________________
તા.૧-૩-૬૩
પ્રબુદ્ધ
વિચાર કરવાની છે, અને નહિ કે અહિંસાને સર્વથા સમર્પિત એવી જીવનનિષ્ઠાના ધારણે. અને એમ હોવાના કારણે જ આપ ઉત્સર્ગ એટલે કે નિયમ જેટલું જ અપવાદને મહત્ત્વ આપે છે અને આજે જે કાંઈ ચાલી રહ્યું છે જૈન સાધુએ તેમ જ સાધ્વીઓ રાષ્ટ્રૉંરક્ષણ ફંડ માટે ફાળા એકઠા કરે છે અને સરકારી યુદ્ધપ્રયત્નોને સીધી રીતે મદદ કરે છે તે બધું આપ અપવાદના નામે અહિંસાવૃત્તિ સાથે સુસંગત હોવાનું માનો છે, જણાવા છે.. પણ આજની પરિસ્થિતિના જે વધારે ઊંડાણથી વિચાર કરે છે તેને સહજપણે માલુમ પડે છે કે, ચીની આક્રમણના કારણે આજે આપણા દેશના સરહદી પ્રદેશ જ માત્ર જોખમમાં મૂકાયો છે એમ નથી. પણ એ સાથે, જે અહિંસાની ભાવના આપણે ત્યાં સદીઓથી કેળવાતી રહી છે, જે અહિંસાનાં મૂલ્યો આજ સુધી સ્વીકારાતાં આવ્યાં છે અને આપણા જીવનમાં સીંચાતા રહ્યાં છે તે બધું ભૂંસાવા બેઠું છે, જાણે કે અહિંસા આપણા દેશમાંથી વિદાય લેવા બેઠી ન હોય ! રાષ્ટ્રની રક્ષા કરતાં પણ આ અહિંસાવૃત્તિની રક્ષાના સવાલ અહિંસાનિષ્ઠ લેખાતા જૈન મુનિ માટે વધારે મહત્ત્વના હોવા ઘટે છે. આ દ્રષ્ટિએ વિચારતાં આજે ઊભી થયેલી પરિસ્થિતિ અહિંસાલક્ષી વ્યકિત માટે 'સૂપી વચ્ચે સારી' જેવી અથવા તે। .‘હા કહે તા હાથ કપાય અને ના કહે તો નાક કપાય’ એ પ્રકારની મૂંઝવણ પેદા કરનારી બની છે. જેને અહિંસા સાથે સૈદ્ધાન્તિક નિસબત નથી, જેના માટે અહિંસા માત્ર રૂચિનો જ સવાલ છે પણ નિષ્ઠાનો સવાલ નથી, સગવડ મુજબ અહિંસાનું પાલન-અપાલન એ જ જેનું આચારધારણ છે તેના માટે આજે કોઈ મૂંઝવણ કે મથામણના સવાલ જ નથી. અલબત્ત, જે સંયોગેામાં ચીને આપણાં દેશ ઉપર આક્રમણ કર્યું છે. તે સંયોગના વિચાર કરતાં તેને કશો પ્રતિકાર જ ન કરવા એમ કોઈ સમજુ માણસ કદિ કહે કે વિચારે જ નહિ, પણ આવા સંયોગામાં જ્યારે સામાન્ય માણસા સશસ્ત્ર પ્રતિકારનેાજ વિચાર કરતા હોય છે, ત્યારે અહિંસાનિષ્ઠ વ્યકિત ગાંધીજીએ ચીંધેલા અહિંસક સામુદાયિક પ્રતિકારની ખાજમાં પડે છે, ને કોઈ ને કોઈ .ામુદાયિક ઉપાય યોજના શેાધી કાઢે છે, અને ધારો કે એવા કોઈ ઉપાય. કે યાજના તેને ન સૂઝે તો તેની અહિંસાનિષ્ઠા સાથે વિસંવાદી ભાસતા એવા સશસ્ત્ર પ્રતિકાર અને તેના ફંડફાળા અંગે તે તટસ્થ રહીને, યુદ્ધપરિસ્થિતિ અંગે જે બીજી અનેક બાબતા ઊભી થાય છે—જેમ કે સૈનિક રાહત ફંડ, ઘાયલ સૈનિકોને પાટાપીંડી, યુદ્ધપરિસ્થિતિ અંગે ઊભી થતી મોંઘવારીમાં રાહત, સ્થળ સ્થળની શતિરક્ષા અને તદર્થે શાંતિસેનાની યોજના અને હો ગાર્ડની પ્રવૃત્તિ, દેશના સામાજિક તેમ જ આર્થિક જીવનમાં પ્રવર્તતી અસમાનતાનું અન્યાયનું નિવારણ આવી અનેક બાબત છે કે જેને અહિંસાનિષ્ઠાની રક્ષા સાથે કોઈ વિરોધ નથી આવી. બાબતામાં શકય તેટલા સહકાર આપવા તે ઉદ્ઘ કત બને છે. આજની પરિસ્થિતિમાં અહિં સાવ્રતી જૈન મુનિએ માટે જે પ્રકારની તટસ્થતા ૐ સૂચવું છું તે તટસ્થતાની મારી કલ્પના ઉપર મુજબની છે. આ તટસ્થતા સશસ્ત્ર પ્રતિકાર અને તેને લગતા ફંડફાળા સિવાય બીજી અનેક બાબતોમાં ક્રિયાશીલતાની પૂરી અપેક્ષા રાખે છે.
જૈન મુનિઓને હું સમગ્રપણે વિચાર કરું છું ત્યારે તેનામાં દેખાતો ઊંડી વિચારણાના—કોઈ પણ પ્રકારના મનામંથનના લગભગ અભાવ મને ખૂબ સાલે છે. સાધારણ રીતે આસપાસ ' શું ચાલે છે તે વિષે તેમનામાં ઉદાસીનતા પ્રવર્તતી હાય છે. વિશાળ સમાજ અને તેના પ્રશ્નોથી જાણે કે તેઓ સાવ અલગ હોય તેવી રીતે તેઓ વર્તતા હોય છે અને આ બાબતો ગૃહસ્થાના જીવનને લગતી છે, સંસારીઓની છે, તેમાં આ કરો અને આ ન કરો એવા વિધિનિષેધ સૂચવવા, તે પ્રકારનું માર્ગદર્શન આપવું એ અમારૂ કામ નથી—આવી પરંપરાગત ગતાનુગતિકતા તેમના બાલવા ચાલ
જીવન
વામાં અને માનવી સમાજ સાથે વ્યવહારમાં મોટા ભાગે દ્રષ્ટિગાચર થાય છે. આવી ઉદાસીનતા છેડીને તેમનામાંના કોઈ કોઈ આજકાલ જનતાના જીવનને સ્પર્શતા વિષયોમાં રસ લેતા દેખાય છે. આ જરૂર આનંદદાયક છે તેમ જ આવકારપાત્ર છે. ચાલુ ઘરેડમાંથી આ રીતે બહાર નીકળવાની હિંમત દાખવવા બદલ તેમનું અભિનંદન કરવાનું પણ મન થઈ આવે છે. આમ છતાં પણ આ બાબતેનું તેમનું દર્શન બહુધા ઉપરછલ્લું, ચિંતનના કોઈ પણ ઊંડાણ વિનાનું, ગતાનુગતિક સમું માલુમ પડે છે. આજે ચીને ભારત ઉપર હુમલા કર્યો છે, દેશની રક્ષા ખાતર સર્વ પ્રકારનાં બલિદાન આપવાની જરૂર છે, તેના ફંડફાળામાં ભરણ કરવાની આવશ્યકતા છે— આવું આજે ચૈતરફ વાતાવરણ છે, લોકમાનસનો આવા ઝાક છે તે તે સંબંધી ઊંડા વિચાર કરવાને બદલે આવા જૈન મુનિએ રાષ્ટ્રરક્ષણ ફંડના લગભગ પ્રચારક જેવા બની જાય છે. પેાતે સ્વીકારેલી સર્વાંગી અહિંસાનિષ્ઠા સાથે આ પ્રચાર બંધબેસતો છે કે નહિ, જૈન ધર્મના પાયા રૂપ અહિંસા સાથે આજની યુદ્ધલક્ષી પ્રવૃત્તિના મેળ બેસે છેકે નહિ, આ બાબતો અંગે તેમને વિચાર સરખા પણ આવતા દેખાતા નથી. લોકોને આ ગમે છે, સરકાર આ માગે છે, લાકપ્રિયતા મેળવવાના આ સગવડભર્યો માર્ગ છે, ચાલા, આપણે પણ આની ઝૂંબેશમાં સાથ આપીએ—આવી—આધુનિક વિચારવલણ તરફ ઢળેલા કેટલાક જૈન મુનિઓાની—મનોદશા જોવામાં આવે છે. દેશની તેમજ દુનિયાની અદ્યતન પરિસ્થિતિ અંગે અહિંસાનિષ્ઠ વ્યકિતનું સત્તામંથન કેવું હોય અને તેની ખોજમાંથી અહિંસાનિષ્ઠા સાથે બંધબેસતી કેવી કેવી વાતે તેને સૂઝે તે બધું આજ .કાલ વિબાજી, જયપ્રકાશજી, કાકાસાહેબ કાલેલકર, દાદા ધર્માધિકારી જેવી વ્યકિતઓ જે કાંઈ.બાલી ચા લખી રહેલ છે તેમાંથી આપણને સૂચન રૂપે જાણવા મળે છે.. જેનામાંના જ એક ભાઈ સતીશકુમાર તથા શ્રી ઈ. પી. મેનન કેટલાક સમયથી વિશ્વશાંતિના પ્રચારાર્થે દિલ્હીથી માસ્કોવોશિંગ્ટનની પદયાત્રા ઉપર નીક્ળ્યા છે અને આજે માસ્કો સુધી પહોંચી ગયા છે તે પાછળ આ જ વૃત્તિ કામ કરી રહી છે. આ માર્ચ માસની પહેલી તારીખે. શંકરરાવ દેવ અને રેવરન્ડ માઈકલ ફૅાટની આગેવાની નીચે પંદર યાત્રિકો દિલ્હી—પેકિંગની યાત્રાએ પગપાળા ઉપડનાર છે તેની પાછળ પણ આ જ ખાજ રહેલી છે. આજના ચીન ભારત સંધર્ષના જાગતિક પરિસ્થતિના સંદર્ભમાં તેગા કેવી રીતે વિચાર કરે છે, વિશ્વમૈત્રીની ભાવનાને ચીન-ભારત સંઘર્ષના સંદર્ભમાં તે કેવું અમલી રૂપ આપે છે તેના પ્રબુદ્ધજીવનના ગતાંકમાં પ્રગટ થયેલ શ્રી શંકરરાવ દેવનું પ્રવચન જે વાંચશે તેને જરૂર ખ્યાલ આવશે. આજીવન અહિંસાવ્રતને વરેલા જૈન મુનિએ પાસેથી આવી ખાજની—આવા મનેામન્થનની અને એ દ્વારા સૂઝતા એવા માર્ગદર્શનની કર્તવ્યર્મની—હું અપેક્ષા રાખું છું.
પણ આ બધું વાંચીને આપ કહેશે કે, આજના જૈન સાધુઓ પાસેથી હું આ બધી વધારે પડતી આશા રાખી રહ્યો છું. જો આમ જ હોય તો તેમની પામરતા તેમને મુબારક હો ! આથી બીજું શું કહું?
અહિંસાની રૂચિ એક ચીજ છે. અહિંસાની નિષ્ઠા અને તે પાછળ રહેલી અહિંસાને લગતી ઊંડી સૂઝ એ બીજી જ ચીજ છે. સામાન્ય રીતે માનવીનું દિલ અહિંસા—અભિમુખ હોય છે, પણ તે અભિમુખતામાં કોઈ ખાસ આગ્રહ હોતો નથી. કોઈ પણ કાટી કે કટોકટીની પળે અહિંસાને ફેંકી દેતાં અને હિંસાનું અવલંબન લેતાં તે અચકાતા નથી. તાત્કાલિક હિતાહિક, લાભાલાભ, શ્રેયાકોયની દ્રષ્ટિએ પોતાના કર્તવ્યકર્મનો તે નિર્ણય કરતો હોય છે અને તે મુજબ વર્તન કરતા હાય છે. આજના જૈન સાધુઓ અહિંસાનિષ્ઠાના દાવા કરતા હોય છે, પણ ઉપર જણાવી તે પ્રકારની અહિંસારૂચિ કરતાં તેની નિષ્ઠામાં વધારે ઊંડાણ કે ગાંભીર્ય નજરે પડતું નથી.
૨૦: