________________
તા
૧-૩-૩
પ્રભુ દ્ધ જીવન
૨૧૧ ::
દેશ માટે પણ સારું છે. માનવતાની દ્રષ્ટિએ કોઈ વ્યકિત એવી નીકળી આવે કે, દુશ્મનનાં સામે કે તેના દેશમાં જઈને ત્યાં પણ ખરૂં કામ કરે તે એ વસ્તુ ઈચ્છવા જેવી છે.
. પરંતુ આજે જૈન સાધુમાં તે કોઈ એવી વ્યકિત દેખાતી નથી અને ભૂતકાળમાં એવી થઈ હોય તેમ જોવામાં આવતું નથી. વળી, જૈન સાધુઓ નવોટિ વ્રત લે છે ત્યારે અનેક આગાર. સંકલિતું હોય છે જ. બીજા અધ્યાહા પણ હોય છે જ. રાજા - અભિયોગ આદિ આગારો આ જ પ્રકારના છે. અલબત્ત, કોઈ માનવતાવાદી જિનકલ્પી સાધુ હોય તે કાંઈ આવા આગાર ન રાખે, પણ એને તે જીવન અને મરણ બંને તદ્દન સમાન હોય છે.
- આપણે જે કક્ષાના સાધુસમદાય અને તેના અનુયાયીઓની વાત કરીએ છીએ તે ક્યા સાવ પ્રાથમિક છે. એટલે ઉપરથી પ્રતિજ્ઞાઓ ગમે તેટલી મોટી લદાયેલી હોય, છતાં કક્ષા તે સામાન્ય જ છે. આવી સ્થિતિમાં એ કક્ષાને સાધુવર્ગ સાવ નિષ્ક્રિય રહે તે કરતાં જે સૂઝે તે કરે અને કાંઈને કાંઈ વિચારે એ મને તારું લાગે છે. અલબત્ત, આની સાથે એનામાં કાંઈક વિચાર જાગૃતિ વહેલા મોડા આવશે. ઘણામાં નહિ તે કઈકમાં આવશે. જૈન નહિ તે જૈનેતરમાં આવશે. અને ખરી જાગૃતિ તે પ્રાણાર્પણ કરવાની અને વિવેક ન ચૂકવાની સ્થિતિ આવે ત્યારે જ આવશે. અત્યારે હિમાલયના પ્રદેશમાં કે એ બાજુ અથવા તે દેશના અંદરના સહિસલામત ભાગમાં પણ અનેક જાતની રચનાત્મક સેવા કરવાનું કામ ઉપસ્થિત છે અને તે અહિંસાની ભૂમિ ઉપર એને પોષક થાય એ રીતે કરી શકાય એવું છે. છતાં, સાધુવર્ગ તે સુખશીલ થઈ એદીની પેઠે જ્યાં બધું તૈયાર મળે ત્યાં જ રહી અહિંસાની સુફિયાણી વાતો કરે છે. આ સ્થિતિમાંથી નિકળવાના અનેક માર્ગો પૈકી સંરક્ષણ કુંડમાં અને બીજા કાર્યોમાં કાંઈ ને કાંઈ મદદ કરવી-કરાવવી એ મને અત્યારની ઘડીએ કર્તવ્ય લાગે છે. તેથી પંજાબમાં કે મુંબઈમાં જે કેટલાક સાધુનો આ તરફ ઢળ્યા છે તે, બીજો એનાથી વિશેષ ઉત્કૃષ્ટ માર્ગ ન દેખાય અને તેવા અધિકારી નીકળી ન આવે ત્યાં લગી, કોઈ અનિચ્છવા જેવું નથી. નિર્ભય બની દેશ બહાર જવું નહિ, યુદ્ધક્ષેત્ર સમીપે ઘાયલોને આશ્વાસન આપવા કે તેમની સારવાર કરવા પણ ન જવું, શત્રુ લેખાતા સૈન્યની પાટાપીંડી કરવાની વાત પણ નહિ અને સુરક્ષિત દેશ, સમાજ, ગામ અને ધર્મસ્થાન એ બધાની ઝંખના સેવવી એ અહિંસા સાથે કે તટસ્થતા સાથે સંત નથી. અલબત્ત, અત્યારે રકતદાન દિને ઉપદેશ કે પ્રચાર ન લાગે, પણ એ બધાં કામ કેવળ સદુભાવ અને માનવતાની દ્રષ્ટિએ કરવામાં આવે તે સંકુચિત રાષ્ટ્રવાદ પણ ધર્મક્ષેત્ર બની શકે અને જ્યારે એક દેશમાં અને એક પંથમાં મોટો ત્યાગીવર્ગ કશું જ કર્યા વિના બેસી રહે અને બીજી મોટી મોટી વાત કરે, બીજા પંથ કરતાં પોતાને કોષ્ઠ માને અને સર્વસામાન્ય સંકટ વખતે અહિંસાને નવો ક્રિયાશીલ માર્ગ ન જ સુઝવાને લીધે અગર અશકિતને લીધે ચુપ બેસી રહે ત્યારે, મને એમ લાગે છે કે, અત્યારે સાધુઓમાં જે થંડી ઘણી ધર્મયુદ્ધની દિશામાં .વૃત દેખાય છે તેને વિરોધ કરવો અસ્થાને છે.
દેશ આઝાદ થવા સાથે દેશના ભાગલા પડયા અને જે દુર્ધટનાઓ બની અને ત્યાર બાદ દેશમાં જે કાંઈ બની રહ્યાં છે તેને • લીધે અને તાજેતરમાં ચીને ભારત ઉપર હુમલો કર્યો અને દેશ
આખામાં જે અસાધારણ સંભ પેદા થયો તેને લીધે કેટલાક જૈન સાધુએનું કોચલા-માનસ ભેદાયું છે, ૨ાને ઉપાશ્રયની દુનિયાની બહ ૨ તેઓ જોત થયા છે એ આવકારયોગ્ય લાગે છે. સતીશકુમારની પેઠે ધીરે ધીરે જ્યાં ત્યાં વિચારજાગૃતિ તે દેખાય જ છે. આ કયાં સુધી ટકશે એ કહેવું કઠણ છે. એકંદરે બહારની ગરમી જ જૈનને ગરમ કરે છે.
વિકમૈત્રીની ભાવના તો જૈન વ્યકિતના સંસ્કારમાં છે જ. રમે છણાવૃત્તિ પણ ધરાવે છે. એટલે કોઈ માણસની હત્યામાં એને સહજ રસ આઈ ન શકે. તેમ છતાં દેશની દ્રષ્ટિએ કંઈક કરવાનું મન થાય ત્યારે સામાન્ય રીતે એમ સમજાય છે કે તેઓ પોતાની મદદને, મવકલ્યાણમાં વપરાશે એવી આશા અજાણપણે પણ તેઓ સેવતા હોય. સમજણ તૂર્વક અનાસકિત કેળવવી અને ક્રિયાશીલ રહેવું એ તે વિરલનું કામ છે, પણ ઘણી વાર બહારના દબાણથી માણસમાં ચેતના ફરે છે. જે ધર્મયુદ્ધને અર્થ એ કરીએ
કે, અન્યાયને તેમ જ આક્રમણને વશ ન થવું તો એમાંથી છેવટે ફલિત એ જ થવાનું છે કે કાં તે જાતે મરવું અને કાં તો સામાને ગમે તે રીતે શિસ્ત આપવી. પહેલે વિકલ્પ અમલમાં આણનાર અત્યારે તો કયાં છે? શતિસેનાની વાત છે ખરી, તેમાં શ્રાવકોને જોડાવા સતત અને સાચી પ્રવૃત્તિ કરનાર પણ કયાં છે? એટલે કાંઈક ને કંઈક કરવું અને સૌના ટીપાત્ર ન બનવું એવી મનેવૃત્તિમાંથી પણ આ મદદને સુર નીકળ્યું હોય.
છેવટે આપણે એટલું જ કહી શકીએ કે, મદદ આપવી હોય તે ઘાયલ કે બીજા એવા સંકટગ્રસ્તોને દવાદારૂ, કપડાં કે ખેરાક આદિ દ્વારા મદદ આપવી, પાર આનેય અર્થ ૫પરાએ હિંસક યુદ્ધમાં ભાગ લેવા જેવો કોઈક કરે તે ના પાડી શકાય નહિ. એટલે મને તો વિચાર કરતાં એમ લાગે છે કે, આપણી પાસે આપણી કાંઈક આગવી અને મક્કમ નીતિ ન હોય તો કેવળ બીજાનો વિરોધ કરવાથી માત્ર બુદ્ધિભેદ થાય અને જે નિષ્ક્રિય છે તેને ધર્મના નામે તેમ જ અહિંસાના નામે નિષ્ક્રિયતા પોષવાનું સાધન મળી રહે. અસ્તુ !
લી . સુખલાલ ત્યારે મને ખરેખર અત્યંત દુઃખ થાય છે
આપણે તે બુદ્ધિ જેવી વસ્તુને જ નથી માનત અને ગ્રહને માનીએ છીએ ત્યાં સુધી રોગચાળે, દુષ્કાળ અને ભૂખમરા જેવા ઉપદ્રવ મૂંગે મોંએ સહી લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એમ કહીએ છીએ. પશ્ચિમના લાકે જે શારીરિક અને માનસિક શકિત, આરોગ્ય અને વૈભવ ભોગવી રહ્યા છે તે તમે જુઓ તો તમને પિતાને આશ્ચર્ય થયા વિના ન રહે. એનું મુખ્ય કારણ એ છે કે અન્ન, વસ્ત્ર અને આરોગ્ય તો પોતાની બુદ્ધિથી જ ઉપજાવી શકાય એમ તેઓ માને છે—ગ્રહની કૃપા કે અકૃપા પર એને આધાર છે એમાં કોઈ નથી માનતું. શીતળા જેવા ભયંકર રોગચાળા ઉપર પણ તેમણે વિજય મેળવ્યો છે. આજે જે કે, કેન્સર
જેવા રોગ સામે એમનું બહુ બળ નથી ચાલી. પરંતુ તેઓ ખડતરીપૂર્વક માને છે કે, જે હૃદયપૂર્વક વિજ્ઞાને બતાવેલા માર્ગે પ્રય
ત્ન કરવામાં આવે તે એક દિવસે એ અસાધ્ય ગણાતા દર્દી ઉપર પણ વિજય મેળવી શકાય.
આ બધી બાહા વાત થઈ. માણસની એક બીજી બાજુ પણ છે એને તરિક અથવા આત્મિક કહી શકાય. પાપપુણ્યને સંબંધ એની સાથે છે. જે રિપુઓ વિશ્વાત્મા સાથેના આપણા રબંધને વિકૃત બનાવે એને આપણે પાપ કહીએ છીએ.
પાપને બારી વસ્તુ માનવાથી જ બાહ્ય વિધિ, અનુષ્ઠાન કે પ્રાયશ્ચિત વડે પાપને ઈ નાખી શકય એડી ભ્ર":ણા જન્મ છે, અને એથી જ ગ્રહ, ગોર અને માતાનું પાખંડ વળગે છે. તમે દેવની પૂજા—ભકિત કરો એ સમજી શકાય, પણ જયારે તમે વિચાર કરતા આચારને, બુદ્ધિ કરતાં પરંપરાને અને પુરુષાર્થ કરતાં પણ ગ્રહદશાને વધુ મહત્ત્વ આપે, અને એમાં જ સાચે હિંદુધર્મ છે એમ કહે ત્યારે ખરેખર ઘણું દુ:ખ થાય છે.– તમારા એકના જ માટે નહિ, પણ શકિતહીન, બુદ્ધિહીન બની બેઠેલા આ સારાયે મહાન દેશને માટે ખૂબ લાગી - વિ છે.
રવીન્દ્રનાથ ટાગોર સંધના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો પ્રતિ
આપણી ઉપર પ્રબુદ્ધ જીવન નિયમિત રીતે મોકલ ામાં આવે છે. એ આપને બરાબર નિયમિત રીતે મળતું રહે એટલા માટે આપને વિનંતિ કરવાની કે: (૧) જયારે પણ પ્રબુદ્ધ જીવનને અંક આપો ન મળે ત્યારે
સંધના કાર્યાલયનું તે વિષે તરત ધ્યા. ખેંચશે. ' (૨) સરનામામાં કાંઈ પણ લપૂલચૂક રહી જતી હોય તે તે
સુધારવા માટે સંઘના કાર્યાલયને ૨:૧ર જણાવશે. (૩) અને જો આપનું લવાજમ હજુ પણ બાકી હોય તે તે સત્વર મોકલી આપવા કૃપા કરશે.
વ્યવસ્થાપક, પ્રબુદ્ધ જીવન