________________
imperiodide
પ્રભુ જીવન
અદ્યતન યુદ્ધ પરિસ્થિતિ અને અહિ ંસાવ્રતધારી જૈન સાધુએ
પૂ ભૂમિકા
તા. ૧૬-૧-૧૯૬૩ ના પ્રબુદ્ધ જીવનમાં ધર્મયુદ્ધ અને અહિંસક યુદ્ધ વચ્ચે તફાવત' એ મથાળા નીચે મારી લખેલી એક નોંધ પ્રગટ થઈ હતી. તે નોંધમાં ધર્મયુદ્ધ અને અહિંસક યુદ્ધ વચ્ચે નીચે મુજબ તફાવત દર્શાવવામાં આવ્યો હતો :—
“ જ્યારે કેવળ સત્તાના જોરે અને કેળવ અન્યાય અધર્મભાવનાથી પ્રેરિત બનીને કોઈ પણ એક દેશ અન્ય દેશ ઉપર અથવા તો કોઈ પણ એક સમુદાય અન્ય સમુદાય ઉપર આક્રમણ કરે ત્યારે આક્રમણના ભાગ બનતા દેશને કે સમુદાયને જે પ્રતિકાર કરવા પડે તેને સાધારણ રીતે ધર્મયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. જેમ પાંડવ-કૌરવ વચ્ચેના સંઘર્ષમાં કૌરવાના પક્ષે અન્યાય હતો અને અધર્મ હતો એમ આપણે માનીએ છીએ અને તેથી પાંડવાના કૌરવા સાથેના યુદ્ધને આપણે ધર્મયુદ્ધ તરીકે વર્ણવીએ છીએ. આજના સંદર્ભમાં ચીની આક્રમણને આપણે આ જ દ્રષ્ટિથી નિહાળીએ છીએ અને આપણા તેમની સાથેના યુદ્ધને આપણે ધર્મયુદ્ધ તરીકે વર્ણવીએ છીએ.
૨૦૮
“ આવી જ રીતે અંગ્રેજ સરકાર સામે આપણુ જે યુદ્ધ ચાલતું હતું તે પણ એક પ્રકારનું ધર્મયુદ્ધ જ હતું, કારણ કે, તેમની આપણા ઉપરની હકૂમત એ જ એક પ્રકારનો અધર્મભર્યો વર્તાવ હતો. આમ છતાં અંગ્રેજ સરકાર સાથેની લડત અને ચીનાઓ સાથેની લડતમાં જે તફાવત છે તે આપણા ધ્યાન બહાર હોવા ન જોઈએ. બન્ને એક પ્રકારના પ્રતિકારો જ છે, એમ છતાં ચીનાઓ સામે કરવામાં આવેલા પ્રતિકાર હિંસક છે, જ્યારે અંગ્રેજો સામેના પ્રતિકારનું રૂપ મોટા ભાગે અહિંસક હતું.
“આ તફાવત તરફ ધ્યાન ખેંચવાની જરૂર એટલા માટે છે કે, આજે અમુક જૈન સાધુઓ તથા સાધ્વીઓ યુદ્ધ સંરક્ષણ ફાળો એકઠો કરવામાં સક્રિય ભાગ લઈ. રહ્યા છે. બીજી રીતે તે આ બરોબર છે, પણ તેમણે લીધેલા સર્વવિરતિભાવ-સૂચક અહિંસાના મહાવ્રત સાથે આ કેટલું સુસંગત છે એ એક પ્રશ્ન છે. કોઈ પણ પરિસ્થિતિપ્રાપ્ત કર્તવ્યૂ અંગે ઈનકાર, તાટસ્થ્ય અથવા સ્વીકાર એમ ત્રણ પ્રકારના વિકલ્પો વિચારી શકાય છે. અહિંસાવ્રતી જૈન મુનિએ માટે આવા પ્રસંગે તાટસ્થ્ય વધારે ઉચિત લાગે છે.”
મુનિ જનકવિજયજીનો પત્ર
આ નોંધ વાંચીને પંજાબ, બાજુએ વિચરતા સ્વવિજયવલ્લભસૂરિના શિષ્ય વિજયસમુદ્રસૂરિના શિષ્ય મુનિજનકવિજયજી તરફથી નકોદર (જિલ્લા જલંધર) થી નીચે મુજબના પત્ર મળ્યા હતા— શુક્રવાર, તા. ૧-૨-૧૯૬૩.
શ્રીયુત પરમાનંદભાઈ
નકોદરથી લી॰ જનકવિજય તરફથી ધર્મલાભ,
.
પ્રબુદ્ધ જીવનમાં “ ધર્મયુદ્ધ અને અહિંસક યુદ્ધ વચ્ચેના તફાવત” બાબત આપના વિચારો વાંચ્યા. અંતમાં આપે એમ પણ જણાવ્યું છે કે, અહિંસાવ્રતી જૈન મુનિવરો માટે આવા પ્રસંગે તાટસ્થ્ય વધારે ઉચિત લાગે છે.
જૈનધર્મમાં ઉત્સર્ગ અને અપવાદોનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. જૈન દર્શનની વિચારધારા દરેક સમયે લાભાલાભના વિચાર કરી કામ કરવાની આજ્ઞા આપે છે. જૈન મુનિની નદી પાર કરવાની આજ્ઞા તીર્થંકરોએ આના લીધે જ આપી છે.
ધર્મ, સમાજ તથા સંઘની રક્ષા માટે મહાન આચાર્યોએ અપવાદોનું સેવન કરી કર્તવ્યપાલન કર્યું છે. કેમકે ઉત્સર્ગ (એટલે . કે નિયમ ) ની અને અપવાદની પાછળ શુભ પરિણામનું જ ધ્યેય હોય છે, વિષ્ણુ મુનિએ અન્યાયી નમુચીને વૈક્રિય રૂપ ધારણ કરી
તા. ૧-૩-૨
દંડ આપી દેશમાં શાંતિ સ્થાપી હતી. કાલિકાચાર્ય પાતાની બેન સાધ્વી સરસ્વતીની દુષ્ટ આતતાયી ગર્દભભિલ્લ રાજાથી રક્ષા માટે પોતે સ્વયં ચારિત્ર્યને ગૌણ કરી યુદ્ધમાં ઉતર્યા હતા.
આપણા ઈતિહાસમાં ઉપર મુજબ પ્રેરક અનેક ઘટનાઓ હોવા છતાં, જો જૈનમુનિ દેશ તથા સમાજને તન-મન અને ધન અર્પણ કરવા પ્રેરણા ન કરે તો તેમના માટે અનુચિત ન, કહેવાય ! આવા પ્રસંગે તટસ્થ રહેવું એ તે એક પ્રકારની કાયરતા અને દેશસેવાના કર્તવ્યથી ભાગવા જેવું લેખાય.
હાલની સંક્ટગ્રસ્ત દશામાં સાધુઓને યુદ્ધમાં જવાની વાત તે છેજ નહિ. ફકત પ્રેરણા અને ત્યાગીઓથી બીજું કાંઈ બની શકે તો જેઓ સર્વસ્વ અર્પણ કરી ધર્મયુદ્ધમાં લડી રહ્યા છે તેમના જીવનદાન માટે લાહી આપવું એ ત્યાગીઓનું પરમ કર્તવ્ય છે એમ અમારૂં માનવું છે.
અત્યારે સાધુઓનું જીવન એકાંત નિવૃત્તિપ્રધાન નથી રહ્યું. વર્તમાનમાં અમારૂં જીવન સમાજ સાથે પ્રાય: ઓતપ્રોત થઈ ગયું છે. અમે સમાજથી અન્ન, વસ્ત્ર, મકાનની સાથે દવા, ઈન્જેક્શન તથા ઑપરેશન આદિ બધી જ જાતની સુખ—સુવિધાઓના આય લેતા રહીએ છીએ. તો જ્યારે પેાતાના માટે અપવાદરૂપમાં બધું જ સ્વીકાર્ય હોય તો શું ઘાયલ જવાનો માટે સાધુએ પોતાનું રકતદાન ન કરી શકે? ભ. મહાવીરે થાણાંગ સૂત્રમાં દશ પ્રકારના ધર્મમાં રાષ્ટ્રધર્મનું વર્ણન કર્યું છે તે આપના ધ્યાનમાં હશે જ. રાષ્ટ્રધર્મ બધાથી મોટો છે તેનો તો આપ પણ સ્વીકાર કરો છે જ.
સંત વિનોબાજી, મુનિ સંતબાલ, કાકા કાલેલકર આદિ બધા અહિંસાનિષ્ઠ મહાપુરુષો વર્તમાન યુદ્ધને ધર્મયુદ્ધ કહે છે. જ્યારે આપણે એમ નિશ્ચિતપણે માનીએ છીએ કે, આ યુદ્ધ ધર્મયુદ્ધ છે, અને આ અન્યાયપૂર્ણ આક્રમણનો પ્રતિકાર આપણે અહિંસક પદ્ધતિએ કરવા શકિતમાન નથી, બધા જ શાંતિપૂર્ણ માર્ગ બંધ છે તે પછી પરિસ્થિતિના કારણે ધર્મયુદ્ધ વધારે હિંસાવાળું હોય તો પણ તે ક્ષમ્ય જ લેખાય. એથી અસહયોગ કરવા અથવા મૌન રહેવું તે સાચા દેશસેવકો માટે યોગ્ય ન જ કહેવાય. આપ જેવા ક્રાંતિપ્રેમી, સુધારાવાદી, ચિંતનશીલ વ્યકિતના તરફથી તાટસ્થ્યના વિચારો વાંચી અમેને તો ખૂબ જ આશ્ચર્ય થયું છે.” મુનિશ્રી જનકવિજયજીના પત્રનો જવાબ
ઉપર મુજબ મુનિ જનકવિજયજી તરફથી પત્ર મળ્યા બાદ તેમની ઉપર જે જવાબ મોકલવામાં આવ્યો તેની નક્લ, પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રસ્તુત વિષય અંગે વિચારવાયોગ્ય સામગ્રી મળે તે હેતુથી, નીચે પ્રગટ કરવામાં આવે છે.—
મુંબઈ, તા. ૨૦-૨-૬૩
મુનિશ્રી જનકવિજયજી,
આપના તા. ૧-૨-૧૯૬૩ નાં પત્ર વખતસર મળ્યો હતો. એ પત્રની પહોંચ તો મેં લખી છે. વિગતવાર જવાબ લખવામાં બીજા કેટલાંક રોકાણાને લીધે વિલંબ થયો છે તે માટે ક્ષમા કરશે.
આપનો પત્ર ધ્યાનપૂર્વક વાંચી ગયા. એમાં ઉઠાવેલા મુદ્દાઓ વિચારણીય છે. “ ધર્મયુદ્ધ અને અહિંસકયુદ્ધ વચ્ચેના તફાવત એ મથાળા નીચે તા. ૧૬-૧-૧૯૬૩ ના “ પ્રબુદ્ધ જીવન ” માં પ્રગટ થયેલી મારી નોંધ વાંચતાં દિલમાં ઉઠેલા પ્રત્યાઘાતો આપે આપના પત્રમાં જણાવ્યા છે. આપના આ પત્રને આવકારૂ છું, કારણ કે એ નોંધ વાંચીને અન્ય જૈન સાધુઓના દિલમાં પણ એવા પ્રત્યાઘાતો પેદા થયાનું મારી જાણમાં આવ્યું છે, અને તેથી આપના પત્રના કારણે મારી નોંધના મુદ્દાને વધારે વિસ્તારથી સ્પષ્ટ કરવાની મને તક પ્રાપ્ત થઈ છે.
આપનો પત્ર વાંચતાં મારાં મન ઉપર મુખ્ય છાપ એ પડે છે કે, આપની દષ્ટિ અહિંસાના તત્ત્વના લાભાલાભના ધોરણે
kri