું નથી તેમ એ સર્વને પણ દુ:ખ અપ્રિય છે. તો મારે જીવનવ્યવહાર એવી રીતે ગોઠવવા જોઈએ, જેથી અન્ય જીવની હિંસા થાય નહિ. આવી તીવ્ર સંવેદનમાંથી મહાવીરે અહિંસક જીવનવ્યવહાર અપનાવ્યા અને લેાકજીવનમાં સયમનો ઉપદેશ દીધા. અહિંસક જીવનવ્યવહારમાંથી જ બીજાના વિચારોને ઠેસ ન પહોંચાડવાની વૃત્તિનો જન્મ થાય છે; કારણ કે એ અનુભવની વાત છેકે, સૌને મન પેાતાની બાહ્ય સંપત્તિની જેમ વિચારસંપત્તિનું પણ બહુમૂલ્ય હોય છે. એ પણ અનુભવાય છે કે માણસની બાહ્ય સંપત્તિ. ભલે ફના થતી હાય, પણ પોતે નકકી કરેલ વિચાર કે મંતવ્યને છાડવા તે ઝટ તૈયાર થતો નથી. આમ પોતાનાં મત, મંતવ્ય કે વિચાર પ્રતિ વ્યકિતને એક પ્રકારની નિષ્ઠા અને મમતા હોય છે. એની એ નિષ્ઠાને કે મમતાને જયારે આપણે ઝટ વગર વિચાયે જૂઠી કહી દઈએ છીએ ત્યારે તે આંચકો અનુભવે છે, તેને તીવ્ર દુ:ખ થાય છે અને તેના પ્રતિકાર કરવા તે તૈયાર થઈ જાય છે. અને
જીવન
ક
પોતાના સાચા - ખોટા મંતવ્યોને વધારે બળપૂર્વક વળગી રહેવા તૈયાર થાય છે. સામી વ્યકિત પણ પોતાના મંતવ્યોને તે જ પ્રમાણે વળગી રહેવા તૈયાર હોય છે. આથી વાદ - વિવાદની, બૈર - પ્રતિવૈરની પરપરા જ વધે છે, અને આ હિંસા જ છે. આ વૈચારિક હિંસાના નિવારણરૂપે જ અનેકાંતવાદના વિકાસ કરવાનું ભગવાન મહાવીરે ઉચિત માન્યું અને તેમણે પેાતાના દર્શનને અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ વિકસાવ્યું. જીવની હિંસા જો વર્જ્ય હાય તો જીવનના કોઈ પણ મંતવ્યને ઝટ દઈ ખોટું કહી દઈ તેને દુ:ખ પહોંચાડવું, એ પણ હિંસા જ છે અને તેથી તેમ કરવું વર્જ્ય ગણાવું જોઈએ. આથી કોઈ મંતવ્યને જો ખાટું ન કહેવું હોય તો તેમાંથી સત્ય શોધવાની પ્રવૃત્તિ કરવી જ જોઈએ. જયાં સુધી વિરોધીના મંતવ્યને અસત્ય માનતા હોઈએ ત્યાં સુધી તે મંતવ્ય આદરપાત્ર તો બને જ નહિ. એટલે તેમાંથી સત્ય શોધવાનો પ્રયત્ન અનિવાર્ય બને છે. આ પ્રયત્નમાંથી એક દષ્ટિએ નહિ પણ અનેક દષ્ટિએ વસ્તુનું નિરીક્ષણ કરવાની પ્રવૃત્તિ વધે છે અને તે જ અનેકાંતવાદને જન્મ આપે છે. આમ અહિંસાની ભૂમિકા ઉપર જ અનેકાંતવાદનો પ્રાસાદ ઊભા થાય છે.
આચાર્ય સિદ્ધસેને કહ્યું છે કે, જેટલાં વચનમાર્ગી છે તેટલા જ નયા છે અને જેટલા નયા છે તેટલા જ પરદર્શના છે. આ જ વાતને આગળ વધારીને જિનભદ્ર સ્પષ્ટ કરી છે કે જેટલાં પરદર્શન છે તે મળીને જૈનદર્શન બને છે.. પરસ્પરવિરોધી મંતવ્યામાં વિરોધ ત્યાં સુધી જ છે જયાં સુધી એ બધાને સંગત કરી તેમને એક સમગ્ર — પૂર્ણ દર્શનરૂપે સમન્વય ન કરવામાં આવે. વિરોધના આધાર પરસ્પરમાં રહેલ દોષો કે ન્યૂનતાઓ છે. પણ જેમ કોઈ મંતવ્યમાં દોષ કે ન્યૂનતા હોય છે, તેમ તેમાં ગુણ અને વિશેહતા પણ હોય છે. જે ક્ષણે એ ગુણ અને વિશેષતા તરફ ધ્યાન આપવામાં આવે છે તે ક્ષણે જ વસ્તુદર્શનને એ પણ એક પ્રકાર છે, નય છે, એમ સ્પષ્ટ થાય છે અને વસ્તુદર્શનની પૂર્ણતામાં એ પણ એક અંગ બની જાય છે. જેમ નાના પ્રકારના પ્રથક રંગના મોતીઓ જયાં સુધી પૃથક્ હોય છે ત્યાં સુધી તેમની જુદાઈ તરફ જ વિશેષ ધ્યાન જાય છે અને તેમની એકતાને બદલે પાર્થક્ય વિષે જ મત દૃઢ બનતા જાય છે. પણ એ બધા મેાતીઓના જયારે એક હાર બનાવવામાં આવે છે ત્યારે તે પેાતાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ ખાઈને એક હારના અંગ રૂપે બની જાય છે, તેમાં એક નવા જ પ્રકારની સૌંગતિ તેઓ ઊભી કરે છે. આ જ રીતે જયાં સુધી ભિન્ન ભિન્ન દર્શના પોતાની સચ્ચાઈ વિષે જ આગ્રહ રાખે ત્યાં સુધી તે દર્શનો મિથ્યા કહેવાય, કારણ તેઓ આંશિક સત્યને પૂર્ણ સત્ય માનીને રાચતા હોય છે. પણ જયારે તેમાંથી પૂર્ણતાના આગ્રહ દૂર કરીને તેમને પૂર્ણદર્શનના અંગ તરીકે, નય તરીકે કે એક પ્રકાર તરીકે જૈનદર્શનમાં મૂકવામાં આવે છે . ત્યારે તેઓ મિથ્યા મટીને સત્ય બની જાય છે. અને એવા આંશિક સત્યોને એકત્ર કરીને વિવિધ નયામાંથી જૈનદર્શનના પ્રાસાદ ખડો કરવામાં આવે છે. એટલે તે મિથ્યામાંથી ઊભા થયેલ છતાં પોતે મિથ્થા નથી, એટલું જ નહિ પણ, પ્રથમ જે મિથ્યા હતા તેમાંથી પણ મિથ્યાતત્ત્વને ગાળી નાખનાર છે.
સમુદ્રમાંથી જેમ અનેક દિશામાંથી આવનારી નદીઓ મળીને એક થઈ જાય છે, પેાતાનું અસ્તિત્ત્વ ખાઈ નાખે છે તેમ અનેકાંતવાદમાં પણ અનેક એકાંતવાદી મતા મળી જાય છે અને પેાતાનું અસ્તિત્વ ખોઈ નાખે છે. અર્થાત્ તેઓ જુદા હતા ત્યારે મિથ્યા કહેવાતા, પણ જ્યારે અનેકાંતમાં સમન્વિત થઈ ગયા ત્યારે તેમનું જુદું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે અને સત્યના એક ભાગ તરીકે જ વર્તમાન રહે છે. આથી તેઓ મિથ્યા મટી જાય છે. અનેકાંતવાદની સંજીવની શકિત એવી છે કે, એ મતાને નવતર
''